Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 4 of 21

background image
[પરમાત્મ – પ્રકાશ ગાથા ૩–૪–૫ શાસ્ત્ર ઉપર પૂ. શ્રી સદ્ગુરુદેવનાં વ્યાખ્યાનોનો સાર]
અંક ૫૬ થી ચાલુ] વીર સં. ૨૪૭૩ દ્વિ૦ શ્રાવણ વદ ૧૧ બુધવાર [લેખાંક ૪
() સ્ સ્રૂ : ગ્રંથકાર કહે છે કે હું સિદ્ધભગવાનને નમસ્કાર કરું છું. પરમાર્થે કોઈ જીવો પરને
નમસ્કાર કરતા નથી પણ પોતાના જ આત્માને નમસ્કાર કરે છે. અહીં કઈ રીતે સિદ્ધને નમસ્કાર કરે છે? સિદ્ધ
જેવો પોતાનો વીતરાગી સ્વભાવ છે તેની ઓળખાણ કરીને વીતરાગી સ્વસંવદેન કરે છે, તે જ સિદ્ધને
ભાવનમસ્કાર છે. બહારમાં નમસ્કાર કરવાનું કહેવું તે વ્યવહાર છે. સ્વભાવના ભાનપૂર્વક નમસ્કારનો વિકલ્પ
ઊઠયો તે દ્રવ્ય નમસ્કાર છે.
(૨૭) નમસ્કર કણ કર? : – પ્રશ્ન:–જો પોતે પોતાને જ નમસ્કાર કરે છે તો સદ્ધિ ભગવાન પણ પોતાના
સ્વરૂપને જ અનુભવે છે તેથી શું સિદ્ધ પણ પોતે પોતાને નમસ્કાર કરે છે?
ઉત્તર:–નમસ્કાર કરવું તે છદ્મસ્થને જ હોય છે. સિદ્ધ ભગવાનને સંપૂર્ણતા પ્રગટી ગઈ છે તેથી હવે તેમને
સ્વરૂપ તરફ વળવાનું બાકી રહ્યું નથી. જે જીવ સ્વભાવના વલણ તરફ વળે છે તે જ સિદ્ધની સ્તુતિ કરે છે.
સ્વરૂપમાં જે અંશે ઢળ્‌યા છે અને વિશેષ ઢળે છે તેને નમસ્કાર કહેવાય છે. સ્વરૂપમાં પૂર્ણ ઢળી ગયા પછી વિશેષ
ઢળવાનું હોતું નથી માટે કેવળી કે સિદ્ધ ભગવાન નમસ્કાર કરતા નથી.
પ્રશ્ન:–બારમા ગુણસ્થાને ક્ષાયિકભાવ પ્રગટયો છતાં ત્યાં સ્તુતિ કહી છે? ત્યાં રાગ તો નથી.
ઉત્તર:–ત્યાં પણ હજી સ્વરૂપમાં સંપૂર્ણપણે પરિણમ્યા નથી તેથી હજી સ્વરૂપમાં ઢળે છે, માટે તેમને પણ
સ્તુતિ કહેવામાં આવી છે. સાક્ષાત્ તીર્થંકરને વંદન કરવું તે તો રાગ છે તે દ્રવ્યસ્તુતિ છે; તેમાં અશુભથી બચીને
શુભરાગ થાય છે, તે રાગથી ધર્મ થતો નથી. બારમા ગુણસ્થાને રાગ નથી છતાં હજી સ્વરૂપમાં પૂર્ણપણે ઢળ્‌યા
નથી, તેથી જ કેવળજ્ઞાન થયું નથી. તે જીવ પણ હજી સ્વરૂપમાં વિશેષ વિશેષ ઢળે છે માટે ત્યાં ભાવ નમસ્કારનો
સદ્ભાવ છે.
વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ ભાવ તે સાચી સ્તુતિ છે, તેમાં ઈન્દ્રિય કે મનનું અવલંબન નથી,
રાગની અપેક્ષા નથી, એકલું સ્વસંવેદન એટલે કે પોતાના આત્માનું જ વેદન કરે છે તે જ સ્તુતિ છે. સ્વરૂપમાં
લીનતા વધતી જાય અને સિદ્ધ ભગવાન જેવો આનંદ ક્રમે ક્રમે વધતો જાય તે સાચી ભાવસ્તુતિ છે. પરંતુ સિદ્ધ
તો પૂર્ણપણે સ્વરૂપમાં જામી ગયા છે તેથી હવે તેમને સ્તુતિ નથી. અધૂરી લીનતા હોય અને વિશેષ લીનતા કરે
ત્યારે નમસ્કાર કહેવાય છે. તે બારમાં ગુણસ્થાન સુધી છે. ત્યારપછી પૂર્ણતા પ્રગટી ગઈ છે તેથી સ્તુતિ હોતી
નથી.
વંદ્યવંદક ભાવનો વિકલ્પ તો છઠ્ઠા ગુણસ્થાન સુધી જ હોય છે, પણ સ્વરૂપમાં ઢળવારૂપ ભાવસ્તુતિ
બારમા ગુણસ્થાનના છેડા સુધી હોય છે, રાગરહિત પરમાત્મસ્વરૂપનું ભાન થયા પછી તે સ્વરૂપમાં ઢળીને જેટલી
જેટલી સ્થિરતા થતી જાય તેટલી ભાવસ્તુતિ છે.
બારમે ગુણસ્થાને ભાવસ્તુતિ કહી, પણ ત્યાં વિકલ્પ નથી, માત્ર હજી સ્વરૂપમાં પરિણમવાનું બાકી છે
અને વિશેષપણે પરિણમે છે તેથી ત્યાં ભાવસ્તુતિ છે. સમ્યગ્દ્રષ્ટિજીવ સાક્ષાત્ વીતરાગ તીર્થંકર દેવને નમસ્કાર
કરે તેમાં પણ જે રાગ છે તે પરમાર્થસ્તુતિ નથી. અહીં સંતમુનિ દશામાં ઝૂલી રહેલા મુનિ પોતે સાચા નમસ્કાર
કરવાની રીત કહે છે કે–હું મારા સ્વરૂપની એકાગ્રતારૂપ વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનરૂપ પરમાર્થ
સિદ્ધભક્તિવડે સિદ્ધોને નમસ્કાર કરું છું.
() સ્ ત્ર્ : વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં શ્રી સીમંધરસ્વામી વગેરે અરહંતપદે બિરાજે છે
તેમને અહીં સિદ્ધભગવાન તરીકે વંદન કર્યા છે. તેઓ વર્તમાનમાં કેવળજ્ઞાનાદિ ગુણો સહિત છે. ઘાતિકર્મોનો તો
ક્ષય કર્યો છે અને અઘાતિનો પણ સમયે સમયે ક્ષય કરીને વર્તમાનમાં સિદ્ધદશા પ્રાપ્ત કરી રહ્યા છે, તેથી તેમને,
વર્તમાનમાં સિદ્ધપદ તરીકે નમસ્કાર કર્યા છે. તેઓ સમ્યક્ શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રરૂપી અભેદરત્નત્રય મય છે. તેમને
નમસ્કાર કર્યા, તેનું તાત્પર્ય એ છે કે એવી અભેદરત્નત્રયરૂપ નિર્વિકલ્પ સમાધિ જ મારે ઉપાદેય છે, એ સિવાય
કોઈ પણ રાગ–વિકલ્પને હું ઉપાદેય માનતો નથી.