: માગશર: ૨૪૭૫ બ્રહ્મચર્ય અંક : ૩૭:
નથી. શરીર, કૂળ, જાતિ વગેરેને વંદન કરવામાં આવતાં નથી પણ સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર ગુણને જ વંદન
કરવામાં આવે છે. તો પછી સમ્યગ્દર્શનાદિ ગુણરહિતને કોણ વંદન કરે? સમ્યગ્દર્શનાદિ ગુણ પ્રગટ્યા વગર
મુનિદશા હોતી નથી તેમ જ શ્રાવકદશા પણ હોતી નથી. –૨૬–૨૭
આચાર્યદેવ કહે છે કે જેઓ તપસહિત ભાવમુનિપણું ધારણ કરે છે તેઓને, તેમના શીલને, ગુણને તેમજ
બ્રહ્મચર્યને હું વંદન કરું છું; કેમકે તેઓને તેમના ગુણોવડે અર્થાત્ સમ્યગ્દર્શનપૂર્વકના શુદ્ધભાવવડે સિદ્ધદશા પ્રત્યે ગમન
હોય છે. શરીરાદિક વંદવા યોગ્ય નથી પણ ગુણ વંદવા યોગ્ય છે એમ જણાવીને અહીં સમ્યગ્દર્શન–પૂર્વકના શુદ્ધભાવરૂપ
ગુણોથી સમિત મુનિઓને નમસ્કાર કર્યા છે. બ્રહ્મચર્યનો અર્થ ‘આત્મસ્વરૂપ વિષે લીનતા’ એમ સમજવો.
જે તીર્થંકર પરમદેવ છે તે સમ્યગ્દર્શનપૂર્વક તપના માહાત્મ્યવડે કેવળજ્ઞાન પામે છે અને ત્યારે તીર્થંકર
પદવી પણ પામે છે. તપનો અર્થ શુભાશુભભાવોનો નિરોધ અને સમ્યગ્જ્ઞાનનું પ્રતાપન થાય છે. –૨૮–૨૯
(૨૯) સમ્યગ્દશન ત સર છ અન પજ્ય છ
સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચારેના સમ્યક્પ્રકારે એકત્વથી જે સંયમગુણ થાય છે તેનાવડે
મોક્ષ થાય છે એમ જિનશાસનમાં કહ્યું છે.
આ જીવને સમ્યગ્જ્ઞાન સાર છે કેમ કે જ્ઞાનથી સર્વ હેય–ઉપાદેય જાણી શકાય છે, વળી આ જીવને
સમ્યગ્દર્શન ખરેખર સાર છે કેમ કે સમ્યગ્દર્શન વગર જ્ઞાન પણ મિથ્યાજ્ઞાન કહેવાય છે; સમ્યગ્દર્શનથી ચારિત્ર
થાય છે. સમ્યગ્દર્શન વગર ચારિત્ર તે મિથ્યાચારિત્ર છે. સમ્યગ્દર્શનપૂર્વકના ચારિત્રથી મોક્ષ થાય છે.
નિર્વાણ–મોક્ષ ચારિત્રથી થાય છે, ચારિત્ર જો સમ્યગ્જ્ઞાનપૂર્વક હોય તો સત્યાર્થ હોય છે અને જ્ઞાન જો
સમ્યગ્દર્શનપૂર્વક હોય તો સત્યાર્થ હોય છે; આ રીતે, વિચાર કરતાં સમ્યગ્દર્શનને સારપણું આવ્યું માટે સૌથી પહેલાંં
તો સમ્યગ્દર્શન જ સાર છે, પછી જ્ઞાન, ચારિત્રસાર છે. સમ્યગ્દર્શન વગર જ્ઞાનનું પણ સારપણું નથી–એમ જાણવું.
સમ્યગ્દર્શન, જ્ઞાન તથા તે પૂર્વકના ચારિત્ર અને તપ–એ ચારનો સમાયોગ થતાં જીવ સિદ્ધ થયા છે–થાય
છે અને થશે.
વિશુદ્ધ સમ્યગ્દર્શનથી જીવ કલ્યાણની પરંપરા પામે છે; તેથી સુર–અસુરથી ભરેલા આ જગત વિષે તે
સમ્યગ્દર્શન–રત્ન પૂજ્ય છે.
પચીસ પ્રકારના દોષોથી રહિત નિરતિચાર વિશુદ્ધ સમ્યગ્દર્શથી જીવ કલ્યાણની પરંપરા અર્થાત્ તીર્થંકર
પદવી પામે છે; તેથી આ સમ્યગ્દર્શનરૂપી રત્ન દેવ–દાનવ–મનુષ્યોવડે સર્વલોકમાં પૂજનિક છે. તીર્થંકર નામકર્મના
કારણરૂપ સોળ ભાવનાઓમાં પણ પહેલાંં દર્શન વિશુદ્ધિ છે તે જ મુખ્ય છે, તે દર્શનાવિશુદ્ધિ જ વિનયાદિક પંદર
ભાવનાઓનું કારણ છે; માટે સમ્યગ્દર્શનનું જ પ્રધાનપણું છે. –૩૨–૩૩–
ઉત્તમ ગોત્રસહિત મનુષ્યપણું પામીને અને ત્યાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરીને જીવ અવિનાશી સુખરૂપ
કેવળજ્ઞાન પામે છે અને તે સુખસહિત મોક્ષ પામે છે. મનુષ્યપણામાં સમ્યગ્દર્શન પ્રગટ કરીને જીવ મોક્ષ પામે છે
તે બધું સમ્યગ્દર્શનનું જ માહાત્મ્ય છે. –૩૪–
(૨૩૦) સ્થાવર પ્રતિમા, જંગમ પ્રતિમા અને સમ્યગ્દર્શનો મહિમા
સમ્યગ્દર્શનના પ્રભાવથી કેવળજ્ઞાન થયા પછી શ્રી જિનેન્દ્રભગવાન આ લોકમાં આર્યખંડમાં જ્યાંસુધી
વિહાર કરે છે કે બિરાજે છે ત્યાં સુધી તેમની તે પ્રતિમા અર્થાત્ શરીરસહિત પ્રતિબિંબ તેને નિશ્ચય ‘સ્થાવર
પ્રતિમા’ કહેવાય છે કેમકે પોતાના સ્વરૂપમાં અચળ છે અને ધાતુ પાષણ વગેરેની પ્રતિમાં રચીને તેમાં શ્રી
જિનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી તે વ્યવહાર છે. એ વ્યવહાર પણ જેમ છે તેમ જાણવો જોઈએ. જ્યારે
જિનેન્દ્રભગવાન નિર્વાણ પામે ત્યારે જીવ લોકના શિખરે જઈ સ્થિત થાય છે, તેમાં ગમનવિષે એક સમય લાગે
છે, તે કાળમાં શરીર રહિત ગમન કરે છે તેથી (તે ગમન કરનાર અશરીરી જીવને) ‘જંગમ પ્રતિમાં’ કહેવાય છે.
આ રીતે સમ્યગ્દર્શન–જ્ઞાન–ચારિત્રથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. આ દર્શન–
અધિકારમાં સમ્યગ્દર્શનની પ્રધાનતાનું વ્યાખ્યાન કરીને તેનું ઘણુંઘણું માહાત્મ્ય બતાવ્યું. અહીં અષ્ટપાહુડમાં
પહેલું દર્શનપ્રાભૃત પૂરું થયું.