: ૩૨: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
અર્થ:– શ્રી આચાર્યદેવ કહે છે કે, ખરેખર આ સંસાર સંબંધી કાંઈ પણ અમને પ્રિય નથી. અમને તો શ્રી ગુરુના
ઉપદેશથી એક મોક્ષપદ જ પ્રિય છે.
ભાવાર્થ:– શ્રી ગુરુના ઉપદેશથી સાક્ષાત્ સુખસ્વરૂપ મોક્ષનું સ્વરૂપ જાણ્યું છે તે મોક્ષ જ અમને પ્રિય છે, એનાથી
અન્ય કોઈ ભાવો કે કોઈ પદાર્થો આ જગતમાં અમને પ્રિય નથી.
मोहोदयविक्रान्तमपि स्वर्गसुखं चलम्।
का कथाऽपर सौख्यानामलं भवसुखेन मे ।।७।।
અર્થ:– આ સંસારમાં સ્વર્ગસુખ પણ મોહના ઉદયરૂપી ઝેરથી ભરેલું અને નાશવાન છે, તો પછી સ્વર્ગ સિવાયના
બીજા સુખોની તો શું વાત કરવી? એવા સંસારસુખોથી અમને બસ થાવ:– હવે અમારે એવા સંસારસુખ જોઈતા નથી.
लक्ष्यी कृत्य सदात्मानं शुद्धबोधमयं मुनिः।
आस्ते यः सुमतिश्चात्र सोप्युत्र चरन्नपि ।।८।।
અર્થ:– જે મુનિવર આ ભવમાં શુદ્ધ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા લક્ષ્ય કરીને રહે છે, ત શ્રેષ્ઠ બુદ્ધિમાન મુનિવર
અન્ય ભવમાં પણ એ જ રીતે આત્માને લક્ષ્ય કરીને રહે છે.
ભાવાર્થ:– સદાય શુદ્ધાત્મસ્વરૂપમાં લક્ષ રાખવાથી આરાધકભાવ અપ્રતિહતપણે ચાલુ રહે છે. માટે સદા
શુદ્ધાત્મસ્વરૂપમાં લક્ષ રાખવું જોઈએ.
वीतरागपथे स्वस्थः प्रस्थितो मुनिपुंगवः।
तस्य मुक्तिसुखप्राप्ते कः प्रत्यूहो जगत्त्रये ।।९।।
અર્થ:– પોતાના એકત્વ આત્મસ્વરૂપમાં સ્થિર થઈને જે મુનિશ્વરોએ વીતરાગમાર્ગમાં પ્રસ્થાન કર્યું છે તેમને
મુક્તિસુખની પ્રાપ્તિમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં કોણ છે?
ભાવાર્થ:– જે મુનિવરો આત્માના એકત્વસ્વરૂપમાં સ્થિર થઈને વીતરાગભાવ પ્રગટ કરે છે તેઓ તુરત
મુક્તિસુખ પામે છે, તેમાં વિઘ્ન કરનાર ત્રણ જગતમાં કોઈ નથી.
इत्येकाग्रमना नित्यं भावयन् भावनापदम्।
मोक्षलक्ष्मीकटालक्षालिमालापद्मश्च जायते ।।१०।।
અર્થ:– આ પ્રમાણે આ ભાવનાપદોને અર્થાત્ ભાવનાપદોમાં દર્શાવેલા એકત્વસ્વરૂપને એકાગ્રચિત્તથી જે સદાય
ભાવે છે તે મુનિ, મોક્ષલક્ષ્મીના કટાક્ષરૂપ જે ભમરાઓનો સમૂહ તેને માટે ‘પદ્મ’ સમાન થાય છે.
ભાવાર્થ:– જેમ સુગંધી ફૂલ ઉપર ભમરાઓ આકર્ષાઈને આવે છે તેમ, જે જીવ સદાય એકત્વભાવના ભાવે છે તે
જીવને મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે મુમુક્ષુજીવોએ પોતાના એકત્વ સ્વભાવને સમજીને તેની સદાય ભાવના કરવી યોગ્ય છે.
एतद्वर्मफलं धर्मः स चदेस्ति ममामलः।
आपद्यपि कुतश्चिंता मृत्योरपि कुतो भयम् ।।११।।
અર્થ:– આ મનુષ્યભવનું ફળ ધર્મ છે; જો મારો તે ધર્મ નિર્મળપણે વિદ્યમાન છે તો આપતિની પણ શું ચિંતા છે?
ને મૃત્યુનો પણ શું ભય છે?
ભાવાર્થ:– જેણે એકત્વભાવનાવડે પોતના નિર્મળ એકત્વ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે તે કૃતકૃત્ય છે, તેને કોઈ
આપત્તિનો કે મૃત્યુનો પણ ભય નથી. ગમે તેવી આપતિ આવે કે મૃત્યુ આવે તોપણ તેઓ પોતાના એકત્વ સ્વભાવની
ભાવનાથી ચ્યુત થતા નથી.
આ એકત્વભાવના–અધિકાર સમજીને આત્માર્થી જીવો પોતાના એકત્વ સ્વરૂપને પ્રાપ્ત કરો.
રાજકોટમાં શ્રી જિનમંદિરનું ખાતમુહૂર્ત
સૌરાષ્ટ્ર દેશમાં સત્ દેવ–ગુરુ–ધર્મની પ્રભાવના દિન–પ્રતિદિન ખૂબ વધતી જાય છે; અને યથાર્થ
તત્ત્વજ્ઞાનમાં હજારો જીવો રસ લઈ રહ્યા છે. લાંબા કાળમાં નજરે નથી પડતી એવી જૈનશાસનની
મહાન પ્રભાવના અત્યારે ઉદય પામી છે. અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર શ્રીજિનમંદિર થવા લાગ્યા છે.
સૌરાષ્ટ્રના પાટનગર–રાજકોટ શહેરમાં આસો વદી ૧૧ના મંગળ–દિવસે શ્રીજિનમંદિરનું ખાત–
મુહૂર્ત લગભગ ૫૦૦ ભાઈ–બહેનોના આનંદ અને ઉલ્લાસ વચ્ચે શેઠ શ્રી નાનાલાલભાઈ કાળીદાસ
જસાણીના શુભહસ્તે થયું હતું. શ્રી જિનમંદિરની સાથે સાથે શ્રી સ્વાધ્યાયમંદિરનું પણ ખાતમુહૂર્ત હતું.
ખાતમુહૂર્તનો વિધિ બ્ર૦ ભાઈશ્રી ગુલાબચંદભાઈએ જૈનશાસ્ત્રો અનુસાર કરાવ્યો હતો. ખાતમુહૂર્ત
વિધિ પ્રસંગે ભાઈશ્રી મોહનલાલ કાનજી ધીયાના ઘર ચૈત્યાલયમાંથી શ્રી જિનપ્રતિમાં લાવીને તેનું
પૂજન કરવામાં આવ્યું હતું. આ મંગળ કાર્યની શરૂઆત કરવા માટે રાજકોટના સર્વે મુમુક્ષુઓને વધાઈ!