એવા અનંત શરીર થઈ ચૂક્યાં, અને આત્માનું ભાન નહિ કરે તેને હજી અનંત શરીર ધારણ કરવા પડશે.
ભવભ્રમણનો ભય થયા વિના આત્માની પ્રીતિ થાય નહિ. સાચી સમજણ તે જ વિસામો છે, અનંતકાળથી
સંસારમાં રઝળતાં ક્યાંય વિસામો મળ્યો નથી. સાચી સમજણ કરવી તે જ આત્માનો વિસામો છે.
અનંત અવતારના દુઃખ ઊભાં છે તેનો કેમ ભય નથી? આ ભવ પૂરો થયો ત્યાં જ બીજો ભવ તૈયાર છે–એમ
એક ઉપર બીજો ભવ અનંતકાળથી કરી રહ્યો છે. આત્મા પોતે સાચી સમજણ ન કરે તો જન્મ–મરણ અટકે નહિ.
અરેરે, ચોરાશીના અવતારનો જેને ડર નથી તે જીવ આત્મા સમજવાની પ્રીતિ કરતો નથી. અરે, મારે હવે
સાચી સમજણનો પ્રયત્ન કરે, આ જીવ કરોડો રૂપિયા પેદા કરે તેવો શેઠિયો અનંતવાર થયો, અને ઘરે ઘરે ભીખ
માગીને પેટ ભરનારો ભિખારી પણ અનંતવાર થયો. આત્માના ભાન વગર પુણ્ય કરીને મોટો દેવ અનંતવાર
થયો ને પાપ કરીને નારકી પણ અનંતવાર થયો, પણ હજી ભવભ્રમણનો થાક લાગતો નથી. આચાર્યદેવ કહે છે
કે ભાઈ! ‘હવે મારે ભવ જોતા નથી’ –એમ જો તને ભવભ્રમણનો થાક લાગ્યો હોય તો સત્સમાગમે આત્માની
પ્રીતિ કરીને તેને સમજ. એ સિવાય કોઈ શરણ નથી.
સાચી સમજણ મુખ્યપણે મનુષ્યપણામાં જ મળે છે. એવો મનુષ્યભવ બહુ દુર્લભ છે. માનવપણું તો
ફરીથી નહિ મળે માટે ચાલો મેળામાં.” અરે ભાઈ! શું મેળા જોવા સારું આ માનવપણું મળ્યું છે? અહો!
અજ્ઞાની જીવો આ મનુષ્યપણું પામીને વિષયભોગોમાં સુખ માનીને અટકી જાય છે. જેમ બાળક પેંડા ખાતર
લાખેણો હાર આપી દે, તેમ અજ્ઞાની જીવ પુણ્ય–પાપ અને વિષય ભોગના સ્વાદ પાસે ચૈતન્યરૂપી અમૂલ્ય હારને
વેચી દે છે! મોંઘા મનુષ્યપણામાં આત્માની સમજણ કરવાને બદલે વિષયભોગમાં જીવન ગુમાવી દે છે.
આ રચના કરી છે. ક્ષણિક વિકારને પોતાનો માનીને આત્મસ્વભાવનો અનાદર કરવો તે ભાવમરણ છે–મૃત્યુ છે.
અમર એવો આત્મસ્વભાવ છે, તેને ઓળખે તો ભાવમરણ ટળે. માટે હે ભાઈ, જો તને ભવનાં દુઃખોનો ડર હોય
તો આત્માને સમજવાની પ્રીતિ કર. જન્મ–મરણના અંતની વાત અપૂર્વ છે, મોંઘી છે. સમજવાની ધગશ જાગે
તેને સમજાય તેવી સહેલી છે.
જુઓ માન્યતા ફરતા કેટલી વાર લાગી? તેમ