સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના જીવ જે કંઈ કરે તે સંસારમાં પરિભ્રમણનું જ કારણ બને. આવા કલ્યાણમૂર્તિ
સમ્યગ્દર્શન માટે વીરેન્દ્રની હવે જિજ્ઞાસા અને ઝંખના વધતા ચાલ્યાં. સંસારનાં સુખ–વૈભવથી તેની વૃત્તિઓ
ઉદાસીન થવા લાગી. હવે તે મુનિઓના સત્સમાગમમાં બહુ વખત રહેવા લાગ્યો. વીતરાગી મુનિઓનો પણ
તેના પ્રત્યે પરમ અનુગ્રહ વર્તતો હતો.
સંસાર પ્રત્યે પરમ ઉદાસીનતા જોઈને તેના માત–પિતા તેની સમક્ષ તેના લગ્નની વાત જ ઉચ્ચારી શકયા નહિ.
એકવાર વીરેન્દ્ર રાત્રિના છેલ્લા ભાગમાં આત્માના સ્વરૂપનું ચિંતવન કરતા હતા. પોતાના અખંડ જ્ઞાયક
સ્વભાવમાં વૃત્તિ લીન થતાં અંતરના જ્ઞાનભાનુનો ઉદય થયો, મિથ્યાત્વ પરિણમતિનો નાશ થયો...શરીર, કર્મ,
સંયોગ અને વિકારી તથા અપૂર્ણ પર્યાય રહિત ત્રિકાળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ આત્માનો અનુભવ થયો.
અનાદિથી જે પરિણતિ પરપદાર્થ અને વિકારનો આશ્રય કરતી થકી અનંત કલેશને પામતી હતી તે પરિણતિ હવે
સ્વસ્વભાવનો આશ્રય લઈને કલેશ રહિત થઈ, અંશે સિદ્ધભગવાન સમાન પરમ નિરાકુળ સુખને પ્રાપ્ત થઈ. જે
સ્વરૂપનિધિ અનાદિથી ખોવાઈ ગઈ હતી, અને જે પ્રાપ્ત કરવાને આજ વર્ષોથી વીરેન્દ્રની ઝંખના અને પુરુષાર્થ
હતો તે સ્વરૂપનિધિ પ્રાપ્ત થતાં વીરેન્દ્ર પરમાનંદને પામ્યો.
વર્ણન કર્યું તથા બે હાથ જોડીને વિનતિ કરી–“પ્રભો! હવે મારી પરિણતિ સંસારથી અત્યંત ઉદાસીન થઈ છે. મને
ભગવતી જિનદીક્ષા આપીને આપના ચરણકમળનો આશ્રય આપો.” આમ કહીને વીરેન્દ્રે ચારિત્રદશા ધારણ
કરવાની પોતાની અંતરભાવના આચાર્યદેવ સમક્ષ પ્રગટ કરી. વીરેન્દ્રની આ ઉચ્ચ ભાવનાની આચાર્યદેવે
અનુમોદના કરી અને જિનદીક્ષા ધારણ કરવા માટે કુટુંબીજનોની અનુમતિ માગવાનું કહ્યું. વીરેન્દ્ર પરમ ભક્તિથી
નમસ્કાર કરી પોતાના ઘેર આવ્યા.
વહેવા લાગ્યા. વીરેન્દ્રે તેમને ધીરજ આપીને સંસારનું સ્વરૂપ સમજાવ્યું. તથા જીવને એક ધર્મ જ શરણ છે,
મોહભાવ પરમદુઃખદાયક છે ઈત્યાદિ પ્રકારે સમજાવીને તેમનો મોહ દૂર કર્યો. માત–પિતાને તથા કુટુંબીજનોએ
વીરેન્દ્રને હાર્દિક અનુમોદનાપૂર્વક જિનદીક્ષા લેવાને અનુમતિ આપી. મોટા વરઘોડારૂપે સૌ વાજતે ગાજતે શ્રી
જિનેન્દ્રાચાર્યદેવ સમક્ષ આવ્યા. વીરેન્દ્રે ગુરુદેવને પ્રણામ કરીને વિધિપૂર્વક સમસ્ત પરિગ્રહનો ત્યાગ કર્યો અને
નિર્ગ્રંથ દશા ધારણ કરી.
થઈને વિદ્યમાન અલ્પ પણ મોહભાવનો નાશ કરવાને ઉદ્યમી થયા. તુરત જ ક્ષપકશ્રેણી પર આરૂઢ થઈને
મોહશત્રુનો સંપૂર્ણ નાશ કર્યો અને લોકાલોકપ્રકાશક પરમજ્યોતિ એવા કેવળજ્ઞાનને પ્રગટ કર્યું. મુનીશ્વર
વીરેન્દ્રને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ ચારે પ્રકારના દેવો તેમનો કેવળ જ્ઞાનનો મહોત્સવ કરવાને આવ્યા.
કેવળજ્ઞાનરૂપી દિવ્યનેત્રના ધારક શ્રીવીરેન્દ્રદેવે “ દિવ્યધ્વનિ દ્વારા મોક્ષમાર્ગનો ઉપદેશ કરીને અનેક જીવોના
સંસારતાપને શાંત કર્યો. આમ તેમણે ઘણા વર્ષો સુધી આખા જગતમાં વસ્તુસ્વભાવનો ઉપદેશ કરીને અનેક
જીવોને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવી.
એક સમયમાં લોકાગ્રે સ્થિત થયો અને શાશ્વત પરમાનંદમય તથા કેવળજ્ઞાન આદિ ગુણ સહિત એવી સર્વોત્કૃષ્ટ
સિદ્ધદશાને પામ્યો.