ધાર્મિક દિવસો તથા દશલક્ષણપર્વ આત્મધર્મ : ૧૭ :
હતા. આજે ઉત્સવનો છેલ્લો દિવસ હોવાથી સૌને ઘણો ઉત્સાહ હતો. પૂજા પછી પૂજ્ય ગુરુદેવ શ્રી પ્રવચનસારના
ગુજરાતી અનુવાદનો મહિમા જે શ્રીમુખેથી કરેલો તેના ઉપર થોડું વિવેચન કરી જ્ઞાનપૂજા કરવામાં આવી હતી.
ત્યારપછી વાજતેગાજતે વરઘોડો કાઢી શ્રીપ્રભુજીનાં પ્રતિમાને ભૂલેશ્વર મંદિરમાં પધરાવ્યાં હતાં. ત્યાં
અત્યંત ઉત્સાહપૂર્વક ભક્તિ કરી હતી, ને શ્રી જિનેન્દ્ર ભગવાનનો કળશાભિષેક કરી પૂજા કરી હતી.
સાંજે છ વાગ્યે આપણા મંડળના ભાઈઓ તથા બહેનો શ્રી ભૂલેશ્વર મંદિરમાં ગયા હતા ને ત્યાંના
ભાઈઓ તરફથી ઉજવાતા ઉત્સવમાં ભાગ લીધો હતો. ક્ષમાપના વિધિ કરીને ઉત્સવની પૂર્ણાહુતિ થઈ હતી.
પૂજા ઉત્સવના વીસે દિવસ જુદાજુદા ભાઈબહેનો તરફથી પૂજા ભણાવવામાં આવી હતી.
પૂજા, ભક્તિ આદિમાં આપણો ઉલ્લાસ જોઈને ઘણા દિગંબર ભાઈઓ કે જેમનો એવો અભિપ્રાય બંધાયો હતો
કે આ લોકો પૂજા–ભક્તિમાં માનતા નથી તેમને આ પ્રસંગ ઉપરથી મધ્યસ્થપણે વિચાર કરવાનું નિમિત્ત બન્યું છે.
પ્રભાવના. શ્રી ખીમચંદ જેઠાલાલ શેઠ તથા તેમના ધર્મપ્રેમી ભાઈઓ તરફથી એક દિવસે “અપૂર્વ
અવસર પરનાં પ્રવચનો”ની પ્રભાવના કરવામાં આવી હતી.
દિગંબર ભાઈઓને ‘વસ્તુવિજ્ઞાનસાર’ (હિંદી) પુસ્તક વહેંચવામાં આવેલ હતું.
ઈનામ. ગાયન–સંવાદ–રાસમાં ભાગ લેનાર બાળકો તથા બાળાઓએ ઘણું સુંદર કાર્ય કર્યું હતું. તે બદલ
તેમને પ્રમુખશ્રીના હાથે પુસ્તકો તથા રોકડા રૂ।. ઈનામમાં આપવામાં આવ્યા હતા. આ માટે રૂ।. ૫૧/– શેઠ
ખીમચંદ જેઠાલાલ તરફથી, ‘મુક્તિનો માર્ગ’ મોદી નાગરદાસ દેવચંદ તરફથી, તથા ‘દ્રવ્યસંગ્રહ’ ભાઈ અનુપચંદ
છગનલાલ તરફથી મળેલ હતાં.
પુસ્તક વેચાણ. ઉત્સવ દરમ્યાન સોનગઢથી પુસ્તકો મંગાવી વેચાણ કરવામાં આવ્યું હતું, ને તેના ઉપર
સેકંડે ૧૨।। ટકા લેખે ડીસ્કાઉન્ટ આપવામાં આવેલ હતું. આ કમિશન પૂજ્ય ગુરુદેવશ્રીની જન્મજયંતી પ્રસંગે
એકઠી થયેલ રકમમાંથી મજરે આપવામાં આવશે એમ સોનગઢથી લખાઈ આવ્યું હતું.
જિનમંદિર માટે ફાળો : આત્મધર્મ અંક ૫૭ માં જાહેર કર્યા મુજબ રૂપિયા ૭૩૪૪૯/– નો ફાળો થયો હતો.
ત્યારપછી તથા ઉત્સવ દરમ્યાન થએલ રકમ સહિત આજ સુધીમાં કુલ રકમ રૂપિયા એકલાખ લગભગની થઈ છે.
ઝવેરી શેઠ શ્રી મહેન્દ્રકુમારજી તરફથી રૂપિયા ૧૦૦૧/–, તથા ગુલાલવાડીના દિગંબર જિનમંદિરના ટ્રસ્ટી શેઠશ્રી
ચંદુલાલ કસ્તુરચંદ તરફથી રૂપિયા ૧૦૦૧/– નોંધાવામાં આવેલ છે. ફાળાની વિગત આ સાથે છે. ફાળો હજુ ચાલુ છે.
ઘાસ માટે ફાળો. સૌરાષ્ટ્રમાં આ વર્ષે દુષ્કાળ જેવી પરિસ્થિતિ વર્તતી હોવાથી ઢોરોના ઘાસ માટે ફાળો
કરવા સોનગઢથી ભાઈઓ આવેલા. તેમને હીરાબાગમાં બોલાવીને ફાળા માટે અપીલ કરતાં ભાઈઓ તથા
બહેનોમાં રૂપિયા ૭૦૦/– ઉપરનો ફાળો થયો હતો.
સામાન્ય. (૧) દિગંબર ભાઈઓ તથા બહેનો ખાસ કરીને રાત્રે આવતા અને શાસ્ત્રવાંચન તથા
ભક્તિમાં રસપૂર્વક ભાગ લેતા હતા. (૨) ઉત્સવના દિવસોના ચાલુ કાર્યક્રમ દરમ્યાન પણ ભૂલેશ્વર મંદિર તથા
કાલબાદેવી મંદિરમાં બની શકે તેટલા મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો રોજંદા દર્શને જતા હતા. (૩) એક દિવસે
ચોપાટી ઉપર આવેલા શેઠ માણેકલાલ પાનાચંદના મંદિરમાં આપણા ભાઈઓ તથા બહેનોએ ભક્તિ કરી હતી.
અને ત્યાંથી શેઠશ્રી પુનમચંદ ઘાશીમલના મંદિરમાં પણ દર્શનાર્થે ગયા હતા.
(૧) આભાર દર્શન. શ્રીજિન–પ્રતિમાજી તથા અન્ય સામગ્રી આપવા બદલ શ્રી ભૂલેશ્વર દિગંબર જૈન
મંદિરના ટ્રસ્ટીઓનો.
(૨) હીરાબાગ હોલ ૨૦ દિવસ સુધી વાપરવા આપવા બદલ શેઠશ્રી માણેકલાલ પાનાચંદનો તથા
(૩) કાલબાદેવી રોડ ઉપર નવા બંધાતા શ્રી દિગંબર જૈન મંદિરમાં દરરોજ થતા વાંચનની સગવડ
આપવા બદલ શેઠ શ્રી પૂનમચંદ ઘાસીમલ તથા તેમના સુપુત્રોનો આભાર માનવામાં આવ્યો હતો.
જિન મંદિર માટેના ફાળામાં જે જે ભાઈઓ તથા બેનોએ રકમો ભરાવેલ છે તે માટે તે સર્વેનો આભાર
માનવામાં આવ્યો હતો.
સેક્રેટરી ભાઈશ્રી હરગોવિંદભાઈએ આ કાર્યમાં ઘણા ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો, તેમના આભારની
પણ નોંધ લેવામાં આવે છે.
ઉપરોક્ત બધાં કાર્યો કરતાં પણ અતિ મહત્ત્વનું કાર્ય તો સત્શાસ્ત્રોનાં વાંચનનું હતું. કે જે ઘણા