Atmadharma magazine - Ank 061
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 7 of 21

background image
[ગતાંકથી ચાલુ]
શ્રી સનાતન જૈન શિક્ષણવર્ગ, સોનગઢ : શ્રેણી બીજીની પરીક્ષાના ઉત્તર
સિદ્ધ ભગવાનના આત્માનો વિચાર કરતાં તેમની આત્મકથા સંબંધી જે પ્રેરણા થઈ તે નીચે મુજબ છે:
તે જીવ અનાદિથી નિગોદદશામાં જ અનંત અનંત દુઃખો સહતો થકો તેમાં જ જન્મ–મરણ કરતો હતો.
અહો! તેનાં અપાર દુઃખોનો પૂરો ખ્યાલ તો કેવળજ્ઞાની સિવાય કોને આવી શકે? ત્યાં નિગોદદશામાં એક
શરીરમાં અનંત જીવો રહે છે તથા તેમને એક સ્પર્શેન્દ્રિય જ હોય છે. તેમને જ્ઞાનનો ઉઘાડ પણ અતિ અલ્પ છે.
પ્રચૂર મોહાવેશથી. તેઓ ઘેરાયેલા હોય છે. તેઓ એક શ્વાસોચ્છ્વાસમાં અઢાર વખત જન્મ–મરણ કરે છે. આવાં
અપાર દુઃખને સહતો એવો તે જીવ એક વાર કંઈક મંદ કષાયરૂપના પરિણામથી મરણ કરીને એક સુપ્રસિદ્ધ
શેઠના ઘેર પુત્ર થઈને ઊપજ્યો.
આ શેઠ ઘણા જ ધનિક તો હતા પરંતુ તેમના હૃદયમાં ધર્મભાવના પણ પ્રબળ હતી. તેઓ વીતરાગ
ધર્મના અનન્ય ભક્ત હતા. બહોળા વ્યાપારના કામકાજમાં પડયા હોવા છતાં શેઠના હૃદયમાં આત્મહિતની
કામના હતી. તેઓ કાયમ નિયમપૂર્વક દેવદર્શન, શાસ્ત્ર–સ્વાધ્યાય તથા મુનિરાજના ચરણકમળ પાસે ભક્તિપૂર્વક
દેશના શ્રવણ કરવાનું ચૂકતા નહિ. શેઠે નગરમાં અનેક જિનમંદિરો બંધાવ્યા હતાં તેમ જ તેમના ઘરમાં પણ એક
સુંદર ભવ્ય જિનમંદિર હતું. શેઠ ખરેખર એક રૂડા આત્માર્થી જીવ હતા. શેઠની માફક શેઠાણી તથા તેમનું આખુંયે
કુટુંબ સંસ્કાર અને ધર્મભાવનાથી રંગાયેલું હતું.
આવા શેઠને ત્યાં તે જીવે પુત્ર તરીકે જન્મ લીધો. પુત્રના જન્મનો શેઠે મોટો ઉત્સવ કર્યો. જિનમંદિરમાં
મોટી પૂજા રચાવી તથા અનેક પ્રકારનાં દાનની જાહેરાત કરી. આખાયે શહેરમાં ગરીબ માણસોને મિઠાઈ અને
કપડાંલત્તા વહેંચવામાં આવ્યાં. શેઠે પુત્રનું નામ વીરેન્દ્રકુમાર રાખ્યું.
વીરેન્દ્રકુમાર બાળપણ ઘણા જ લાડકોડથી વીતવા લાગ્યું. શેઠ જ્યારે પોતાના જિનમંદિરમાં પૂજા સ્વાધ્યાય,
ધ્યાન કરતા હોય ત્યારે બાળક વીરેન્દ્ર પિતાજી પાસે આવીને બેસી જાય અને જિનપ્રતિમા સામે તથા પિતાજીની
ચેષ્ટા પ્રત્યે ટગરટગર જોયા કરે. વીરેન્દ્રની સૌમ્ય સુંદર મુખાકૃતિ અને શાંત પ્રકૃતિ જોઈને લોકો આશ્ચર્ય પામતા.
આમ વીરેન્દ્ર પાંચ વર્ષનો થતાં શેઠે પોતાને ઘેર શિક્ષકો રાખીને તેના માટે લૌકિક તથા ધાર્મિક શિક્ષણની ગોઠવણ
કરી. લૌકિક તેમ જ ધાર્મિક બન્ને પ્રકારના અભ્યાસમાં વીરેન્દ્ર શીઘ્રતાથી આગળ વધવા લાગ્યો.
એકવાર એક વીતરાગી મુનિરાજ આહારદાન લેવાને જંગલમાંથી શહેરમાં આવ્યા. મુનિરાજ નજદીક
પધારતાં શેઠે અતિ ભક્તિપૂર્વક મુનિરાજને પડગાહના કરી. મુનિરાજને આહારદાન આપવાનો યોગ મહદ્ભાગ્યે
શેઠને પ્રાપ્ત થયો. આહારદાનની વિધિ પૂરી થયા પછી સૌ મુનિરાજના ચરણને સ્પર્શ કરીને પોતાને કૃતાર્થ
માનવા લાગ્યા. વીરેન્દ્રે પણ મુનિરાજના ચરણકમળમાં ઉલ્લાસપૂર્વક સાષ્ટાંગ પ્રણામ કર્યા. મુનિરાજે જરા સ્મિત
કરીને તેના માથા પર હસ્ત મૂકીને શેઠ પ્રત્યે જોઈને કહ્યું–“આ જીવ આ જ ભવમાં ભગવતી જિનદીક્ષા ધારણ
કરીને પરમાનંદમય શાશ્વત સિદ્ધદશાને પ્રાપ્ત કરશે.” આમ કહીને મુનિરાજ તો જંગલ તરફ ચાલ્યા ગયા, પરંતુ
વિરેન્દ્ર વિષે આ વાત સાંભળીને શેઠ તથા તેના કુટુંબીજનોના હૃદયમાં હર્ષાનંદનો પ્રવાહ વહેવા લાગ્યો,
ઉલ્લાસમાં આવીને શેઠે મોટો ઉત્સવ કર્યો. તે દિવસથી જ સૌ વીરેન્દ્ર પ્રત્યે અપૂર્વ ભક્તિ–પ્રેમ રાખવા લાગ્યા.
આ તરફ વીરેન્દ્રનો અભ્યાસક્રમ પણ ઘણી જ ત્વરાથી આગળ વધવા લાગ્યો. તેની બુદ્ધિનો ચમકાર જોઈ
તેના શિક્ષકો પણ આશ્ચર્યમગ્ન થઈ જતા. લગભગ તેર વર્ષની ઉંમર થતાં તો વિરેન્દ્રે લૌકિક અભ્યાસમાં ગણિત,
સાહિત્ય, વિજ્ઞાન, કવિતા આદિનો ઘણો અભ્યાસ કરી લીધો. તથા ધાર્મિક અભ્યાસમાં પણ ચારેય અનુયોગોનો
ઠીક ઠીક અભ્યાસ કર્યો. નવતત્ત્વ, છ દ્રવ્યો, ન્યાય, ત્રિલોકની રચના, કર્મનો સ્વભાવ, શ્રાવક અને મુનિનાં
વ્યવહાર આચરણ તથા વૃષભાદિ ત્રેસઠ શલાકા પુરુષોનું ચરિત્ર વગેરેનો અભ્યાસ થતાં વીરેન્દ્રને આખાય
જગતની વ્યવસ્થા અને સંસાર–મોક્ષનું સ્વરૂપ નજર સમક્ષ જણાવા લાગ્યું. સ્વાધ્યાય તથા વીતરાગી મુનિઓના
સમાગમથી તેણે આત્માના સ્વરૂપનું ખરું સ્વરૂપ જાણ્યું. તેને અંતરમાં નિશ્ચય થયો કે અહો! આ અનંત
સંસારસાગરમાં જીવને અનંત દુઃખોનું એક મૂળ કારણ સ્વસ્વરૂપની ભ્રમણા, મિથ્યા માન્યતા જ છે. આ અનંત