Atmadharma magazine - Ank 062
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page  


PDF/HTML Page 37 of 37

background image
ATMADHARMA With the permission of the Baroda Govt. Regd No. B. 4787
order No. 30-24 date 31-10-44
અહો, વીરનાં વચનામૃત!
અહો! ધર્માત્મા જીવને જીવનમાં કરવાનું જો કાંઈ હોય તો આત્મા
અને જ્ઞાનની સંપૂર્ણ એકતા જ કરવી તે જ કરવાનું છે. પહેલાંં રાગથી
ભિન્નતા ને જ્ઞાન સાથે આત્માની એકતાની શ્રદ્ધા કરવી ને પછી જ્ઞાનને
સ્વરૂપમાં સ્થિર કરીને વીતરાગભાવ પ્રગટ કરીને સંપૂર્ણએકતા કરવી એ
સિવાય બીજું કાંઈ કરવા જેવું નથી–આમાં જ મોક્ષમાર્ગ અથવા ધર્મ–જે
કહો તે આવી જાય છે.
જુઓ, ભાઈ! આત્મસ્વભાવની સમજણ કરવી તે જ અપૂર્વ ચીજ
છે; અનંત કાળમાં બધુંય કર્યું છે પણ પોતાનો આત્મસ્વભાવ શું છે તે
સમજ્યો નથી. આ જીવનમાં એ જ કરવા જેવું છે, એના વગર જીવનમાં
જે કાંઈ કરે તે બધું થોથાં છે–આત્માને સંસારનું કારણ છે. અનંત કાળથી
આત્માની સમજણ કરી નથી તેથી તેને માટે અનંતી દરકાર અને રુચિ
જોઈએ. રુચિ વગર પુરુષાર્થ ઊપડે નહિ. જ્યાં પોતાની રુચિ હોય ત્યાં
વારંવાર પ્રયત્ન કરતાં કંટાળો આવે નહિ. ‘ઝીણો મારો સ્વભાવ, ને ઝીણું
તેનું જ્ઞાન’ એમ સ્વભાવનો મહિમા લાવીને, રુચિથી વારંવાર પ્રયત્ન કરે
તો અલ્પકાળમાં સ્વભાવ સમજાય, અને જન્મમરણના દુઃખોથી છૂટકારો
થાય. પોતાનો સ્વભાવ સમજ્યા સિવાય બીજો કોઈ પણ દુઃખથી
છૂટવાનો ઉપાય નથી.
અહો! જગતના જીવો પોતાના ચૈતન્ય સુખને ભૂલીને
વિષયકષાયમાં સુખ માની રહ્યા છે. પરંતુ પોતાની જે ચૈતન્ય જાત છે–
જ્ઞાન સ્વભાવની મૂડી છે તેની સંભાળ કરવાનો જેને અવકાશ નથી અને
ચૈતન્યલક્ષ્મીને ચૂકીને બહારમાં જડ લક્ષ્મીમાં સુખ માની રહ્યા છે તેવા
જીવોનું જીવન નકામુ ચાલ્યું જશે. પોતાના આખા ચૈતન્ય સ્વભાવની
શ્રદ્ધા કરીને, તેના અનુભવમાં જેમ જેમ જ્ઞાન ઠરતું જાય છે તેમ તેમ
જ્ઞાનની શુદ્ધતા ને વીતરાગતા વધતી જાય છે અને છેવટે પરીપૂર્ણ જ્ઞાન
પ્રગટીને આત્મા ભગવાન્ થાય છે, મુક્ત થાય છે. માટે ચૈતન્ય સ્વભાવી
આત્માની ઓળખાણ કરવી.
મુદ્રક: ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર
પ્રકાશક:– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયાં તા. ૩૧–૧૨–૪૮