Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 37

background image
: ૩૬: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
જેમના આત્મામાં સમ્યગ્જ્ઞાનકળા જાગૃત થઈ છે તે જીવો જગતમાં સહજપણે વૈરાગી જ હોય છે. જ્ઞાની
જીવ વિષયસુખમાં મગ્ન હોય એવું વિપરીત સંભવતું નથી. જ્ઞાનીનો વૈરાગ્ય બહારથી ઓળખાય નહિ. ખાવું–પીવું
છોડી દે, બહુ ઓછું બોલે, ધીમે ધીમે ચાલે એ ઉપરથી કાંઈ વૈરાગ્યનું માપ નથી. લડાઈ અને વિષયભોગમાં
હોવા છતાં તે વખતે પણ જ્ઞાનીને તે પ્રત્યે ઉદાસીનતા છે, એ વખતે પણ તેઓ વૈરાગી છે. સ્વભાવના ભાન
વગર અજ્ઞાનીજીવ ત્યાગી થાય છતાં તે અધર્મી છે, તેને સાચો વૈરાગ્ય નથી. રાગ સાથેની એકત્વબુદ્ધિ ટળ્‌યા
વગર વૈરાગ્ય હોય જ નહિ. રાગ સાથેની એકત્વબુદ્ધિ તે જ અનંતી વિષયાસક્તિ છે. રાગ સાથે એકત્વબુદ્ધિ
અથવા પરમા સુખબુદ્ધિ અને વૈરાગ્ય એ બે વાત પરસ્પર વિરોધી છે, તે બંને સાથે હોઈ જ શકે નહિ. જેને
રાગમાં એકત્વપણું ટળ્‌યું તથા પરમાં સુખબુદ્ધિ ટળી તેને પોતાના શુદ્ધ સ્વભાવમાં એકત્વપણું હોય. અને જેને
સ્વભાવમાં એકત્વપણું હોય તેની પરિણતિ રાગમાં રુચિપૂર્વક કદી જોડાય નહિ. ‘હું રાગ કરું છું અથવા તો રાગ
થાય તેથી વાંધો નથી’ એવી જેની દ્રષ્ટિ છે તેનું જોર રાગ તરફ જાય છે, તેને રાગરહિત સ્વભાવની શ્રદ્ધા નથી.
જ્ઞાનીનું જોર રાગ તરફ નથી જતું પણ સ્વભાવ તરફ ઢળે છે. મારો સ્વભાવ રાગરહિત જ છે–એવી સ્વભાવની
પ્રતીતના જોરે જ્ઞાનીને ક્ષણે ક્ષણે રાગ ટળતો જ જાય છે; જ્ઞાતાસ્વભાવની પ્રતીતના જોરે રાગના જ્ઞાતા રહીને
તેઓ રાગને ટાળે છે.
(૨૬) અજ્ઞાનીના બે દોષ
સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વનું મહાપાપ તો ટળી ગયું છે, ચારિત્રનો દોષ છે તેનું પાપ તો મિથ્યાત્વના
અનંતમાં ભાગે છે. અજ્ઞાનીને બે પાપ છે–એક તો પરપદાર્થોમાં રુચિપૂર્વક રાગ કરે છે તે ચારિત્રનું પાપ છે, અને
રાગની રુચિ હોવા છતાં કહે છે કે મને સાચી શ્રદ્ધા છે, એટલે તે મિથ્યાત્વનું પાપ પણ દ્રઢ કરે છે. કોઈ જીવ
ત્યાગ ન કરી શકે અને ચારિત્ર અંગીકાર ન કરી શકે પણ જો સાચી શ્રદ્ધા રાખે તો તેને જૈનમાર્ગમાં દંડ નથી;
પરંતુ કોઈ જીવ ત્યાગી કે સાધુ નામ ધરાવે પણ સાચી શ્રદ્ધાથી જો ભ્રષ્ટ હોય તો તે જીવ દંડને પાત્ર છે અર્થાત્ તે
જીવ વિરાધક થઈને અનંત સંસારમાં રખડે છે; તેથી શ્રીકુંદકુંદભગવાને આ દર્શન–પાહુંડમાં ૨૨મી ગાથામાં ખાસ
કહ્યું છે કે હે જીવ! જો જિનમાર્ગમાં કહ્યા પ્રમાણે બધું કરવા તું સમર્થ હોય તો તેમ કરજે, પણ જો બધું કરવા
સમર્થ ન હો તો સાચી શ્રદ્ધા તો અવશ્ય કરજે.
–૨૨– સં. ૨૪૭૨: જેઠ સુદ–૪
જે જીવ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર–તપ અને વિનયમાં સારી રીતે સ્થિત છે અને ગુણના ધરનારા
શ્રીગણધર આચાર્યાદિકના ગુણોનું અનુસરણ કરનાર છે તે જીવ વંદન કરવા યોગ્ય છે, એમ સાધક જીવો માને
છે. અન્ય કે જેઓ સમ્યગ્દર્શનાદિથી ભ્રષ્ટ છે અને ગુણવાન પ્રત્યે દ્વેષભાવ રાખીને વિનયરૂપ નથી પ્રવર્તતા તેઓ
વંદવા યોગ્ય નથી.
–૨૩–
સહજોત્પન્ન યથાજારૂપ નિર્ગ્રંથમુદ્રા જોઈને જે તેને માનતો નથી, તેનો વિનય–સત્કાર–પ્રીતિ કરતો નથી
પણ દ્વેષભાવ કરે છે તે જીવ–ભલે તે બાહ્ય સંયમ પાળનાર હોય અથવા દીક્ષા ગ્રહણ કરી હોય તોપણ–પ્રગટપણે
મિથ્યાદ્રષ્ટિ છે. જો કોઈ જીવ યથાજાતરૂપ મુદ્રાને જોઈને પણ દ્વેષભાવને લીધે તેનો (નિર્ગ્રંથ સંતનો) વિનય ન
કરે તો એમ જાણવું કે તે જીવને તે રૂપની (નિર્ગ્રંથમાર્ગની) જ શ્રદ્ધા–રુચિ નથી; એ રીતે જિનમાર્ગની શ્રદ્ધા–
રુચિ વિના તો મિથ્યાદ્રષ્ટિ જ હોય.
સહજ આનંદકંદ આત્માનુભવદશામાં ઝૂલતો નિર્ગ્રંથ મુનિમાર્ગ કેવો સુંદર હતો! જે જીવ એ પરમ સહજ
આત્મદશાનો માર્ગ ન પાળી શક્યા તેઓ ભ્રષ્ટ થયા, તેઓએ અમુનિદશાને મુનિદશા માનીને (તથા મનાવીને)
આત્મદશામાં ઝૂલી રહેલા ભગવાન સમાન મુનિઓનો અનાદર કર્યો તેથી તેઓ મિથ્યાદ્રષ્ટિ છે.... એવા જીવોને
વંદન કરવું યોગ્ય નથી.
–૨૪–
દેવોથી વંદાવાયોગ્ય અને શીલસહિત એવા, જિનેન્શ્વરદેવના યથાજાતરૂપને (–નિર્ગ્રંથ મુનિને) દેખીને
પણ જ તેનો વિનયાદિક નથી કરતો અને ગૌરવ–અભિમાન કરે છે તે સમ્યગ્દર્શનથી રહિત છે. અણિમા વગેરે
ઋદ્ધિના ધારક દેવો પણ જે રૂપને પગે પડે છે તેને દેખીને દ્વેષ–ભાવને લીધે જે વંદન કરતો નથી તેને સમ્યક્ત્વ
કેવું?
–૨૫–
(૨૮) શરીરાદિ વંદવા યોગ્ય નથી પણ ગુણો વંદવા યોગ્ય છે.
મિથ્યાદ્રષ્ટિ જીવ વંદન કરવા યોગ્ય નથી. વસ્ત્રરહિત હોય છતાં જો ભાવસંયમ ન હોય તો તે પણ વંદનિક