Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
મુંબઈમાં શ્રી દિગમ્બર જૈન મુમુક્ષુ મંડળ
તરફથી અતિ ઉત્સાહપૂર્વક ઉજવાએલ
(શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા વદ ૧ સુધીની સંક્ષિપ્ત નોંધ)
સ્થળ: – સી. પી. ટેંક રોડ ઉપર આવેલ હીરાબાગ હોલ.
શ્રાવણ વદ ૧૨ સવારે :– શ્રી ભૂલેશ્વર દિગંબર જૈન મંદિરમાંથી ભગવાનશ્રી મહાવીર પ્રભુનાં પ્રતિમાજીનો
વરઘોડો વાજતે ગાજતે નીકળ્‌યો હતો મુમુક્ષુ ભાઈઓ તથા બેનોનો ઉત્સાહ અત્યંત ભક્તિભાવપૂર્વકનો હતો.
બેનોએ તો એક કલાક અગાઉથી શ્રી ભૂલેશ્વર મંદિરમાં આવીને પ્રભુજી પધારવા વિષેનાં સ્તવનો ગાઈને મંદિર
ગજાવી મૂકયું હતું. વરઘોડામાં સૌથી મોખરે નેશનલ હિંદુ બેન્ડ સુંદર સરોદ વગાડતું ચાલતું હતું. જાણે કે તે
પ્રભુજી પધારતા હોવાની જાહેરાત કરતું હતું. તેની પાછળ બાળકો વાવટા ફરકાવતા ચાલતા હતા. તે જાણે એમ
કહેતા હતા કે જેઓ પરમાત્માને ઓળખે છે તેમનો વિજયધ્વજ આ જગતમાં ફરકે છે. ત્યારપછી મુમુક્ષુ ભાઈઓ
સ્તવનો ગાતા ચાલતા હતા. સાથે દિગંબર પ્રતિષ્ઠિત ભાઈઓ હતા. જેમાં શ્રી ભૂલેશ્વર જિનમંદિરના ટ્રસ્ટીઓ
તરફથી પધારેલ શેઠશ્રી સુંદરલાલજી તથા શેઠ પન્નાલાલજી તેમ જ શેઠ લક્ષ્મીચંદજી, ઈન્દોરવાળા શેઠ
મહેન્દ્રકુમારજી, શેઠ અમુલખજી, શેઠ માનમલજી અને શ્રી ગુલાલવાડી જિનમંદિરના ટ્રસ્ટી શેઠશ્રી ચંદુલાલ
કસ્તુરચંદ વગેરેની હાજરી ખાસ ધ્યાન ખેંચતી હતી. ત્યારપછી પ્રભુજીની પાલખી હતી. તેની પાછળ બહેનો
માંગળિક ગીતો હર્ષપૂર્વક ગાતાં હતાં. વરઘોડો એક કલાકે હીરાબાગ હોલ પહોંચ્યો હતો. હોલ પ્રસંગને
અનુસરીને સુશોભિત રીતે શણગારવામાં આવ્યો હતો. પ્લેટફોર્મ ઉપર વેદી બનાવવામાં આવી હતી. તેમાં
સિંહાસન ઉપર શ્રી જિનેશ્વર ભગવાનનાં પ્રતિમાજીને બિરાજમાન કરીને અભિષેક કરવામાં આવ્યો હતો.
ત્યારપછી પૂજા કરવામાં આવી હતી. તે વખતે લગભગ પાંચસો ઉપરાંત ભાઈબહેનોની હાજરી હતી.
બપોરે શ્રી સમયસારજીની ૧૪મી ગાથાનું પ્રવચન વાંચન
થયું હતું. શ્રાવણ વદ ૧૨ થી ભાદરવા સુદ ૪ સુધી નીચે મુજબ કાર્યક્રમ હતો.
સવારે ૭
।। થી ૮ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા.
।। થી ૯।। શ્રી સમયસારજીની ગાથા ૧૪ ઉપરનાં પ્રવચનોમાંથી વાંચન.
બપોરે ૨।। થી ૩।। શ્રી સત્તાસ્વરૂપના પહેલા ભાગમાંથી
વાંચન ૩।। થી ૪ શ્રી જિનેશ્વર ભગવાનની ભક્તિ.
રાત્રે ૭ થી ૭।। શ્રી દેવ–ગુરુ–શાસ્ત્રજીની આરતી (ત્રણ)
।। થી ૮।। શ્રી પ્રતિક્રમણ.
।। થી ૯।। ભક્તિ–ભાવના.
શ્રાવણ વદ ૧૨ રાત્રે. જુદી જુદી ભાવનામાં એક બાળા દેવપરી થઈ હતી ને તેણે ઉલ્લાસપૂર્વક ભક્તિ
કરી હતી. બીજી બાળાએ લાખ લાખ દીવડાથી પ્રભુશ્રીની આરતી ઉતારી હતી.
ભાદરવા સુદ ૨. ભાઈઓએ પ્રતિક્રમણનો સંવાદ કર્યો હતો.
,, સુદ પ. ભાઈઓએ ગૃહીતમિથ્યાત્વનો સંવાદ તથા બાળાઓએ અસ્તિત્વગુણ તથા તપ ઉપર સંવાદ
કરેલ હતા. ભાદરવા સુદ પ. દશલક્ષણી પર્વનો પહેલો દિવસ. પાંચસોથી છસો ભાઈઓ તથા બેનોની હાજરી
હતી. સવારના વાંચન પછી શ્રી સમયસારજી શાસ્ત્રની જ્ઞાનપૂજા કરવામાં આવી હતી. આરતીના ઘીની ઉછામણી
ઘણા ઉત્સાહપૂર્વક થઈ હતી પાંચે આરતીનું કુલ ઘી ૩૯૭ મણ થયું હતું.
દરરોજના કાર્યક્રમ ઉપરાંત બપોરે ૧।। થી ૨।। બે દિવસ શ્રી સમયસારજી (હરિગીત), એક દિવસ શ્રી
પ્રવચનસારજી (હરિગીત) તથા એક દિવસ શ્રી આત્મસિદ્ધિની સ્વાધ્યાય કરવામાં આવી હતી.
ભાદરવા સુદ પથી સુદ ૧૪. સવારના વાંચનમાં શ્રી પદ્મનન્દિ પંચવિંશતિકામાંથી ઉત્તમ ક્ષમા, માર્દવ,
આર્જવ, સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન્ય તથા બ્રહ્મચર્ય–એ દશ લક્ષણી ધર્મમાંથી દરરોજ એક એક ધર્મ
ઉપર પરમ પૂજ્ય ગુરુદેવે કરેલ પ્રવચન કે જે ‘આત્મધર્મ’ માં પ્રસિદ્ધ થયેલ, તેનું વાંચન રાખવામાં આવ્યું હતું.
ધુપદશમી. હીરાબાગ હોલમાં દર્શનાર્થેપાંચસો ઉપર દિગંબર ભાઈઓ તથા બહેનોની અવરજવર ચાલુ
હતી. અનંતચતુર્દશી સવારે શ્રી પદ્મનંદિ પંચવિંશતિકામાંથી ઉત્તમ બ્રહ્મચર્ય ઉપર વાંચન થયું હતું.
બપોરે. શ્રી તત્ત્વાર્થસૂત્રના પહેલા અધ્યાયના પરિશિષ્ટ ત્રીજામાંથી ‘જિજ્ઞાસુઓએ ધર્મ કેવી કરવો?’ તેનું વાંચન.
રાત્રે. સર્વસામાન્ય પ્રતિક્રમણ પૂરું. ત્યારપછી ભાવના.
ક્ષમાવણી દિન સવારે પૂજામાં ઘણા ભાઈબહેનો આવેલ