: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૫:
જે જે પરને કે વિકારને જાણશે તેમાં એકત્વબુદ્ધિ કર્યા વગર રહેશે નહિ. અને સમ્યગ્દ્રષ્ટિને પોતાના સ્વભાવમાં
એકત્વબુદ્ધિ પ્રગટી છે, તેથી તે ગમે તેને જાણે ત્યારે પણ સ્વભાવનું એકત્વપણું રાખીને જાણે છે, તેથી તેમને
સ્વ–પરનું યથાર્થજ્ઞાન હોય છે.
(૨) રાગ – દ્વેષનો કર્તા કોણ?
પોતાના શુદ્ધાત્મસ્વભાવનો મહિમા અને તેની પ્રતીત વડે જીવને સમ્યગ્દર્શન પ્રગટ થતાં મિથ્યાશ્રદ્ધા ટળી
જાય છે, અને મિથ્યાશ્રદ્ધા ટળી જતાં તેના નિમિત્તરૂપ દર્શનમોહકર્મ પણ સ્વયં ટળી જાય છે. સમ્યગ્દર્શન થયા
પછી પણ જ્યાં સુધી ચારિત્રના દોષથી રાગાદિ વિકાર થાય છે ત્યાં સુધી તેના નિમિત્તરૂપ ચારિત્રમોહ–કર્મનો
પણ સદ્ભાવ હોય છે. દ્રવ્યસ્વભાવની પ્રતીતિમાં સમ્યગ્દ્રષ્ટિ જીવો રાગાદિ વિકારને પોતાનો માનતા નથી અને
આત્માને તેનો કર્તા માનતા નથી, જો ત્રિકાળીસ્વભાવ વિકારનો કર્તા હોય તો વિકાર કદી ટળી શકે જ નહિ.
સ્વભાવની શ્રદ્ધા અપેક્ષાએ જ્ઞાનીઓ રાગ–દ્વેષના અકર્તા છે. પરંતુ પોતાની પર્યાયને પણ તેઓ જાણે છે.
પર્યાયમાં જે રાગ–દ્વેષ થાય છે તે પોતાના સ્વભાવમાં ન હોવા છતાં પોતાની જ પર્યાયના દોષથી થાય છે, કાંઈ
પરદ્રવ્યો, બળજબરીથી કરાવતાં નથી; અવસ્થા દ્રષ્ટિએ સમ્યગ્દ્રષ્ટિ પોતે જ પોતાની અવસ્થાના રાગાદિનો કર્તા
છે. તેથી તેઓ જાણે છે કે મારા સ્વભાવના ઉગ્ર પુરુષાર્થવડે આ નબળાઈ ટાળીને જ્યારે સ્વરૂપસ્થિરતા કરીશ
ત્યારે સમ્યક્ચારિત્રદશા પ્રગટશે અને કેવળજ્ઞાન લેવાની ઝપટ લાગશે.
(૨૩) શું કરવું?
પ્રશ્ન:– આમાં શું કરવાનું કહ્યું?
ઉત્તર:– એ જ કરવાનું કહ્યું કે–તારા પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા અને સ્થિરતાની પૂર્ણતા કરીને પ્રભુ થઈ જા.
પૂર્ણ ધ્યેય તો એ જ છે તેથી એ જ કર્તવ્ય પહેલાંં જણાવ્યું. પછી કહે છે કે–જો તારાથી પૂર્ણતા પ્રગટ કરવાનો
પુરુષાર્થ ન થઈ શકે તોપણ પૂર્ણ સ્વભાવની શ્રદ્ધા તો અવશ્ય કરજે. એ સાચી શ્રદ્ધાથી તારું કલ્યાણ અવશ્ય થશે.
પૂર્ણસ્વભાવની શ્રદ્ધા તે પૂર્ણતા પ્રગટાવવાનો ઉપાય છે. માટે દરેક જીવોને દરેક માટે સૌથી પહેલાંં
આત્મસ્વભાવની ઓળખાણ કરવાનું જ કહ્યું.
(૨૪) આત્મસ્વભાવની ઓળખાણ કેમ થાય?
પ્રશ્ન:– આત્મસ્વભાવની ઓળખાણનો ઉપાય શું?
ઉત્તર:– આત્મસ્વભાવની રુચિપૂર્વક તેનો અભ્યાસ કરવો, જગતના સર્વે પદાર્થોનો મહિમા છોડીને આત્મ–
સ્વભાવનો સર્વોત્કૃષ્ટ મહિમા કરીને સત્સમજવા પ્રયત્ન કરે તો આત્માની ઓળખાણ થાય. શ્રીમદ્ રાજચંદ્રજીએ
કહ્યું છે કે– ‘જગત્ ઈષ્ટ નહિ આત્મથી, મધ્યપાત્ર મહા ભાગ્ય. ’ જેને આત્મા કરતાં જગતમાં કાંઈ ઈષ્ટ નથી–એ
મહાભાગ્યવંત જીવ તત્ત્વ સમજવા માટે પાત્ર છે. બહારનો ત્યાગ કે રાગની મંદતા તે સમજણનો ઉપાય નથી.
સમ્યક્શ્રદ્ધા તે જ મિથ્યાત્વ ટાળવાનો ઉપાય છે, સમ્યગ્જ્ઞાન તે જ અજ્ઞાન ટાળવાનો ઉપાય છે, સમ્યક્ચારિત્ર તે જ
મિથ્યાચારિત્રને ટાળવાનો ઉપાય છે. રાગની મંદતા કરવી તે ચારિત્રગુણની વિકારી પર્યાય છે, ચારિત્રની પર્યાયવડે
શ્રદ્ધાગુણની નિર્મળદશા–સમ્યગ્દર્શન થાય નહિ. માટે રાગની મંદતા તે સમ્યગ્દર્શન કે સમ્યગ્જ્ઞાનનો ઉપાય નથી.
સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધા કરે તે પણ સમ્યગ્દર્શન પ્રગટાવવાનું ખરું કારણ નથી, કેમકે તે પણ પરાશ્રય છે.
સ્વાશ્રય ચૈતન્યસ્વભાવને અનુસરીને અને રાગથી ભિન્ન પડીને શ્રદ્ધા કરવી તે જ સમ્યગ્દર્શન છે.
(૨૫) સમ્યગ્દ્રષ્ટિનું અંતરપરિણમન કેવું હોય?
કોઈ અજ્ઞાની એમ કહે કે–અમે રાગને પોતાનું સ્વરૂપ માનતા નથી તેથી અમને સાંચી શ્રદ્ધા તો થઈ ગઈ
છે, હવે જે રાગાદિ થાય છે તે માત્ર ચારિત્રની નબળાઈ છે. તો જ્ઞાનીઓ કહે છે કે હે ભાઈ, સમ્યગ્દ્રષ્ટિ
ધર્માત્માઓને કૃતકૃત્ય સ્વભાવની અંતર અનુભૂતિ થાય છે, અને તેમને તો જે રાગાદિ થાય તેઓ ખેદ વર્તે છે.
“સાચી શ્રદ્ધા થઈ ગઈ છે” એવી ઓથ લઈને જે જીવ રાગની હોંશ કરે છે તે જીવે રાગથી ભિન્ન સ્વભાવ
અનુભવ્યો જ નથી. જ્ઞાની ધર્માત્માને કદી પરમાં સુખબુદ્ધિ હોતી નથી, રાગની હોંશ હોતી નથી. ઈન્દ્રાણી સાથેના
ભોગમાં પણ ધર્માત્મા રંચમાત્ર સુખ ન માને, પણ તે રાગને પણ દુઃખદાયક જાણે છે. આત્માના પરમાનંદ
સ્વભાવનો અનાકુળ અનુભવ કેવો છે તે જાણ્યું હોવાથી જ્ઞાની સમસ્ત પરથી ઉદાસ વર્તે છે. શુભ–અશુભરાગ
હોવા છતાં તે પ્રત્યે અત્યંત ઉદાસ છે–સ્વપ્ને પણ તેની હોંશ નથી–આદર નથી. સમ્યગ્દ્રષ્ટિની અંતરદશાનું વર્ણન
કરતાં શ્રીબનારસીદાસજી પંડિત કહે છે કે–
જ્ઞાન કલા જિસકેઘટ જાગી તે જગમાંહી સહજ વૈરાગી,
જ્ઞાની મગન વિષયસુખમાંહી, યહ વિપરીત સંભવે નહિ