: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૧:
શ્રી પદ્મનંદિ આચાર્યદેવ રચિત એકત્વ ભાવના
(અનુષ્ટુપ)
स्वानुभूत्यैव यद्रम्यं रम्यं यच्चात्मवेदिनाम।
जल्पे तत्परमज्योतिखाङ्मानसगोचरम् ।।१।।
અર્થ:– જે સ્વાનુભૂતિથી જ જણાય છે અને વાણી તથા મનથી અગોચર છે તથા આત્માના અનુભવી પુરુષોને
જે રમ્ય છે એવી પરમજ્યોતિનું હું વર્ણન કરું છું.
ભાવાર્થ:– પરમજ્યોતિ એટલે આત્મારૂપી તેજ; તે આત્મારૂપી તેજ અમૂર્તિક ચૈતન્યસ્વરૂપી છે, તેથી મૂર્ત–
ઈન્દ્રિયોવડે કે મનના વિકલ્પોવડે તે જણાતું નથી, સ્વાનુભવથી જ તે જણાય છે અને સ્વાનુભવી પુરુષોને તે રમ્ય છે–
સ્વાનુભવી પુરુષો તેમાં જ રમે છે.
एकत्वैक पदप्राप्तमात्मतत्त्वमवैति यः।
आराध्यते स एवान्यैस्तस्याराध्यतो न विद्रते ।।२।।
અર્થ:– જે કોઈ જીવ, એકત્વસ્વરૂપને પ્રાપ્ત એવા આત્મતત્ત્વને જાણે છે. તેની અન્ય જીવો આરાધના કરે છે,
પરંતુ તે જીવને આધાધ્ય કોઈ નથી.
ભાવાર્થ:– આત્માના અનુભવી ધર્માત્માઓ પોતાના એકત્વસ્વરૂપને જ આરાધે છે, તેનાથી ભિન્ન અન્ય કોઈની
આરાધના તેઓ કરતાં નથી, તેથી તેને આરાધ્ય કોઈ નથી; પણ જગતના અન્ય જીવો તેની આરાધના (ભક્તિ વંદન,
પૂજન) કરે છે.
एकत्वज्ञो बहुभ्योऽपि कर्मभ्यो न विभेति सः।
योगी सुनौगतोऽम्मोधिजलेभ्य इव धीरधी ।।३।।
અર્થ:– જેમ ઉત્તમ નૌકામાં બેઠેલો ધૈર્યવાન અને બુદ્ધિમાન પુરુષ સમુદ્રના પાણીથી ભય પામતો નથી, તેમ–
આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓ ઘણા કર્મોથી પણ જરા ય ભય પામતા નથી.
ભાવાર્થ:– જેમાં કર્મોનો અને વિકારનો પણ અભાવ છે એવા આત્માના એકત્વસ્વરૂપને જાણનારા યોગીઓને
કર્મોનો ભય ક્યાંથી હોય? જેમ નૌકામાં પાણીનો પ્રવેશ થતો નથી, તેથી નૌકામાં બેઠેલો ધીર અને બુદ્ધિમાન પુરુષ
સમુદ્રના પાણીથી ભયભીત થતો નથી; તેમ આત્મામાં કર્મોનો પ્રવેશ નથી, તેથી આત્માના શુદ્ધ એકત્વસ્વરૂપને
અનુભવનારા જ્ઞાનીઓને કર્મોનો જરા ય ભય હોત નથી.
चैतन्यैकत्व संवितिदुर्लभा सैव मोक्षदा।
लब्धा कथं कथंचिच्चेश्चितनीया मुहुर्मुहुः ।।४।।
અર્થ:– ચૈતન્યના એકત્વની અનુભૂતિ દુર્લભ છે અને તે એકત્વની અનુભૂતિ જ મોક્ષની દાતાર છે; તેથી કોઈ
પણ પ્રકારે ચૈતન્યના એકત્વની અનુભૂતિ પામીને તેનું વારંવાર ચિંતવન કરવું જોઈએ.
ભાવાર્થ:– પરભાવોથી ભિન્ન અને સ્વભાવથી પરીપૂર્ણ એવા આત્માના એકત્વસ્વરૂપનો અનુભવ કરીને વારંવાર
તેનો જ અભ્યાસ કરવો તે મોક્ષનો ઉપાય છે એમ સમજીને મુમુક્ષુઓ કોઈ પણ રીતે તેની જ પ્રાપ્તિનો પુરુષાર્થ કરો.
સમયસારમાં ભગવાન શ્રીકુંદકુંદાચાર્યદેવે પણ કહ્યું છે કે–
‘सुदपरिचिदाणुभुदा सव्वस्सवि कामभोगबंध कहा।
एयत्तस्सुवलंमो णवरि ण सुलहो विभत्तरस ।।५।।
અર્થાત્, સર્વે જીવોએ કામ–ભોગ અને બંધનની કથા તો સાંભળી છે, પરિચય કર્યો છે અને તેનો અનુભવ પણ
કર્યો છે, તેથી તે તો તેમને સુલભ છે, પરંતુ પરથી જુદા આત્માના એકત્વસ્વરૂપની ઉપલબ્ધિ જ કેવળ સુલમ નથી. તેથી
ભવ્ય જીવોએ આત્માના એકત્વ–વિભક્તસ્વરૂપની પ્રાપ્તિ માટે સર્વ પ્રકારે ઉદ્યમ કરવો યોગ્ય છે.
मोक्ष एव सुखं साक्षात्तच्च साध्यं मुमुक्षुमिः।
संसारेऽत्र तुं तन्नरित यदस्ति खलु तन्न तत् ।।५।।
અર્થ:– મોક્ષ એ જ સાક્ષાત્ સુખ છે અને મુમુક્ષુ જીવોને તે જ સાધ્ય છે. અહીં સંસારમાં તે સુખ નથી સંસારમાં
જે છે તે સાચું સુખ નથી–પણ દુઃખ છે.
ભાવાર્થ:– સાક્ષાત્ સુખ મોક્ષદશામાં છે તેથી મુમુક્ષુઓને મોક્ષ જ સાધ્ય છે. શુદ્ધ એકત્વસ્વરૂપ આત્માનો
અનુભવ તે જ મોક્ષનું સાધન છે એમ ઉપરની ગાથામાં જણાવ્યું છે. તે અનુસાર મોક્ષાર્થિઓ આત્મસ્વરૂપના
અનુભવનો પ્રયત્ન કરે.
किंचित्संसार संबंधि बंधुरं नेति निश्चयात्।
गुरुपदेशतोऽम्माकं निःश्रेयसपदं प्रियम ।।६।।