ચોંટે છે; તો જેને પોતાનું કલ્યાણ કરવું છે એવા જીવે,
પોતાનો ત્રિકાળી સ્વભાવ શું અને વિકાર શું એનો બરાબર
વિવેક કરવો જોઈએ. ત્રિકાળના લક્ષે શાંતિ થાય છે ને
ક્ષણિક પર્યાયના લક્ષે આકુળતા થાય છે, એમ તે બંનેનો ભેદ
જાણીને, જો પર્યાયથી ખસીને ત્રિકાળી સ્વભાવ તરફ
શ્રુતજ્ઞાન વળે તો સ્વભાવના આનંદનો સ્વાદ આવે, અને
તે જ્ઞાન છોડે નહિ. જે ધર્માત્માને આવું સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું
છે તે જ્યારે કર્મને જાણતા હોય ત્યારે પણ તેમને સ્વભાવમાં
જ્ઞાનની એકતા વધતી જાય છે. અને પર તરફનું જ્ઞાનનું
વલણ ઘટતું જાય છે.