Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
। ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે ।
મહા સંપાદક વર્ષ સાતમું
રામજી માણેકચંદ દોશી
૨૦૦૬ વકીલ અંક ચોથો
ભેદવિજ્ઞાનો મહિમા
એક માત્ર ભેદવિજ્ઞાન સિવાય જીવ અનંતકાળમાં બધું કરી ચૂક્યો
છે, પણ ભેદવિજ્ઞાન કરી એક સેકંડ માત્ર પણ પ્રગટ કર્યું નથી. એક સેંકડ
માત્રનું ભેદવિજ્ઞાન અનંત જન્મ મરણનો નાશ કરનાર છે. જેમ ડુંગર
ઉપર વીજળી પડે અને તેના સેકંડો કટકા થઈ જાય, તે ફરીથી રેણ દીધે
સંધાય નહિ, તેમ એકવાર પણ જીવ જો ભેદવિજ્ઞાન પ્રગટ કરે તો તેની
મુક્તિ થાય અને તેને ફરીથી અવતાર રહે નહિ. માટે તે ભેદવિજ્ઞાન
નિરંતર ભાવવા યોગ્ય છે.
ભેદવિજ્ઞાન પ્રગટ કરવાની તૈયારીવાળા જીવને દેશનાલબ્ધિ
અવશ્ય હોય છે. સત્સમાગમ વગર માત્ર શાસ્ત્રના અભ્યાસથી એ
દેશનાલબ્ધિ થઈ શકતી નથી. કોઈ આત્માનુભવી પુરુષ પાસેથી
ધર્મદેશનાનું સીધું શ્રવણ કર્યા વગર કોઈ પણ જીવ શાસ્ત્ર વાંચીને
ભેદવિજ્ઞાન પ્રગટ કરી શકે નહિ; માટે જે આત્માર્થીને અતિ મહિમાવંત
ભેદવિજ્ઞાન પ્રગટ કરીને આ સંસાર–દુઃખોથી પરિમુક્ત થવું હોય તેણે
સત્સમાગમે ઉપદેશનું શ્રવણ કરીને તત્ત્વનો નિર્ણય કરવો જોઈએ.
ભેદવિજ્ઞાન તે જ આ જગતમાં સારભૂત છે. ભેદવિજ્ઞાન વગરનું જે કાંઈ
છે તે બધું અસાર છે. માટે આત્માર્થિ જીવોએ પળે પળે એ ભેદવિજ્ઞાનની
ભાવના કરવા યોગ્ય છે.
–ભેદવિજ્ઞાનસાર.
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય : મોટા આંકડિયા : કાઠિયાવાડ