: ૧૫૮ : આત્મધર્મ : અષાડ : ૨૪૭૫ :
લેખાંક ૯] વીર સંવત્ ૨૪૭૩ ભાદરવા સુદ ૨ મંગળવાર [અંક ૬૮ થી ચાલુ
[શ્રી પરમાત્મ પ્રકાશ ગા. ૭]
[૬] જ્ઞાનાચારની વ્યાખ્યા : – મુનિઓને નમસ્કાર કરતાં તેઓના સમ્યગ્દર્શનાદિ ગુણોની ઓળખાણ કરાવવા
માટે ગ્રંથકાર તેનું સ્વરૂપ બતાવે છે. તેમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ વર્ણવાઈ ગયું છે. હવે સમ્યગ્જ્ઞાનનું સ્વરૂપ વર્ણવે
છે. ચિદાનંદ ચિદ્રૂપ એક અખંડ સ્વભાવ પરમસત્ય છે, એવા પોતાના સ્વરૂપમાં સંશય, વિમોહ ને વિભ્રમરહિત જે
સ્વસંવેદનજ્ઞાનરૂપ ગ્રાહકબુદ્ધિ તે સમ્યગ્જ્ઞાન છે. તે સમ્યગ્જ્ઞાનરૂપ પરિણમનને જ્ઞાનાચાર કહેવાય છે.
[૬૭] સમ્યગ્જ્ઞાન કોના અાધારે પ્રગટે? : – જે નિર્મળ આત્મસ્વભાવ છે તે કોઈ પરની ભક્તિથી કે શાસ્ત્ર
વાંચવાથી પ્રગટે–એવો ભ્રમ સમ્યગ્જ્ઞાનમાં હોતો નથી. આત્મા ત્રિકાળ આનંદમૂર્તિ ચિદ્રૂપ છે તે જ પરમ સત્ય છે.
શરીર, મન, વાણીનો તો આત્મામાં અભાવ છે, રાગાદિ વિકારથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી, શાસ્ત્રના
જાણપણાથી જે જ્ઞાન ઊઘડ્યું તેનાથી પણ સમ્યગ્જ્ઞાન થતું નથી અને આત્માની જે મતિ–શ્રુતજ્ઞાનરૂપ અધૂરી
દશા તેના આશ્રયે પણ સમ્યગ્જ્ઞાન થતું નથી. પણ તે બધાયના સંબંધ રહિત એક ચિદ્રૂપ આત્મસ્વભાવ છે તે જ
પરમસત્ય છે અને તેના આશ્રયે જ સમ્યગ્જ્ઞાન પ્રગટે છે.
જે સમ્યગ્જ્ઞાન પ્રગટે છે તે તો પર્યાય છે, પણ તે કોના આશ્રયે પ્રગટે છે? આત્મા ચિદ્રૂપ ત્રિકાળશુદ્ધ છે.
સ્વભાવ તો ત્રિકાળશુદ્ધ છે જ, તેની શુદ્ધતા કાંઈ નવી પ્રગટતી નથી, પણ તે ત્રિકાળી શુદ્ધ ચિદ્રૂપ સ્વભાવ છે
તેના આશ્રયે દ્રઢ પ્રતીતિ, પરમશ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે; અને તે સ્વભાવમાં સંશયરહિત સ્વસંવેદનરૂપ
જ્ઞાનભાવ તે સમ્યગ્જ્ઞાન છે. ‘અહો હું આવો મોટો, અથવા હું પરના આશ્રય વગરનો છું કે કાંઈક અવલંબન
હશે’ એવો સંશય સમ્યગ્જ્ઞાનમાં ન હોય.
આત્માનો સ્વભાવ જે ત્રિકાળ શુદ્ધ છે તેના આશ્રયે જે જ્ઞાનનું સ્વસંવેદન પ્રગટ થાય તે સમ્યગ્જ્ઞાન છે,
અને તે સંશય, વિમોહ, વિભ્રમ રહિત છે.
[૬૮] પહેલાં શું કરવું? : – પ્રશ્ન:– આવું સંવેદન ન થાય તો પહેલાંં શું કરવું?
ઉત્તર:– જિજ્ઞાસા હોય તો ‘ન થાય’ એ પ્રશ્ન ન ઊઠે. જો આવું આત્મસંવેદનરૂપ સમ્યગ્જ્ઞાન ન થાય તો,
વિકારનું વેદન કે જે અનાદિથી કર્યા કરે છે તે જ ચાલુ રહે; જે અનાદિથી કરે છે તે કરવાનું કેમ કહેવાય? તે કાંઈ
પહેલું નથી પહેલું તો તેને કહેવાય કે જે પૂર્વે કદી કર્યું ન હોય; અનાદિથી નથી કર્યું એવું સમ્યગ્જ્ઞાન જ પહેલું કર્તવ્ય છે.
[૬૯] સમ્યગ્જ્ઞાનમાં શંકાિદનો અભાવ : – સમ્યગ્જ્ઞાનીને આત્મસ્વભાવમાં સંશય–વિમોહ કે વિભ્રમ ન હોય;
સંશય: આ છીપ હશે કે ચાંદી હશે!
વિમોહ: આ ચાંદી જેવું લાગે છે, હોય તે ખરું! (આને અનધ્યવસાય પણ કહેવાય છે.)
વિભ્રમ: ચાંદીના કટકામાં ‘આ છીપ જ છે’ એવી કલ્પના; (આને વિપર્યય પણ કહેવાય છે.)
વસ્તુ ત્રિકાળ શુદ્ધ હશે કે તેમાં કંઈક અશુદ્ધતા હશે–એવી શંકા તે સંશય છે, –મિથ્યાજ્ઞાન છે.
સમ્યગ્જ્ઞાનીને ત્રિકાળી શુદ્ધ વસ્તુસ્વભાવમાં કદી સંશય પડતો નથી. પર્યાયમાં રાગ દેખીને ‘આ કાંઈક છે, પણ
આત્મા શું છે, ને રાગ શું છે તેનો નિર્ણય કરવાની માથાકૂટ આપણે શા માટે કરવી! ’ આવું જ્ઞાન તે વિમોહ છે.
પર્યાયમાં રાગને દેખીને એવી ભ્રમણા કરવી કે ‘આ રાગ તે જીવનું સ્વરૂપ છે અથવા ‘જીવનો સ્વભાવ
રાગવાળો જ છે’ –તે વિભ્રમ છે.
ત્રિકાળ શુદ્ધ સ્વભાવ કોઈ પણ પરના આશ્રયે પ્રગટે એવી માન્યતા તે વિભ્રમ છે, મિથ્યાજ્ઞાન છે. અથવા
તો પર્યાયમાં ક્ષણિક રાગાદિને જોઈને ‘મારો ત્રિકાળી સ્વભાવ રાગરૂપ છે’ એવો ભ્રમ તે વિભ્રમ છે. સમ્યગ્જ્ઞાની
જીવોને ઉપરના દોષો હોતા નથી.
[૭૦] સમ્યગ્જ્ઞાનીને ગ્રાહકબુિદ્ધ શેમાં હોય? : – આત્મા વસ્તુ છે, તે ત્રિકાળ છે. તે ક્ષણિક ભાવોથી ટકતો
નથી પણ ત્રિકાળ સ્વભાવથી જ ટકેલો છે. અને