Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 10 of 17

background image
“ભગવાને જાતિસ્મણજ્ઞાન થાય છે”
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૩ :
દીક્ષા કલ્યાણિક મહોત્સવ
જેઠ સુદ ૪ ના દિવસે ભગવાનના વૈરાગ્યનો અને દીક્ષા કલ્યાણિકનો પવિત્ર દિવસ હતો. ચક્રવર્તી
મહારાજા શાંતિનાથપ્રભુ એકવાર અરીસામાં જુએ છે, ત્યાં તેમાં પોતાના બે રૂપ દેખીને આશ્ચર્ય પામે છે અને
અંતર્વિચાર કરે છે કે: ‘અહો પ્રભુ! આપશ્રીની પવિત્ર
વૈરાગ્ય ભાવનાને ધન્ય છે. આ સમસ્ત
સંસારભાવથી વિરક્ત થઈને, આત્માના ચિદાનંદ
સ્વભાવમાં સમાઈ જવા માટે આપશ્રી જે ચિંતવન
કરી રહ્યા છો તેને અમારી અત્યંત અનુમોદના છે.
છખંડના રાજભોગને છોડીને આપશ્રી ભગવતી
જિનદીક્ષા ધારણ કરવાની તૈયારી કરી રહ્યા છો તે
ખરેખર અમારા ધન્યભાગ્ય છે. પ્રભો! આપ શીઘ્ર
કેવળજ્ઞાન પામો અને ભવ્ય જીવોને માટે મોક્ષનાં દ્વાર
ખુલ્લાં કરો... હે દેવ! આપ તો સ્વયંબુદ્ધ છો. આપને
સંબોધન કરનારા અમે તે કોણ? આપના પવિત્ર
વૈરાગ્યનો જય હો.’
ત્યારબાદ દીક્ષાકલ્યાણિક ઉજવવા માટે ઈન્દ્રો પાલખી લઈને જયજયકાર કરતાં તેમને પૂર્વભવોનું
જાતિસ્મરણ જ્ઞાન થાય છે; તેથી એકદમ વૈરાગ્ય પામીને દીક્ષાની તૈયારી કરે છે. ભગવાનના વૈરાગ્યની ખબર
પડતાં જ લૌકાંતિક દેવો આવીને પ્રભુની સ્તુતિ કરે છે અને તેમના વૈરાગ્યની પુષ્ટિ કરતા આવે છે અને
વૈરાગ્યની સાક્ષાત્મૂર્તિ ભગવાન શાંતિનાથપ્રભુ દીક્ષા લેવા માટે તપોવનમાં જઈ રહ્યા છે, તેમની પાછળ પાછળ
વૈરાગ્ય ભાવનામાં મગ્ન ભક્તજનો જઈ રહ્યા છે. એ વખતે દીક્ષાકલ્યાણિકનું સ્તવન ગવાતું હતું–
વંદો વંદો પરમ વીરાગી ત્યાગી જિનને રે,
થાયે જિન દિગંબર મુદ્રાધારી દેવ,
શાંતિનાથ પ્રભુજી તપોવનમાં સંચર્યારે...
ભગવાનની દીક્ષાના આ વરઘોડાનું દ્રશ્ય ઘણું ભાવના ભરેલું હતું. વનમાં જઈને પ્રભુશ્રી એક વૃક્ષ નીચે
બિરાજમાન થયા. ભવ્યલોકો એકી ટસે પ્રભુ સામે તાકી રહ્યા હતા. ભગવાને એક પછી એક રાજવસ્ત્રો છોડીને
નગ્નમૂદ્રા ધારણ કરી અને પછી પૂ. ગુરુદેવશ્રીએ પ્રભુનો કેશલોચ કર્યો. ભગવાનની દીક્ષા વખતનું દ્રશ્ય બહુ જ
વૈરાગ્યપ્રેરક હતું. તે વખતનું કુદરતી વાતાવરણ પણ એ મહા વૈરાગ્ય પ્રસંગને અત્યંત શોભાવી રહ્યું હતું. –જાણે કે
ભગવાનના વૈરાગ્યનું દ્રશ્ય જોઈને આખું આકાશ વૈરાગ્યથી છવાઈ ગયું હોય!! અને ભગવાન ઉપર ગંધોદક
છાંટી રહ્યું હોય! –એવું એ દ્રશ્ય હતું.
દિગંબર મુનિ થયા બાદ પ્રભુશ્રી આત્મધ્યાનમાં લીન થયા અને તરત જ મનઃપર્યયજ્ઞાન પ્રગટ થયું. પછી
એ મુનિરાજ તો વનમાં વિહાર કરી ગયા.
પ્રભુશ્રીનો દીક્ષાવિધિ પૂરો થયા બાદ ત્યાં વનમાં જ પૂ. ગુરુદેવશ્રીએ દીક્ષાકલ્યાણિક પ્રસંગને શોભતું
અપૂર્વ વ્યાખ્યાન કર્યું હતું. એ વ્યાખ્યાનમાં તો વૈરાગ્યભાવનાની રમઝટ
બોલાવી હતી. પૂ. ગુરુદેવશ્રી વૈરાગ્યની મસ્તીએ ચડયા હતા અને અંતરમાં
વહેતો વૈરાગ્યનો પ્રવાહ વાણી દ્વારા વહેતો મૂક્યો હતો..... શ્રોતાજનો એ
વૈરાગ્ય–પ્રવાહમાં તરબોળ થઈ ગયા હતા.
વ્યાખ્યાન બાદ એ તપોવનમાં જ શેઠશ્રી ત્રિભોવનભાઈ, કાનજીભાઈ
અને મૂળજીભાઈ–એ ત્રણેએ પોત–પોતાના ધર્મપત્ની સહિત બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
અંગીકાર કરીને એ પ્રસંગને દીપાવ્યો હતો.
એ રીતે પ્રભુશ્રીનો દીક્ષાકલ્યાણિક ઉજવીને, ‘અહો! જે પંથે ભગવાન
ધ્યાનસ્થ મુનિ