Atmadharma magazine - Ank 076
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
સમયસાર – પ્રવચનો
ભગવાનશ્રી કુંદકુંદાચાર્યદેવે રચેલા મહાન પરમાગમ શ્રી સમયસાર ઉપર
પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજી સ્વામીએ આઠ વખત વિસ્તૃત પ્રવચનો કર્યા છે. તેમાં
છઠ્ઠી વખતના પ્રવચનો લખાઈ ગયાં છે અને તે છપાઈને બહાર પડતાં જાય છે.
તેમાંથી ૧૪૪ ગાથા સુધીનાં પ્રવચનો ચાર ભાગમાં છપાઈને પ્રસિદ્ધ થઈ ગયાં છે.
આ પ્રવચનો દરેક આત્માર્થિ જીવોએ ખાસ મંથન કરવા યોગ્ય છે. અનાદિથી માર્ગ
ભૂલીને બાહ્યમાં ભટકતા જીવોને આ પ્રવચનો સ્વભાવ તરફ લઈ જઈને મુક્તિનો
માર્ગ દેખાડે છે. ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે. તે અપૂર્વ સમ્યગ્દર્શન–અપૂર્વ
આત્મભાન–કેવી રીતે પ્રગટ થાય–તે સમજાવવાનું આ પ્રવચનોનું મુખ્ય કાર્ય છે.
ધર્મના અભ્યાસની શરૂઆત કરનાર હો, કે મોટા વિદ્વાન હો,–તે સર્વેને આ પ્રવચનો
ઉપકારી છે અને સદ્ગુરુગમે વારંવાર તેનું વાંચન–મનન કરવા યોગ્ય છે.
તેમાં ચોથા ભાગમાં कर्ताकर्म अधिकार ઉપરના પ્રવચનો છે. ‘હું કર્તા ને પર
મારું કર્મ, પર કર્તા ને હું તેનું કર્મ, અથવા હું કર્તા ને વિકાર મારું કર્મ’ –આવા આવા
પ્રકારની જે મિથ્યા કર્તા–કર્મ બુદ્ધિ જગતના જીવોમાં ચાલી રહી છે, તે કર્તા–કર્મ
સંબંધી ઘોર મિથ્યા માન્યતાને દૂર કરીને. જડ અને ચેતન દરેક પદાર્થોમાં કર્તા–કર્મનું
યથાર્થ સ્વરૂપ આ ચોથા ભાગમાં કોઈ અલૌકિક રીતે સમજાવવામાં આવ્યું છે.
સમયસાર પ્રવચનો ભાગ ૧ કિંમત ૩–૦–૦
સમયસાર પ્રવચનો ભાગ ૨ કિંમત ૨–૦–૦
સમયસાર પ્રવચનો ભાગ ૩ કિંમત ૩–૦–૦
સમયસાર પ્રવચનો ભાગ ૪ કિંમત ૩–૦–૦
(દરેકનું ટપાલ ખર્ચ જાુદું.) – શ્રી જૈન સ્વાધ્યાય મંદિર
સોનગઢ: સૌરાષ્ટ્ર
ભેટ પુસ્તકો સંબંધી ખુલાસો
આ ‘આત્મધર્મ’ માસિકના ચાલુ વર્ષના ગ્રાહકોને ત્રણ ભેટ પુસ્તકો આપવાની જાહેરાત અગાઉ
થઈ ગઈ છે. ‘આ ભેટ પુસ્તકો ક્યારે મળશે’–એમ અનેક ગ્રાહકો તફથી પૂછવામાં આવે છે; તેથી તેનો
ખુલાસો કર્યો છે–
પરમપૂજ્ય ગુરુદેવશ્રી હાલ સૌરાષ્ટ્રમાં વિહારમાં હોવાથી, વિહારમાં વચ્ચે જે જે ગામો આવતા
જાય છે તે તે ગામના ગ્રાહકોને ભેદવિજ્ઞાનસાર નામનું પુસ્તક રૂબરૂમાં આપી દેવામાં આવે છે. નીચેના
૨૪ ગામના ગ્રાહકોને રૂબરૂમાં અગર તો તે ગામના મુમુક્ષુમંડળ મારફત ભેદવિજ્ઞાનસાર આપવાની
વ્યવસ્થા થઈ ગઈ છે.
અમદાવાદ, વીંછીયા, કુંડલા, વાંકાનેર, પાલેજ, રાજકોટ, બોટાદ, ભાવનગર, રાણપુર, ઉગામેડી,
ઉમરાળા, વઢવાણ શહેર, પાટી, જસદણ, ગોરડકા, ધામણ, (ગુજરાત), ચુડા, વઢવાણ કેમ્પ, ભડકવા,
લીંબડી, મોરબી, સોનગઢ, જોરાવરનગર, અને ધાંગધ્રા.
બાકી રહી ગયેલા ગ્રાહકોને ‘ભેદવિજ્ઞાનસાર’ અને ‘સમ્યગ્દર્શન–એ બે ભેટ પુસ્તકો પોસ્ટ દ્વારા
મોકલવાનું
(અનુસંધાન પાના નં. ૬૩ ઉપર)