શ્રી પરમાત્મ – પ્રકાશ પર પ્રવચનો આત્મધર્મ : પ :
ભારે વસ્તુ હોય તે પાણીમાં ડૂબી જાય છે, પરંતુ સિદ્ધભગવાન જ્ઞાન અપેક્ષાએ સૌથી મોટા હોવા છતાં
સંસારરૂપી સમુદ્રમાં ડૂબતાં નથી અર્થાત્ સિદ્ધદશા થયા પછી કદી અવતાર હોતો નથી.
ગ્રંથકાર પોતે સંતમુનિ છે અને સિદ્ધોને નમસ્કાર કરતાં પોતાને ઉલ્લાસ આવ્યો છે તેથી કહે છે કે–જે
મુનિઓ હસ્તકમલવત્ આત્માને જાણીને, વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનથી સિદ્ધ થયા તેમને હું નમસ્કાર
કરું છું. એવા કોણ કોણ સિદ્ધ થયા છે? કે શ્રીઋષભાદિ તીર્થંકર દેવો, સુકુમાર મુનિ, ભરત ચક્રવર્તી, સગર
ચક્રવર્તી પાંડવો, રામચંદ્ર વગેરે અનંત જીવો નિર્વિકલ્પ સ્વસંવેદનના જોરે સિદ્ધ થયા છે. અહીં નિર્વિકલ્પપણું તે
રાગની નાસ્તિ બતાવે છે અને સ્વસંવેદન તે સ્વરૂપની એકાગ્રતારૂપ અનુભવની અસ્તિ બતાવે છે. પૂર્વે
સ્વસંવેદનના જોરે નિજ શુદ્ધાત્મ સ્વરૂપને પામીને જેઓ પરમસમાધાનરૂપ મોક્ષપદમાં બિરાજે છે તેમને નમસ્કાર
હો! જેટલે અંશે આત્માનું સમાધાન તેટલી શાંતિ છે, સંપૂર્ણ આત્મસમાધાન તે મોક્ષ છે. ।।૪।।
ગાથા પ
ते पुणु वंदउं सिद्धगण जे अप्पाणि वसंत।
लोयालाउ विस्रयलु इहु अच्छहिं विमलु णियंत।। ५।।
અર્થ:–ફરીથી હું તે સિદ્ધોના સમૂહને સમસ્કાર કરું છું કે જેઓ નિશ્ચયનયથી પોતાના આત્મસ્વરૂપમાં
બિરાજે છે અને વ્યવહારનયથી સમસ્ત લોકાલોકને સંશય રહિત પ્રત્યક્ષ દેખતા થકા બિરાજે છે.
(૩) જાણવામાં િનશ્ચય – વ્યવહાર : – કેવલી પ્રભુ લોકાલોકને જાણે એમ કહેવું તે વ્યવહાર છે; અને આત્મા
વડે પોતાના આત્માને જ જાણે છે–તે પરમાર્થ છે, જો પરમાર્થ પરને જાણે છે એમ હોય તો તો નારકીને જાણતા
નારકીનું વેદન પણ જ્ઞાનમાં આવી જાય! માટે પરને જાણવું તે વ્યવહાર છે.
(૩૪) નય કોના જ્ઞાનમાં હોય? : – સિદ્ધભગવાનને તો પૂરુ પ્રમાણજ્ઞાન છે, તેમના જ્ઞાનમાં નય નથી, પણ
તેમને જાણતાં સાધક જીવના જ્ઞાનમાં નય પડે છે તેની વાત છે. ‘સિદ્ધ લોકાલોકને જાણે છે,’ એમ જ્યારે સાધક
જાણે ત્યારે તે સાધકના જ્ઞાનમાં વ્યવહારનય છે અને ‘સિદ્ધ પોતે પોતાના આત્માને જાણે છે’ એમ જાણે ત્યારે
તે નિશ્ચયનય છે.
(૩૫) અાત્મા કયાં રહ્યો છે? : – સિદ્ધભગવાનને રહેવાનું ક્ષેત્ર શું? પરમાર્થે પોતે પોતાના આત્મામાં જ
બિરાજે છે. સિદ્ધશિલા ઉપર વસે છે તે વ્યવહાર છે. અહીં સંસારી આત્મા પણ શરીરના ક્ષેત્રે રહ્યો છે તે વ્યવહાર
છે. પરમાર્થે પોતે પોતામાં જ રહ્યો છે.
મધુર વાણી છૂટે છે
મધુર વાણી છૂટે છે, આતમરામ જાગે છે.......
અનંત ગુણના પિંડ અમે, અનંત ગુણના પિંડ તમે.
મારામાં યે અનંતગુણ, તારામાં પણ અનંતગુણ...મધુર વાણી.
જીવમાં પણ અનંતગુણ, અજીવમાં પણ અનંતગુણ.
જીવ બધાયને જાણે છે, છતાં બધાયથી જુદો છે...મધુર વાણી.
ભગવાનમાં પણ અનંતગુણ, મારામાં પણ અનંતગુણ.
હાથીમાં છે અનંતગુણ, કીડીમાં યે અનંતગુણ....મધુર વાણી.
મધુર વાણી સાંભળે છે, આતમરામ ડોલે છે.
ઝટ ઝટ સાચું સમજે છે, ઝટ ઝટ મુક્તિ પામે છે....મધુર વાણી.