Atmadharma magazine - Ank 069
(Year 6 - Vir Nirvana Samvat 2475, A.D. 1949).

< Previous Page   Next Page >


PDF/HTML Page 12 of 17

background image
: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૫ :
અહીં પંચકલ્યાણિક પૂર્ણ થયા. હે તીર્થંકરો! તમારા પંચકલ્યાણિક મારા આત્માનું કલ્યાણ કરો.
ત્યારબાદ પ્રતિષ્ઠિત થયેલા શ્રીસીમંધર ભગવાન વગેરે જિનબિંબોની શ્રીજિનમંદિરમાં પધરામણી થઈ.
એ વખતે ભવ્ય સ્વાગતયાત્રા નીકળી હતી. પ્રભુશ્રી મંદિરમાં પધારતા હતા તે વખતનું દ્રશ્ય અદ્ભુત હતું.
ભક્તોને એવો ઉલ્લાસ હતો–જાણે કે શ્રીસીમંધર પ્રભુશ્રી મહાવિદેહમાંથી વિહાર કરીને અહીં મંદિરમાં પધારી
રહ્યા હોય! લાઠીના ભક્તજનો તો પ્રભુની આગળ નાચી ઊઠતા હતા. શ્રીસીમંધરપ્રભુ નિજમંદિરમાં પધાર્યા
અને પૂ. ગુરુદેવશ્રીએ પવિત્ર ભાવે પ્રભુજીનું સ્વાગત કરીને તેઓશ્રીને વેદી ઉપર બિરાજમાન કર્યા. અને ‘બોલો
સીમંધર કી જય, બોલો વીર પ્રભુ કી જય’ વગેરે ધૂનથી મંદિર ગાજી ઊઠયું. પછી સીમંધર ભગવાનની જમણી
તરફ મહાવીર પ્રભુજી અને ડાબી તરફ શ્રી આદિનાથ પ્રભુજીના પ્રતિમાનું સ્થાપન થયું. તેમ જ શાંતિનાથપ્રભુ
અને સિદ્ધપ્રતિમાજીનું પણ સ્થાપન થયું. પછી જિનમંદિર ઉપર કળશ તથા ધ્વજદંડ ચડાવ્યા. આ પ્રસંગે પણ
આકાશમાંથી કોઈ કોઈ ટીપાં પડીને માંગળિકનું સૂચન કરતા હતા. એ રીતે લાઠીના શ્રીજિનમંદિરમાં મહાપવિત્ર
દેવાધિદેવ ભગવંતોની પ્રતિષ્ઠા થઈ. લાઠીનું જિનમંદિર રળિયામણું છે તથા તેમાં પ્રતિષ્ઠિત શ્રીજિનબિંબોની મૂદ્રા
ઘણી ભવ્ય અને ઉપશમ ભાવમાં નિમગ્ન છે.
શ્રી સિમંધર પ્રભુ
શ્રી જિનેન્દ્ર–પ્રતિષ્ઠા બાદ જિનમંદિર પાસેના સ્વાધ્યાય મંદિરમાં પવિત્ર શ્રુતમૂર્તિ શ્રીસમયસારજીની
પધરામણી કરી અને આજે શ્રુતપંચમીનો પવિત્ર દિવસ હોવાથી તેનું પૂજન કર્યું. એ વખતે પૂ. ગુરુદેવશ્રીએ
સ્વાધ્યાય મંદિરમાં માંગળિક તરીકે “
नमः समयसाराय” નું પ્રવચન કર્યું હતું. બપોરે સવા લાખ જાપની પૂર્ણતા
થઈને શાંતિયજ્ઞ થયો. સાંજે મહાન ઉત્સાહથી ભવ્ય રથયાત્રા નીકળી હતી. એવી ભવ્ય રથયાત્રા લાઠીને માટે
અપૂર્વ હતી.
રાત્રે બાલિકાઓએ અદ્ભુત સંવાદ ભજવ્યો હતો; આખો સંવાદ તત્ત્વચર્ચાથી ભરપૂર હતો, અને
વારંવાર જિનભક્તિથી શોભતો હતો. આઠ આઠ વર્ષની બે બાલિકાઓ પણ સુંદર તત્ત્વચર્ચા કરતી હતી–ઈત્યાદિ
અનેક પ્રકારની વિવિધતાથી ભરેલો સંવાદ જોઈને સભા પ્રસન્ન થઈ હતી અને બાલિકાઓને સેંકડો રૂપિયાના
ઈનામની જાહેરાત થઈ હતી. બાલિકાઓએ તે ઈનામની રકમ જિનમંદિરમાં ભેટ આપી દીધી હતી.
આ રીતે શ્રીજિનેન્દ્ર ભગવાનની પંચકલ્યાણિક પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર શાંતિથી નિર્વિઘ્નપણે સમાપ્ત
થયો.
સૌરાષ્ટ્ર દેશમાં શ્રીજિનેંદ્રશાસનની પ્રભાવનાનો આવો મહાન સુઅવસર અત્યંત ઉત્સાહપૂર્વક પાર પાડવા
માટે લાઠીના સર્વે મુમુક્ષુમંડળને ધન્યવાદ છે. આ પવિત્ર પ્રસંગે લાઠીના રાજ મહેલમાં ખાસ જુદું ‘મુક્તિનગર’
વસાવીને ત્યાં સર્વ ઉત્સવ ઉજવાયો હતો. ભાઈશ્રી વજુભાઈ અને તેમના સ્વયંસેવકમંડળે આ ઉત્સવમાં
અગત્યની સેવા કરી હતી. ઉપરાંત લાઠીના ઠાકોરસાહેબ વગેરે તરફથી અનેક પ્રકારની સુવિધાઓ મળી હતી.
તેમજ સર્વે મુમુક્ષુઓએ મહાન ઉત્સાહપૂર્વક આ અમૂલ્ય અવસરને દીપાવ્યો હતો. ઇંદોરના પ્રતિષ્ઠાચાર્ય સંહિતાસૂરી
પં. શ્રી નાથુલાલજી સાહેબ ઉત્સાહી અને શાંતસ્વભાવી હતા. તેઓએ ઘણા ભક્તિ ભાવથી પ્રતિષ્ઠાવિધિ કરાવ્યો
હતો અને પંચકલ્યાણિકના દરેક પ્રસંગે ટુંક વિવેચન કરીને સમજાવતા હતા. પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો સાંભળીને
તે ઘણા પ્રસન્ન થયા હતા. કાંઈ પણ ભેટના સ્વીકાર વગર, ખાસ ઇંદોરથી આવીને