: અષાડ : ૨૪૭૫ : આત્મધર્મ : ૧૬૭ :
મીઠાશથી આત્માના સ્વભાવને ભૂલી જાય છે. આત્મામાં
પરિપૂર્ણ જ્ઞાનશક્તિ ભરી છે. જેમ લીંડીપીપરમાં તીખાશ
ભરી છે તે ઘસતાં પ્રગટે છે તેમ આત્મામાં પરિપૂર્ણ
જ્ઞાનશક્તિ ભરી છે તેને ઓળખીને તેમાં એકાગ્ર થાય
તો કેવળજ્ઞાન પ્રગટે છે. જેમ લીંડીપીપરને ઘસે તો
તીખાશ પ્રગટે છે, પણ ઉંદરની લીંડી ઘસતાં તીખાશ
પ્રગટે નહિ તેમ આત્માના જ્ઞાનસ્વભાવને ઓળખીને
તેમાં એકાગ્રતાની ક્રિયા કરે તો કેવળજ્ઞાન પ્રગટે, પણ
શરીરની ક્રિયાથી કેવળજ્ઞાન થતું નથી.
જેમ દરિયાના પાણીમાં બહારની હજારો નદીથી
કે વરસાદથી ભરતી આવે નહિ પણ તેનું મધ્યબિંદુ
ઊછળે ત્યારે ભરતી આવે છે તેમ આત્માના જ્ઞાનની
ભરતી કોઈ બહારની ક્રિયાથી આવતી નથી પણ
અંદરના સ્વભાવનો વિશ્વાસ કરીને અંતરમાં એકાગ્ર
થાય તો જ્ઞાન ઊઘડે છે. એક સેંકડ પણ અંદરના આખા
ચૈતન્યની પ્રતીત કરે તો મોક્ષ થયા વિના રહે નહિ.
(અનુસંધાન પાન ૧૬૦ થી ચાલુ)
છે; પાંચમહાવ્રત, પાંચસમિતિ ને ત્રણ ગુપ્તિ તે
સમ્યક્ચારિત્રના બાહ્ય આચાર છે, અણશનાદિ બાર
પ્રકારના તપ તે તપના બાહ્ય આચાર છે, અને પોતાની
શક્તિ પ્રગટ કરીને મુનિના પંચમહાવ્રતો તથા સમિતિ–
ગુપ્તિનું આચરણ તે વીર્યના બાહ્ય આચાર છે. આ
આચારોને વ્યવહારપંચાચાર કહેવાય છે. આ વ્યવહાર
પંચાચાર રાગરૂપ છે. મુનિ જ્યારે નિશ્ચય
અભેદપંચાચારમાં સ્થિર ન રહી શકે અને તેમને વિકલ્પ
ઊઠે ત્યારે તેઓને આ વ્યવહાર પંચાચાર હોય છે. એ
પ્રમાણે વ્યવહાર પંચાચારનું સ્વરૂપ જાણવું.
(અનુસંધાન પાન ૧૫૭ થી ચાલુ)
રહિત સ્વભાવના ભાનપૂર્વક, સ્ત્રી આદિ પ્રત્યેના
રાગને જે ટાળે છે ને સુખદાયક શિયળ પાળે છે તેને
અલ્પ ભવ જ બાકી રહે છે, એ તત્ત્વવચન છે.
સુંદર શિયળ શીલતરુ મન–વાણી ને દેહ,
જે નર–નારી આદરે અવિચલ પદ તે લેહ. ૬
સ્વભાવના ભાનસહિત રાગને છેદ્યો તે કલ્પવૃક્ષ
સમાન છે. આત્માને સમજીને જે બ્રહ્મચર્ય પાળશે તે
નર–નારી અનુક્રમે અનુપમ એવા સિદ્ધપદને પામશે.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્ર આત્મિક જ્ઞાન,
પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન! ૭
‘મતિમાન’ એમ સંબોધન કર્યું છે, એટલે
રાગરહિત આત્માના લક્ષે જે બ્રહ્મચર્ય પાળે છે તે
આત્માજ્ઞાનની પાત્રતાને સેવે છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
શ્રી લાઠી શહેરમાં પ્રતિષ્ઠા
મહોત્સવ દરમિયાન પૂ. ગુરુદેવશ્રી પાસે
નીચે જણાવેલા ભાઈ–બહેનોએ આજીવન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લીધી છે–
વશખ વદ ૧૩
(૧) શેઠ ભવાનભાઈ લલ્લુભાઈ તથા
તેમના ધર્મપત્ની રંભાબેન
(૨) શેઠ છગનભાઈ મોનજીભાઈ તથા
તેમના ધર્મપત્ની બેનકુંવરબેન
વશખ વદ ૧૪
(૩) શેઠ હરિચંદભાઈ મોતીચંદ તથા તેમના
ધર્મપત્ની કાશીબેન
જઠ સદ ૨
(૪) શેઠ લાલજીભાઈ વાલજી તથા તેમના
ધર્મપત્ની ગોમતીબેન
(પ) શેઠ તલકચંદ અમરચંદ તથા તેમના
ધર્મપત્ની નર્મદાબેન
(૬) શેઠ મગનલાલ વશરામ તથા તેમના
ધર્મપત્ની વ્રજકુંવરબેન
જઠ સદ ૪
(૭) શેઠ જમનાદાસ પાનાચંદ તથા તેમના
ધર્મપત્ની મણીબેન
(૮) શેઠ ત્રિભુવનદાસ વાલજીભાઈ તથા
તેમના ધર્મપત્ની હેમકુંવરબેન
(૯) શેઠ કાનજી લલ્લુભાઈ તથા તેમના
ધર્મપત્ની લલિતાબેન
(૧૦) શેઠ મૂળજીભાઈ લક્ષ્મીચંદ તથા
તેમના ધર્મપત્ની કમળાબેન
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા સર્વે
ભાઈ–બહેનોને અભિનંદન!