PDF/HTML Page 21 of 21
single page version
ATMADHARM Regd. No. B. 4787
મોક્ષશાસ્ત્ર
અથાર્ત્ તત્ત્વાથર્સૂત્ર
(ગુજરાતી ટીકા)
બીજી આવૃત્તિ
સમસ્ત જૈનોમાં સર્વમાન્ય એવા તત્ત્વાર્થસૂત્રની રચના લગભગ બે હજાર
વર્ષ પૂર્વે, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના પટ્ટ શિષ્ય શ્રી ઉમાસ્વામીદેવે કરી. અને
તેના ઉપર અનેક ધૂરંધર આચાર્યોએ ટીકાઓ રચી. વળી આ શાસ્ત્રની રચના
સૌરાષ્ટ્ર દેશમાં જ થઈ હોવાનું કહેવાય છે. બાળકથી માંડીને મહા પંડિત સર્વેને આ
શાસ્ત્ર અત્યંત ઉપયોગી છે.
આ મોક્ષશાસ્ત્ર ઉપર ગુજરાતી ભાષામાં વિસ્તૃત ટીકા–સંગ્રહની આ બીજી
આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. આ ગ્રંથમાં સેંકડો વિષયોનું સ્પષ્ટીકરણ છે. પહેલા
અધ્યાયના પરિશિષ્ટમાં સમ્યગ્દર્શન સંબંધી પરિશિષ્ટ છે તે મુમુક્ષુઓને ખાસ
ઉપયોગી છે. પૃષ્ઠ લગભગ ૮૫૦ છે, આ બીજી આવૃત્તિની પડતર કિંમત લગભગ
રૂા. ૬–૦–૦ થતી હોવા છતાં તેની કિંમત માત્ર ૩–૮–૦ રૂા. જ રાખવામાં આવી
છે. ટપાલખર્ચ જુદું મોકલવું.
– પ્રાપ્તિસ્થાન –
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ : સોનગઢ: સૌરાષ્ટ્ર
નિયમસાર – પ્રવચનો
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ રચિત શ્રી નિયમસાર–પરમાગમના પહેલા
અધિકાર ઉપરના પૂ. સદ્ગુરુદેવશ્રી કાનજી સ્વામીના ખાસ અધ્યાત્મિક
વિશિષ્ટતાઓથી ભરપૂર પ્રવચનો આ પુસ્તકમાં છપાયા છે. દરેક જિજ્ઞાસુ જીવોએ
આ પુસ્તક ખૂબ મંથન કરવા યોગ્ય છે. આ પ્રવચનોમાં પાને પાને આત્માના
પરિપૂર્ણ સ્વાધીન સ્વભાવનું અચિંત્ય માહાત્મ્ય ઝળકે છે. પરિપૂર્ણ આત્મિક
સ્વભાવનાં ગાણાં ગાતું અને તેની સ્વતંત્રતાનો માર્ગ દર્શાવતું આ શાસ્ત્ર આત્માના
સાચા સ્વરાજયનું સ્વરૂપ જાહેર કરે છે.
જ્યારે આ પુસ્તક પ્રસિદ્ધ થયું ત્યારે એક જિજ્ઞાસુ ભાઈએ તેની એક નકલની
કિંમત તરીકે રૂા. ૫૦૧/–શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટને આપ્યાં હતાં. પૃ. ૩૨૦, પાકું
પૂઠું કિંમત માત્ર ૧–૮–૦ છે. ટપાલ ખર્ચ જુદું મોકલવું.
– પ્રાપ્તિસ્થાન –
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ : સોનગઢ : સૌરાષ્ટ્ર