: જેઠ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૫૧ :
પર્યાયનું લક્ષ છોડીને મૂળ વસ્તુસ્વરૂપને જો અને તેમાં એકાગ્ર થા. જે જીવ પોતામાં ક્ષણિક વિકારની દ્રષ્ટિ
છોડીને આખા વસ્તુસ્વરૂપની દ્રષ્ટિ કરે છે તે જીવ, પર પદાર્થોને પણ તેના વર્તમાન પર્યાય જેટલા ન માનતાં
તેના મૂળ વસ્તુસ્વરૂપને જુએ છે. એ રીતે સ્વ અને પરમાં વસ્તુસ્વરૂપને જોનાર જીવને પર્યાયમાં એકત્વબુદ્ધિ
હોતી નથી અને તેથી પર્યાયદ્રષ્ટિના રાગ–દ્વેષ તેને થતા નથી. મૂળ વસ્તુસ્વરૂપની ભાવના કરતાં કરતાં
પર્યાયમાંથી રાગ–દ્વેષ ટળી જાય છે.
મોક્ષનો ઉપાય સ્વાશ્રિત છે ને પરદ્રવ્યોથી ઉપેક્ષાસ્વરૂપ છે. મોક્ષમાર્ગમાં કયાય કોઈ પરની અપેક્ષા કે
પરનું અવલંબન નથી. સ્વભાવના અવલંબને સમસ્ત પર પદાર્થોની સંપૂર્ણ ઉપેક્ષા કરવાથી મોક્ષ પમાય છે.
નિમિત્તો પરદ્રવ્ય છે, તેની અપેક્ષા રાખીને મોક્ષમાર્ગ થતો નથી પણ તેની ઉપેક્ષા કરવાથી અને સ્વરૂપનો આશ્રય
કરવાથી જ મોક્ષમાર્ગ થાય છે. પોતાના શુદ્ધચૈતન્યસ્વરૂપની ભાવના અને પરની સંપૂર્ણ ઉપેક્ષાભાવ તે મોક્ષનો
ઉપાય છે એમ આ શ્લોકમાં જણાવ્યું છે. અને વસ્તુસ્વરૂપની ભાવના કરવાની પ્રેરણા કરી છે. –૨૦–
હવે મોક્ષાર્થી જીવનું કર્તવ્ય બતાવે છે અને તે માટેની પ્રેરણા ચાર શ્લોકોદ્વારા કરે છે:–
मोक्षेऽपि यस्य नाकांक्षा स मोक्षमधिगच्छति।
इत्युक्तत्वाद्धितान्वेषी कांक्षा न क्वापि योजयेत्।। २१।।
સામાન્ય અર્થ:– ‘જેને મોક્ષની પણ ઈચ્છા નથી તે જીવ મોક્ષ પામે છે’ આવું સિદ્ધાંતવચન હોવાથી,
પોતાના હિતના અર્થી જીવોએ કોઈ પ્રકારની ઈચ્છા કરવી ન જોઈએ.
ભાવાર્થ:– મોક્ષ પુરુષાર્થથી સધાય છે, ઈચ્છાથી સધાતો નથી. જ્યાં સુધી જીવ આત્મસ્વરૂપને અને
ઈચ્છાને જુદા જુદા ઓળખે નહિ અને ઈચ્છાની ભાવના કર્યા કરે ત્યાંસુધી તો તે અજ્ઞાની છે. ભેદજ્ઞાનવડે
ઈચ્છારહિત પોતાનું સ્વરૂપ જાણ્યા પછી પણ જ્યાં સુધી શુદ્ધાત્મસ્વરૂપમાં લીન થતો નથી અને ઈચ્છામાં અટકે છે
ત્યાંસુધી મુક્તિ થતી નથી. નીચલી ભુમિકામાં ઈચ્છા થાય તો તેને મોક્ષનું સાધન ન માનવું જોઈએ, પણ જ્ઞાનથી
ઈચ્છા જુદી છે તેથી તે હેય છે–એમ સમજીને જ્ઞાનસ્વરૂપની જ ભાવના કરવી જોઈએ. જ્ઞાનસ્વરૂપની ભાવના
કરવી તે જ ઈચ્છાને તોડવાનો ઉપાય છે. તેથી અહીં જ્ઞાન સ્વરૂપની ઓળખાણ પછી મોક્ષની પણ ઈચ્છા તોડીને
સ્વરૂપની ભાવનામાં લીન થવાનો ઉપદેશ કર્યો છે. –૨૧–
‘ઈચ્છા કરવી તો સહેલી લાગે છે અને આત્મસ્વભાવનો પુરુષાર્થ કરવો કઠણ લાગે છે’ એમ કોઈ
અજ્ઞાની જીવ કહે, તો તેને આચાર્યદેવ કરુણાથી સમજાવે છે કે:–
साऽपि च स्वात्मनिष्ठत्वात्सुलभा यदि चिन्त्यते।
आत्माधीने सुखे तात यत्न किं न करिष्यसि।। २२।।
સામાન્ય અર્થ:– હે ભાઈ! ‘ઈચ્છા કરવી તો આત્માને આધીન હોવાથી સુલભ છે’ એમ જો તું માનતો
હો, તો અમે કહીએ છીએ કે–ઈચ્છારહિત અનાકુળ સુખ આત્માને જ આધીન છે તેથી તે ખરેખર સુલમ છે, તેને
માટે જ તું પ્રયત્ન શા માટે નથી કરતો?
ભાવાર્થ:– અજ્ઞાનીને ઈચ્છા કરવી સુલભ લાગે છે; પણ ભાઈ! ઈચ્છા તો પરના લક્ષ વગર થતી નથી તેથી
તે પરાધીન છે; વળી તેમાં આકુળતા જ છે. ઈચ્છા અનુસાર કાર્ય થતાં નથી તેથી તારી ઈચ્છા પણ નિષ્ફળ જ જાય
છે. મુક્તિની ઈચ્છા કરવાથી મુક્તિ થતી નથી માટે મુક્તિની ઈચ્છા પણ નિષ્ફળ છે, ને ઊલટી તને અશાંતિ કરે છે.
માટે એવી ઈચ્છાને તું છોડ. પરમાનન્દમય સુખ આત્માને આધીન છે, સ્વાધીન છે, તેમાં કોઈ બીજાની મદદની
જરૂર નથી, કલેશ નથી, અશાંતિ નથી. પોતાનો આત્મા સુખસ્વરૂપી છે તેની ઓળખાણ કરીને તેમાં લીન થતાં
પરમઆત્મિક સુખ પ્રગટ અનુભવાય છે. માટે તું એવા આત્માશ્રિત સુખનો યત્ન કર. એ સુલભ છે. –૨૨–
આત્માધીન સુખનો અનુભવ કરવા માટે નીચે મુજબ કર, એમ હવે કહે છે:–
स्वं परं विद्धि तत्रापि व्यामोहं छिन्धि किन्त्विमम्।
अनाकुल स्वसंवेद्ये स्वरूपे तिष्ठ केवले।। २३।।
સામાન્ય અર્થ:– હે જીવ! અનાકુળ સુખ આત્માને આધીન છે એમ જાણીને, સ્વ–પરને બરાબર જાણીને
પર ઉપરના વ્યામોહને છેદી નાંખ અને માત્ર પોતાથી જ સ્વસંવેદ્ય એવા અનાકુળ આત્મસ્વરૂપમાં ઠર.
ભાવાર્થ:– સાચું સુખ આત્માધીન હોવા છતાં પુરુષાર્થ વગર તે અનુભવાતું નથી. તે સુખ માટે કેવા
પ્રકારનો પુરુષાર્થ કરવો તે આમાં જણાવ્યું છે. પહેલાંં તો સ્વ અને પરનું ભેદજ્ઞાન કરીને, ‘પરમાં સુખ છે કે પરનું
હું કરું’ એવા વ્યામોહને છેદી નાંખ અને પછી સ્વાનુભવગમ્ય એવા આત્મસ્વરૂપમાં જ લીન થા. –૨૩–