Atmadharma magazine - Ank 080
(Year 7 - Vir Nirvana Samvat 2476, A.D. 1950).

< Previous Page   Next Page >


PDF/HTML Page 2 of 21

background image
ધ ર્મ નું મૂ ળ સ મ્ય ગ્દ ર્શ ન
જેઠ : સંપાદક : વર્ષ: સાતમું
૨૪૭૬ રામજી માણેકચંદ દોશી અંક આઠમો
વકીલ
મુમુક્ષુઓએ સેવાયોગ્ય બે સાધનો
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન
અવશ્ય કરીને સેવવાયોગ્ય છે––સત્શ્રુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ
સત્પુરુષોનો સમાગમ કવચિત્ કવચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો
જીવ સત્દ્રષ્ટિવાન હોય તો સત્શ્રુતના ઘણા કાળના સેવનથી થતો
લાભ પ્રત્યક્ષ સત્પુરુષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે
છે. કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન્ નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન
અને વૃત્તિક્રિયા ચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમ યોગ પ્રાપ્ત થાય
એવો વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્શ્રુતનો
પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે,
શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત
જેમાં વર્ણવ્યા છે, એવા શાસ્ત્રનો પરિચય તે સત્શ્રુતનો પરિચય છે.
(શ્રીમદ્ રાજચંદ્ર)
છૂટક નકલ વાર્ષિક લવાજમ
ચાર આના ત્રણ રૂપિયા
અનેકાન્ત મુદ્રણાલય: મોટા આંકડિયા: કાઠિયાવાડ