Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 19 of 37

background image
: ૩૮: બ્રહ્મચર્ય અંક : આત્મધર્મ: ૬૨
[વીર સંવત ૨૪૭૫ ના કારતક સુદ ૧ નું સુપ્રભાત માંગલિક પ્રવચન]
સુપ્રભાત માંગલિક આત્માની પ્રભુતા

આજે ભગવાન મહાવીરના નિર્વાણનું ૨૪૭૫ મું વર્ષ બેસે છે. આજના સુપ્રભાતના માંગળિકરૂપે આ
સમયસારનો ૨૭૫ મો કળશ વંચાય છે. આ શ્લોક માંગળિકસ્વરૂપ છે–
માલિની
जयति सहजतेजः पुंजमज्जत्त्रिलोकी रखलदखिलविकल्पोऽप्येक एव स्वरूपः।
स्वरसविसरपूर्णाच्छिन्न तत्त्वोपलभः प्रसभनियमितार्चि श्चिश्चमत्कार एषः।।
२७५।।
અર્થ:– સહજ (પોતાના સ્વભાવરૂપ) તેજઃપુંજમાં ત્રણ લોકના પદાર્થો મગ્ન થતા હોવાથી જેમાં અનેક
ભેદો થતા દેખાય છે તોપણ જેનું એક જ સ્વરૂપ છે (અર્થાત્ કેવળજ્ઞાનમાં સર્વ પદાર્થો ઝળકતા હોવાથી જે
અનેક જ્ઞેયાકારરૂપ દેખાય છે તોપણ ચૈતન્યરૂપ જ્ઞાનાકારની દ્રષ્ટિમાં જે એક સ્વરૂપ જ છે), જેમાં નિજ રસના
ફેલાવાથી પૂર્ણ અછિન્ન તત્ત્વ–ઉપલબ્ધિ છે (અર્થાત્ પ્રતિપક્ષી કર્મનો અભાવ થયો હોવાથી જેમાં સ્વરૂપ–
અનુભવનનો અભાવ થતો નથી) અને અત્યંત નિયમિત જેની જ્યોત છે (અર્થાત્ અનંત વીર્યથી જે નિષ્કંપ રહે
છે) એવો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે (કોઈથી બાધિત ન કરી શકાય એમ
સર્વોત્કૃષ્ટપણે વર્તે છે).
(૨) અહીં ચૈતન્ય ચમત્કાર જયવંત વર્તે છે એમ કહેવામાં જે ચૈતન્યચમત્કારનું સર્વોત્કૃષ્ટપણે વર્તવું
બતાવ્યું, તે જ મંગળ છે. આત્મા ચિત્ચમત્કાર છે તે પોતે જ મંગળસ્વરૂપ છે. આજે વીર સં. ૨૪૭૫ બેસે છે,
વિક્રમ સં. ૨૦૦૫ બેસે છે, આ માંગળિકરૂપ કળશ ૨૭૫ મો છે ને પાનું ૫૧૫ છે–એ રીતે બધામાં છેલ્લો અંક
‘પાંચ’ આવે છે. ‘પંચ ત્યાં પરમેશ્વર’ એમ લોકો બોલે છે તેમ અહીં બધા પાંચડાનો મેળ થયો છે ને તેમાં વર્ણત
પણ પરમેશ્વરનું એટલે કે આત્માની પ્રભુતાનું છે.
(૩) આત્મામાં પ્રભુત્વ શક્તિ છે. તે પ્રભુત્વ શક્તિના અખંડ પ્રતાપથી આત્મા દીપી રહ્યો છે–શોભી
રહ્યો છે. ‘જેનો પ્રતાપ અખંડિત છે અર્થાત્ કોઈથી ખંડિત કરી શકાતો નથી એવા સ્વતંત્ર્યથી શોભાયમાનપણું
જેનું લક્ષણ છે એવી પ્રભુત્વ શક્તિ’ આત્મામાં ત્રિકાળ ઊછળે છે. (સમયસાર પૃ. ૫૦૩–૪) આત્મામાં
જ્ઞાનશક્તિ, દર્શનશક્તિ, સુખશક્તિ, જીવનશક્તિ વગેરે અનંત શક્તિઓ છે, તેમાં એક પ્રભુત્વ નામની શક્તિ
પણ છે. આત્માના દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં પ્રભુતા રહેલી છે. આત્મદ્રવ્યમાં અનંતશક્તિઓ રહેલી છે, તેનામાં
પામરતાનથી પણ પ્રભુતા છે ને પર્યાયોમાં પણ પ્રભુત્વ છે; એમ દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેની સ્વતંત્રતાથી આત્મા
શોભી રહ્યો છે. આત્માના દ્રવ્યની–ગુણની કે પર્યાયની પ્રભુતાના પ્રતાપને ખંડિત કરવા કોઈ સમર્થ નથી.
પોતાની અખંડ પ્રભુતાથી જ આત્મા શોભે છે, કોઈ નિમિત્ત વગેરે પર વસ્તુથી આત્મા શોભતો નથી. આ
દિપાવલીના તહેવારમાં લોકો ઘર વગેરેને શોભા કરે છે, પણ અહીં તો આત્માની આત્માની શોભાની વાત થાય
છે. ઘર વગેરેની શોભામાં આત્માની શોભા નથી પણ પોતાની પ્રભુત્વ શક્તિથી જ આત્માની અખંડિત શોભા
છે, આત્માનો પ્રતાપ અખંડ છે.
(૪) આ કળશમાં પહેલો જ શબ્દ ‘जयति’ છે. जयति એટલે જયવંત વર્તે છે. ચૈતન્યચમત્કાર
આત્માનો જય થવાનું કહ્યું તે જ મહા માંગળિક છે. ચૈતન્યની સ્વતંત્રતા અખંડ પ્રતાપથી શોભે છે, કોઈ નિમિત્તો
કે પ્રતિકૂળ સંયોગ ચૈતન્યની શોભાને નુકશાન કરી શકતા નથી અને કોઈ અનુકૂળસંયોગો ચૈતન્યની શોભાને
સહાય કરતા નથી. આત્મા પોતે પોતાના અખંડિત પ્રતાપથી શોભે છે, એવી પ્રભુતા આત્મામાં ત્રિકાળ છે. તે
પ્રભુતા દ્રવ્ય–ગુણ–પર્યાય ત્રણેમાં છે. દ્રવ્યમાં પ્રભુતા છે, ગુણમાં પ્રભુતા છે ને પર્યાયમાં પણ પ્રભુતા છે. એ ત્રણે
પોતાની સ્વતંત્રતાથી શોભી રહ્યા છે.
(૫) અત્યારે, પર્યાયમાં જે પૂરી પ્રભુતા પ્રગટી તેનું માંગળિક તરીકે વર્ણન છે. ત્રિકાળી દ્રવ્ય–ગુણની
પ્રભુતાના વિશ્વાસે પર્યાયમાં જે પ્રભુતા પ્રગટી તે જયવંત વર્તે છે, તે જ મંગળ છે. પર્યાયમાં એકેક સમયનો