જ્ઞાનથી આત્માનો ધર્મ કઈ રીતે થાય છે તેની આ વાત છે. ધર્મ ક્યાંય બહારમાં તો થતો નથી, ને
અવસ્થા જો આકાશ વગેરે પર દ્રવ્ય તરફ લક્ષ કરે તો તે અવસ્થામાં ધર્મ થતો નથી. ‘બધા દ્રવ્યો કરતાં આકાશ
દ્રવ્ય અનંતગણું વિશાળ છે’ –એમ શ્રુતજ્ઞાનના વિકલ્પથી–રાગમાં એકતા કરીને–જે જ્ઞાન ખ્યાલમાં લ્યે તે જ્ઞાનને
પણ અચેતન પદાર્થો સાથે અભેદ ગણીને અચેતન કહ્યું છે. અને જે જ્ઞાન અવસ્થા આકાશ વગેરે પર દ્રવ્ય
તરફના વિકલ્પથી છૂટી પડીને આત્માના સ્વભાવ તરફ વળે તે જ્ઞાન રાગરહિત છે, ચેતન સાથે અભેદ છે, અને
તે જ્ઞાન જ ધર્મ છે.
વાળીને ત્રિકાળી આત્મસ્વભાવની રુચિ કરતું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાન ત્રિકાળી ચેતન સાથે એક થયું, તેને અહીં
ચેતન કહ્યું છે. સ્વભાવનો આશ્રય કરીને આત્માને જાણે છે તે તો નિશ્ચય છે અને સ્વભાવના આશ્રયપૂર્વક
આકાશની અનંતતા વગેરેને જાણે તે વ્યવહાર છે, એ રીતે બેહદ ચૈતન્ય સ્વભાવને લક્ષમાં લઈને તેનો આશ્રય
કરે તેને જ અહીં યથાર્થ જ્ઞાન કહ્યું છે, અજ્ઞાનીના પરાશ્રિત જ્ઞાનને અહીં જ અચેતનમાં ગણ્યું છે. રાગ ઘટાડીને
શાસ્ત્રના આશ્રયે અગિયાર અંગને જાણે તો પણ તે જ્ઞાન માત્ર રાગનું ચક્ર બદલીને થયું છે, તે જ્ઞાનમાં
સ્વભાવનો આશ્રય નથી પણ રાગનો આશ્રય છે, તેથી તે અગિયાર અંગનું જ્ઞાન પણ અનાદિની જાતનું જ છે.
આત્મસ્વરૂપની રુચિ કરીને તેમાં સમાધિ–એકાગ્રતા વડે જ જ્ઞાન પ્રગટે તે અપૂર્વ છે, મોક્ષનું –કારણ છે. ભલે
શાસ્ત્ર વગેરે પરનું બહુ જાણપણું ન હોય તોપણ સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે ને તે
કેવળજ્ઞાનનું કારણ છે.
પુદ્ગલ પુદ્ગલ. કરતાં કાળના સમયો અને તેના કરતાં આકાશના પ્રદેશો અનંતગુણા છે તેનો ખ્યાલ પર લક્ષે
કરે, પણ તે બધાયને ખ્યાલમાં લેનાર પોતાનો ચૈતન્યસ્વભાવ કેવો છે તેનો ખ્યાલ ન લ્યે તો એકલા પર લક્ષે
થયેલો જ્ઞાનનો ઉઘાડ કાયમ નહિ ટકે. આત્માનો સ્વભાવ સ્વ–પર પ્રકાશક છે, પોતાના ચૈતન્યસ્વભાવના યથાર્થ
જ્ઞાન વગર પરનું જ્ઞાન યથાર્થ થશે નહિ, અને એવા જ્ઞાનથી આત્માને સુખ કે ધર્મ થાય નહિ.
ગુણ છે અને એવા જ્ઞાન–દર્શન–સુખ–વીર્ય વગેરે અનંત ગુણો આત્મામાં છે. એવા ચૈતન્યસ્વભાવની અનંતતા
લક્ષમાં લેતાં જ્ઞાનની સ્વ તરફની અનંતગણી દશા ખીલી. આકાશની અનંતતા કરતાં ચૈતન્યની અનંતતા
અનંતગણી છે તેથી આકાશને લક્ષમાં લેનાર જ્ઞાન કરતાં, ચૈતન્યને લક્ષમાં લેનાર જ્ઞાનમાં અનંતગણું સામર્થ્ય
છે. અને એવા અનંત ચૈતન્ય સામર્થ્યનું જ્ઞાન કરતાં સમ્યક્ પુરુષાર્થ ખીલ્યો છે. આકાશની અનંતતા લક્ષમાં
લેનારું જ્ઞાન પર પ્રકાશક છે, તેનો મહિમા નથી અને તે ખરેખર મોક્ષમાર્ગમાં સહાયકારી નથી. જે જ્ઞાન,
સ્વભાવને પકડીને એકાગ્ર થાય તે જ્ઞાનનો મહિમા છે. ને તે મોક્ષમાર્ગરૂપ છે. અહીં પર તરફના જ્ઞાનનો
નિષેધ કરતાં ખરેખર તો વ્યવહારનો અને પર્યાય બુદ્ધિનો જ નિષેધ કરીને તેનો આશ્રય છોડાવ્યો છે. આ જ
રીતે ધર્મ થાય છે. આમાં પાપભાવની વાત નથી રાગ ઘટાડીને પુણ્ય કરતાં કરતાં ધર્મ થઈ જશે એમ કોઈ
માને તો તેને ધર્મ હરામ છે–એટલે કે જરાપણ ધર્મ નથી, પણ મિથ્યાત્વના પાપની પુષ્ટિ કરતાં કરતાં તેના
પર્યાયમાં નિગોદ દશા થાય છે.