Atmadharma magazine - Ank 085
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૧૬ : આત્મધર્મ : ૮૫
નવતત્ત્વના જ્ઞાનમાં પણ જે ગોટા વાળે છે તે તો હજી ચૈતન્યભગવાનના આંગણે પણ નથી આવ્યો; તેને
ચૈતન્યભગવાનનાં દર્શન થાય નહિ. પહેલાંં રાગમિશ્રિત વિચારથી જીવ, અજીવને ભિન્ન ભિન્ન માનવા તે
ચૈતન્ય ભગવાનનું આંગણું છે, અને અભેદસ્વરૂપના રાગરહિત અનુભવ સહિત પ્રતીતિ કરવી તે
ચૈતન્યભગવાનનાં સાક્ષાત્ દર્શન છે, –તે નિશ્ચયસમ્યગ્દર્શન છે.
નવતત્ત્વમાં ત્રીજું પુણ્યતત્ત્વ છે; તે પુણ્યતત્ત્વ જીવને શરણભૂત નથી. જીવતત્ત્વ નિત્ય ધ્રુવરૂપ છે ને
પુણ્યતત્ત્વ ક્ષણિક વિકાર છે; પુણ્યના આધારે જીવતત્ત્વ નથી. જીવતત્ત્વ અને પુણ્યતત્ત્વ જુદા જુદા છે. ત્રિકાળી
જીવતત્ત્વ તે પુણ્યનું કારણ નથી. જો ત્રિકાળી તત્ત્વ પુણ્યનું કારણ હોય તો પુણ્ય કદી ટળે નહિ. પુણ્યતત્ત્વ પોતે
જીવ નથી ને જીવતત્ત્વ તે પુણ્ય નથી. એમ બંને તત્ત્વનું ભિન્ન ભિન્ન સ્વરૂપ જાણવું જોઈએ.
શ્રદ્ધા હોય છે; છતાં પરમાર્થ સમ્યગ્દર્શન તો એક અભેદતત્ત્વની શ્રદ્ધાથી જ છે.
પુણ્યભાવ તે ત્રિકાળી આત્મા નથી. પુણ્યભાવથી આત્મા પ્રગટે એમ માનો તો જીવ અને પુણ્યતત્ત્વ જુદાં
રહેતાં નથી. અને ત્રિકાળી જીવતત્ત્વને પુણ્યનું કારણ માનો તો પણ જીવ અને પુણ્યતત્ત્વ જુદાં રહેતાં નથી. દયા,
પૂજા, ભક્તિ દાન, બ્રહ્મચર્ય વગેરે શુભપરિણામ છે તે પુણ્યતત્ત્વ છે. તે જો આત્મા હોય તો, આત્માથી તેની
ભિન્નતા નક્કી થઈ શકે નહિ, અને નવતત્ત્વ પણ નહિ રહે. જીવમાં જીવ છે ને પુણ્યમાં પુણ્ય છે, જીવમાં પુણ્ય
નથી, પુણ્યમાં જીવ નથી, –એમ દરેક તત્ત્વને પોતાનું ભિન્ન ભિન્ન લક્ષણ છે. એવા નવતત્ત્વોને નક્કી કરવા તે તો
વ્યવહારસમ્યક્ત્વ છે.
પુણ્યતત્ત્વ તે આત્મા નથી, તેમ પુણ્યતત્ત્વ તે પાપ પણ નથી. દયા, દાન, પૂજા ભક્તિ વગેરેના ભાવો તે
પુણ્યતત્ત્વ છે, તે કાંઈ પાપ નથી. છતાં તે દયા, પૂજાદિના ભાવને પાપ મનાવે તો તેને પણ નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા
નથી. અંર્તસ્વભાવને નક્કી કરવા જતાં વચ્ચે નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ આવ્યા વિના રહેતો નથી.
શ્રદ્ધા નથી. ધર્મનો સંબંધ ધન સાથે નથી પણ ચૈતન્ય સાથે છે. ધન તો અજીવતત્ત્વ છે, શું તે અજીવથી જીવને
ધર્મ થાય? ધનથી ધર્મ તો થતો નથી, અને ધનથી પુણ્ય પણ થતું નથી. ધન તે જડતત્ત્વ છે ને પુણ્ય તો જીવનો
મંદકષાયભાવ છે; તે બંને ભિન્ન છે. આમ હોવા છતાં જે પૈસાથી ધર્મ માને કે પૈસાથી પુણ્ય અથવા પાપ માને
તો તેને વ્યવહારશ્રદ્ધા પણ સાચી નથી. શ્રી આચાર્યદેવ તો આત્માની પરમાર્થશ્રદ્ધા કરાવવા માંગે છે. હજી
નવતત્ત્વને જેમ છે તેમ વિકલ્પથી માને પણ નવભેદરહિત એક પરમાર્થ આત્માને શ્રદ્ધાનો વિષય ન બનાવે તો
તે પણ મિથ્યાત્વી છે.
જિનમંદિરમાં ભગવાન પાસે હાથ જોડાય, શરીર નમે કે ભાષા બોલાય તે જડની ક્રિયા છે, તે જડની
ક્રિયાને લીધે પુણ્ય નથી ને પુણ્યથી ધર્મ નથી. શુભભાવથી પુણ્ય છે ને અંતરમાં પરમાર્થસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન–
ચારિત્રથી ધર્મ છે. જૈન કહેવરાવે ને સાધુ વગેરે નામ ધરાવે પણ હજી નવતત્ત્વના ભાવની તો ખબર ન હોય,
તેને ખરેખર જૈન કહેવાય નહીં.
પુણ્ય અને પાપ તે વર્તમાન અટકતી ક્ષણિક વિકારી દશા છે, ને જીવ તો ત્રિકાળી તત્ત્વ છે. જડથી
પુણ્યપાપ નથી તેમ જ ત્રિકાળી જીવતત્ત્વ પણ પુણ્ય–પાપનું કારણ નથી. જો ત્રિકાળી જીવતત્ત્વમાં પુણ્ય–પાપ
હોય તો તે કદી ટળી શકે નહિ. એ રીતે જીવતત્ત્વમાં પુણ્ય નથી તેમ જ અજીવતત્ત્વમાં પણ પુણ્ય નથી. પુણ્ય તે
સ્વતંત્ર ક્ષણિક વિકારી દશા છે. –આ બધો શુદ્ધનયનો વિષય નથી પણ અભૂતાર્થનયનો વિષય છે. આવી
નવતત્ત્વની શ્રદ્ધા તે વ્યવહારસમ્યક્ત્વ છે. હજી તો ધર્મના આંગણે આવતાં વ્યવહારશ્રદ્ધામાં પણ આટલી
કબૂલાત આવી જાય છે. પછી એક શુદ્ધ આત્માની સન્મુખ થઈને અનુભવ કરતાં સમ્યક્પ્રતીતરૂપ ધર્મ પ્રગટે છે.
ચોથું પાપતત્ત્વ છે; જગત તો પર જીવ મરે તેથી, કે શરીરાદિ જડની ક્રિયાથી પાપ માને છે, પણ ખરેખર
તે પાપ નથી, પણ જીવનો કલુષિતભાવ તે જ પાપ છે. અજીવમાં પાપ પથી, પાપ તો જીવની ક્ષણિક વિકારી
અવસ્થા છે. જીવની અવસ્થાને છોડીને ક્યાંય બહારમાં પાપતત્ત્વ રહેતું નથી. પુણ્ય, પાપ વગેરે તત્ત્વો ક્ષણિક
અવસ્થામાં છે, એટલે આ નવતત્ત્વો વર્તમાન અવસ્થાદ્રષ્ટિથી જોતાં વિદ્યમાન છે, તેને જાણવા જોઈએ. કુદેવાદિને
માનતો હોય ને કુવ્યવહારમાં ભટકતો હોય તેનાથી