Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 37

background image
: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૨૯:
અને બ્રહ્મચર્યના નામે જેને માન પોષવાની કે બીજી કોઈ વસ્તુની રુચિ હોય તો તે જીવે ‘માન’ સાથે
વિષય કર્યો છે.
ઉપર પ્રમાણે જે જીવની પરિણતિ પોતાના સ્વઘરને છોડીને પર ઘરમાં ભમે છે–આત્મવિષય છોડીને
પરવિષયોમાં એકતા કરે તે જીવ ખરેખર બ્રહ્મચારી નથી પણ અબ્રહ્મચારી છે. સમ્યગ્દર્શન સ્વદ્રવ્યને વિષય
કરનાર છે. જે સ્વદ્રવ્યને વિષય કરે તેને જ પરદ્રવ્ય સાથેનો વિષય ટળે; જે સ્વદ્રવ્યને વિષય ન કરે ને પરદ્રવ્ય
સાથે જ વિષય કરે તેને કદી વિષય ટળે નહિ અને બ્રહ્મચર્યજીવન થાય નહિ.
કોઈ જીવ શુભરાગના વેગવડે બાહ્ય ત્યાગી–દ્રવ્યલિંગી તો થઈ જાય પણ એમ માનતો હોય કે ‘મને
નિમિત્તથી લાભ–નુકશાન થાય, અથવા તો જે પુણ્યની વૃત્તિ થાય છે તે મને ધર્મનું કારણ છે’ –તો તે જીવે પર
વિષયોનો અને પર ભાવનો સંગ જરા પણ છોડ્યો નથી, ને તેને આત્મિકબ્રહ્મચર્ય જરા પણ પ્રગટ્યું નથી.
પુણ્યભાવ તો પર વિષયોના લક્ષે જ થાય છે, તે પુણ્યને જેણે ધર્મ માન્યો તેને ખરેખર પરવિષયોમાં સુખ છે–
એમ જ માન્યું છે, તેથી તેને અંતરમાં પરવિષયોનો સંગ છોડવાની રુચિ નથી પણ પરવિષયોનો સંગ કરવાની
રુચિ છે પરવિષયોનો સંગ કરવાની રુચિ તે અબ્રહ્મચર્ય જ છે.
પરવિષયોથી મને કાંઈ પણ થાય એમ જે માને તે જીવ તે પદાર્થોની અનુકૂળતામાં સુખ માન્યા વગર રહે
નહિ. જે જીવ દેવ–ગુરુ–શાસ્ત્રથી આ આત્માને લાભ થાય એમ માને તે જીવને દેવ–ગુરુ–શાસ્ત્રના વિષયને
છોડવાની રુચિ નથી પણ દેવ–ગુરુ–શાસ્ત્રના વિષય કરવાની રુચિ છે. જેમ સ્ત્રી વગેરેમાં સુખબુદ્ધિ તે વિષય છે
તેમ દેવ–ગુરુ–શાસ્ત્ર પણ પરવિષય છે તેમાં સુખબુદ્ધિ તે પણ વિષય જ છે. –એમ અશુભ છે ને બીજો શુભ છે
એટલું જ. પરંતુ છે તો બંને વિષય, એક અબ્રહ્મના જ તે બે પ્રકાર છે.
મારા અસંગ ચૈતન્યતત્ત્વને કોઈ પર દ્રવ્યનો સંગ જરા પણ નથી, પર દ્રવ્યના સંગથી મારામાં સુખ નથી
પણ પર દ્રવ્યના સંગ વગર જ મારા સ્વભાવથી મારું સુખ છે–એમ જે જીવે પોતાના અતીન્દ્રિય આત્મસ્વભાવની
રુચિ અને લક્ષ કર્યું છે તથા સર્વ ઈન્દ્રિય વિષયોની રુચિ છોડી છે તે ભવ્ય જીવ ખરું આત્મજીવન બ્રહ્મજીવન જીવે
છે. –એવા સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા ભગવાન સમાન છે–એમ જ્ઞાનીઓ કહે છે.
આ શરીર તો કાષ્ટની પૂતળી સમાન જડ છે ને ચૈતન્યમુર્તિ આત્મા તેનાથી જુદો છે એમ જાણે–એટલે કે
શરીર અને આત્માનું ભેદજ્ઞાન કરે તેને ભગવાન સમાન કહેવાય છે, બીજાના સુંદર શરીર દેખવાને કારણે તેને
લેશ પણ વિકાર થતો નથી. એટલે તેમાં આત્માના લક્ષે બ્રહ્મચર્ય પાળવાનું જ આવ્યું. બાકી શરીરના લક્ષે
શુભભાવરૂપ બ્રહ્મચર્ય રાખે ને વિષય ઈચ્છા ન કરે તે પુણ્ય–બંધનું કારણ છે, પણ માત્ર એવું શુભભાવરૂપ
બ્રહ્મચર્ય પાળનારને ‘ભગવાન સમાન’ કહ્યો નથી.
આ રીતે ખરેખર આત્મસ્વભાવની રુચિની સાથે જ બ્રહ્મચર્ય વગેરે સર્વ ગુણોના બીજડાં પડેલા છે, ને
જેમ જેમ તે રુચિનો વિકાસ થતો જાય છે તેમ તેમ આત્મિક બ્રહ્મચર્ય, અહિંસા વગેરે ગુણો પણ વિકસતા જાય
છે. માટે સાચું બ્રહ્મચર્ય જીવન જીવવાના અભિલાષી જીવોનું પહેલું કર્તવ્ય એ છે કે, સર્વે પર વિષયોથી ખાલી ને
અતીન્દ્રિય સુખથી ભરપૂર એવા પોતાના આત્મસ્વભાવની રુચિ કરવી, તેનું લક્ષ કરવું અને તેનો અનુભવ
કરીને તેમાં તન્મય થવાનો પ્રયત્ન કરવો.
એ પ્રકારે બ્રહ્મચર્યજીવન જીવનાર અવશ્ય ‘પરમ બ્રહ્મ’ થઈ જાય છે.
જોઈએ છે
એક એવા ધર્મપ્રેમી, ઉત્સાહી જૈન યુવકની તાત્કલિક જરૂર છે કે જે
પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનો ઝડપથી (અગર તો ગુજરાતી શોર્ટહેન્ડ દ્વારા)
લખી શકે. પગાર લાયકાત મુજબ: (ઉમેદવારને ગુજરાતી શોર્ટહેન્ડ શીખવાની ઈચ્છા હશે
તો તે માટેના ખર્ચની વ્યવસ્થા કરી આપવામાં આવશે.) તુરત લખો અગર મળો–
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ
સોનગઢ (કાઠિયાવાડ)