Atmadharma magazine - Ank 073
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950). Entry point of HTML version.

Next Page >


Combined PDF/HTML Page 1 of 2

PDF/HTML Page 1 of 21
single page version

background image
Shree Kundkund-Kahan Parmarthik Trust
302, ‘Krishna-Kunj’, Plot No.30, Navyug CHS Ltd., V. L. Mehta Marg, Vile Parle(w), Mumbai–400056
Phone No. : (022) 2613 0820. Website : www.vitragvani.com Email : info@vitragvani.com



Atmadharma is a magazine that has been published from
Songadh, since 1943. We have re-typed and uploaded the
old Atmadharma Magazines to our website
www.vitragvani.com


We have taken utmost care while re-typing, from the
original Atmadharma Magazines. There may be some
typographical errors, for which we request all readers to
kindly inform us about the same, to enable us to correct
and improve. Please send your comments to
info@vitragvani.com



Shree Kundkund-Kahan Parmarthik Trust
(Shree Shantilal Ratilal Shah-Parivar)

PDF/HTML Page 2 of 21
single page version

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
કારતક સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૦૦૬ વકીલ અંક પહેલો
શ્રી મુનિરાજ નિસ્પૃહ કરુણાબુદ્ધિથી કહે છે કે–અરે
પ્રાણીઓ! આત્માનો શુદ્ધ સ્વભાવ સમજ્યા વગર અનંતકાળમાં
બીજા બધા ભાવો કર્યા છે, એ કોઈ ભાવો ઉપાદેય નથી.
આત્માનો નિશ્ચયસ્વભાવ જ ઉપાદેય છે, એમ તમે શ્રદ્ધા કરો.
આ દુર્લભ મનુષ્યભવમાં પણ જો પોતાના સ્વભાવને
જાણીને તેનો આદર નહિ કરે તો પછી ફરીથી ક્યારે આવો
અવસર મળવાનો છે? પોતાનો જેવો પૂરો સ્વભાવ છે તેવો
ઓળખીને તેનો જ આદર કરવો–શ્રદ્ધા કરવી, તે જ આ
મનુષ્યપણામાં જીવનું કર્તવ્ય છે.
અલ્પકાળમાં જેમને ભવરહિત થવું છે એવા નિકટભવ્ય
જીવો આ શુદ્ધ આત્માનો આદર કરો, તેની ઓળખાણ કરો,
તેના અનુભવનો અભ્યાસ કરો.
– નિયમસાર પ્રવચનો
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટાઆંકડિયા : કાઠિયાવાડ

PDF/HTML Page 3 of 21
single page version

background image
: ૨ : આત્મધર્મ: કારતક : ૨૦૦૬
મહાવીરની ક્રિયા અને મહાવીરના ઉપવાસ
પ્રશ્ન :– માત્ર ‘આત્મા શુદ્ધ છે’ એમ સમજી જવાથી શું મોક્ષ થઈ જતો હશે? કાંઈક શરીરની ક્રિયા કરવી
જોઈએ ને? મહાવીર પ્રભુએ પણ મુનિદશામાં બાર–બાર વરસ સુધી કષ્ટ સહન કર્યાં અને ઉપવાસ વગેરે
ક્રિયાઓ કરી, ત્યારે તેમને મુક્તિ પ્રાપ્ત થઈ ને?
ઉત્તર :– ભાઈ, તારી વાત અક્ષરે અક્ષર ખોટી છે. આત્મા કોને કહેવો તેનું પણ તને ભાન નથી તો પછી
ભગવાનના આત્માએ શું કર્યું તેની તને ક્યાંથી ખબર પડે? તને આત્માની ક્રિયા દેખાતી નથી, માત્ર જડની
ક્રિયા દેખાય છે. શું ભગવાન દુઃખ સહન કરી કરીને મુક્તિ પામ્યા? કે આત્માના આનંદનો અનુભવ કરતાં
કરતાં મુક્તિ પામ્યા? ઉપવાસ આત્મામાં થતો હશે કે શરીરમાં? ઉપવાસ કરવો
તે સુખરૂપ હોય કે દુઃખરૂપ હોય? ભગવાને દુઃખરૂપ લાગે તેવા ઉપવાસ નહોતા
કર્યા, પણ અતંરના ચૈતન્ય સમુદ્રમાં ડૂબકી મારીને આત્મિક આનંદરસના
સ્વાદના અનુભવમાં એવા લીન થતા કે આહારનો વિકલ્પ ઊઠતો નહિ અને
તેથી બહારમાં આહારાદિ પણ સહેજે ન હતા. એવી અંતર ક્રિયા અને એવા
ઉપવાસ ભગવાને કર્યા હતા. અજ્ઞાનીઓએ અંતરમાં આત્માની ક્રિયાને ન
ઓળખી અને બહારમાં આહારનો સંયોગ ન થયો તે વાતને વળગી પડ્યા, ને
તેમાં જ ધર્મ માની લીધો. આહાર તો જડ છે, પર વસ્તુ છે. પર વસ્તુનું ગ્રહણ કે
ત્યાગ આત્મા કરી શકતો નથી. અંતરમાં નિરુપાધિ આત્મસ્વભાવ શું છે એના ભાન વિના ચૈતન્યમાં લીનતા
થશે ક્યાંથી? શુદ્ધ ચૈતન્યતત્ત્વને જાણીને–માનીને તેના જ અનુભવમાં એકાગ્ર થવું તે ધર્મી જીવોની ક્રિયા છે; એ
ક્રિયા કરવાથી મુક્તિ થાય છે. એ સિવાય શરીરની કોઈ ક્રિયાથી કે વિકારીભાવરૂપ ક્રિયાથી ધર્મ કે મુક્તિ થતી
નથી.
બધા આમનો પવિત્ર નિરૂપાધિક સ્વભાવ છે; સ્વભાવમાં વિકાર ત્રણકાળમાં નથી. વર્તમાન અવસ્થામાં
જે વિકાર છે તેને જ પોતાનું સ્વરૂપ માનીને તેના અનુભવમાં અટકી જાય ને તે રહિત જે ત્રિકાળી શુદ્ધસ્વભાવ
છે તેને ન માને અને ન અનુભવે તો જીવનું અજ્ઞાન ટળે નહિ. હે જીવ! ત્રિકાળી શુદ્ધ સ્વભાવને સમજ્યા વગર
તું શ્રદ્ધાને ક્યાં એકાગ્ર કરીશ? અને જ્ઞાનને ક્યાં થંભાવીશ? નિર્વિકલ્પ શુદ્ધસ્વભાવ સાથે એકતા અને વિકારથી
જુદાપણું–આવી શ્રદ્ધા–જ્ઞાન અને અનુભવ કર્યા પછી વિકાર થાય તેને જીવ પોતાના સ્વરૂપ તરીકે ન અનુભવે;
એટલે શુભાશુભ વિકાર વખતેય શુદ્ધસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાનરૂપ ધર્મ જળવાઈ રહે છે. અને સાધક જીવ સદાય એ
જ રીતે સ્વભાવમાં એકતારૂપે ને વિકારથી જુદાપણે પરિણમતા થકા શુદ્ધતાની પૂર્ણતા કરીને કેવળજ્ઞાન પ્રગટ
કરે છે.
– નિયમસાર પ્રવચનો : ગા. ૩૯
પ્રભુતા
અહો! આત્માનો પોતાનો સ્વભાવ જ પ્રભુ છે, મહિમાવાળો છે. જીવે
પોતાના સ્વભાવની પ્રભુતા કદી હોંશથી સાંભળી નથી અને સ્વીકારી નથી. જો
જ્ઞાનીઓ પાસેથી સાંભળીને એકવાર પણ પોતાની પ્રભુતાનો મહિમા ઓળખે તો
પોતે પ્રભુ થયા વગર રહે જ નહિ. જીવ જ્યાં ગયો ત્યાં તેણે પુણ્યની અને
પરાશ્રયની વાત સાંભળી છે ને તેમાં ધર્મ માન્યો છે. પણ તે પુણ્ય તો ક્ષણિક વિકાર
છે, તે સિવાયનો ત્રિકાળી ચિદાનંદ આત્મા છે, તેને લક્ષમાં લેવો તે સમ્યગ્દર્શન છે.
જુઓ તો ખરા! પોતે જ પરમાત્મા છે, તેને તો માનતો નથી અને બહારમાં ભટકે
છે. આચાર્ય ભગવાન ફરમાવે છે કે મુમુક્ષુઓને પોતાના પરમાત્માને છોડીને બીજી
કોઈ વસ્તુ ઉપાદેય નથી. અત્યારે જ હું કૃતકૃત્ય પરિપૂર્ણ છું, મોક્ષદશા નથી ને પ્રગટ
કરું –એવા બે પ્રકારો મારા એકરૂપ સ્વરૂપમાં પડતા નથી;–આવી અંર્તદ્રષ્ટિ વગર
જીવનું કલ્યાણ થાય નહિ.
– નિયમસાર પ્રવચનો : ગા. ૩૮

PDF/HTML Page 4 of 21
single page version

background image
અરિહંત
સિદ્ધ
આચાર્ય
ઉપાધ્યાય
સાધુ
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૩ :
શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોને
નમસ્કર

(૧) સુર–અસુર–નરપતિ વંદ્યને, પ્રવિનષ્ટ ઘાતિકર્મને,
પ્રણમન કરું હું ધર્મકર્તા તીર્થ શ્રીમહાવીરને. ૧.
,
મુનિ જ્ઞાન–દ્રગ–ચારિત્ર–તપ–વીર્યાચરણ સંયુક્તને. ૨.
(૩) તે સર્વને સાથે તથા પ્રત્યેકને પ્રત્યેકને,
વંદું વળી હું મનુષ્યક્ષેત્રે વર્તતા અર્હંતને. ૩.
(૪) અર્હંતને, શ્રીસિદ્ધનેય નમસ્કરણ કરી એ રીતે,
ગણધર અને અધ્યાપકોને, સર્વ સાધુસમૂહને; ૪.
(૫) તસુ શુદ્ધદર્શનજ્ઞાન મુખ્ય પવિત્ર આશ્રમ પામીને,
પ્રાપ્તિ કરું હું સામ્યની, જેનાથી શિવ પ્રાપ્તિ બને. ૫.
(૬) –એ રીત પ્રણમી સિદ્ધ, જિનવર વૃષભ, મુનિને ફરી ફરી,
શ્રામણ્ય અંગીકૃત કરો, અભિલાષ જો દુઃખ મુક્તિની. ૨૦૧.
* * * * *
(૭) જે જાણતો અર્હંતને ગુણ, દ્રવ્ય ને પર્યયપણે,
તે જીવ જાણે આત્મને, તસુ મોહ પામે લય ખરે. ૮૦.
(૮) અર્હંત સૌ કર્મો તણો કરી નાશ એ જ વિધિ વડે,
ઉપદેશ પણ એમ જ કરી, નિર્વૃત થયા; નમું તેમને. ૮૨.
* * * * *
(૯) શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને,
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯.
(૧૦) રે! શુદ્ધને શ્રામણ્ય ભાખ્યું, જ્ઞાન દર્શન શુદ્ધને,
છે શુદ્ધને નિર્વાણ, શુદ્ધ જ સિદ્ધ, પ્રણમું તેહને. ૨૭૪.
– પ્રવચનસાર.

PDF/HTML Page 5 of 21
single page version

background image
: ૪ : આત્મધર્મ : કારતક : ૨૦૦૬
સત્ય વસ્તસ્વરૂપ

જે કદી ન ફરે એવું સાચું આત્મસ્વરૂપ શું છે? તે જ કહેવાય છે. ત્રણકાળ ત્રણલોકમાં સત્ય વસ્તુસ્વરૂપને
ફેરવી શકે એવો કોઈ પ્રાણી નથી. સત્યને કોઈ જીવ ઊંધી રીતે માને તો તેથી તે જીવને પોતાના ભાવમાં ઊંધાઈ
થાય, પણ કાંઈ ત્રિકાળી સત્ સ્વભાવ ફરી જાય નહિ. પોતાના ત્રિકાળ એકરૂપ સત્ સ્વભાવને સ્વીકારવો તે
મોક્ષનો પંથ છે. ક્ષણિક ભાવોરૂપે પોતાને ન સ્વીકારતાં, પૂરા ગુણસ્વભાવે સ્વીકારીને, તે પૂરો સ્વભાવ જ ગ્રહણ
કરવા યોગ્ય છે. અત્યંત નિકટભવ્ય જીવોએ એટલે કે અલ્પકાળમાં સિદ્ધ થનારા જીવોએ, પોતાના આત્માને
નમાલો પરાધીન–વિકારી કે અધૂરો માનવો નહિ પણ પૂર્ણ પરમાત્મ સ્વરૂપ હું છું–એમ શ્રદ્ધા કરીને તેનો જ
આદર કરવો–તેમાં જ લીન થવું. પૂર્ણદશા પ્રગટ થયા પહેલાંં અવસ્થામાં રાગાદિ વિકાર હોય, તેના હોવાપણાની
ના નથી, પરંતુ તે રાગના આદરથી ધર્મ થતો નથી. ધર્મી જીવની દ્રષ્ટિ તે રાગ ઉપર કે અપૂર્ણતા ઉપર હોતી
નથી. શુભરાગ કરતાં કરતાં તેનાથી પરંપરાએ ધર્મ થશે, –એમ જે માને છે તે જીવ રાગને ઉપાદેય માને છે પણ
રાગરહિત શુદ્ધ જ્ઞાનસ્વભાવને ઉપાદેય માનતો નથી, તેથી તે મિથ્યાદ્રષ્ટિ જ છે. જ્ઞાનીઓ પોતાના સહજ શુદ્ધ
આત્મતત્ત્વની દ્રષ્ટિમાં રાગને સ્વીકારતા જ નથી; તેથી તેમને તે રાગ હોય તે હેયબુદ્ધિથી છે. ‘મારે મારું શુદ્ધ
સ્વરૂપ જ ઉપાદેય છે, શુભરાગ થાય તે મારું કર્તવ્ય નથી’ એવી ધર્મદ્રષ્ટિને લીધે ધર્મી જીવને શુદ્ધ સ્વભાવ તરફ
જ પરિણમન વધતું જાય છે અને રાગાદિ અશુદ્ધતા ટળતી જાય છે. શુદ્ધ આત્માની શ્રદ્ધા કોઈ પુણ્ય ભાવવડે થઈ
શકતી નથી પણ શુદ્ધભાવથી જ થાય છે. પોતાના શુદ્ધ સ્વભાવનો નિશ્ચય કરે તો શુદ્ધભાવ પ્રગટે ને મુક્તિ થાય.
આત્મામાં શુભરાગ કરતાં કરતાં ધર્મ થશે–એમ માનનાર જીવને વીતરાગસ્વભાવનો આદર નથી પણ
રાગનો આદર છે, તે વીતરાગનો ભક્ત નથી, મિથ્યાદ્રષ્ટિ છે. જેણે વિકારને કર્તવ્ય માન્યું તે જીવ પાખંડી–અધર્મી
છે. પુણ્ય કરવાથી ધર્મમાં આગળ વધી શકાતું નથી પણ પુણ્યરહિત શુદ્ધ આત્મસ્વભાવ છે તેની પહેલાંં શ્રદ્ધા
કરવાથી જ આગળ વધી શકાય છે. સ્વભાવનો આદર અને આશ્રય કરતાં કરતાં જ વીતરાગતા ને કેવળજ્ઞાન
થાય છે. ચિદાનંદ સ્વભાવની શ્રદ્ધા જ આગળ વધવાનો મૂળ ઉપાય છે. જે રાગ થાય તે વીતરાગતાનો માર્ગ
નથી, વસ્તુનો ધર્મ નથી. શ્રી તીર્થંકર ભગવંતોએ પોતાના પરમ આત્મસ્વભાવને ઓળખીને તેના જ આશ્રયથી
પૂર્ણ મુક્તદશા પ્રગટ કરી છે જે અનાદિ સ્વભાવ માર્ગ છે તે માર્ગને અનુભવીને પોતે પૂર્ણ થયા અને
દિવ્યધ્વનિદ્વારા તે માર્ગ જગતને દેખાડયો. અનંતકાળમાં ગમે ત્યારે એક આ જ માર્ગથી મુક્તિ પમાય છે.
‘આત્માનો જે યથાર્થ સ્વભાવ છે તે ન સમજાય માટે પહેલેથી જે કરીએ છીએ તે જ કર્યા કરો’ –એમ
અજ્ઞાનીઓ માને છે, તેનો અર્થ એ થયો કે અનાદિથી જે અજ્ઞાનભાવ કરતો આવે છે તે જ ચાલુ રાખવો છે ને
સ્વભાવ સમજવો નથી; અનાદિથી જે રીતે સંસારમાં રખડયો છે તે જ રીતે સંસારમાં રખડયા કરવું છે. ભાઈ રે!
અનાદિથી જે ભાવો કરી કરીને તું સંસારમાં રખડે છે તેનાથી તદ્ન જુદી જાતનો ધર્મનો માર્ગ છે. માટે તે સમજ, તો
તારો ઉદ્ધાર થાય. જે ઉપાય છે તે જાણ્યાં વગર સત્ય માર્ગ હાથ આવશે નહિ.
[–નિયમસાર પ્રવચનો : ગા. ૩૮]
માતાજીને સંદેશ
[ભરત ચક્રવર્તીના નાની ઉંમરના પુત્રને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને
દીક્ષા લેવા માટે જાય છે ત્યારે માતા ઉપર સંદેશ મોકલે છે.]
* * *
હે વીર જનની! પુત્ર તારો જાય છે મોક્ષધામમાં, નહિ માત બીજી
ધારશે, ધારો ન શંકા લેશ ત્યાં. મારા વિયોગે માત! તુજને ચોધાર આંસુ
આવશે, પણ વીર તારો પુત્ર આ વીતરાગતા અપનાવશે. મુમુક્ષુતાને
દાખવી ધીર–વીર થઈને ઠરશું, ત્રિકાળજ્ઞાની તુરત થઈને સિદ્ધ પદને
પામશું. એ વાત જાણી માત મારી! આનંદ ઉરમાં લાવજે, દાદા તણા
દરબારમાં ‘“કાર’ સૂણવા આવજે.
–બાળકોના સંવાદમાંથી, લાઠી.

PDF/HTML Page 6 of 21
single page version

background image
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૫ :
બોટાદમાં પૂ: ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન માહ વદ ૮ રવિવાર તા. ૨૦–૨–૪૯
પદ્મનંદીપંચવિંશતી: સદ્બોધ ચંદ્રોદય અધિકાર [ગાથા ૮ મી]

દરેક આત્મા સુખને શોધે છે. શરીરમાંથી, સ્ત્રીમાંથી, લક્ષ્મીમાંથી સુખ શોધે છે, ક્રોધ કરીને કે બીજાને
દુઃખ દઈને પણ પોતે સુખી થવા માગે છે, શરીર છોડીને એકલો રહીને પણ સુખી થવા માગે છે. ગમે ત્યાં સુખ
હોય ત્યાંથી તે લેવા માગે છે. અજ્ઞાની જીવ સુખ માટે અનાદિથી બહારમાં ફાંફા મારે છે, જાણે કે પોતામાં તો
સુખ હોય જ નહિ! સુખ ગોતતાં ગોતતાં છેવટે શરીર જતું કરી નાંખે છે; તો હવે એવું સુખ ક્યાં છે? કે જે શરીર
વગર પણ થાય! બધું મૂકીને આત્મામાં જ સુખ છે–એવું તેને ભ્રાંતિમાં પણ અવ્યક્તપણે આવી જાય છે. શરીર
છોડીને પણ જો આપદા ટળીને સુખી થવાતું હોય તો તે સુખ લેવા માગે છે, તેનો અર્થ એમ થયો કે શરીર વગર
પણ સુખ હોય છે; શરીરમાં સુખ નથી, તો પછી સ્ત્રી, લક્ષ્મી વગેરેમાં સુખ ક્યાંથી હોય?
જીવ શરીરાદિ બધું જતું કરીને પણ સુખ લેવા માગે છે એટલે ક્યાંક સુખ તો છે–એવી એને શ્રદ્ધા છે,
અને શરીરાદિ બધું જતું કરીને પણ સુખ લેવા માગે છે, હવે શરીરાદિ બધું જતું કરતાં તો એકલો આત્મા રહે છે
એટલે અજ્ઞાનપણે પણ ‘આત્મામાં જ સુખ છે’ એવી તેને અવ્યક્તપણે ગંધ તો રહે છે.
કોઈ કહે કે લાડવામાં સુખ છે. તો ત્રણ લાડવા કરતાં ૩૦ લાડવામાં દસગણું સુખ થાય. પણ ત્રણ
લાડવા ખાઈને પછી કહે છે કે બસ, હવે નહિ. જો લાડવામાં સુખ હોય તો તેમાં “હવે નહિ” એમ ન થાય.
વળી જો પૈસામાં સુખ હોય તો એક હજારની મૂડીવાળા કરતાં એક લાખની મૂડીવાળો સો ગણો સુખી હોવો
જોઈએ, ને કરોડોની મૂડીવાળો તેનાં કરતાંય સો ગણો સુખી હોવો જોઈએ. પણ એમ તો દેખાતું નથી. કેમકે
પૈસામાં સુખ નથી.
ચૈતન્યની સત્તામાં જ સુખ છે. જે પરમાંથી સુખને શોધે છે તેના પોતામાં જ સુખ છે. જો તેના પોતામાં
સુખ સ્વભાવ ન હોય તો તે બહારમાં સુખ ન શોધે. પોતાની ચૈતન્યસત્તામાં સુખ છે, ને તેનું સાધન પણ પોતામાં
છે. સુખનું સાધન બહારમાં નથી. ચૈતન્યસત્તામાં આનંદસ્વભાવ ભર્યો છે, તેને ભૂલીને અજ્ઞાની જીવ પુણ્ય–પાપ
વિકારને પોતાનું સ્વરૂપ માને છે. અને બહારમાં સુખનું સાધન માને છે તે અધર્મ છે, દુઃખ છે. શરીર–મન–વાણી કે
પર પદાર્થના સાધનથી મને ધર્મ થાય તે માન્યતા અધર્મ છે. પરાધીનતામાં સ્વપ્નેય સુખ નથી. જ્ઞાનસ્વભાવી
આત્મામાં સુખ છે, છતાં સુખ માટે જેણે પરના અવલંબનની જરૂર માની તેને સ્વના અવલંબનનો એટલે કે
સ્વાધીનતાનો અભાવ થાય છે, ને પરાધીનતા થાય છે. પરાધીનતા એ જ દુઃખ છે. દુઃખ છે તે સુખ ગુણની
વિપરીત અવસ્થા છે. જીવની દશામાં દુઃખ છે તે એમ સાબિત કરે છે કે તેમાં ત્રિકાળ સુખગુણ છે. લાકડામાં ક્રોધ
નથી કેમકે તેમાં ક્ષમાગુણ નથી. જીવને રાગ–દ્વેષની વૃત્તિના કારણે જે દુઃખ છે તે ત્રિકાળ સુખગુણની વિકૃત
અવસ્થા છે. તે વિકૃતિ ક્ષણિક છે, તેટલો જ આત્માનો સ્વભાવ નથી. આત્માનો ત્રિકાળી સ્વભાવ અવિકૃત છે.
તેનું જેને ભાન નથી તે જીવ પરાવલંબી ભાવ કરીને સ્વાવલંબી ચૈતન્યને ભૂલે છે, તે અધર્મ છે. આત્માના
સ્વાધીન ચૈતન્યસ્વભાવમાં સુખ છે, તેને ઓળખે તો ધર્મ થાય છે. ધર્મ કહો કે સુખ કહો. ધર્મ અત્યારે કરે અને
સુખ પછી થાય–એમ નથી. પણ ધર્મ રોકડીયો છે. જે ધર્મ કરે તેને તે જ વખતે સુખનો અનુભવ થાય છે.
આત્માનો જ્ઞાન સ્વભાવ છે; જ્ઞાનનો સ્વભાવ બધાને જાણે એવો છે. પણ જે જ્ઞાન આત્મા સિવાય બીજા
પદાર્થના અવલંબનમાં અટકીને જાણે તે જ્ઞાન પૂરું જાણતું નથી. બીજાના અવલંબને તો ચૈતન્યનું જ્ઞાન ન ખીલે,
પણ અહીં તો આચાર્ય ભગવાન કહે છે કે મનના અવલંબને જે જ્ઞાન ખીલે તે જ્ઞાન પણ ચૈતન્ય સ્વભાવમાં
પ્રવેશતું નથી. જ્ઞાન અરૂપી છે, મન તો રૂપી જડ છે.

PDF/HTML Page 7 of 21
single page version

background image
: ૬ : આત્મધર્મ : કારતક : ૨૦૦૬ :
ગમે તેટલું જ્ઞાન ભેગું થાય પણ તેમાં જરાય તોલ થતો નથી કેમકે તે અરૂપી છે. વળી ઘણાં વર્ષ પહેલાંંની વાત યાદ
કરવામાં વધારે કાળ લાગતો નથી. જેમ કાલની વાત યાદ કરે, તેમ પચાસ વર્ષ પહેલાંંની વાત પણ ક્ષણમાં યાદ કરે છે,
કેમકે જ્ઞાનનો સ્વભાવ કાળને ખાઈ જવાનો છે. એક સમયમાં ત્રણકાળને જાણી લેવાનો સ્વભાવ છે. આવું પોતાનું
જ્ઞાન સામર્થ્ય છે. વળી પૂર્વે વિકારભાવ કર્યા હોય તેનું વર્તમાનમાં જ્ઞાન કરે છતાં જ્ઞાન સાથે પૂર્વનો વિકાર થતો નથી,
વિકાર તો નવો કરે તો થાય છે, ને ન કરે તો નથી થતો. માટે જ્ઞાનનો સ્વભાવ વિકાર રહિત છે. આ શરીરના વિયોગે
ચૈતન્યસત્તાનો નાશ થઈ જતો નથી, અને વિકારી ભાવોનો નાશ થતાં પણ ચૈતન્યસત્તાનો નાશ થતો નથી; માટે
આત્માની ચૈતન્યસત્તા શરીરથી અને વિકારથી જુદી છે. આત્મા અરૂપી, જ્ઞાનસ્વભાવી ને નિર્વિકારી છે, એવા આત્મામાં
જ સ્વાધીન સુખ છે–એની જ્યાં સુધી ઓળખાણ અને પ્રતીત ન કરે ત્યાંસુધી જીવ સુખના સાચા રસ્તે નથી.
જેમ બાળક લાકડીને ઘોડો માને પણ વીંછી કરડે ત્યારે બેસવાના કામમાં ન આવે, તેમ અજ્ઞાનીઓ પૈસા
વગેરેમાં સુખ માને છે, પણ તેમાં સુખ નથી; કોઈ સંયોગમાંથી સુખ ભોગવી શકાતું નથી. અજ્ઞાનીનું ચિત્ત
સ્વભાવને ભૂલીને બહારમાં જ લાગ્યું રહે છે પણ અંતરમાં વળતું નથી. અજ્ઞાનીનું મન અનાદિથી બહારમાં કેમ
ભમે છે? અંતરમાં કેમ વળતું નથી? તેના ઉત્તરરૂપે આચાર્યદેવ અલંકારથી કહે છે કે જો મન અંતર સ્વભાવમાં
વળે તો મનનું મૃત્યુ થઈ જાય છે. તેથી ‘મન’ને એમ થાય છે કે ‘જો હું અંતર સ્વરૂપમાં વળીશ તો મારું મૃત્યુ
થઈ જશે.’ માટે મૃત્યુના ભયથી તે બહાર જ ભટકે છે. આશય એ છે કે હે જીવ! પહેલાંં તો અંતર સ્વભાવમાં
વળીને શ્રદ્ધા કર કે મનના અવલંબને મને લાભ થતો નથી. એમ શ્રદ્ધા કરીને મનને થોથું બનાવી દે. પહેલાંં
અંતરમાં વળીને ‘પરાવલંબનથી લાભ થાય’ એવી માન્યતાનો નાશ કર્યો પછી જ્ઞાનીને અસ્થિરતાથી મનનું
અવલંબન આવે તેને શ્રદ્ધાના જોરે થોથું બનાવી દે છે. જેનાથી ભય પામે તેની પાસે જાય નહિ, તેમ અંતર
સ્વભાવમાં વળતાં ‘મન’ને મૃત્યુનો ભય છે તેથી તે બહાર ભટકે છે પણ અંતરમાં વળતું નથી. એટલે અહીં
અલંકારથી આચાર્યદેવે એમ કહ્યું કે આત્માનો સ્વભાવ મનથી પાર છે, મનનું અવલંબન પણ આત્માને નથી.
આત્માનો સ્વભાવ ભૂલીને તેને પરાવલંબન માન્યું છે તે માન્યતા જ સંસાર છે. આત્માનો સંસાર
બહારમાં શરીર–સ્ત્રી વગેરેમાં નથી; જો શરીરાદિમાં આત્માનો સંસાર હોય તો તો, મરતાં તેને મૂકીને ચાલ્યો
જાય છે તેથી, તેનો સંસાર જ છૂટી જાય.
હે ભાઈ! આ શરીર તારી ચીજ નથી. તે તો બળીને રાખ થઈ જશે. શીંગડું ઝાલીને મોટા સાંઢને ઊભો
રાખી દે એવી તાકાત શરીરમાં હોય ને ક્ષય રોગ થઈ જતાં શ્વાસ લેવાની પણ શક્તિ ન રહે. એ તો શરીરની
હાલત છે; તે શરીર તારી ચીજ નથી અંતરમાં તારી ચૈતન્યસત્તા છે તેને સંભાળ. એક સેકંડ પણ ચૈતન્યસત્તાને
ઓળખીને સમ્યક્ભાન પ્રગટ કરે તો ક્રમે–ક્રમે સંસાર ટળીને મુક્તિ થયા વિના રહે નહિ. ભાઈ, વાતની ના
પાડીને તું ક્યાં જઈશ? ક્યાં તારા ઉતારા થશે? “હું નથી” એમ ના પાડવામાં ય ‘હા’ આવી જાય છે. કેમકે ‘હું
નથી’ એમ કોણે જાણ્યું? ‘હું નથી’ એવો નકાર કોની સત્તામાં આવ્યો? માટે ‘હું નથી’ એમ કહેવામાં જ ‘હું છું’
એમ સિદ્ધ થઈ જાય છે.
ન્ત્ત્ ર્
અહો! આત્મતત્ત્વની સાચી વાત સાંભળવા મળવી દુર્લભ છે. જેમ ગોળની ને
અનાજ વગેરેની દુકાનો તો ગામમાં ઘણી હોય અને તેના લેનારા પણ ઘણા હોય,
પરંતુ સાચા હીરાની દુકાન તો કોઈક જ હોય અને હીરા લેનારા પણ થોડા જ હોય.
તેમ આ ચૈતન્યતત્ત્વની વાત મોંઘી છે. પુણ્ય વગેરેમાં ધર્મ માનવાની વાત તો જગતમાં
સર્વત્ર ચાલે છે અને તે વાત માનનારા ઘણા જીવો હોય છે, પણ શુદ્ધ ચૈતન્યતત્ત્વની
વાત જગતમાં બધે હોતી નથી અને તેને સમજનારા પણ વિરલ જીવો હોય છે જેને
પોતાના આત્માનું હિત કરવું હોય–કલ્યાણ કરવું હોય ને અનંત જન્મ–મરણના
દુઃખોથી છૂટીને મુક્તિ મેળવવી હોય તેને આવો આત્મસ્વભાવ સમજ્યે જ છૂટકો છે.
પોતાના સહજ શુદ્ધ આત્માને સમજીને–શ્રદ્ધીને તેમાં ઠરવું તે જ મુક્તિનો ઉપાય છે.
જેઓ આત્મતત્ત્વને નથી સમજ્યાં એવા અજ્ઞાની જીવોને સમજાવવા માટે
આચાર્યદેવે પ્રયત્ન કર્યો છે; માટે મને ન સમજાય એમ માનીને સત્નો પ્રયત્ન છોડી
દેવો નહિ.
– નિયમસાર ગા. ૩૮ ઉપરના વ્યાખ્યાનમાંથી

PDF/HTML Page 8 of 21
single page version

background image
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૭ :
પ્રભુ! તારી ચૈતન્યસત્તાને પરનું અવલંબન નથી. તારા ધર્મનો આધાર તારી ચૈતન્યસત્તા છે. તારા ધર્મનો
આધાર શરીર નથી, તારા ધર્મનો આધાર મન નથી, પુણ્ય–પાપ નથી; અંતરમાં ચૈતન્યસ્વભાવ છે તેની પ્રતીતથી જ
ધર્મ થાય છે. ભાઈ! તેં તારા સ્વાવલંબી ચૈતન્યસત્તાની કદી પ્રતીત કરી નથી. ચૈતન્યસત્તા એવી નથી કે તેની શ્રદ્ધા
માટે પરનું અવલંબન હોય! નિર્લેપ ચૈતન્યસત્તા શુદ્ધ છે તેની પ્રતીત મનના અવલંબને થતી નથી, આવી પોતાના
ચૈતન્ય ભગવાનની સત્તાને ભૂલીને અનાદિથી પરમાં સુખ માની રહ્યો છે, તે માન્યતા હવે છોડ. તો તારો સંસાર
ટળે ને સાચું સુખ પ્રગટે.
જો ચૈતન્યસત્તામાં વળીને ત્યાં એકાગ્ર થાય તો તો મન મરી જાય છે, અર્થાત્ મનનું અવલંબન છૂટી જાય છે.
મનને મૃત્યુનો ભય છે તેથી તે ચૈતન્યસ્વભાવમાં લીન થતું નથી. ‘જો હું પરમાત્મસ્વરૂપમાં લીન થઈશ તો તો મારું મૃત્યુ
થઈ જશે’ –એમ મૃત્યુના ભયને લીધે મન આત્મામાં ઠરતું નથી ને બહારમાં ભમે છે. એક વાર પણ જો મનનું અવલંબન
છોડીને આત્માના સ્વભાવમાં વળે તો જન્મમરણનો નાશ થઈને મુક્તિ થાય છે. ને મનવગરનો મુક્ત થઈ જાય. જો
મનથી પાર ચૈતન્યસ્વરૂપ આત્માનો મહિમા જાણીને તેમાં ઠરે તો મનના સંકલ્પવિકલ્પનો નાશ થઈ જાય ને આત્માને
પરમાત્મ દશા પ્રગટ થઈ જાય. પહેલાંં સત્સમાગમે જ્ઞાનસ્વભાવી આત્માની ઓળખાણ કરવી જોઈએ.
સુખનો દરિયો ચૈતન્યપ્રભુ છે, ને દુઃખ છે તે ક્ષણિક વિકાર છે; મનના અવલંબનથી પણ તે વિકાર ટળતો નથી,
અંદરમાં ચૈતન્યસત્તા સુખથી ભરપૂર છે તેના અવલંબને ધર્મની શરૂઆત થાય છે ને વિકાર ટળે છે. અંતરમાં શરીરાતીત–
મનાતીત–વચનાતીત–ને વિકારાતીત ચૈતન્યસત્તા છે તેની શ્રદ્ધાને કોઈનું અવલંબન નથી, પહેલાંં એનો વિશ્વાસ આવવો
જોઈએ, ચૈતન્ય સત્તાના વિશ્વાસથી જ ધર્મની શરૂઆત થાય છે. જ્યાંસુધી ચૈતન્યની શ્રદ્ધાને નિરાલંબી ન બનાવે અને
જ્ઞાનને રાગ વગરનું ન બનાવે ત્યાંસુધી ધર્મની શરૂઆત થતી નથી. માટે હે જીવ! સ્વાભાવિક ચૈતન્યની શ્રદ્ધા કર, તેનું
જ્ઞાન કર. આનંદકંદ આત્માની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં એકાગ્રતા કરવી તે જ ધર્મની ક્રિયા છે, એ સિવાય બીજી કોઈ ધર્મની
ક્રિયા નથી. આવી ધર્મની ક્રિયા તે જ આત્માના સાચા સુખનો ઉપાય છે.
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
ભાદરવા સુદ ૫ ને રવિવારના રોજ ભાઈશ્રી મલુકચંદ છોટાલાલ ઝોબાળીયા
(અમદાવાદ) તથા તેમનાં ધર્મપત્ની સમતાબેન –એ બંનેએ, તેમજ ભાઈશ્રી ખીમચંદ છોટાલાલ
ઝોબાળીયા (સોનગઢ) તથા તેમના ધર્મપત્ની કસુંબાબેન –એ બંનેએ પરમ પૂજ્ય સદ્ગુરુદેવશ્રી
પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા અંગીકાર કરી છે; બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા લેનારા સર્વેને અભિનંદન!
[નોંધ:] આત્મધર્મના ગયા અંકમાં ત્રણ ભેટ પુસ્તક સંબંધી જે વિગત જણાવી છે
તેમાં સમ્યગ્દર્શન નામનું ત્રીજું પુસ્તક ચૂડાવાળા શેઠશ્રી ગોકળદાસ શીવલાલ તરફથી તેમના
સ્વર્ગસ્થ પુત્રના સ્મરણાર્થે આત્મધર્મના ગ્રાહકોને ભેટ આપવાનું છે.
[ઉપર્યુક્ત બ્રહ્મચર્ય
સંબંધી તેમજ આ, –બંને વિગતો ગયા અંકમાં છાપવી રહી ગઈ, તે માટે જિજ્ઞાસુ વાંચકો
ક્ષમા કરે.
–પ્રકાશક.]
બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા
સરદાર શહેર (મારવાડ)ના શેઠશ્રી શુભકરણ દીપચંદજી શેઠિયાએ, ભાદરવા વદ પ
ના રોજ પૂ. ગુરુદેવશ્રીના આહારદાનનો પ્રસંગ પોતાને ત્યાં થયો તે પ્રસંગે, સોનગઢમાં પૂ.
ગુરુદેવશ્રી પાસે આજીવન બ્રહ્મચર્ય પ્રતિજ્ઞા (તેમના ધર્મપત્નીની સંમતિપૂર્વક) અંગીકાર કરી
છે. તેમની ઉંમર ૩૪ વર્ષની છે. આ કાર્ય માટે તેમને અભિનંદન ઘટે છે.
– સુધારો –
આત્મધર્મ અંક ૭૨ પૃ. ૨૧૨ કોલમ ૩ લાઈન ૧૫–૧૬ મા “તે–માતાએ જન્મ આપ્યો
ત્યારથી–” એમ છે તેને બદલે “તે–જેવા માતાએ જન્મ્યા તેવા–” આમ સુધારીને વાંચવું.

PDF/HTML Page 9 of 21
single page version

background image
ઉમરાળામાં પૂ. ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન
વીર સં. ૨૪૭૫ માહ સુદ ૧૩
ભાઈ રે, અનાદિથી જે ભાવો કરી કરીને તું સંસારમાં રખડે છે તેનાથી તદ્ન
જુદી જાતનો ધર્મનો માર્ગ છે. માટે તે સમજ, તો તારો ઉદ્ધાર થાય. જે ઉપાય છે તે
જાણ્યાં વગર સત્ય માર્ગ હાથ આવશે નહિ. (શ્રી નિયમસાર પ્રવચનો)
: ૮ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
ભવભમણન ભય
સાચું તત્ત્વ શું છે? તેની આ વાત ચાલે છે, આત્મા પોતાના સ્વભાવને ભૂલીને અનંતકાળથી ચોરાશી લાખની
યોનિમાં જન્મ ધારણ કરીને રખડે છે. આ શરીર તો નવું છે, ને તે મસાણમાં રાખ થવાનું છે. આત્માના ભાન વિના
એવા અનંત શરીર થઈ ચૂક્યાં, અને આત્માનું ભાન નહિ કરે તેને હજી અનંત શરીર ધારણ કરવા પડશે.
‘અરેરે! ક્યાં સુધી મારે આ જન્મમરણ કરવાં? આ ભવભ્રમણનો ક્યાંય આરો છે કે નહિ?’ એમ જ્યાં
સુધી ચોરાશીના અવતારનો ભય ન થાય ત્યાંસુધી આત્માની પ્રીતિ થાય નહિ. ‘ભય વિના પ્રીતિ નહિ’ એટલે
ભવભ્રમણનો ભય થયા વિના આત્માની પ્રીતિ થાય નહિ. સાચી સમજણ તે જ વિસામો છે, અનંતકાળથી
સંસારમાં રઝળતાં ક્યાંય વિસામો મળ્‌યો નથી. સાચી સમજણ કરવી તે જ આત્માનો વિસામો છે.
એક સર્પને દેખતાં કેટલો બધો ભય પામે છે? કેમકે શરીર ઉપર મમત્વ અને પ્રીતિ છે. અરે પ્રાણી! એક
શરીર ઉપર સર્પના ડંશનો આટલો ભય છે, તો અનંત જન્મમરણનો ભય કેમ નથી? આત્માની સમજણ વગર
અનંત અવતારના દુઃખ ઊભાં છે તેનો કેમ ભય નથી? આ ભવ પૂરો થયો ત્યાં જ બીજો ભવ તૈયાર છે–એમ
એક ઉપર બીજો ભવ અનંતકાળથી કરી રહ્યો છે. આત્મા પોતે સાચી સમજણ ન કરે તો જન્મ–મરણ અટકે નહિ.
અરેરે, ચોરાશીના અવતારનો જેને ડર નથી તે જીવ આત્મા સમજવાની પ્રીતિ કરતો નથી. અરે, મારે હવે
ચોરાશીના અવતારમાં રખડવાનું કેમ અટકે–એમ અંદરમાં ભવભ્રમણનો ભય લાગે તો આત્માની દરકાર કરીને
સાચી સમજણનો પ્રયત્ન કરે, આ જીવ કરોડો રૂપિયા પેદા કરે તેવો શેઠિયો અનંતવાર થયો, અને ઘરે ઘરે ભીખ
માગીને પેટ ભરનારો ભિખારી પણ અનંતવાર થયો. આત્માના ભાન વગર પુણ્ય કરીને મોટો દેવ અનંતવાર
થયો ને પાપ કરીને નારકી પણ અનંતવાર થયો, પણ હજી ભવભ્રમણનો થાક લાગતો નથી. આચાર્યદેવ કહે છે
કે ભાઈ! ‘હવે મારે ભવ જોતા નથી’ –એમ જો તને ભવભ્રમણનો થાક લાગ્યો હોય તો સત્સમાગમે આત્માની
પ્રીતિ કરીને તેને સમજ. એ સિવાય કોઈ શરણ નથી.




સાચી સમજણ મુખ્યપણે મનુષ્યપણામાં જ મળે છે. એવો મનુષ્યભવ બહુ દુર્લભ છે. માનવપણું તો
આત્માની સમજણ કરવાથી જ સાર્થક છે. લોકો કહે છે “ચાલો ભાઈ, મેળો જોવા, આ મનખો (મનુષ્યભવ)
ફરીથી નહિ મળે માટે ચાલો મેળામાં.” અરે ભાઈ! શું મેળા જોવા સારું આ માનવપણું મળ્‌યું છે? અહો!
અજ્ઞાની જીવો આ મનુષ્યપણું પામીને વિષયભોગોમાં સુખ માનીને અટકી જાય છે. જેમ બાળક પેંડા ખાતર
લાખેણો હાર આપી દે, તેમ અજ્ઞાની જીવ પુણ્ય–પાપ અને વિષય ભોગના સ્વાદ પાસે ચૈતન્યરૂપી અમૂલ્ય હારને
વેચી દે છે! મોંઘા મનુષ્યપણામાં આત્માની સમજણ કરવાને બદલે વિષયભોગમાં જીવન ગુમાવી દે છે.
આત્માની રુચિ અને મીઠાશ છોડીને જે જીવ પૈસા અને શરીર તથા ભોગની રુચિ અને મીઠાશ કરે છે તે
જીવ આત્મસ્વભાવનું ખૂન અને ભાવમરણ કરે છે. એવા ભાવમરણને ટાળવા માટે કરુણા કરીને શ્રી આચાર્યદેવે
આ રચના કરી છે. ક્ષણિક વિકારને પોતાનો માનીને આત્મસ્વભાવનો અનાદર કરવો તે ભાવમરણ છે–મૃત્યુ છે.
અમર એવો આત્મસ્વભાવ છે, તેને ઓળખે તો ભાવમરણ ટળે. માટે હે ભાઈ, જો તને ભવનાં દુઃખોનો ડર હોય
તો આત્માને સમજવાની પ્રીતિ કર. જન્મ–મરણના અંતની વાત અપૂર્વ છે, મોંઘી છે. સમજવાની ધગશ જાગે
તેને સમજાય તેવી સહેલી છે.
જેમ કુંવારી દીકરી બાપના ઘરને પોતાનું માને અને તેની મૂડીને પોતાની કહે, પણ જ્યાં બીજે સગપણ
કર્યું ત્યાં તરત જ માન્યતા ફરી કે આ ઘર ને આ મૂડી મારી નહિ, જ્યાં સગાઈ કરી છે તે ઘર ને તે વર મારા;
જુઓ માન્યતા ફરતા કેટલી વાર લાગી? તેમ

PDF/HTML Page 10 of 21
single page version

background image
: કારતક : ૨૦૦૬ આત્મધર્મ : ૯ :
અનાદિથી સંસારમાં રખડતો રખડતો જીવ શરીરને જ પોતાનું ઘર માની બેઠો છે, પણ જ્યાં જ્ઞાનીએ સમજાવ્યું કે
‘સર્વ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય’ –બધા આત્મા પોતાના સ્વભાવથી સિદ્ધ જેવા છે, –આવી રુચિ અને
જ્ઞાન થયું ત્યાં ફડાક રુચિ ફરી ગઈ કે આ પુણ્ય–પાપ કે શરીર તે મારું નહિ, હું તો સિદ્ધ જેવો છું. સિદ્ધપણું તે
મારું સ્વરૂપ છે.
જેમ સગપણ પછી ચાર–પાંચ વર્ષ બાપના ઘરે રહે તોપણ લક્ષ તો સાસરે જ છે. તેમ જ્યાં
આત્મસ્વભાવનું ભાન થયું ત્યાં સિદ્ધસાથે સગપણ થયું, હવે થોડો વખત ત્રણ ચાર ભવ સંસારમાં રહે તોપણ
ધર્મીનું લક્ષ બદલી ગયું છે. સિદ્ધ જેવો સ્વભાવ તે હું છું ને આ હું નથી–એમ અંદર દ્રષ્ટિ ફરી ગઈ છે. આ અંતરની
અપૂર્વ વાત છે. તદ્ન સહેલી રીતે કહેવાય છે. બીજી વાત તો આખી જિંદગી સાંભળી હોય, પણ આ આત્માને
અપૂર્વ વાત છે તે ભાગ્યે જ સાંભળવા મળે છે. પ્રભો, તેં તારા આત્માની વાત કદી પ્રીતિથી સાંભળી નથી.
અંતરમાં વિચાર કરો કે આત્માનો પ્રેમ કેટલો છે? અને બાયડી–છોકરાં ઉપર કેટલો પ્રેમ છે? અંદરમાં જે
પુણ્ય–પાપની લાગણી થાય છે તે જ હું–એમ માનીને તેની પ્રીતિ કરે છે પણ આત્મા કોણ છે તેની સમજણ કરતો
નથી. બહારમાં “આ ઠીક ને આ અઠીક” એમ કરીને રોકાય છે પણ આત્માને તો ઓળખતો નથી. ઠીક–અઠીક
કરી કરીને અજ્ઞાની તો સંસારમાં રખડયા કરે છે, ને જ્ઞાની તો પરથી ભિન્ન આત્માને જાણીને નિર્મળ પર્યાય
પ્રગટ કરીને સિદ્ધ થઈ જાય છે.
આ જગતમાં દરેક વસ્તુમાં પોતાના ચતુષ્ટય હોય છે. ભગવાને આ જગતમાં છ દ્રવ્યો જોયાં છે, તે દરેકને
પોતપોતાનાં ચતુષ્ટય હોય છે. ચતુષ્ટય એટલે દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને ભાવ. કળશીયામાં પાણી ભરો તો, જેવો
કળશીયાનો આકાર હોય તેવો પાણીનો આકાર થઈ જાય છે, પણ ત્યાં કળશીયાનો અને પાણીનો આકાર જુદો
છે, કળશીયાનો આકાર કળશીયામાં છે અને પાણીનો આકાર પાણીમાં છે. બંનેનું દ્રવ્ય જુદું છે ને બંનેનું ક્ષેત્ર
પણ જુદું છે. બંનેની વર્તમાન દશા તે તેમનો કાળ છે, ને તેની જાતને ભાવ કહેવાય છે. એવા દ્રવ્ય–ક્ષેત્ર–કાળ ને
ભાવ દરેક વસ્તુમાં હોય છે.
આ સમજ્યાં વિના સમ્યગ્જ્ઞાન થાય નહિ, સમ્યગ્જ્ઞાન વગર આત્મા સાથે સગપણ થાય નહિ અને
સગપણ થયા વગર આત્માની લગની લાગે નહિ, લગની લાગ્યા વગર મુક્તિ થાય નહિ.
જેમ એ આંગળીઓ જુદી જુદી છે, એક આંગળી છે તે બીજી આંગળી નથી. તેમ દરેક વસ્તુઓ જુદી
જુદી છે. દરેક વસ્તુ પોતાના સ્વરૂપથી સત્ છે, ને પરના સ્વરૂપે તે અસત્ છે.
જેમ ઘડિયાળનો સ્વભાવ ટાઈમ આપવાનો છે, પણ તેમાં મીઠાશ આપવાનો સ્વભાવ નથી, તેમ
આત્માનો સ્વભાવ જ્ઞાન કરવાનો છે. તેનો પુણ્ય–પાપ કરવાનો સ્વભાવ નથી. જ્ઞાન કરવા માટે અંદર એકાગ્ર થવું
પડે છે, પણ બહારના ક્ષેત્રમાં લંબાઈને એકાગ્ર થવું પડતું નથી, કેમકે આત્માના જ્ઞાનનું ક્ષેત્ર અંતરમાં છે. અંદરમાં
વળીને આત્માને ઓળખે તો બધા ઉપરથી મમતા ટળી જાય. આત્માને ભૂલીને પરમાં સુખનો આરોપ કર્યો છે,
પણ જો આત્માને ઓળખે તો પોતાનું સાચું સુખ પામે અને પરમાં સુખનો આરોપ કર્યો છે તે ટળી જાય.
જેમ એક આંબાનું મોટું ઝાડ હોય, તેમાં પોપટ ઊંચેથી ઊડીને આવે ને કેરી ખાય, અને કીડી થડ પકડીને
ધીમે ધીમે ઉપર ચડીને કેરી ખાય, પણ બંનેને સ્વાદ તો સરખો જ છે. તેમ કોઈ જ્ઞાની ઝટ પુરુષાર્થ કરીને મોક્ષ
પામી જાય અને કોઈને આત્માની રુચિ હોય ને ધીમે ધીમે સમજે, તે પણ છેવટે મોક્ષ પામે છે. બંનેને આત્માનું
સુખ સરખું છે.
મરણ ટાણે કહે છે કે “હવે જોયા કરો,” પણ ભાઈ. જીવતાં જ એકવાર જોનારો રહે ને! મફતનો
અભિમાન કરે છે તે છોડીને, આત્માના ભાનમાં જોનાર–જાણનાર જ રહે, તો તને આકુળતા ટળીને શાંતિ થાય.
આત્મા પોતાના સ્વભાવથી પૂર્ણ છે, ને પરથી ખાલી છે, ભગવાન આત્મા જ્ઞાનથી ભરેલો છે ને રાગ–
દ્વેષથી ખાલી છે. એવા આત્માનું ભાન કરવું તે સોયમાં દોરો પરોવવા જેવું છે. જેમ દોરો પરોવેલી સોય ઉકરડે
જાય તોપણ ખોવાતી નથી, તેમ જેણે પોતાના આત્મામાં સમ્યગ્જ્ઞાનરૂપી દોરો પરોવ્યો છે, તેને કદાચિત એકાદ
ભવ હોય તોપણ તેનું આત્મભાન ટળતું નથી. ને તે દીર્ઘ સંસારમાં રખડતો નથી. માટે જેને ભવભ્રમણનો ભય
હોય તેણે આ મનુષ્યભવમાં સત્સમાગમ કરીને સાચી સમજણ રૂપી દોરો આત્મામાં પરોવી લેવો. •

PDF/HTML Page 11 of 21
single page version

background image
: ૧૦ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
મહાવીર ભગવાન કઈ રીતે મોક્ષ પામ્યા?
[શ્રી વીર નિર્વાણ કલ્યાણક દિવસે રાજકોટમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન: વીરનિર્વાણ સં. ૨૪૬૯ આસો વદ અમાસ]
આજે માંગળિકનો દિવસ છે. વીર ભગવાનના નિર્વાણ કલ્યાણિકનો આજે દિવસ છે. આજથી
ચોવીસોસિત્તેર વર્ષ ૫હેલાં આ ભરતક્ષેત્રમાં મહાવીર ભગવાન બિરાજતા હતા; તે
મહાવીર ભગવાનનો જન્મ કલ્યાણિક દિવસ ચૈત્ર સુદ તેરસનો થયો હતો. તેમને
૭૨ વર્ષ પૂરા થયા અને નિર્વાણ પામ્યા. તે નિર્વાણ કલ્યાણિકનો આજે દિવસ છે.
શાસ્ત્રની આજે કારતક વદ અમાસ છે. અને અત્યારે અહીંની ચાલુ આસો વદ
અમાસ છે. મારવાડમાં અત્યારે શાસ્ત્ર પ્રમાણે કારતક વદ અમાસ ચાલે છે.
મહાવીર પરમાત્મા પણ જેવા આ બધા આત્મા છે તેવા આત્મા હતા, તે
પણ પહેલાંં ચાર ગતિમાં ભ્રમણ કરતા હતા; તેમાંથી તે ઉન્નતિક્રમમાં ચડતાં ચડતાં
તીર્થંકર થયા. ભગવાન ચાર ગતિમાં હતા તેમાંથી સત્ સમાગમે અનુક્રમે આત્માનું ભાન થયું. જેમ ચોસઠ પોરી
પીપરને પીસતાં પીસતાં તીખી તીખી થતી જાય છે તેમ આત્મામાં પરમાનંદ ભર્યો છે તે પ્રયાસવડે બહાર આવે
છે. તેમ મહાવીર ભગવાનના આત્મામાં પરમાનંદ ભર્યો હતો તે પોતે અનુક્રમે પ્રગટ કરે છે; મન, વાણી, દેહથી
છૂટું તત્ત્વ આનંદમૂર્તિ છું તેમ ભાન કરે છે.
આત્માનો ચેતના સ્વભાવ છે. ચેતના એટલે જાણવું અને દેખવું; તેમાં સંયોગી ભાવ જેટલા થાય તે પર
અપેક્ષાના છે. ચૈતન્યના શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી અંતરથી ખીલવટ થઈને સ્વતંત્રતા
ન પ્રગટે એટલે કે મોક્ષદશા ન પ્રગટે.
હજાર કાચના કટકાની વચ્ચે હીરો પઽયો હોય તે હીરો સંયોગમાં પઽયો છે, તે હીરાની જેને કિંમત લાગે
તે સંયોગમાં પડેલા હીરાની પરીક્ષા કરી હીરાને કાચથી જુદો લઈ લે છે. એમ કર્મના સંયોગ વચ્ચે અનાદિનો
ચૈતન્યમૂર્તિ જ્ઞાન જ્યોત નિરાળો હીરો પઽયો છે, એવા ચૈતન્યસ્વરૂપને જેને પ્રાપ્ત કરવું છે તે સત્સમાગમે
ચૈતન્યમૂર્તિ આત્માની બરાબર ઓળખાણ કરીને શ્રદ્ધા કરી તે સ્વરૂપમાં સ્થિર થઈ મોક્ષદશા પ્રગટ કરે છે. એ
રીતે ચૈતન્યમૂર્તિ હીરાને શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્ર દ્વારા જુદો કરી લે છે.
મહાવીર ભગવાન આ ભવ પહેલાંં દસમા સ્વર્ગમાં હતા. અને ત્યાર પહેલાંં નંદ રાજાના ભવમાં
આત્માના ભાનસહિત ચારિત્ર પાળ્‌યું હતું, નગ્ન દિગંબર મુનિ થયા હતા, તે મુનિપણામાં સ્વરૂપની રમણતામાં
રમતા હતા; ત્યાં તે ભવમાં તેમણે તીર્થંકર નામકર્મ બાંધ્યું હતું. એક પુણ્યનો રજકણ કે એક શુભભાવનો અંશ
ઊઠે તે મારું સ્વરૂપ નથી, તે મારું કર્તવ્ય નથી, એવા ભાનમાં સ્વરૂપની રમણતામાં રમતા હતા. એવી દશાની
ભૂમિકામાં શુભ વિકલ્પ આવે છે કે અરેરે! જીવોને આવા સ્વરૂપનું ભાન નથી. સ્વરૂપ–રમણતામાંથી બહાર
આવતાં એવો વિકલ્પ ઊઠ્યો કે અહા, આવો ચૈતન્યસ્વભાવ! તે બધા જીવો કેમ પામે! ‘સર્વ જીવ કરું
શાસનરસી, એસી ભાવ દયા મન ઉલસી.’ બધા જીવો આવો સ્વભાવ પામી જાય–તેવો વિકલ્પ આવ્યો, પરંતુ
વાસ્તવિક રીતે તેનો અર્થ એમ છે કે અહા! આવો મારો ચૈતન્યસ્વભાવ પૂરો ક્યારે થાય! હું પૂરો ક્યારે થાઉં!
તેવી ભાવનાનું જોર છે અને બહારથી એમ વિકલ્પ આવે છે કે અહા! આવો સ્વભાવ બધા જીવો કેમ પામે!
તેવા ઉત્કૃષ્ટ શુભ ભાવથી તીર્થંકર નામ કર્મ બંધાયું.
જે ભાવે તીર્થંકર પ્રકૃતિ બંધાણી તે ભાવ પણ આત્માને લાભ કરતો નથી, એ શુભરાગ તૂટશે ત્યારે
ભવિષ્યમાં કેવળજ્ઞાન થશે. એ તીર્થંકર પદે જે વાણી છૂટશે તે વાણીના રજકણો સ્વરૂપના ભાનની ભૂમિકામાં
બંધાય છે. આ રાગ મારું કર્તવ્ય નથી –એમ ભાન હતું અને સ્વરૂપમાં રમતા હતા, એવી ભૂમિકામાં તીર્થંકર
પ્રકૃતિ બંધાઈ છે. રાગને લાભરૂપ માને તે ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય નહિ; પરંતુ રાગ મને લાભરૂપ નથી,
રાગનો હું કર્તા નથી, એવા ભાનની ભૂમિકામાં તીર્થંકર પ્રકૃતિ બંધાય છે.

PDF/HTML Page 12 of 21
single page version

background image
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૧૧ :
મહાવીર ભગવાને નંદરાજાના ભવમાં એવી વાણી બાંધી કે ભવિષ્યમાં પાત્ર જીવોને લાભ આપે, ભવ
પારનું નિમિત્ત થાય, બીજા જીવોને તરવાનું સર્વોત્કૃષ્ટ નિમિત્ત થાય, એવી તીર્થંકર પ્રકૃતિ બાંધી. અને જ્યારે
તીર્થંકર દેવના ભવમાં ધ્વનિ છૂટશે ત્યારે અનેક જીવોને તરવાનું તે નિમિત્ત થશે.
ગર્ભ – કલ્યાણિક (અષાડ સુદ ૬)
મહાવીર ભગવાનના જીવે નંદરાજાના ભવમાં ચારિત્ર પાળ્‌યું અને પછી અનુક્રમે આયુષ્ય પૂરું કરી ત્યાંથી
દસમા સ્વર્ગમાં ઉત્પન્ન થયા. ત્યાં દસમા સ્વર્ગમાં તે દેવપણે ભગવાનનું આયુષ્ય છ મહિના બાકી રહે છે ત્યારે
છ મહિના અગાઉથી બીજા દેવોને ખબર પડે છે કે આ ભરતક્ષેત્રમાં છ મહિના પછી ત્રિશલારાણીની કૂખે, દસમાં
સ્વર્ગમાંથી ભગવાન ચોવીસમા તીર્થંકર આવશે. એટલે તે દેવો છ મહિના અગાઉથી માતા પાસે આવીને
માતાની સેવા કરે છે. દેવો માતા પાસે આવીને કહે છે કે ધન્ય માતા. રત્નકૂખધારિણી! તારી કૂખે છ મહિના
પછી જગતના તારનાર, ઘણા જીવોનો ઉદ્ધાર કરનાર, ત્રિલોકનાથ તીર્થંકર આવવાનાં છે. છ મહિના પહેલાંં દેવો
માતા–પિતાને ઘેર રત્નના વરસાદ વરસાવે છે. અહીં એ રત્નની કિંમત નથી, રત્ન તે તો ધૂળ છે; જ્યાં દાણા
પાકે તેની પાછળ રાડાં તો હોય છે. તીર્થંકર ભગવાન દાણાનો પાક સાથે લેતા આવે છે અને પુણ્ય તે તો રાડાં
છે. જ્યાં સો કળશી અનાજ પાકે ત્યાં સો ભરોટાં ખડ તો સાથે થાય જ, પરંતુ તે ખડની કિંમત નથી પણ
દાણાની કિંમત છે. ખેડૂત રાડાં માટે વાવતો નથી પણ દાણા માટે વાવે છે. એમ મોક્ષમાર્ગના દાણાના લોથ જ્યાં
પાકે છે ત્યાં તેની સાથે શુભ પરિણામથી તીર્થંકરપદ, ચક્રવર્તીપદ વગેરે રાડાં તો સહેજે પાકે છે, રાડાંની ઈચ્છાથી
રાડાં પાકતાં નથી પણ સહેજે પાકે છે.
જેને પૂર્ણ પરમાનંદ પ્રગટ થઈ ગયો છે એવા પરમાત્મા ફરીને અવતાર લેતા નથી, પરંતુ જગતના
જીવોમાંથી એક જીવ ઉન્નતિક્રમે ચડતાં ચડતાં જગત્ગુરુ તીર્થંકર થાય છે. જગતના જીવોની એવી લાયકાત
તૈયાર થાય છે ત્યારે એવું ઉત્કૃષ્ટ નિમિત્ત પણ તૈયાર થાય છે.
જન્મ – કલ્યાણિક (ચૈત્રસુદ ૧૩)
મહાવીર ભગવાન ગર્ભમાં આવ્યા પછી અનુક્રમે તેમનો સવા નવ મહિને જન્મ થાય છે; સુધર્મ ઈન્દ્ર આદિ
દેવો આવીને ભગવાનનો જન્મ કલ્યાણિક મહોત્સવ કરે છે. સુધર્મ ઈન્દ્ર સાથે તેમની સચી–ઈન્દ્રાણી પણ આવે છે
અને માતા પાસે જઈને કહે છે–હે રત્નકૂખધારિણી માતા, ત્રણ લોકના નાથને જન્મ દેનારી જનેતા! તને ધન્ય છે.
એમ કહી ભગવાનને લઈને સુધર્મ ઈન્દ્રને આપે છે. સુધર્મ ઈન્દ્ર ભગવાનને હજાર નેત્રો કરીને નીરખે છે,
ભગવાનને મેરુ પર્વત પર લઈ જઈને જન્માભિષેક કરાવે છે; ત્યાં અઠાઈ મહોત્સવ કરે છે. એ રીતે ઈન્દ્રો પરમ
ભક્તિપૂર્વક ભગવાનનો જન્મકલ્યાણિક મહોત્સવ કરે છે. કલ્યાણિક મહોત્સવનું વર્ણન શાસ્ત્રમાં ઘણું આવે છે.
દીક્ષા કલ્યાણિક (કારતક વદ ૧૦)
જન્મ થયા પછી મહાવીર ભગવાન ત્રીસ વરસ સુધી ગૃહસ્થાશ્રમમાં રહ્યા, ત્યાર પછી પોતે દીક્ષિત થાય
છે. દેવો આવીને દીક્ષાકલ્યાણિક મહોત્સવ કરે છે, પ્રભુ પોતે દીક્ષિત થઈને બાર વરસ સુધી સ્વરૂપ રમણતા
કરતાં વિચરે છે, ઈચ્છા નિરોધપણે સ્વરૂપરમણતામાં કાળ જાય છે.
કેવળજ્ઞાન કલ્યાણિક (વૈશાખ સુદ ૧૦)
ત્યારપછી વૈશાખ સુદ દસમને દિવસે શ્રીમહાવીર ભગવાનને કેવળજ્ઞાન થાય છે. કેવળજ્ઞાનમાં ત્રણ કાળ
ત્રણલોકને હસ્તામળની પેઠે જાણે છે. સ્વ–પર પદાર્થના અનંતા ભાવો કેવળજ્ઞાનમાં જણાય છે. તીર્થંકર દેવને
કેવળજ્ઞાન થયા પછી તુરત દિવ્યધ્વનિ છૂટે જ, બીજા સામાન્ય કેવળીને માટે એવો નિયમ નહિ પણ તીર્થંકર
ભગવાનને તો નિયમપણે છૂટે જ; પરંતુ, મહાવીર ભગવાનને કેવળજ્ઞાન થયું, સમવસરણ રચાણું, બાર સભા
ભરાણી, પણ ધ્વનિ ન છૂટી. ઈન્દ્રને વિચાર આવ્યો કે ભગવાનની ધ્વનિ કેમ છૂટતી નથી? ઈન્દ્રે અવધિજ્ઞાનનો
ઉપયોગ મૂકીને જોયું તો જણાયું કે સભામાં ઉત્કૃષ્ટ પાત્ર જીવ નથી; ગૌતમ તે પાત્ર છે તેમ જણાતાં ઈંદ્ર
બ્રાહ્મણનું રૂપ લઈ ગૌતમ પાસે ગયા અને ગૌતમ ચાર વેદમાં પ્રવીણ હતા, તેમને ચર્ચાનો બહુ શોખ હતો તેથી
શ્રી ગૌતમસ્વામી મહાવીર ભગવાન પાસે જવા નીકળ્‌યા. ગૌતમસ્વામી જ્યાં માનસ્થંભ પાસે આવ્યા ત્યાં તેમનું
માન ગળી ગયું, વીર પ્રભુનાં દર્શન કરી ધર્મ પામ્યા અને મુનિપણું લીધું. ભગવાનની વાણી ઝીલી શકે એવા
સર્વોત્કૃષ્ટ પાત્ર ગૌતમ સ્વામીના આવવાથી

PDF/HTML Page 13 of 21
single page version

background image
: ૧૨ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
ભગવાનની ધ્વનિ છૂટી, ગૌતમસ્વામી ચાર જ્ઞાન પામ્યા અને ગણધર પદવી મળી. મહાવીર ભગવાનને
કેવળજ્ઞાન થયા પછી છાસઠ દિવસે દિવ્યધ્વનિ છૂટી, એટલે અષાડ વદ એકમને દિવસે ભગવાનની ધ્વનિ છૂટી;
અષાડ વદ એકમ તે શાસન જયંતીનો દિવસ છે–શાસ્ત્ર પ્રરૂપકનો દિવસ છે. કેવળજ્ઞાનમાં અનંતા ભાવો જણાય
છે તેથી તેમની દિવ્યધ્વનિમાં પણ અનંત રહસ્ય આવે છે, જ્ઞાનમાં ભાવ પૂરો છે માટે વાણીમાં પણ પૂરું આવે છે.
કેવળજ્ઞાન થયા પછી કોઈ તીર્થંકરનું આયુષ્ય મોટું હોય છે અને કોઈ તીર્થંકરનું આયુષ્ય ઓછું હોય છે.
મહાવીર ભગવાનનું આયુષ્ય ૭૨ વર્ષનું હતું. અત્યારે મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી સીમંધર ભગવાન ચૈતન્યમૂર્તિ
પરમાત્મા સમવસરણમાં ઈન્દ્રો અને ગણધરો આદિની બાર સભામાં બિરાજે છે, તેમનું આયુષ્ય ચોરાશી લાખ
પૂર્વનું છે. જીવન્મુક્તપણે તેરમી ભૂમિકાએ શ્રી સીમંધર પરમાત્મા મહાવિદેહ ક્ષેત્રમાં વર્તમાનમાં બિરાજી રહ્યા
છે. તેમનું આયુષ્ય મોટું છે.
ચૈતન્યસ્વભાવને કોણ સમજે?
કેટલાક જીવો એમ માને છે કે આત્મા તો શુદ્ધ વસ્તુ છે, માટે આત્માને
પર્યાય હોય જ નહિ. –એમ માનનાર તો સ્થૂળ એકાંતવાદી મિથ્યાદ્રષ્ટિ છે. આત્મામાં
પર્યાય હોતો જ નથી–એમ જ્ઞાની કહેતા નથી. દરેક વસ્તુમાં પોતાનો પર્યાય તો હોય
જ. રાગાદિ વિકારી પર્યાય કે કેવળજ્ઞાનાદિ નિર્મળ પર્યાય આત્મામાં જ થાય છે;
પણ સમ્યગ્દર્શનના વિષયભૂત ત્રિકાળી દ્રવ્યસ્વભાવને બતાવવા માટે ક્ષણિક
પર્યાયને ગૌણ કરવામાં આવે છે. પોતાના પર્યાયમાં સંસારદુઃખ છે એમ જેને ભાસે.
તેનો ભય લાગે અને તેનાથી છૂટવા માગે તે જીવ પોતાના ચૈતન્યસ્વભાવને સમજે.
પણ જે પોતાના પર્યાયને જ સ્વીકારતો નથી, પોતાની પર્યાયમાં દુઃખ છે તેને
જાણતો નથી તે જીવ ચૈતન્યસ્વભાવને સમજવાનો પ્રયત્ન શા માટે કરે?
(શ્રી નિયમસાર ગા. ૩૮ ઉપરના વ્યાખ્યાનમાંથી)
નિર્વાણ કલ્યાણિક (આસો વદ અમાસ)
શ્રી મહાવીર ભગવાન પરમાત્માએ કેવળજ્ઞાન પ્રગટ કર્યું એટલે ચાર ઘાતિકર્મોનો નાશ થયો.
જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય–એ ચાર ઘાતિકર્મોનો નાશ થયો. કેવળજ્ઞાનપણે જીવન્મુક્ત
દશાએ તેરમી ભૂમિકાએ ત્રીસ વરસ સુધી વિચર્યા, ત્યાર પછી ચાર અઘાતિ કર્મ–વેદનીય, આયુષ્ય, નામ અને
ગોત્ર એ ચાર કર્મ પાવાપુરીના બહાર ઉદ્યાનને વિષે નાશ કર્યા, પાવાપુરીના બહાર
ઉદ્યાનને વિષે ભગવાન આજે નિર્વાણ પામ્યા. ભગવાનને કેવળજ્ઞાન તો ત્રીસ વર્ષ
પહેલાંં થયું હતું અને નિર્વાણ આજે દિવાળીને દિવસે પામ્યા; શાસ્ત્રની રીતે કારતક
વદ ચૌદસની પાછલી રાત્રે અને કારતક વદ અમાસની સવારે નિર્વાણ પામ્યા,
અત્યારે અહીંની રીતે આસો વદી ચૌદસની પાછલી રાત્રે અને આજે આસો વદી
અમાસને પરોઢિયે નિર્વાણ પામ્યા. ચૌદમી ભૂમિકાએ
अ, इ, उ, ऋ, लृ એટલા
શબ્દો બોલાય તેટલી વાર રહે, ચૌદમી ભૂમિકાએ પ્રદેશનું કંપન ટળી જાય છે અને
અકંપ થાય છે. પછી શરીર છૂટે છે અને ભગવાનનો આત્મા મુક્ત થાય છે,
પારિણામિક ભાવ પૂરો પ્રગટે છે. જીવન્મુક્ત ભગવાન દેહમુક્ત થાય છે. જેમ
સીંગમાંથી દાણો છૂટો પડે તેમ આત્મા છૂટો પડે છે અને ઊર્ધ્વશ્રેણીએ ઉપર જાય છે. ઊર્ધ્વગમન ચૈતન્યનો
સ્વભાવ છે તેથી ઉપર સિદ્ધક્ષેત્રે જાય છે. આનંદદશા, પૂર્ણાનંદ મુક્તદશા તો અહીં જ પ્રગટ થઈ હતી પરંતુ પ્રદેશનું
કંપન ટળી જતાં, અકંપ થઈને દેહ છૂટી જતાં તે પૂર્ણાનંદ મહાવીર ભગવાન આજે દેહમુક્ત થાય છે. જીવન્મુક્ત
ભગવાન આજે દેહમુક્ત થયા. પાવાપુરીનું જે ક્ષેત્ર છે ત્યાંથી સમશ્રેણીએ ઉપર સિદ્ધક્ષેત્રે મહાવીર પરમાત્મા
બિરાજે છે. એકલો આત્મા દેહથી તદ્ન છૂટો થઈ જવો તેનું નામ મુક્તિ, પોતાનો જ્ઞાન–આનંદમૂર્તિ સ્વભાવ રહી
જવો અને બીજું બધું છૂટી જવું તેનું નામ મુક્તિ. ભગવાન કાર્મણશરીરથી છૂટી મોક્ષ પધાર્યાને આજે ૨૪૭૦ મું
વર્ષ બેસે છે. ભગવાન મહાવીરનો વિરહ પડતાં ભક્તોને પ્રશસ્ત રાગને લઈને આંખમાંથી ચોધારા આંસુ ચાલ્યા
જાય છે અને કહે છે કે અરે! આજે ભરતનો સૂર્ય અસ્ત થયો. પરંતુ ભગવાન મહાવીરનો

PDF/HTML Page 14 of 21
single page version

background image
: કારતક : ૨૦૦૬ આત્મધર્મ : ૧૩:
આત્મા મુક્ત થયો તેથી તેમનો નિર્વાણ કલ્યાણિક મહોત્સવ પણ ઊજવે છે.
ભગવાન મોક્ષ પધાર્યા ત્યારે પાવાપુરીમાં ઈન્દ્રો અને દેવોએ આવી મહોત્સવ કરેલો; પાવાપુરીમાં દીવા
વગેરેથી મોટો માંગલિક મહોત્સવ કરેલો તેથી આજના દિવસને દીપોત્સવી કહેવાય છે–દિવાળી કહેવાય છે.
અત્યારે લોકો ચોપડાપૂજન વગેરે કરી સંસાર અર્થે દિવાળી ઊજવે છે, પરંતુ ખરેખર તો આજનો દિવસ
આત્માના પૂર્ણાનંદ સ્વભાવને પ્રગટ કરવાની ભાવનાનો છે. જેવો ભગવાનનો આત્મા છે તેવો જ મારો આત્મા
છે એમ વિચારી સ્વભાવનું ભાન કરી વિભાવ પરિણામને સ્વરૂપ સ્થિરતાવડે તોડું–એમ વીર્ય ઉપાડવાનો
આજનો દિવસ છે.
જગતના જીવો મરે ત્યારે શોક થાય છે અને ભગવાનની મુક્તિના મહોત્સવ હોય છે; કારણ કે તે મરણ
નથી પણ જીવન છે, સહજાનંદ સ્વરૂપમાં બિરાજી રહેવાનું આત્માનું જીવન છે. માટે તેના મહોત્સવ હોય છે.
પૂર્ણાનંદ, સહજાનંદ સ્વભાવમાં રહેવું તેનું નામ મુક્તિ છે.
મહાવીર ભગવાન પછી ગૌતમસ્વામી, સુધર્મસ્વામી અને જંબુસ્વામી તે ત્રણ પેઢી કેવળજ્ઞાન રહ્યું. અને
ત્યાર પછી એકાવતારી થયા, અત્યારે પણ એકાવતારી છે. અને હજુ પાંચમા આરાના છેડા સુધી એકાવતારી
જીવો થવાના છે. આ પાંચમો આરો એકવીસ હજાર વરસનો છે, તેમાંથી હજુ તો અઢી હજાર વરસ ગયા અને
સાડા અઢાર હજાર વરસ બાકી રહ્યા છે. તે એકવીસ હજાર વરસ પૂરા થશે ત્યારે એટલે કે પાંચમા આરાના છેડે
ચાર જીવો એકાવતારી થશે. –સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા તે ચાર જીવો એક દેવનો ભવ કરી ત્યાર પછી
મનુષ્ય થઈ ત્યાંથી મુક્ત થશે.
જંબુસ્વામી પછી પણ સંત–મુનિઓને ચૌદપૂર્વનું જ્ઞાન હતું, તોપણ તે એકાવતારી થયા અને પાંચમાં
આરાના છેડે ચૌદપૂર્વનું જ્ઞાન નહિ હોય પણ અલ્પજ્ઞાન રહેશે, છતાં તે એકાવતારી થશે, બંનેના
એકાવતારીપણામાં કાંઈ ફેર નથી.
શ્રી મહાવીર પરમાત્માએ વાણીદ્વારા જે સ્વરૂપ કહ્યું તે ગણધરોએ ઝીલ્યું અને તે વાણી આચાર્યપરંપરાએ
અત્યાર સુધી ચાલી આવે છે. આ ભરતક્ષેત્રમાં કુંદકુંદાચાર્ય પરમ ગુરુદેવે શાસ્ત્રની સ્થાપના કરી છે, શ્રુતની
પ્રતિષ્ઠા કરી અપૂર્વ ઉપકાર કર્યો છે. તે વાત જેમ છે તેમ લોકોને બેસવી કઠણ પડે તેમ છે. શ્રી કુંદકુંદાચાર્યદેવે આ
સમયસારશાસ્ત્ર સર્વોત્કૃષ્ટ યોગથી સમજાવ્યું છે, આ શાસ્ત્રમાં કેવળજ્ઞાન ભર્યું છે.
લોકો કહેશે કે આ તો નાને મોઢે મોટી વાત છે. પરંતુ બાળક અગ્નિને અડે કે મોટા અગ્નિને અડે, પણ તે
બંનને ઊનાપણાના અનુભવમાં કાંઈ ફેર નથી. અગ્નિનો સ્વભાવ છ મહિનાના છોકરાએ જે જાણ્યો તે જ
સ્વભાવ પંડિતે–બેરિસ્ટરે અને વિજ્ઞાનીએ જાણ્યો છે. બંને એમ જાણે છે કે અગ્નિને અડવાથી ઊનું લાગે; તે
અગ્નિના ઊનાપણા સંબંધીના બંનેના જ્ઞાનમાં કાંઈ ફેર નથી. બાળક પણ ઊનું લાગવાથી ફરીને અગ્નિને
અડવા ન જાય તેમ મોટા પણ અગ્નિને અડવા ન જાય. મોટા એમ કથન કરે કે અગ્નિ પ્રકાશવાળી છે, અગ્નિ
ઊની છે, વગેરે કથન કરે, અને બાળક વિશેષ કથન ન કરી શકે, એ રીતે કથનમાં ફેર પડે, પણ બાળકના
અનુભવમાં અને મોટાના અનુભવમાં કાંઈ ફેર ન પડે.
તેમ ત્રિલોકનાથ તીર્થંકરદેવ ત્રણકાળ ત્રણલોકના વિજ્ઞાનના પંડિત છે, તેમણે જેવું વસ્તુનું સ્વરૂપ જાણ્યું
છે તેવું જ અવિરતિ બાળક જાણે છે. વસ્તુનું સ્વરૂપ જેવું કેવળજ્ઞાનીએ જાણ્યું છે તેવું જ અવિરતિ બાળકે જાણ્યું
છે. કેવળી અને ચોથા ગુણસ્થાનની પ્રતીતિમાં કાંઈ ફેર નથી. સ્વભાવની પ્રતીતિ જેવી કેવળજ્ઞાનીને છે તેવી જ
સ્વભાવની પ્રતીતિ ચોથા ગુણસ્થાનવાળા ગૃહસ્થાશ્રમમાં રાજ્ય કરતા હોય–લડાઈમાં ઊભા હોય તેવા અવ્રતી
સમકીતિને પણ હોય છે. સ્વભાવની પ્રતીતિમાં બંનેમાં કાંઈ ફેર નથી. એક પણ રાગનો અંશ તે મારું સ્વરૂપ
નથી તેવી પ્રતીતિ ચોથા ગુણસ્થાનવાળા સમકીતિને હોવા છતાં, તે દયામાં, દાનમાં, પૂજામાં, ભક્તિમાં જોડાય
ખરા; અને શુભભાવમાં જોડાય છતાં તે અવ્રતી સમકીતિની, કેવળજ્ઞાનીની અને સિદ્ધની સ્વભાવની પ્રતીતિ એક
જ સરખી છે, તે પ્રતીતિમાં જરાપણ ફેર નથી; પરંતુ જ્ઞાન અને ચારિત્રમાં ફેર છે.
નીચલી દશાવાળો વીતરાગ નથી તેથી તેને રાગ આવે છે. રાગ તો નીચલી ભૂમિકામાં જ હોય ને?

PDF/HTML Page 15 of 21
single page version

background image
: ૧૪ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
વીતરાગને કાંઈ રાગ આવે? ચોથી ભૂમિકાવાળાને પુણ્ય–પાપના ભાવ થાય છે ખરા, પણ તે સમજે છે કે મારા
પુરુષાર્થની નબળાઈને લઈને આ ભાવો થાય છે, પણ તે મારો સ્વભાવ નથી. પોતાનો સ્વભાવ ન માન્યો તેથી
તે શુભાશુભભાવને પોતાનું કર્તવ્ય ન માન્યું, કર્તવ્ય તો પોતાના સ્વરૂપમાં ઠરી જવું તે જ તેણે માન્યું છે. તેથી
તેનો પુરુષાર્થ પણ તે જ જાતનો થાય છે, અને જ્યારે જ્યારે તે અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ સ્વરૂપમાં ઠરી જાય છે ત્યારે
તે સિદ્ધ જેવો અંશે અનુભવ કરે છે.
મહાવીર ભગવાન સમવસરણમાં દિવ્યધ્વનિદ્વારા કહી ગયા છે કે–પંચમ આરાના છેડા સુધી એકાવતારી
જીવો થવાના છે. કેવળજ્ઞાની પરમાત્માને જેવી સ્વભાવની પ્રતીતિ છે તેવી જ પ્રતીતિ ચોથા ગુણસ્થાનવાળાને હોય
છે. જેવું એકાવતારીપણું પંચમ આરાના શરૂઆતના ચૌદ પૂર્વધારી મુનિઓને હતું તેવું જ એકાવતારીપણું પંચમ
આરાના છેડાના જીવોને પણ થશે. તે જીવો પણ આત્માનું ભાન કરીને સ્થિરતાના જોરની ભાવનાથી એક ભવે
મુક્તિ લેશે. એ રીતે બંનેના મુક્તિના ફળમાં કાંઈ ફેર નથી. શરૂઆત અને છેડો બંને સરખાં થઈ ગયાં; જ્ઞાનની
ન્યૂનાધિકતા છે છતાં પણ મુક્તિના ફળમાં કાંઈ ફેર નથી, શ્રદ્ધા અને મુક્તિના ફળમાં બંનેમાં કાંઈ આંતરો નથી.
૨૧ હજાર વર્ષો સુધી લાખો કરોડોમાં કોઈ કોઈ જીવો આત્મભાન કરીને આ શાસનમાં એકાવતારી થયા કરશે,
તેમ ભગવાન મહાવીરદેવ કહી ગયા છે. સમકીતિ જીવ અને કેવળજ્ઞાની બંને શ્રદ્ધામાં સરખાં, અને પ્રભુ પછીનાં
સંતમુનિ અને છેડા સુધીના સમકીતિ જીવ એકાવતારીપણું પામે તે મુક્તિના ફળમાં બંને સરખાં. પહેલી શ્રદ્ધા અને
બીજો મુક્તિના ફળનો છેડો–બંને સરખાં થઈ ગયાં. શરૂઆત અને મુક્તિનું ફળ બંને સરખાં થઈ ગયાં.
મહાવીર ભગવાન આજે મોક્ષ પધાર્યા, મહાવીર ભગવાનની વાણી પરંપરાએ હજી સુધી ચાલી આવે છે.
આજે વાણી કહેવાય છે તે વાણી પણ એ જ છે. જગતને બેસે કે ન બેસે, પણ એમ જ છે.
સાધુ, અર્જિકા, શ્રાવક અને શ્રાવિકા પંચમ આરાને છેડે
પણ આત્માનું ભાન કરી એકાવતારીપણું પ્રાપ્ત કરશે, તો પછી
અત્યારે કેમ ન થઈ શકે? નાની બાલિકા પણ આત્મભાન કરી
શકે; બધાનો આત્મા ત્રણ લોકનો નાથ છે, એમાં કાંઈ ફેર નથી.
શરીરમાં ફેર છે. તે બાલિકા પણ, આ જેવું પરથી નિરાળું
આત્માનું સ્વરૂપ કહેવાય છે તેવી શ્રદ્ધા કરી શકે છે. પંચમ
આરાના છેડે આત્મભાન કરી શકે છે, તો અત્યારે તો જરૂર કરી
શકાય એમ છે.
અત્યારે આત્મભાન કરી શકાય છે પરંતુ પૂર્ણ વીતરાગતા કરી શકાતી નથી, કારણ કે પૂર્વે પોતે વીર્ય
ઊંધુંં નાખેલું છે, તે વીર્યને અત્યારે સવળું કરતાં ઘણો પુરુષાર્થ જોઈએ, તેટલો પુરુષાર્થ અત્યારે પોતે કરી શકતો
નથી એટલે અત્યારે પૂર્ણ વીતરાગતા થઈ શકતી નથી. તેમાં પોતાના પુરુષાર્થની નબળાઈનું કારણ છે; ઊંધુંં
વીર્ય પૂર્વે પોતે જ નાંખ્યું છે, તેથી સવળું કરતાં વાર લાગે છે માટે પોતાનું જ કારણ છે.
આત્મામાં અખંડાનંદ સ્વભાવ ભર્યો છે. જેમ દિવાસળીને ઘસીને ફડાક ભડકો કરે છે તેમ ચૈતન્યમૂર્તિ
આત્મામાં અનંત સ્વભાવ ભર્યો છે; તેવા આત્માની શ્રદ્ધા કરે કે હું અખંડ પૂર્ણાનંદ સ્વરૂપ છું–એમ શ્રદ્ધાનો
ભડકો કર્યો એટલે તેમાંથી કેવળજ્ઞાનનો આખો ભડકો અવશ્ય પ્રગટ થશે. પોતાના સચ્ચિદાનંદ સ્વરૂપનું ભાન
કરીને સમજે કે મારા પુરુષાર્થની ખામીએ એક બે ભવ છે. પોતાની ખામી સમજે છે તેથી પુરુષાર્થ જગાડી જરૂર
કેવળજ્ઞાન પ્રગટ કરશે.
સાચું શ્રવણ કરી, સાચી પ્રતીતિ કરે, અને તેમાં જે શુભ પરિણામ થાય, એટલે કે તત્ત્વની સન્મુખતામાં
જે શુભ વિકલ્પ થાય, અને તે વિકલ્પથી જે પુણ્ય બંધાય તે પુણ્યના થોક ઉલ્લસે, તેવા પુણ્યના થોક બીજે ક્યાંય
ન બંધાય. તેવા પુણ્યની પણ તત્ત્વ શ્રદ્ધાવાળાને ઈચ્છા નથી. તે શ્રદ્ધાના જોરે પુણ્યને તોડી કેવળજ્ઞાન અવશ્ય
લેવાનો.
આ વાત ન સમજાય તેમ ન માનવું, તેમજ એમ પણ ન માનવું કે અમુક જીવે ગયા કાળમાં ઘણાં પાપ

PDF/HTML Page 16 of 21
single page version

background image
: કારતક : ૨૦૦૬ આત્મધર્મ : ૧૫ :
કર્યાં હતાં માટે તે ન સમજે. અરે! કાલનો પાપી આજે આત્માનું ભાન કરે તો થઈ શકે છે. સત્સમાગમ કરી કૂણો
થાય, ગુલાંટ ખાય અને સવળો પડે તો ક્ષણમાં કેવળ પામે, એમ સવળેથી લે ને! કાલનો કઠિયારો આજે કેવળજ્ઞાન
પામ્યો અને દેવોએ આવીને મહોત્સવ કર્યો એવા દાખલા અનંતા કાળમાં અનંતા બન્યા છે. કાલનો ચોર આજે ધર્મી
થઈ જાય, સવળો પડે તો ક્ષણમાં કેવળ પામે. માટે એમ ન સમજવું કે કાલનો પાપી આજે ધર્મી ન થઈ શકે.
લોકો પાપીને દેખીને તિરસ્કાર કરે છે, પણ ભાઈ! તિરસ્કાર ન કર. તે પણ આત્મા છે, પ્રભુ છે. તેનો
અપરાધ જાણીને તું ક્ષમા કર, સમતા રાખ, એ સવળો પડશે તો કાલે અપરાધ ટાળીને આરાધક થઈ જશે. એનું
આરાધકપણું એને હાથ છે; તે કરશે ત્યારે તેનાથી જ થશે. તું તારું આરાધકપણું કર. તારું આરાધકપણું તારાથી છે.
જે આ મહાવીર ભગવાનની વાત કહેવાય છે તેવા સ્વરૂપને જે પ્રગટ કરશે તે મુક્તિને પામશે. જેવું
મહાવીર ભગવાનના આત્માનું સ્વરૂપ છે તેવું જ બધા આત્માનું સ્વરૂપ છે. આજે મહાવીર ભગવાનનાં ગાણાં
ગાયા તે પોતાના સ્વરૂપને પ્રગટ કરવા માટે છે. તેવા સ્વરૂપને સમજે તો અત્યારે પણ એકાવતારીપણું પ્રગટ
કરી શકાય છે.
–શ્રી સમયસાર–પ્રવચનો ભાગ ત્રીજો પૃ ૩૯૮ થી ૪૦૯)

કોઈને એમ થાય કે આવું ઝીણું સમજવામાં શું ફાયદો છે? તો તેને કહે છે કે હે ભાઈ! આત્મા પોતે
અરૂપી–ઝીણો છે. જો આત્માનું સુખ જોઈતું હોય તો તેનો સૂક્ષ્મસ્વભાવ સમજવો જોઈએ. શરીરની ક્રિયાની અને
પુણ્ય–પાપની સ્થૂળ વાતો તો અનંતવાર સાંભળી છે, ને તેમાં ધર્મ માન્યો છે, પરંતુ શરીરથી જુદો અને પુણ્ય–
પાપથી પાર પોતાનો સૂક્ષ્મ આત્મસ્વભાવ કેવો છે તે કદી જાણ્યો નથી, તેથી જ જીવ સંસારમાં રખડે છે. જ્ઞાનનો
સ્વભાવ બધાયને જાણવાનો છે. રૂપી પદાર્થોને જાણનારો પોતે અરૂપી છે અને અરૂપી પદાર્થોને જાણનારો પણ
પોતે અરૂપી છે. જો અરૂપી આત્મસ્વભાવનો મહિમા કરીને હોંશથી–રુચિથી સમજવા માગે તો જરૂર સમજાય
તેવો જ આત્મસ્વભાવ છે. ‘ન સમજી શકાય’ એવો આત્મસ્વભાવ નથી. પોતાના શુદ્ધ આત્મસ્વભાવને
સમજવો
તે મુક્તિનું કારણ છે. – નિયમસાર પ્રવચનો ગા. ૪૧]
માન – અપમાન
શુદ્ધ જીવમાં માન–અપમાન ભાવ સ્થાનો નથી. અહીં ત્રિકાળી સ્વભાવની વાત છે. અહો, જે માન–
અપમાનના ભાવો રહિત પોતાના આત્મસ્વરૂપને ઉપાદેય સમજે તે જીવને પર્યાયમાં પણ માન–અપમાનભાવો
પ્રત્યે કેટલી ઉદાસીનતા વર્તતી હોય! જેને પોતાના આત્મહિતની દરકાર હોય તે જીવ જગતના લોકોથી પોતાના
માન–અપમાનને જુએ નહિ; જગતના લોકો મને શું કહેશે એની દરકાર તેને હોય નહિ. અહો, કોના માન ને
કોના અપમાન? પોતાના ત્રિકાળ સ્વભાવનું જ બહુમાન કરીને કેવળજ્ઞાન અને સિદ્ધદશા પ્રગટે એના જેવું માન
કયું? અને સ્વભાવનો વિરોધ કરીને નીચ ગતિમાં જાય એના જેવું અપમાન કયું? જે જીવના સંબંધમાં શ્રી
તીર્થંકરદેવના મુખથી કે સંતોના મુખથી એમ આવ્યું કે ‘આ જીવ ભવ્ય છે, આ જીવ પાત્ર છે, આ જીવ
મોક્ષગામી છે,’ તો એના જેવું માન જગતમાં બીજું કોઈ નથી; અને જે જીવના સંબંધમાં એમ આવ્યું કે ‘આ
જીવ અપાત્ર છે, આ જીવ અભવ્ય છે’ તો એના જેવું અપમાન ત્રણ જગતમાં કોઈ નથી. ભગવાનની
દિવ્યવાણીમાં જે જીવનો સ્વીકાર થયો તેને જગતના લોકોના માનની જરૂર નથી; અને ભગવાનની વાણીમાં
જેનો નકાર થયો તે જીવને જગતના અપમાનની શું જરૂર છે? અર્થાત્ જગતના લોકો ભલે તેને માન આપતા
હોય પણ પરમાર્થમાં તો તે અપમાનિત જ છે. ખરેખર કોઈ બીજો પોતાનું માન કે અપમાન કરી શકતો નથી. જે
જીવે પોતાના પવિત્ર સ્વભાવનો આદર કરીને સમ્યગ્દર્શનાદિ પવિત્ર ગુણો પ્રગટ કર્યા તે જીવે પોતાનું સાચું
બહુમાન કર્યું છે, ને ભગવાનની વાણીમાં પણ તેનો સ્વીકાર છે. અને જે જીવે પોતાના પવિત્ર સ્વભાવનો
અનાદર કરીને, ક્ષણિક માન–અપમાનના વિકારી ભાવોને પોતાનું સ્વરૂપ માન્યું તે જીવે પોતે જ પોતાનું
અપમાન કર્યું છે, મિથ્યાત્વને લીધે તે જીવ અનંત સંસારમાં રખડે છે.
નિયમસાર પ્રવચનો ગા. ૩૯]

PDF/HTML Page 17 of 21
single page version

background image
: ૧૬: આત્મધર્મ : કારતક: ૨૦૦૬
શ્રી પરમાત્મપ્રકાશ – પ્રવચનો
(અંક ૭૨ થી ચાલુ) વીર સં. ૨૪૭૩ ભાદરવા સુદ પ: શુક્રવાર (દશલક્ષણીપર્વનો ઉત્તમક્ષમાદિન)
[૯૧] પરમાત્મ સ્વભાવનો ઉપદેશ સાંભળવા શિષ્યની વિનંતી :– આજે ઉત્તમક્ષમાનો દિવસ છે, તે
ઉત્તમક્ષમાનું ફળ પરમાત્મ–પ્રકાશ છે. અત્યારે પરમાત્મ–પ્રકાશનું વ્યાખ્યાન ચાલે છે. પ્રભાકરભટ્ટ શ્રીગુરુ પાસેથી
પરમાત્મ સ્વભાવનો ઉપદેશ સાંભળવા માગે છે. તેથી પોતાના શ્રીગુરુ પ્રત્યે વિનંતી કરે છે–
चउगइ दुक्खहं तत्ताहं जो परमप्पउ कोइ।
चउगइ दुक्ख विणास यरु कहहु पसाएँ सो वि ।।
१०।।
ભાવાર્થ :– શ્રી પ્રભાકરભટ્ટ પરમાત્મસ્વભાવ સમજવાની ઝંખનાથી શ્રી ગુરુને વિનવે છે કે, દેવ–મનુષ્ય–તિર્યંચ
અને નરક એ ચારે ગતિના દુઃખોથી તપ્તાયમાન જીવને ચાર ગતિના દુઃખનો નાશ કરવાવાળો એવો જે કોઈ ચિદાનંદ
પરમાત્મસ્વભાવ છે તે કૃપા કરીને હે શ્રી ગુરુ આપ કહો.
[૯૨] શિષ્ય કેવો ઉપદેશ ઈચ્છે છે? :– અહીં માગણી પરમાત્મ સ્વભાવની જ કરી છે. તેને સ્વભાવની જ રુચિ છે, તેથી
આખો આત્મા જ જાણવાની માગણી કરી છે. એ ચિદાનંદ શુદ્ધસ્વભાવ ભવ્યજીવોના સંસારનો નાશ કરીને પૂર્ણ પરમાત્મદશા
દેનાર છે. આત્માનો પરમાત્મસ્વભાવ સર્વ વિભાવથી રહિત છે, તે સ્વભાવની ઓળખાણપૂર્વક વીતરાગ નિર્વિકલ્પ સમાધિના
બળથી નિકટ ભવ્યાત્માઓના ચાર ગતિના દુઃખનો નાશ થાય છે, ને તેને પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. નિજસ્વરૂપની
પરમસમાધિમાં લીન થતાં વીતરાગી પરમાનંદ સુખામૃતથી આત્મા સંતુષ્ટ થાય છે, એવી સમાધિના બળથી મહામુનિઓ
નિર્વાણદશા પામે છે. એ રીતે સર્વ પ્રકારે ધ્યાન કરવા યોગ્ય પરમાત્મસ્વભાવ છે. તે સ્વભાવને નહિ જાણવાથી જ આ જીવ
અનાદિકાળથી સંસારમાં ભટકી રહ્યો છે.
–એવા પરમાત્મસ્વભાવનો ઉપદેશ તમારા પ્રસાદથી સાંભળવા હું ચાહું છું. માટે હે પ્રભો! કૃપા કરીને એવા
પરમાત્માનું સ્વરૂપ મને કહો! શિષ્ય કોઈ વ્યવહારનો પ્રશ્ન નથી પૂછતો, દયાભક્તિની વાત નથી કરતો પણ શુદ્ધ
આત્મસ્વભાવ જાણવાની જ ભાવના કરે છે, તેથી શ્રીગુરુને કહે છે કે પ્રભો! એવા પરમાત્માનું સ્વરૂપ કૃપા કરીને મને
જણાવો. ।। १०।।
એ રીતે પ્રભાકરભટ્ટ નામના સંસારથી ભયભીત શિષ્યે પરમાત્મસ્વભાવ જાણવા માટે શ્રીયોગીન્દ્રાચાર્યદેવ પાસે
વિનયપૂર્વક તેના ઉપદેશની વિનંતી કરી, તે સંબંધી ૮–૯–૧૦ એ ત્રણ ગાથામાં કહ્યું. પાત્ર શિષ્યમાં કેવી લાયકાત હોય
છે તે પણ તેમાં આવી જાય છે.
[૯૩] શ્રીગુરુ શિષ્યની વિનંતીનો ઉત્તર આપે છે :– હવે, પ્રભાકરભટ્ટની વિનંતી સાંભળીને શ્રીયોગીન્દ્રદેવ
આત્માનું સ્વરૂપ સમજાવવા માટે ત્રણ પ્રકારના આત્માનું વર્ણન કરે છે :–
पुणु पुणु पणविवि पंचगुरु भावें चित्ति धरेवि।
भट्ट पहायर णिसुणि तुहुँ अप्पा तिविहु कहेवि।।
११।।
ભાવાર્થ :– શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે હે પ્રભાકરભટ્ટ! હું ત્રણ પ્રકારના આત્માનું વર્ણન કરું છું; તેને, ફરી ફરી
પંચપરમેષ્ઠીઓને પ્રણમીને અને નિર્મળ ભાવોથી જ્ઞાનમાં ધારણ કરીને, તું નિશ્ચયથી સાંભળ.
[૯૪] ઉપદેશ કઈ રીતે સાંભળવો? :– શ્રી યોગીન્દ્રદેવ કહે છે કે, હે શિષ્ય, તું નિશ્ચયથી સાંભળ. નિશ્ચય જે
શુદ્ધાત્મસ્વભાવ તેની દ્રષ્ટિથી સાંભળજે, પણ વ્યવહાર, રાગ કે વાણીના લક્ષે સાંભળીશ નહિ. શિષ્યે એમ કહ્યું હતું કે
પ્રભો, મને પરમાત્માનો સ્વભાવ સંભળાવો! ત્યારે શ્રીગુરુ કહે છે કે હે પ્રભાકરભટ્ટ તું નિશ્ચયથી સાંભળ! ‘હે
પ્રભાકરભટ્ટ! હું કહું છું તે તું સાંભળ! ’ એમ કહીને આચાર્યદેવે શિષ્યને પણ પોતાની સાથે ભેળવી દીધો છે, શિષ્ય પણ
અવશ્ય સમજી જવાનો છે. આ રીતે ગુરુ–શિષ્યના ભાવની સંધિ છે.
[૯૫] પ્રભાકરભટ્ટ શિષ્યની લાયકાત :– આ ગ્રંથમાં પહેલી સાત ગાથાદ્વારા માંગળિક કર્યા બાદ તરત જ (૮મી
ગાથામાં) પ્રભાકરભટ્ટનું નામ આવી ગયું છે; ને ત્યારપછી ઉત્તર આપતાં આ ગાથામાં પણ ‘भट पहायर णिसुणि
तुहुँ’ અર્થાત્ હે પ્રભાકરભટ્ટ! તું સાંભળ–એમ સંબોધન કર્યું છે. અને એ રીતે વકતા તથા

PDF/HTML Page 18 of 21
single page version

background image
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૧૭ :
શ્રોતાનો મેળ કર્યો છે. ગ્રંથકર્તા પોતે સંતમુનિ છે, છઠ્ઠા–સાતમા ગુણસ્થાને આત્માનુભવદશામાં વર્તે છે, અને
તેમને વિકલ્પ ઊઠતાં મૂળ ગાથામાં પ્રભાકરભટ્ટનું નામ લખાઈ ગયું છે; શિષ્યની સમજવાની ખાસ પાત્રતા
વગર આચાર્યદેવના શ્રીમુખથી તેનું નામ આવે નહિ.
[૯૬] પાત્ર શિષ્ય કેવા હોય? :– હે પ્રભાકર ભટ્ટ! જેવો શુદ્ધાત્માનો પ્રશ્ન તેં પૂછયો છે તેવો જ પ્રશ્ન પૂર્વે
ભરતચક્રવર્તી વગેરે શ્રેષ્ઠ ભવ્ય–જીવોએ પૂછયો હતો. સમવસરણમાં જઈને મહાશ્રેષ્ઠ ભવ્યાત્માઓ દિવ્યધ્વનિ
સાંભળીને પછી સર્વ પ્રકારે ધ્યાવવા યોગ્ય એવા શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછતા હતા; અને તેના ઉત્તરમાં શ્રીભગવાને
કહ્યું હતું કે આત્મસ્વભાવના જ્ઞાન સિવાય આ જગતમાં બીજું કાંઈ ઉત્તમ નથી. પોતાનો જે શુદ્ધાત્મસ્વભાવ છે
તેનું જ્ઞાન તે જ સર્વનો સાર છે. શુદ્ધાત્મસ્વભાવનું જ્ઞાન કહેતાં તેમાં દર્શન–જ્ઞાન–ચારિત્ર ત્રણે આવી જાય છે.
પૂર્વે ભરતચક્રવર્તી વગેરે મહાન શ્રોતાઓ થયા તેમાંથી ભરતચક્રવર્તીએ શ્રીઋષભદેવભગવાને આ પ્રશ્ન પૂછયો
હતો. સગરચક્રવર્તીએ શ્રીઅજિતનાથને, રામચંદ્રજીએ દેશભૂષણ, કુલભૂષણ તથા સકલભૂષણ કેવળીને,
પાંડવોએ શ્રીનેમિનાથભગવાનને અને શ્રેણીક રાજાએ શ્રીમહાવીર સ્વામીને એ જ પ્રશ્ન પૂછયો હતો.
એ શ્રોતાઓ કેવા હતા? તેઓને ભેદાભેદરત્નત્રયની ભાવના પ્રિય હતી, અને સંસારના દુઃખથી તેઓ ભયભીત
હતા. તે ભવ્યજીવોએ ભગવાનને પૂછયું તે વખતે ભગવાને જે પ્રકારે આત્મસ્વરૂપ કહ્યું હતું તેવું જ હું પણ
જિનવાણી અનુસાર તને કહું છું. જેમ પૂર્વે મહાપુરુષોએ આ શુદ્ધાત્માનું સ્વરૂપ પૂછયું હતું તેમ હે પ્રભાકર
ભટ્ટ! તેં પણ તે જ સ્વરૂપ પૂછયું છે. ને જેમ તે પુરુષો શુદ્ધાત્મસ્વરૂપ પામી ગયા હતા તેમ તું પણ શુદ્ધાત્માને
પામી જઈશ. –એમ અહીં માંગળિક કર્યું છે. દરેક મુમુક્ષુ શ્રોતાજનોએ પોતે જ પ્રભાકરભટ્ટ સમાન છે–એમ
સમજીને, પ્રભાકરભટ્ટની જેમ પોતે પણ શુદ્ધાત્મસ્વરૂપ સમજવાની જિજ્ઞાસા કરીને શ્રવણ કરવું જોઈએ.
બહિરાત્મા, અંતરાત્મા ને પરમાત્મા એમ ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ સમજવાનું પ્રયોજન એ છે કે પૂર્ણ
પરમાત્મસ્વભાવની ઓળખાણ વડે અંતરાત્મદશા પ્રગટ કરવી, ને બહિરાત્મદશા છોડવી. બહિરાત્મપણું સર્વથા
હેય છે; પરમાત્મપણું ઉપાદેયરૂપ છે અને અંતરાત્મપણું તેનું સાધન છે.
[૯૭] ઉત્તમ માર્જવધર્મ :– અત્યારે દસલક્ષણીપર્વના મંગળ દિવસો ચાલે છે. આજે માર્જવધર્મ એટલે કે
સમયગ્જ્ઞાનપૂર્વકની નિર્માનતાનો દિવસ છે, તે માર્જવધર્મનું ફળ આત્માની પરમાત્મદશા છે. અહીં
પરમાત્મપ્રકાશમાં ચિદાનંદ પરમાત્મા કેવો છે તેનું સ્વરૂપ કહે છે. શિષ્યે કોઈ વ્રત–પચખ્ખાણની માગણી નથી
કરી. પણ સીધી ચિદાનંદપરમાત્મસ્વરૂપની જ માગણી કરી છે. શિષ્યની પાત્રતા છે તેથી ગાથામાં પણ તેનું નામ
આવી ગયું છે. ગાથામાં ખાસ તેનું નામ લઈને આચાર્યદેવે કહ્યું છે કે–હે પ્રભાકરભટ્ટ, તું નિશ્ચયપૂર્વક સાંભળ!
[૯૮] મોક્ષનું કારણ રત્નત્રય છે :– પરમાત્મા, અંતરાત્મા ને બહિરાત્મા–એ ત્રણ પ્રકારના આત્મામાં નિજ
શુદ્ધ પરમાત્મા જ ઉપાદેય છે. મોક્ષનું મૂળ કારણ રત્નત્રય છે. તે રત્નત્રય નિશ્ચય અને વ્યવહારરૂપ છે.
કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી બંને પ્રકાર સાથે હોય છે, નિત્યમુક્ત અબંધસ્વરૂપ હું છું–એવી શ્રદ્ધા તે સમ્યગ્દર્શન
છે, સ્વસંવેદન જ્ઞાન તે સમ્યગ્જ્ઞાન છે, અને તેમાં વીતરાગ–નિર્વિકલ્પ સ્થિરતા તે સમ્યક્ચારિત્ર છે, એ ત્રણે
આત્માના જ આશ્રયે છે, તેથી તે નિશ્ચય અભેદરત્નત્રય છે; તેમાં કોઈ પણ પરની અપેક્ષા નથી; અને એ
રત્નત્રયની એકતા જ મોક્ષનું કારણ છે.
[૯૯] અભેદ રત્નત્રય અને ભેદ રત્નત્રય :– જ્યાં એવા અભેદ રત્નત્રય હોય ત્યાં રાગદશામાં ભેદ રત્નત્રય
હોય છે, ભેદ રત્નત્રય પરાશ્રયે છે, રાગ છે, આસ્રવ છે. દેવ–ગુરુ–શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ, નવતત્ત્વની શ્રદ્ધાનો
વિકલ્પ, આગમનું જ્ઞાન અને સંયમભાવનો વિકલ્પ એ વ્યવહારરત્નત્રય છે અર્થાત્ ભેદ રત્નત્રય છે. ભેદરહિત
અભેદસ્વભાવને ગણ્યો હોય ત્યારે જ આ ભેદરૂપ વ્યવહાર હોય છે. નિશ્ચયરત્નત્રય જ ખરેખર મોક્ષનું કારણ છે,
વ્યવહારરત્નત્રયને મોક્ષનું કારણ ઉપચારથી કહેવાય છે. સાધકજીવને તે વ્યવહારરત્નત્રયરૂપ રાગનો નિષેધ વર્તે
છે, તેથી સ્વભાવના આશ્રયે તે રાગનો અલ્પકાળે અભાવ કરીને રત્નત્રયની પૂર્ણતા કરીને પરમાત્મદશા પ્રગટ
કરશે. એ રીતે ખરેખર તો વ્યવહારરત્નત્રયરૂપ રાગનો અભાવ થઈને પરમાત્મદશા થાય છે; પણ સાધકદશામાં
નિશ્ચયરત્નત્રયની સાથે વ્યવહારરત્નત્રય પણ હોય છે, તેથી ઉપચારથી તેને પણ મોક્ષમાર્ગ

PDF/HTML Page 19 of 21
single page version

background image
: ૧૮ : આત્મધર્મ : કારતક: ૨૦૦૬
કહેવામાં આવ્યો છે. ખરો મોક્ષમાર્ગ તો એક નિશ્ચયરત્નત્રય જ છે. : ૧૧ :
[૧૦૦] ત્રણ પ્રકારના આત્મા જાણીને શું કરવું? :– હવે આત્માની ત્રણ દશા બતાવીને કહે છે કે હે
પ્રભાકર ભટ્ટ! તું બહિરાત્મભાવને છોડીને સ્વસંવેદનજ્ઞાનરૂપ અંતરાત્મા થઈને પરમાત્મસ્વભાવનું ધ્યાન કર.
अप्पा ति विहु मुणोवि लहु मूढउ मेल्लहि भाउ।
मुणि सण्णाणें णाणमउ जो परमप्प सहाउ।।
१२।।
ભાવાર્થ :– હે શિષ્ય! ત્રણ પ્રકારના આત્માને જાણીને બહિરાત્મસ્વરૂપ મૂઢભાવને તું તુરત જ છોડ અને
સ્વસંવેદનજ્ઞાનથી અંતરાત્મા થઈને પરમાત્મસ્વભાવને જાણ!
[૧૦૧] પૂર્ણસ્વભાવ જ ધ્યાન કરવા યોગ્ય છે :– દયા–વ્રતાદિ ભાવ થાય કે હિંસાદિ ભાવ થાય તે ભાવો
આત્મા નથી, માટે તેની સાથેની એકત્વબુદ્ધિ છોડ. અને શુદ્ધ ચિદ્રૂપ આત્માના સ્વસંવેદન વડે એમ જાણ કે હું
પરિપૂર્ણ સ્વભાવ છું. એ પરિપૂર્ણ પરમાત્મસ્વભાવ જ ધ્યાન કરવા યોગ્ય છે.
[૧૦૨] વીતરાગી સ્વસંવેદન અને સરાગ સ્વસંવેદન :– અહીં વીતરાગભાવરૂપ સ્વસંવેદનજ્ઞાનથી
પરમાત્મસ્વરૂપનું ધ્યાન કરવાનું કહ્યું; ત્યાં ‘વીતરાગ’ એવું વિશેષણ સ્વસંવેદન જ્ઞાનને લગાડયું છે. કેમકે
રાગવાળું સ્વસંવેદન જ્ઞાન પણ હોય છે. જ્ઞાનીઓને શબ્દ, રૂપ, રસ વગેરે પરદ્રવ્યોને જાણતી વખતે પણ
સ્વસંવેદન જ્ઞાન તો હોય છે, પણ તે રાગરહિત નથી. શુદ્ધાત્માના આશ્રયે જે રાગરહિત સ્વસંવેદન જ્ઞાન થાય તે
જ વીતરાગી સ્વસંવેદન જ્ઞાન છે. પરના લક્ષે જ્ઞાન થાય તે રાગવાળું છે, તેમાં આત્માની શાંતિનું વિશેષ વેદન
નથી. રાગના અવલંબન વગર જેટલું સ્વરૂપસંવેદન થયું તેટલું વીતરાગીવેદન છે. એવું અંશે વીતરાગી
આત્માશ્રિત સ્વસંવેદનજ્ઞાન ચોથા ગુણસ્થાને ગૃહસ્થને પણ હોય છે, પરંતુ ત્યાં રાગ વર્તતો હોવાથી તેને
વીતરાગી સંવેદન કહ્યું નથી; જેટલું રાગરહિત સ્વસંવેદન થયું છે તેટલું તો સ્વસંવેદન સર્વ પ્રસંગે તેને વર્તે જ છે,
પણ ત્યાં હજી વિશેષ રાગરહિત સ્વસંવેદન નથી. સાતમાં ગુણસ્થાને બુદ્ધિપૂર્વકનો રાગ ટાળીને ઘણું વિશેષ
રાગરહિત સ્વસંવેદન હોય છે, તેને વીતરાગી સંવેદન જાણવું. ચોથા ગુણસ્થાનવાળાને પણ જેટલું સ્વસંવેદન છે
તેટલું તો રાગરહિત જ છે, પણ ત્યાં હજી વિશેષ રાગ ટળ્‌યો નથી. ચોથા–પાંચમાં ને છઠ્ઠા ગુણસ્થાને સ્વસંવેદન
જ્ઞાન હોવા છતાં તે ભૂમિકામાં રાગ પણ હોય છે, માટે ત્યાં સરાગસ્વસંવેદન જ્ઞાન કહેવાય છે. અને બુદ્ધિપૂર્વકનો
રાગ વિકલ્પ તોડીને સ્વરૂપ સંવેદન જ્યારે વર્તતું હોય ત્યારે વીતરાગી નિર્વિકલ્પ સ્વસંવેદનજ્ઞાન કહેવાય છે,
તેની મુખ્યતા સાતમા ગુણ સ્થાનથી છે. ક્યારેક ક્યારેક ચોથા–પાંચમા ગુણસ્થાને પણ બુદ્ધિપૂર્વકનો રાગ તૂટીને
નિર્વિકલ્પ અનુભવ થાય છે.
પોતાના સ્વસંવેદન વડે મિથ્યાત્વ ટાળીને સમ્યગ્જ્ઞાન પ્રગટ કરવું તે જ પરમાત્મા થવાનો ઉપાય છે, અને
એ જ જીવનું પ્રયોજન છે.
દસલક્ષણી પર્વનો ઉત્તમ માર્દવદિન વીર સં. ૨૪૭૩. ભાદરવા સુદ ૭ રવિવાર
[૧૦૩] અંતરાત્મ દશાનું સ્વરૂપ, ને વ્રતનું પ્રયોજન :– આજે દસલક્ષણી પર્વનો ત્રીજો દિવસ છે; એને
ઉત્તમ માર્દવ ધર્મનો દિવસ કહેવાય છે, તેના ફળરૂપ પરમાત્મદશા છે.
અહીં ત્રણ પ્રકારના આત્માનું વર્ણન ચાલે છે. તેમાં રાગાદિથી લાભ માનનાર જીવ બહિરાત્મા મિથ્યાદ્રષ્ટિ
છે, તેને સ્વસંવેદન જ્ઞાન જરાપણ નથી; એવી બહિરાત્મદશા સર્વથા ત્યાજય છે. સ્વસંવેદન જ્ઞાન પ્રગટતાં
અંતરાત્મદશા–સાધકદશા પ્રગટે છે તે દશા ચોથા ગુણસ્થાનથી શરૂ થઈને બારમા ગુણસ્થાન સુધી હોય છે.
ગુણસ્થાન અનુસાર સ્વસંવેદન વધતું જાય છે અને કષાય ટળતો જાય છે; તે અહીં બતાવે છે.
ચોથા ગુણસ્થાનને અવ્રતી સમ્યગ્દ્રષ્ટિ જીવને અંશે સ્વસંવેદન જ્ઞાન પ્રગટ્યું છે, તેથી અનંતાનુબંધી
કષાય ટળી ગયો છે; જેમ બીજનો ચંદ્ર પ્રગટે તેમ સ્વસંવેદનજ્ઞાન પ્રગટ્યું છે, તેટલી આત્મશાંતિ વેદાય છે. ત્યાં
સમ્યગ્જ્ઞાન તો છે પણ હજી ત્રણ કષાય ચોકડી બાકી છે તેથી વ્રતાદિભાવ પ્રગટ્યા નથી. રાગરહિત
જ્ઞાયકસ્વભાવનું ભાન–અનુભવ થતાં સમ્યગ્દર્શન પ્રગટે છે, તે ચોથું ગુણસ્થાન છે. ત્યાર પછી વિશેષ સ્વરૂપ
લીનતાવડે અકષાયી શાંતિનું વેદન થાય તે વ્રત છે, તે પાંચમું ગુણસ્થાન છે. વ્રતનું પ્રયોજન કાંઈ કષાયની મંદતા
નથી, કષાયની મંદતા તો અભવ્ય પણ કરે છે; મંદકષાયને જ જે વ્રત તપનું પ્રયોજન માને છે તે મિથ્યાદ્રષ્ટિ છે;
વ્રતાદિનો જે વિકલ્પ આવે તેને, સ્વરૂપની શાંતિના

PDF/HTML Page 20 of 21
single page version

background image
: કારતક: ૨૦૦૬ આત્મધર્મ : ૧૯ :
વેદન વડે તોડીને અકષાય દશા વધારવી તે વ્રતનું પ્રયોજન છે.
[૧૦૪] જ્ઞાનાને વ્રતાદિના રાગની ભાવના હોતી નથી :– અંખડ જ્ઞાયક સ્વભાવની સ્થિરતા વડે વિકલ્પ
તોડી નાંખવા તેનું નામ પરમાર્થ વ્રતાદિ છે; સમ્યગ્દ્રષ્ટિને વ્રતાદિનાં વિકલ્પની અભિલાષા હોતી નથી.
સમ્યગ્દ્રષ્ટિને એવી માન્યતા નથી કે હું વ્રતાદિના વિકલ્પ કરું તો અકષાય ભાવ પ્રગટે, પરંતુ સ્વરૂપની લીનતાથી
અકષાયદશા પ્રગટે છે. આવી ભાવના હોવા છતાં વ્રતાદિનો શુભવિકલ્પ ઊઠે છે; પણ તેની ભાવના નથી;
સ્વરૂપની શાંતિમાં આગળ વધવાની ભાવના છે ત્યાં વ્રતાદિનો વિકલ્પ થઈ જાય છે, તેને વ્યવહાર કહેવાય છે. તે
વ્યવહારનય વચ્ચે આવ્યા વિના રહેતો નથી, પણ જ્ઞાનીને તેનો ખેદ છે. જ્યાં વ્રતાદિના શુભવિકલ્પની પણ હોંશ
નથી તો પછી વિષય ભોગ વગેરેની અશુભ લાગણીની હોંશ તો જ્ઞાનીને હોય જ કેમ?
સ્થિરતા પ્રગટ્યા પહેલાંં જે વ્રતાદિનો વિકલ્પ ઊઠ્યો છે તે પણ સ્થિરતાનું કારણ નથી; પણ અભેદ
સ્વભાવના આશ્રયે તે વિકલ્પ તોડીને સ્થિરતા પ્રગટે છે. અને સ્થિરતા પ્રગટ્યા પછી પણ જે વિકલ્પ ઊઠે છે
તેનું પ્રયોજન સ્થિરતાને ટકાવી રાખવાનું છે. પરમાર્થે તો શુદ્ધસ્વભાવના આશ્રયે જ સ્થિરતા ટકી રહે છે. પણ
દ્રષ્ટિપૂર્વકનો જે શુભ વિકલ્પ છે તે અશુભથી બચાવે છે એ અપેક્ષાએ તેને પણ સ્થિરતાનું કારણ ઉપચારથી કહ્યું
છે, સમ્યગ્દર્શનનું સ્વરૂપ પણ ઓળખ્યું ન હોય તે વ્રતાદિને ક્યાંથી ઓળખે? ચોથા–પાંચમા ગુણસ્થાનનો અને
મુનિદશાનો માર્ગ પણ જેણે યથાર્થ જાણ્યો ન હોય તેને તેવી દશા ક્યાંથી હોય?
[૧૦૫] અંતરાત્મદશાની શરૂઆત અને પંચમ ગુણસ્થાન :– ચોથા ગુણસ્થાનથી અંતરાત્મદશા શરૂ થાય
છે. ચોથા ગુણસ્થાન પછી સ્વરૂપની વિશેષ લીનતા વડે પંચમગુણસ્થાન પ્રગટતાં અપ્રત્યાખ્યાન પછી કષાય
ચોકડીનો અભાવ થયો છે તેથી ત્યાં વિશેષ સ્વસંવેદન જ્ઞાન છે. છતાં ત્યાં મુનિદશા જેટલી આત્મશાંતિ નથી.
[૧૦૬] છઠ્ઠું ગુણસ્થાન :– છઠ્ઠા ગુણસ્થાને મહાવ્રતાદિની વૃત્તિ ઊઠે છે તેથી ત્યાં પણ સરાગસંયમ છે; ત્યાં
ત્રણ કષાય ચોકડીનો અભાવ થયો છે ને વિશેષ આત્મશાંતિનું વેદન પ્રગટ્યું છે. “અત્યારે સરાગસંયમ છે માટે
આપણે રાગ કરવો જોઈએ” એમ માનનાર તો મિથ્યાદ્રષ્ટિ છે. ઘણી સ્વરૂપસ્થિરતા પ્રગટી છે પણ હજી
વીતરાગસંયમદશા નથી અને સહેજ વિકલ્પ વર્તે છે તેનું નામ સરાગસંયમ છે. સરાગસંયમમાં જે રાગનો ભાગ
છે તેનો મુનિને આદર નથી. ચોથા–પાંચમા ગુણસ્થાન પછી, પહેલાંં તો સાતમું ગુણસ્થાન આવે છે અને પછી
છઠ્ઠું આવે છે.
[૧૦૭] સાતમું ગુણસ્થાન :– સાતમા ગુણસ્થાને વીતરાગીસ્વરૂપ સ્થિરતા પ્રગટી હોય છે, ત્યાં ચૈતન્ય
ગોળો છૂટો અનુભવાય છે, વિકલ્પ પણ નથી. ત્યાં જો કે આત્માનો શુદ્ધોપયોગ પ્રગટ્યો છે પણ હજી સંપૂર્ણ
વીતરાગતા પ્રગટી નથી તેથી ઉપયોગ સહજે બળે છે, ત્યાં સંજવલન કષાય બાકી છે. વંદ્ય–વંદકનો કે આહાર–
વિહારનો વિકલ્પ નથી, ‘હું આત્મા છું, કે હું મુનિ છું’ એવો વિકલ્પ પણ નથી, શુદ્ધ ચૈતન્યનો ભિન્ન અનુભવ
જ વર્તે છે. છઠ્ઠું ગુણસ્થાન અલ્પકાળ રહે છે, પછી તરત સાતમું આવે છે. વારંવાર છઠ્ઠું–સાતમું ગુણસ્થાન
આવ્યા જ કરે એવી મુનિદશા છે. ઘણા વર્ષો છઠ્ઠું ગુણસ્થાન રહે પણ સાતમું ન આવે–એવું મુનિદશાનું સ્વરૂપ
જ નથી. ‘વ્યવહારે છઠ્ઠું ગુણસ્થાન છે. પણ સાતમું આવતું નથી’ એમ હોય શકે જ નહિ. ગુણસ્થાનમાં નિશ્ચય–
વ્યવહાર શું? ગુણસ્થાન પોતે જ વ્યવહાર છે. વ્યવહારથી છઠ્ઠું ગુણસ્થાન છે ને નિશ્ચયથી ચોથું છે–એમ બે
પ્રકાર ગુણસ્થાનમાં હોય શકે જ નહિ.
[૧૦૮] નિશ્ચયથી અને વ્યવહારથી જુદાં ગુણસ્થાન હોય નહિ. :– જેને સાચા દેવ–ગુરુ–શાસ્ત્રની
યથાર્થ શ્રદ્ધા હોય તેવા જીવને વ્યવહારે સમ્યગ્દર્શન છે અથવા વ્યવહારે વ્રતાદિ છે એમ કહેવાય, પરંતુ જ્યારે
ગુણસ્થાનની વાત કરવી હોય ત્યારે ‘વ્યવહારથી ચોથું–પાંચમું ગુણસ્થાન છે તે નિશ્ચયથી પહેલું છે’ –એમ
કહેવાય નહિ, કેમકે ગુણસ્થાન તો કરણાનુયોગનો વિષય છે, અને તે પોતે જ વ્યવહાર છે; –જ્યાં સાતમા
ગુણસ્થાનને યોગ્ય નિર્વિકલ્પ અનુભવદશા વારંવાર ન આવતી હોય ત્યાં છઠ્ઠું ગુણસ્થાન કે મુનિદશા હોય જ ન
શકે. સાતમા ગુણસ્થાને ઘણું સ્વસંવેદન જ્ઞાન વધી ગયું છે.
પ્રકાશક :– શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ વતી જમનાદાસ માણેકચંદ રવાણી મોટા આંકડિયા, કાઠિયાવાડ
મુદ્રક :– ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય, મોટા આંકડિયા, સૌરાષ્ટ્ર તા. ૧૩–૧૦–૪૯