એમ માનનાર મિથ્યદ્રષ્ટિ છે. તે મોક્ષમાર્ગના ક્રમનું ઉલ્લંઘન કરે છે. આત્માને ઓળખ્યા વગર કોનો ત્યાગ
કરશે? અને આત્માને ઓળખ્યા વગર શેના વ્રત? પ્રથમ રાગરહિત સ્વભાવને સમજ્યા વગર યથાર્થપણે રાગ
ટળી જ શકે નહિ. અને વ્રતાદિ હોય જ નહિ હજી જેનામાં આત્મભાન કરીને ચોથું ગુણસ્થાન પ્રગટ કરવાની તો
તાકાત નથી. તે જીવમાં વ્રતાદિ કે જે પાંચમાં ગુણસ્થાને હોય છે તે પ્રગટ કરવાની તાકાત ક્યાંથી આવશે?
આપણાથી વ્રત–તપ થાય, પણ સાચી સમજણ ન થઈ શકે–એમ જે માને છે તેને આત્મસ્વભાવની અરુચિ છે
અને શુભરાગની રુચિ છે–તે મિથ્યાદ્રષ્ટિ જ છે. આત્મજ્ઞાન વિના શુભભાવ કરે તોપણ ધર્મ નથી અને શુભરાગ
કરવો તે આત્મજ્ઞાનનો ઉપાય નથી. જ્યાં સુધી વિકારરહિત સ્વભાવનું ભાન ન થાય ત્યાં સુધી સમજણનો જ
પ્રયત્ન કર્યા કરવો, પરંતુ શુભરાગ તે ધર્મનો ઉપાય છે–એમ ન માનવું.
જ્ઞાનાદિ ગુણોની પર્યાય ક્ષણે ક્ષણે કાર્ય કરે છે કે નહિ? ક્ષણે ક્ષણે પોતાની પર્યાયમાં કાર્ય તો થઈ જ રહ્યું છે પણ
અજ્ઞાની કહે છે કે– ‘મારું જ્ઞાન પરને જાણી શકે પણ મને ન જાણે, મારાથી અત્યારે વિકાર થઈ શકે પણ
અવિકારી સમજણ ન થઈ શકે. ’ આ રીતે તીવ્ર અજ્ઞાનીની દ્રષ્ટિ જ ઊંધી છે તેથી તે આત્માનો અનાદર કરીને
સાચી સમજણ કરવામાં આડ મારે છે. મારો પુરુષાર્થ કાર્ય ન કરી શકે એમ માનનાર જીવ સત્ સમજવાને લાયક
નથી. માટે એમ નિર્ણય કરવો જોઈએ કે–આત્મા વસ્તુ સમજી શકાય એવા સ્વભાવવાળી છે, મારા સત્ પ્રયત્નથી
હું આત્ભસ્વભાવ–સમજવાને લાયક છું. એમ પોતાની લાયકાત સ્વીકારીને જે સત્સ્વભા૧ક્ષ્વ સમજવાનો
પુરુષાર્થ કરે તેને જરૂર સમજાય. દરેક જીવોએ પહેલાંં એ જ પુરુષાર્થ કરવાનો છે.
સ્ત્રી, પુત્ર–પુત્રી થતાં હતાં; તેથી કંઈ તેમનું આત્મભાન ખસી ગયું ન હતું. ગૃહસ્થપણામાં હોવા છતાં તેઓ
એકાવતારી થયા છે. તે વખતે વખતે બીજા બહિરદ્રષ્ટિ અજ્ઞાનીઓ કહેતા હતા કે– ‘અમે તો ત્યાગી થયા છીએ
અને તેણે તો કાંઈ ત્યાગ કર્યો નથી. શું અમે ત્યાગી થયા છતાં અજ્ઞાની, અને એ અમારા કરતાં આગળ વધી
ગયા? જો એ આત્મા સમજ્યા હોય તો કાંઈ ત્યાગ કેમ કર્યો નથી? ’ અરે ભાઈ! તેં શું કર્યું છે? ત્યાગના
અભિમાન કરી કરીને માત્ર મિથ્યાત્વ પોષ્યુ છે. હજી સમ્યગ્દર્શનનું ઠેકાણું નથી અને પોતાને મુનિ માની બેસે, તે
જીવ સત્ સમજવાની દરકાર શેનો કરે?