Atmadharma magazine - Ank 068
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 3 of 17

background image
મહ વદ પ ગરુવર
૧૭ – ૨ – ૪૯
આત્માનું ચૈતન્યરૂપી તેજ સર્વ પદાર્થોને પ્રકાશિત કરનારું છે ને સ્વયં પ્રકાશરૂપ છે. આવા આત્માને
ઓળખવો તે જ મનુષ્ય જીવનમાં કરવા જેવું છે.
જીવ અનંત કાળથી સંસારમાં રખડે છે. કીડી મંકોડો થયો ત્યારે ગોળ વગેરે મળ્‌યા તેને જાણવામાં જ
જ્ઞાન અટકી ગયું, ઢોર થયો તો ઘાસ–પાણી ને છાયાને જાણવામાં ત્યાં રાગ કરીને રોકાણો, મનુષ્ય થયો તો પૈસા
વગેરે જે જે સંયોગ મળ્‌યા તે સંયોગને જાણવામાં જ જ્ઞાનને રોકી દીધુ. આત્માનો સ્વભાવ તો બધાયને
જાણવાનો છે તેને બદલે થોડા થોડામાં અટકીને જાણે તે તેનું સ્વરૂપ નથી. ખાવા–પીવામાં, નાવા–ધોવામાં ક્યાંય
સુખ નથી. સૂવામાં ય સુખ નથી.
જંગલમાં રહેલા દિગંબર સંતમુનિએ આ શાસ્ત્ર રચ્યું છે. આ શાસ્ત્રનું નામ પદ્યનંદી પંચવિંશતિ છે, શ્રીમદ્રાજચંદ્ર
આ શાસ્ત્રને ‘વનશાસ્ત્ર’ કહે છે. તેમાં આચાર્યમહારાજ કહે છે કે આત્માનો સ્વભાવ બધાયને જાણવાનો છે.
જીવને ઘડીમાં ભગવાનની ભક્તિનો શુભરાગ અને ઘડીમાં સ્ત્રી આદિ પ્રત્યેનો અશુભરાગ થાય છે, તે
બંને ભાવો નવા નવા છે અને ક્ષણિક છે, તે વગરનો કાયમ ટકનાર જ્ઞાનસ્વભાવ છે તેની ઓળખાણ તો કરો;
તેનો નિર્ણય કરો, પછી ખબર પડશે કે આત્માનું શું કર્તવ્ય છે?
પૂર્વે અનંતવાર રાજા થયો, તે યાદ નથી આવતું છતાં પણ યુક્તિથી સિદ્ધ થઈ શકે છે. પૂર્વે આત્મા હતો;
જેમ માતાના પેટમાં ૯ માસ રહ્યો હતો તે યાદ નથી આવતું છતાં હતો ખરો. તેમ પૂર્વે રાજા વગેરે ભવમાં
આત્મા હતો, તે ભવ યાદ ન આવે તોપણ આત્મા તો સદાય હતો.
જીવ એક વાર કીડી થયો, ત્યારે ગોળની કટકીથી રાજી થઈ ગયો અને માણસ થયો ત્યારે લાખો રૂપિયા
મળ્‌યા તેમાં રાજી થયો, બંનેમાં કાંઈ ફેર નથી. આત્માએ અનંતકાળથી પોતાની શોધ નથી કરી પણ પરને જ
ગોત્યું છે. ઈયળ થયો તો વિષ્ટાને શોધી, ઢોર થયો તો ઘાસને ગોત્યું, જુવાન માણસ થયો તો સ્ત્રી આદિને શોધી,
પણ તેમાં ક્યાંય સુખી ન થયો. પોતે બધાનો જાણનાર છે તેની શોધ કદી કરી નથી. આત્માનું કાયમનું કામ તો
જાણવું ને આનંદમાં રહેવું તે જ છે. પણ તેને ભૂલીને બહારમાં આથડી રહ્યો છે. સુખ બહારમાં શોધે છે, પણ અંદર
જોતો નથી. સ્વર્ગમાં ગયો તો દેવ–દેવીમાં સુખ માન્યું, પણ ભાઈ! આત્મામાં સુખ છે તેમાં તો જો. અનંતકાળની
રખડપટ્ટીથી થાકે તો આત્માની સંભાળ કરે. આત્માનો કદી નિર્ણય કર્યો નથી. જેમ રસ્તાના બે ફાંટા પડે ત્યાં ક્યો
રસ્તો સાચો! તે નક્કી કરીને પછી ચાલે છે, તેમ આત્માનો સ્વભાવ કેવો છે તે નિર્ણય કરે તો તેનો ઉપાય કરે.
અત્યારે મહાવિદેહમાં શ્રીસીમંધર ભગવાન બિરાજે છે તે કેવળજ્ઞાની અરિહંત છે, કેવળી શું કરે? જાણે.
જેમ સર્વજ્ઞભગવાન પૂર્ણ જાણે છે તેમ દરેક જીવ જાણનાર જ છે. ભગવાન શું કરે છે? –જાણે છે; જાણવા સિવાય
બીજું કાંઈ કરતા નથી. ભગવાનને ઈચ્છા ન હોય. ઈચ્છા તો દુઃખનું મૂળ છે. કહ્યું છે કે–
‘ક્યા ઈચ્છત ખોવત સબૈ, હૈ ઈચ્છા દુઃખમૂળ.”
ભગવાન પરનું કાંઈ કરતા નથી. ભગવાનની ઈચ્છા પ્રમાણે થાય એ વાત ખોટી છે, ભગવાનને ઈચ્છા જ
નથી. કસાઈ ગાયો કાપે છે, તો શું ભગવાનની એવી ઈચ્છા હોય? અત્યારે તો માણસ માણસને કાપી નાંખે છે.
તો શું ભગવાનને એવી ઈચ્છા હોય? ભગવાન તે કાંઈ કરતા નથી, પણ સૌ સૌના પ્રારબ્ધ પ્રમાણે બહારનો
સંયોગ–વિયોગ થયા કરે છે. ભગવાન તો બધું જાણે છે. આત્માનો સ્વભાવ જાણવાનો જ છે. તેને ભૂલીને
બીજામાં સુખ માને છે તેને અજ્ઞાનરૂપી સન્નેપાત લાગુ પડ્યો છે. જેમ સન્નેપાતનો રોગી ગાંડપણથી હસે છે
તેમ અજ્ઞાની પુણ્ય–પાપના ભાવ કરીને તેનો હરખ કરે છે તે હરખ સન્નેપાત છે.
જીવ ક્રોધ કરે તો થાય છે, ન કરે તો નથી થતો, ક્રોધ કરવામાં કે ટાળવામાં કોઈ બીજાની મદદ તેને નથી,
માટે ક્રોધ કરવામાં તે સ્વતંત્ર છે, ને તે ટાળવામાં પણ સ્વતંત્ર છે. ક્રોધનો કર્તા આત્મા જ ભાસે છે, ઈશ્વર તેનો
કરાવનાર નથી. જેમ ક્રોધ કરવામાં જીવ સ્વતંત્ર છે તેમ ત્રિકાળ જીવ સ્વતંત્ર છે, ઈશ્વરે જીવને બનાવ્યો નથી.
જેમ ખડી ધોળી છે તેમ આત્મા ચૈતન્યમૂર્તિ છે, તે જાણનાર દેખનાર છે, એનો નિર્ણય કરે તો ધર્મ થાય છે.
આત્માનું જ્ઞાન અંતરહિત છે. ઘણા વર્ષનું જ્ઞાન અંદરમાં ભર્યું હોય છતાં વજન વતું નથી. ગઈ કાલની
વાત યાદ કરે છે તેમ પચાસ વર્ષ પહેલાની વાત પણ યાદ કરે છે, તેમાં વાર લાગતી નથી. અને એ જ રીતે જો
જ્ઞાનસ્વભાવને ઓળખીને તેમાં એકાગ્ર થાય તો અનંતકાળનું બધું જાણે તેવી જ્ઞાનની અપાર શક્તિ છે. આત્મામાં
(અનુસંધાન ટાઈટલ પાન – ૩)