Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૧૨ : આત્મધર્મ: ૮૫
હવે બારમી ગાથા ઉપરના ચોથા કલશમાં શ્રી આચાર્યદેવ કહે છે કે–
अतः शुद्धनयायत्तं प्रत्यग्ज्योतिश्चकास्तितत्।
नवतत्त्वगतत्त्वेपि यदेकत्वं न मुंचति।।
७।।
અર્થ:– ત્યારબાદ શુદ્ધનયને આધીન જે ભિન્ન આત્મજ્યોતિ છે તે પ્રગટ થાય છે કે જે નવતત્ત્વમાં પ્રાપ્ત
થવા છતાં પોતાના એકપણાને છોડતી નથી.
જે ભિન્ન આત્મજ્યોતિ હતી તે જ પ્રગટી છે. પર્યાયની દ્રષ્ટિથી જોતાં નવતત્ત્વો દેખાય છે, પણ એકરૂપ
ચૈતન્યજ્યોતિ સ્વભાવની દ્રષ્ટિથી જોતાં તેમાં નવતત્ત્વના ભંગ નથી, ને નવતત્ત્વના લક્ષે થતા રાગથી પણ તે
જુદો છે. આવા શુદ્ધ આત્માને જોનારા જ્ઞાનને શુદ્ધનય કહે છે. ભગવાન! તું અંતરથી શ્રદ્ધા–જ્ઞાન કરીને વસ્તુને
ઓળખ તો ખરો! નવતત્ત્વની રાગમિશ્રિત શ્રદ્ધા તે પુણ્યબંધનું કારણ છે, ધર્મનું કારણ નથી. નવતત્ત્વની શ્રદ્ધાને
વ્યવહારસમ્યક્ત્વ કહ્યું છે, તે વ્યવહાર સમ્યક્ત્વ શુભરાગ છે, તેને ખરેખર સમ્યક્ત્વ માનવું તે મિથ્યાત્વ છે.
અહો, આચાર્યદેવ કહે છે કે એક અખંડ ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિ છોડીને માત્ર નવતત્ત્વના ભેદનો અનુભવ કરવો
તે પણ મિથ્યાત્વ છે; તો પછી કુદેવાદિની શ્રદ્ધા કરે તેની વાત તો ક્યાં રહી? તેની તો વાત અહીં લીધી નથી.
અભેદસ્વભાવના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી ધર્મીને નવતત્ત્વ વગેરેના વિકલ્પ ઊઠવા છતાં
તેની દ્રષ્ટિ ભિન્ન એકાકાર આત્મજ્યોતિ ઉપર છે. નવતત્ત્વનું જ્ઞાન કરવા છતાં આત્મજ્યોતિ પોતાના એકપણાને
છોડતી નથી એટલે કે ધર્મીની દ્રષ્ટિ એકરૂપ આત્મજ્યોતિ ઉપરથી ખસતી નથી.
જે જીવ માત્ર નવતત્ત્વનો રાગસહિત વિચાર કરે છે, ને ભિન્ન એકરૂપ આત્માને અનુભવતો નથી તે તો
મિથ્યાત્વી છે. નવતત્ત્વના ભેદમાં રહેતાં એકરૂપ આત્મા સમજાતો નથી–અનુભવાતો નથી, પણ એકરૂપ
આત્માનો અનુભવ કરતાં તેમાં નવતત્ત્વનું રાગરહિત જ્ઞાન સમાઈ જાય છે.
ઊંડે ઊંડે, આ વાત મને નહિ સમજાય એવી બુદ્ધિ રાખીને સાંભળે તો તેને સમજણને યથાર્થ પ્રયત્ન
ક્યાંથી ઊગે? હજી આ વાત હું અત્યારે સાંભળું છું પણ પૂર્ણ આત્માની આવડી મોટી વાત કાલે મને યાદ રહેશે
કે નહિ? –એની પણ જેને શંકા થાય, તો તે– ‘અહો, આ મારા આત્માની અપૂર્વ વાત છે, અંર્તમુહૂર્તમાં હું
એકાગ્ર થઈને આનો અનુભવ પ્રગટ કરીશ–’ એવી હોંશ અને નિઃશંકતા ક્યાંથી લાવશે? અને તે નિઃશંકતા
વગર તેનો પ્રયત્ન અંર્તમુખ વલણમાં કેમ વળશે? હજી શું કહ્યું તે અંતરમાં પકડીને યાદ રહેવાની પણ જેને
શંકા છે તેને અંતરમાં વળીને તેવો અનુભવ ક્યાંથી થાય? હું પરિપૂર્ણ, કેવળી ભગવાન જેવો છું, એક સમયમાં
અનંત લોકાલોકને જાણવાનું સામર્થ્ય મારામાં જ છે, એમાં અંદર એકાગ્ર થાઉં એટલી જ વાર છે, ––એમ
પોતાની તાકાતનો વિશ્વાસ કરવો જોઈએ.
નવતત્ત્વના ભેદની શ્રદ્ધા છોડીને, અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે રાગરહિત શ્રદ્ધા કરવી તે
પરમાર્થસમ્યક્ત્વ છે. અખંડ ચૈતન્યસ્વભાવના આશ્રયે નવ તત્ત્વનું રાગરહિત જ્ઞાન થઈ જાય છે.
હવે, એ પ્રમાણે ભૂતાર્થથી એક આત્માને જાણવો તે સમ્યગ્દર્શન છે–એમ કહે છે:– –
ભૂતાર્થથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય, પાપ ને આસ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ તે સમ્યક્ત્વ છે.
અહીં નવતત્ત્વોને ભૂતાર્થનયથી જાણવા તેને સમ્યક્ત્વ કહ્યું, તેમાં ભૂતાર્થ કહેતાં નવતત્ત્વના ભેદનું લક્ષ
છોડીને અંતર ચૈતન્યસ્વભાવ તરફ વળવાનું આવ્યું. ભૂતાર્થ એકરૂપ સ્વભાવ તરફ વળીને નવતત્ત્વોનું
રાગરહિત જ્ઞાન કરી લીધું–એટલે કે નવતત્ત્વોમાંથી એકરૂપ અભેદ આત્માને તારવીને તેની શ્રદ્ધા કરી, તે
ખરેખર સમ્યક્ત્વ છે.
એકલા નવતત્ત્વના લક્ષે અટકીને નવતત્ત્વની શ્રદ્ધા કરવી તેને પણ મિથ્યાત્વ કહ્યું છે. હજી નવતત્ત્વ શું છે
તેની પણ જેને ખબ૨ નથી તેને તો વ્યવહારસમ્યક્ત્વ પણ નથી. વ્યવહારસમ્યક્ત્વ વગર તો સીધું
નિશ્ચયસમ્યક્ત્વ કોઈને થઈ જતું નથી અને વ્યવહારસમ્યક્ત્વથી પણ નિશ્ચયસમ્યક્ત્વ થઈ જતું નથી. પહેલાંં
જીવ–અજીવાદિ નવતત્ત્વો શું છે તે સમજવું જોઈએ. હું જીવ છું, શરીરાદિ અજીવ છે તેનાથી હું ભિન્ન છું.
નવતત્ત્વમાં પહેલું જીવતત્ત્વ છે. જીવ કોને કહેવો? શરીરાદિ જીવ નથી, રાગ પણ ખરેખર જીવ નથી અને અલ્પ
જ્ઞાનદશા તે પણ જીવતત્ત્વનું ખરું સ્વરૂપ નથી. જીવ તો પરિપૂર્ણ ચૈતન્યમય અનંતગુણનો એકરૂપ પિંડ