Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 21

background image
: ૨ : આત્મધર્મ : કારતક : ૨૪૭૫ :
[અનુસંધાન ટાઈટલ પાન ૪થી ચાલુ]
ગઈ છે, અમે તને જે કહીએ છીએ તેની હા પાડ, તો તું મોક્ષદશા માટેનાં ભાણે બેઠો છે. ભાણે બેઠા પછી મોક્ષ
દશાનાં ભોજન આવતાં વાર નહિ લાગે. અરે, આવ તો ખરો! હા તો પાડ. આત્માના સ્વભાવ સુખનો સ્વીકાર
તો કર. અહો! આત્માના સ્વભાવ સુખની કોણ ના પાડે? અભવ્ય જીવ હોય તે ના પાડે. આસન્નભવ્ય જીવો તો
ઉલ્લાસથી તે સંમત કરે છે.
શ્રી કુંદકુંદ ભગવાને નિકટમુક્તિગામી ભવ્ય અને અભવ્ય એવા બે જ ભાગલા પાડયા છે, વર્તમાનમાં હા
પાડે છે તે નિકટમુક્તિગામી ભવ્ય છે, ને વર્તમાનમાં ના પાડે છે તે અભવ્ય છે. અત્યારે ના પાડે છે પણ
ભવિષ્યમાં હા પાડશે એવા જીવોને અભવ્યથી જુદા સ્વીકાર્યા નથી. અમે સાક્ષાત્ કહી રહ્યા છીએ તે વખતે
અમારી સન્મુખ જ તું તેની ના પાડે છે, તો અમારી સન્મુખ તો તું અભવ્ય જ છો, ભવિષ્યમાં હા પાડીશ તેનો
સ્વીકાર અમે અત્યારે કરતા નથી.
ટીકાકાર શ્રી અમૃતચંદ્રાચાર્યદેવે ત્રણ ભાગ પાડયા છે. કેવળી ભગવાનને એકાંત સુખ છે–એમ સાંભળીને
જેઓ હમણાં જ હા પાડીને તેનો સ્વીકાર કરે છે તેઓ આસન્ન ભવ્યો છે, જેઓ આગળ ઉપર તેનો સ્વીકાર કરશે
તેઓ દૂરભવ્યો છે, અને જેઓ કદી તેનો સ્વીકાર કરતા નથી તેઓ અભવ્યો છે.
[મગસર વદ ૦) ]
આત્માની સ્વાભાવિક જ્ઞાનદશામાં સુખ છે. જ્ઞાન બહારના વિષયોમાં ભટકે તે દુઃખ છે. ઈન્દ્રિયના કોઈ
પણ વિષયોમાં સુખ છે જ નહિ. પુણ્યના ફળમાં સુખ માનવાની અજ્ઞાનીની રીત છે, પણ તેમાં દુઃખ જ છે. જ્ઞાનમાં
પરને જાણવાની કે પરને ભોગવવાની લાગણી થાય તે દુઃખ છે, પણ વિષયોમાં જ એકતાબુદ્ધિથી અજ્ઞાનીને તે
દુઃખ ભાસતું નથી. જ્ઞાન જ્ઞાનપણે સ્થિર ન રહેતાં ચંચળ થઈને વિષયો તરફ ઝૂકે તે દુઃખ છે. જેમ સદાય પાણીમાં
રહેનારું માછલું કાંઠે રેતીમાં આવી પડે તો તેને દુઃખ લાગે છે, તો પછી જીવતા માછલાને સળગતા અગ્નિમાં પડતાં
કેટલું દુઃખ લાગે? તેમ આ આત્માનો સ્વભાવ અનાકુળ પરમ અમૃતમય શાંત જ્ઞાનસ્વરૂપમાં રહેવાનો છે, તેમાંથી
ખસીને શુભ ભાવમાં આવવું તે પણ દુઃખ દાયક છે અને અશુભભાવમાં તો અંગારા જેવું દુઃખ છે. અજ્ઞાની જીવને
વિષયો રહિત ચૈતન્યસ્વભાવનું સુખ ભાસતું નથી. તેથી વિષયો તરફની શુભ–અશુભ લાગણીઓમાં તેને દુઃખ
ભાસતું નથી. ધર્મી જીવને શુભ–અશુભ બંનેમાં દુઃખ ભાસે છે. શુભ થાય તે પણ જ્ઞાનસ્વરૂપની બહાર નીકળીને
થાય છે, તેમાં પણ આકુળતા જ છે. કેવળી ભગવાનની જેમ સંપૂર્ણ જ્ઞાનમય પરિણમવું તે જ સુખ છે. શુભ–
અશુભરાગ થતો હોવા છતાં જેને આવી શ્રદ્ધા છે તે જીવ આસન્નભવ્ય છે.
માછલાંની રુચિ પાણીમાં પોષાણી છે, તેને પાણીનો જ પરિચય છે તેથી પાણીની બહાર નીકળતાં તેને
દુઃખ લાગે છે. તેમ જ્ઞાની–ધર્માત્મા જીવોની રુચિ નિરાકુળ જ્ઞાનસ્વરૂપમાં જ પોષાણી છે. જ્ઞાનસ્વરૂપ સિવાય
બીજા કોઈ પણ ભાવના પરિચયમાં તેમને દુઃખ લાગે છે. જ્ઞાન સ્વરુપમાંથી બહાર આવીને શુભરાગ થાય તેમાં
આકુળતા છે, તેમાં સુખ નથી. શુભરાગ થાય છે તેટલું જ્ઞાનનું પરિણમન અટકે છે–સ્વભાવનો ઘાત થાય છે, તે
દુઃખનું કારણ છે. અશુભભાવ થાય તેમાં ઘણું દુઃખ છે. પણ જ્ઞાની ધર્માત્મા જીવોને પોતાના ચૈતન્ય સ્વરૂપનું
અને વિકારનું ભેદજ્ઞાન છે, ચૈતન્યભાવપણે જ પરિણમવાની તેમની ભાવના છે તેથી પરમાર્થથી તો તેઓ
રાગપણે પરિણમતા નથી પણ જ્ઞાનપણે જ પરિણમે છે. જેટલું જ્ઞાનરૂપ પરિણમન છે તેટલુ સાચું સુખ છે, ને
જ્ઞાનપરિણમનમાં જેટલી કચાશ છે તેટલો પારમાર્થિક સુખનો અભાવ છે. જેમ માછલાંને બહાર કાઢો તો કૂદીને
પાછું પાણીમાં પડે, તેમ ધર્માત્મા જીવ શુભ અશુભનો નિષેધ કરીને જ્ઞાનસ્વરૂપમાં જ પરિણમે છે. બાહ્ય વિષયો
તરફથી પાછા ફરીને સ્વરૂપમાં જ ઝંપલાવે છે. ફરી ફરીને સ્વરૂપમાં જ એકાગ્રતાનો અભ્યાસ કરે છે. અજ્ઞાની
જીવ તો વિષયોમાં સુખ માનીને તેમાં જ ઝંપલાવે છે. ઘડીઘડીમાં જ્ઞાનને એક પછી એક વિષયોમાં ભમાવે છે, ને
તેથી આકુળતા જ ભોગવે છે. જ્ઞાનસ્વરૂપમાં પરિણમનારા કેવળી ભગવંતો એકાંત સુખી છે અને જ્ઞાનને ભૂલીને
બહારના પદાર્થોમાં સુખ માનીને પરિણમનારા અજ્ઞાની જીવો એકાંત દુઃખી છે.
કેવળજ્ઞાની પ્રભુ શુભ–અશુભથી ખસીને અને સમસ્ત બાહ્ય વિષયોથી ખસીને પોતાના શાંત શીતળ
સ્વરૂપમાં જ ડૂબી ગયા છે, જરા પણ સ્વરૂપથી બહાર નીકળતા નથી. તેઓ સંપૂર્ણ સુખી છે. એવું જ પારમાર્થિક
સુખ મારે ઉપાદેય છે–એમ સાધક જ્ઞાની જાણે છે.
અપૂર્ણ