Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 15 of 37

background image
: ૩૪: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
જ્ઞાનીઓને રાગ થાય તેને તેઓ જાણે છે અને તે રાગની બીજી બાજુને પણ તેઓએ જાણી છે–એટલે કે
રાગરહિત આત્મસ્વભાવને પણ તેઓએ જાણ્યો–અનુભવ્યો છે; તેથી રાગ વખતે તેઓ તેમાં એકત્વપણે વર્તતા
નથી, પણ તે વખતે ય શુદ્ધાત્મ સ્વભાવમાં જ એકત્વપણે વર્તે છે. તેને બહારમાં ધંધા–વેપાર હોય તોપણ તે
સમ્યગ્દ્રષ્ટિ ધર્માત્મા છે. અને જેણે રાગરહિત સ્વભાવને જાણ્યો નથી તેથી રાગમાં જ એકત્વપણે જે વર્તે છે એવા
જીવને બહારમાં સ્ત્રી વગેરેનો સંયોગ ન હોય અને રાગની ઘણી મંદતા હોય તોપણ તે મિથ્યાદ્રષ્ટિ છે તે
ગૃહસ્થાવાસમાં હોય તોપણ અલ્પ ભવે મુક્ત થશે.
જેને રાગરહિત આત્મસ્વભાવનું ભાન નથી તે જીવ રાગમાં લીન થયા વગર રહેશે જ નહિ. અને રાગમાં
લીનતા હોવાથી રાગના વિષયોમાં પણ લીનતા હોય જ. જ્ઞાનીને રાગથી ભિન્ન સ્વભાવની અનુભૂતિ પ્રગટી હોવાથી
રાગ હોવા છતાં તેમાં લીનતા હોતી નથી એટલે તેને રાગના વિષયોમાં પણ લીનતા હોતી નથી. જ્ઞાનીને આસક્તિરૂપ
રાગ હોય છે પરંતુ રુચિરૂપ રાગ હોતો નથી–પરમાં આનંદ માનતા નથી, રાગમાં આત્માની એકતા માનતા નથી,
રાગને દુઃખરૂપ માને છે. અજ્ઞાનીને પરમાં સુખબુદ્ધિપૂર્વકનો રાગ થાય છે અને તે રાગને કર્તવ્ય માને છે.
(૨૧૯) જ્ઞાનીની ભાવના કેવી હોય?
કોઈના ઘરમાં સર્પ હોય, જ્યારે તે સર્પને સર્પ તરીકે જાણીને પકડ્યો હોય તેને દૂર મૂકવા જતાં થોડીક
વાર લાગે અને તેથી સર્પને થોડો વખત હાથમાં પકડી રાખ્યો હોય, છતાં તે છોડવા માટે જ છે. સર્પને ઘરમાં
સંઘરી મૂકવાનો ભાવ નથી. વળી બીજું દ્રષ્ટાંત એ છે કે–કોઈને ઝાડા થયા અને બહાર જતાં વાર લાગે છે, તેથી
અલ્પકાળ વિષ્ટા પેટમાં રહે છે, ત્યાં તેને તે વિષ્ટા પેટમાં રાખવાનો ભાવ નથી પણ જલ્દી છોડવાનો ભાવ છે.
આ બે દ્રષ્ટાંતો છે, તેના ઉપરથી સિદ્ધાંત એ સમજવાનો છે કે–અજ્ઞાનીઓએ બધા ય રાગને પોતાના ચૈતન્ય
સ્વભાવથી જુદો જાણી લીધો છે અને તે દૂર કરવાનો પ્રયત્ન પણ કરે છે, છતાં પુરુષાર્થની મંદતાથી જે રાગ રહી
જાય છે તેને ઝેરી સર્પ અને વિષ્ટાતુલ્ય જાણીને છોડવા માગે છે. અલ્પકાળ જે રાગાદિ થાય છે તેને રાખવાની
ભાવના નથી પણ ટાળવાની જ ભાવના છે. ભેદવિજ્ઞાન થતાં, પુણ્ય–પાપભાવ મારાં છે અને હું તેનો કર્તા છું
એવીય માન્યતારૂપ બંધકોષ તો છૂટી ગયા છે, હવે વિકારીભાવોરૂપ વિષ્ટા લાંબો વખત ટકી શકશે નહિ.
શ્રીમદ્રાજચંદ્રજીએ લખ્યું છે કે ‘જ્ઞાની પુરુષોને સમયે સમયે અનંતા સંયમપરિણામ વર્ધમાન થાય છે, એમ
સર્વજ્ઞે કહ્યું છે તે સત્ય છે. તે સંયમ, વિચારની તીક્ષ્ણ પરિણતિથી તથા બ્રહ્મરસ (ચૈતન્યસ્વભાવ) પ્રત્યે
સ્થિરપણાથી ઉત્પન્ન થાય છે.’
(૨૦) જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયનું જોર ક્યાં છે?
જ્ઞાનીઓને સમ્યગ્દર્શનનો પુરુષાર્થ પ્રગટ્યો હોવા છતાં, જ્યાં સુધી સમ્યક્ચારિત્રનો પુરુષાર્થ ઓછો છે
ત્યાં સુધી તેમને પણ રાગાદિ હોય છે; પરંતુ સમ્યગ્દ્રષ્ટિ જીવો શ્રદ્ધામાં તો પૂરા સ્વભાવને જ સ્વીકારે છે. જે મારો
સ્વભાવભાવ છે તેનાથી બંધન થતું નથી અને જેનાથી બંધન થાય તે મારો સ્વભાવ નથી–એ પ્રમાણે જ્ઞાનીને
નિરંતર સ્વભાવ અને રાગાદિ વિભાવ વચ્ચે ભેદજ્ઞાન વર્તે છે, અને તેમના અભિપ્રાયનું જોર તો સ્વભાવ તરફ
જ ઢળેલું હોવાથી તે સ્વભાવના આશ્રયે ક્ષણે ક્ષણે વિકારભાવ તૂટતો જ જાય છે, તેથી જ્ઞાનીને વિકારની મર્યાદા
છે. અજ્ઞાનીને રાગ અને સ્વભાવ વચ્ચે ભેદજ્ઞાન નથી તેથી તે રાગને જ આત્મા માનીને એકત્વપણે રાગનો
અનુભવ કરે છે, અને રાગમાં આત્મબુદ્ધિ હોવાથી તેના અભિપ્રાયનું જોર રાગમાં જ રહ્યા કરે છે તેથી તેનાં
ઊંધા અભિપ્રાયમાં અમર્યાદિત વિકાર છે.
(૨૧) પરનું અને વિકારનું સાચું જ્ઞાન સમ્યગ્દ્રટિને જ હોય છે.
જ્ઞાનીઓછ રાગથી અંશે જુદા પડીને શુદ્ધસ્વભાવને અનુભવે છે. સમ્યગ્દ્રષ્ટિ જીવો શ્રદ્ધા અપેક્ષાએ તો
રાગથી સર્વથા ભિન્ન થઈ ગયા છે અને ચારિત્ર અપેક્ષાએ રાગથી અંશે ભિન્ન થઈને સ્વભાવને અનુભવે છે.
અંશે જે સાક્ષાત્ અનુભવ થયો છે તે અંશ ઉપરથી આખો નિર્મળ ચારિત્રભાવ કેવો હોય તેનું પણ જ્ઞાનીને
અનુમાનવડે ભાન થયું છે, એટલે તે નિર્મળચારિત્રભાવથી વિરુદ્ધભાવોને પોતાનું સ્વરૂપ માનતા નથી. જ્યાં
સુધી જીવ પરનું અને વિકારનું લક્ષ છોડીને પોતાના નિરપેક્ષ પરિપૂર્ણ સ્વભાવમાં અભેદ દ્રષ્ટિ ન કરે અને
સ્વભાવમાં એકત્વબુદ્ધિ ન કરે ત્યાં સુધી તેને વિકારનું કે પરનું યથાર્થ જ્ઞાન થાય નહિ; કેમકે સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી નહિ હોવાથી,