ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૧
અસ્થિરતાથી રાગ થાય તે ચારિત્રની નબળાઈ છે. ‘નિરખીને’ એટલે કે પર વસ્તુને દેખીને ‘આ સારું છે’ એવી
બુદ્ધિથી જે રાગ થાય તે મિથ્યાત્વીનો રાગ છે, જ્ઞાનીને રાગ થાય પણ તે સ્ત્રીને દેખવાના કારણે થતો નથી, સ્ત્રી
મારી છે કે સ્ત્રી સુંદર છે–એવી માન્યતાથી જ્ઞાનીને રાગ થતો નથી. ચોથે–પાંચમે ગુણસ્થાને જ્ઞાનીને સ્ત્રી
જાણે છે, પણ તેના કારણે રાગ માનતા નથી. સુંદર સ્ત્રી દેખીને જે રાગ માને છે તેને તો અનંત સંસારના
કારણરૂપ રાગ છે. વળી જ્ઞાનીને લેશ પણ વિષય નિદાન નથી, આસક્તિનો રાગ હોય પણ તે વિષયમાં સુખ
માનતા નથી. વિષયને સુખનું કારણ માનીને જ્ઞાનીને કદી રાગ થતો નથી. એને અહીં ‘ભગવાન સમાન’ કહ્યો
છે. પણ મિથ્યાદ્રષ્ટિ અનંતવાર બ્રહ્મચર્ય પાળીને નવમી ગ્રૈવેયકે ગયો, તેને અહીં ભગવાનસમાન કહ્યો નથી.
સ્વભાવના લક્ષ વગર બ્રહ્મચર્ય પાળે તો મંદરાગથી પુણ્ય બંધાય, પણ તેમાં આત્મલાભ નથી.
સમાન કહ્યા છે; સ્ત્રીઓ મારી–એમ માને તેને તો તેના કારણે રાગ માન્યો, ને તેમાં એકત્વબુદ્ધિ છે, તે
મિથ્યાદ્રષ્ટિ છે. અંતરદ્રષ્ટિમાં ફેર છે, બહારના આચરણથી ફેર જણાય નહિ.
વસ્તુઓને દેખીને વિકાર થતો નથી; નવયૌવન સ્ત્રીઓને દેખવાના કારણે જો રાગ થવાનું માને તો, તેના
અભિપ્રાયમાં રાગ કરવાનું જ આવ્યું. કેમકે જગતમાં નવયૌવન સ્ત્રીઓ તો અનાદિ અનંત છે, તેને કારણે જો
રાગ માને તો તેને અનાદિ અનંત કાળ રાગ કરવાનું આવ્યું. તેનો અભિપ્રાય મિથ્યા છે. જ્ઞાની જાણે છે કે સ્ત્રીને
કારણે મને રાગ નથી, સ્ત્રીને દેખવાના કારણે મને રાગ નથી. તેથી કહ્યું કે–
ગણે કાષ્ઠની પૂતળી તે ભગવાન સમાન. ૨
રાગ થાય તે મને સુખરૂપ નથી–એમ જ્ઞાની જાણે છે તે ભગવાન સમાન છે. હજી સાક્ષાત્ ભગવાન્ થયા નથી.
અસ્થિરતાનો રાગ છે પણ રાગરહિત પૂર્ણ સ્વભાવનું ભાન છે તેથી તે ભગવાન સમાન છે. રાગ છે તે ક્ષણિક
દોષ છે પણ ત્રિકાળી સ્વભાવની દ્રષ્ટિના જોરે તે રાગ અલ્પકાળે ટળી જવાનો છે. રાગમાં જે સુખ માને છે તેણે