છે, દેવીઓ ભગવાનના જન્મની વધાઈ આપે છે ને ચારે બાજુ મંગળનાદ ગાજી ઊઠે છે. પ્રભુજન્મનાં ઉત્સાહમાં
દેવાંગનાઓ નૃત્ય કરે છે. ઈન્દ્ર–ઈન્દ્રાણી જન્મોત્સવ કરવા આવે છે અને બાળ ભગવાન શાંતિકુમારને મેરૂ પર્વત
ઉપર લઈ જાય છે. જન્માભિષેક કરવા માટે ભગવાનને મેરૂ ઉપર જતી વખતનો મહાન ભવ્ય વરઘોડો નીકળ્યો
હતો. પૂ. ગુરુદેવશ્રી, ઈન્દ્રધ્વજ, ચાંદીના રથમાં સમયસારજી તથા ભક્તિથી નાચી રહેલા મુમુક્ષુસંઘની વચ્ચે હાથી
ઉપર બાલ–પ્રભુજી બિરાજતા હતા. ચારે બાજુ ઈન્દ્ર–ઈન્દ્રાણીઓ ભક્તિ કરતા હતા. અમરવિલાસમાં મેરૂ પર્વતની
રચના કરવામાં આવી હતી. ત્યાં પહોંચ્યા બાદ મેરૂ પર્વતને ત્રણ પ્રદક્ષિણા કરી. એ વખતે જયકાર ધ્વનિથી
ક્ષીરસમુદ્રમાંથી કળશ ભરી ભરીને દેવો ઈન્દ્રોને આપે છે ને ઈન્દ્રો અભિષેક કરે છે. એ વખતે અભિષેક કરવા માટે
ઉલ્લસી રહેલા ભક્તોના ટોળાંને મેરૂ પર્વત પણ નાનો પડ્યો હતો! મેરૂ ઉપર બિરાજમાન એ બાળકની દિવ્ય મુદ્રા
જોતાં ભક્તોને અંતરમાં એમ થતું હતું કે; “અહો, આ આત્માએ જન્મ પૂરા કરી લીધા, હવે એને ફરીથી આ
સંસારમાં જન્મ નહિ થાય. એક છેલ્લો જન્મ હતો તે
પૂરો કરીને ભગવાન જન્મ રહિત થઈ ગયા. અપૂર્વ
આત્મદર્શનના પ્રતાપે તેમને જન્મ મરણનો અંત
આવ્યો; એવા ભગવાનના ભવરહિતપણાના આ
મહોત્સવ ઉજવાય છે.” જન્માભિષેક બાદ ઈન્દ્રાણીએ
જન્માભિષેકની મહારથયાત્રા પાછી ફરી. પાછા
આવ્યા બાદ ઈન્દ્ર ‘અબ તો મિલે જગતકે નાથ’ એવી
સ્તુતિ સહિત પ્રભુ સન્મુખ તાંડવનૃત્ય કર્યું.
થશે ને આત્માના આનંદમાં ઝુલતાં ઝુલતાં સંસારથી મુક્ત થશે.’
પદવીઓના સ્વામી હતા. થોડીવાર પછી મહારાજા શાંતિનાથ ભગવાનનો રાજદરબાર ભરાયો. રાજદરબારનો
દેખાવ ઘણો ભવ્ય હતો. રાજદરબારની મધ્યમાં ચક્રરત્ન શોભી રહ્યું હતું. રાજ દરબારમાં દેશો–દેશના રાજા–
મહારાજાઓ આવતા હતા અને ઉત્તમ પ્રકારની વસ્તુઓ લાવીને ભગવાનને ભેટ ધરતા હતા.