પુણ્ય થઈ જવા જોઈએ. તથા જો બહારમાં હિંસા–અહિંસા હોય તો, તે એકેન્દ્રિય જીવ કોઈ જીવને મારતો નથી
તેથી તેને મોટો અહિંસક ગણવો જોઈએ. પરંતુ એમ નથી. તે એકેન્દ્રિય જીવને તીવ્ર સંકલેશ પરિણામ છે તે
જ પાપ છે ને તે જ હિંસા છે. પોતાના પરિણામ સ્વતંત્ર થાય છે તેનું પણ જીવ ભાન કરતો નથી. તો એને
ધર્મ ક્યાંથી થાય?
ચૈતન્ય શું છે તેનું ભાન કરવું તે છે, ને તેમાં જ શાંતિ છે. ભગવાન! તારામાં શક્તિપણે બેહદ આનંદ ને
જ્ઞાન છે તેમાંથી પ્રગટે છે, તેને ન માનતાં બહારથી પ્રગટે એમ માન્યું તે આત્માનો અનાદર છે. યથાર્થ
સ્વરૂપ શું છે તે જેના જાણવામાં આવે તેની રુચિની દિશા ફરી જાય; તથા રુચિની દિશા ફરતાં દશા ફરી
જાય, તેની શ્રદ્ધા ફરી જાય, તેનું જ્ઞાન ફરી જાય, તેની પ્રરૂપણા ફરી જાય, તેનું વલણ ફરી જાય, અને
સંસારદશા ફરીને અલ્પકાળમાં મોક્ષદશા થઈ જાય.
આત્મા જુદો છે, જડ ઈન્દ્રિયોથી આત્મા જુદો છે, રાગ–દ્વેષ તે પણ આત્મા નથી અને ક્ષાયોપશમિક અધૂરું
જ્ઞાન તે પણ આત્માનું પરમાર્થસ્વરૂપ નથી. આત્મા એકલો ચેતનમય છે. આત્મા કાન વડે શબ્દને સાંભળતો
નથી પણ જ્ઞાન વડે જાણે છે. પરસન્મુખ થઈને પરને જાણતો નથી પણ સ્વસન્મુખ રહીને જાણતાં જ્ઞાન પરને
પણ જાણી લે છે, એવો સ્વભાવ છે. જેમ સોનામાંથી કુંડળ વગેરે દશા થાય છે તેમ ત્રિકાળી ચૈતન્યમાંથી
તેની વિશેષ જ્ઞાનદશા થાય છે, તે જ્ઞાન વડે આત્મા શબ્દને જાણે છે. આત્મા પોતે અશબ્દ છે, તે કાનનું
અવલંબન લીધા વગર જ શબ્દને જાણે છે. અહીં ‘અશબ્દ’ કહેતાં માત્ર શબ્દથી જ જુદાપણાની વાત નથી
પણ શબ્દ, શબ્દ તરફના વલણથી થતો રાગ તેમ જ શબ્દ વગેરે પરસન્મુખ થતું જ્ઞાન–એ બધાને પણ શબ્દની
સાથે લઈને, તેનાથી આત્માને ભિન્ન બતાવ્યો છે. ઉપયોગનું વલણ સ્વતરફ કામ ન કરે ને પર તરફ જ
વલણ રાખે તથા પરથી કામ લેવાનું માને, –તે ભાવને આત્મા માનવો તે ઊંધી સમજણ છે, તે અનાદિની
મોટી ભૂલ છે, તે ભૂલ રાખીને જીવ ગમે તેટલું કરે તો પણ તેને ધર્મ થાય નહિ ને ભવભ્રમણ મટે નહિ,
આત્માની શાંતિ પ્રગટે નહીં. જેમ રાખના ઢગલા ઉપર લીંપણ થાય નહિ તેમ ઊંધી શ્રદ્ધારૂપી રાખના ઢગલા
ઉપર ધર્મનું લીંપણ થાય નહિ, એટલે કે આત્માના પરમાર્થસ્વભાવની સાચી ઓળખાણ વગર ધર્મની ક્રિયા
હોય નહિ.
આત્મા જેવો છે તેવો તેને જાણીને શ્રદ્ધામાં સ્વીકારે તો તે શ્રદ્ધા સાચી થાય એટલે કે સમ્યગ્દર્શન થાય. આ
સિવાય પુણ્યરાગમાં કે દેહની ક્રિયામાં એવી તાકાત નથી કે તેનાથી સમ્યગ્દર્શન થાય. પુણ્યરાગ વડે આત્મા
જણાતો નથી તેમ જ તે પુણ્યરાગને આત્મા માને તો પણ આત્મા જાણાતો નથી. રાગરહિત અને જ્ઞાનથી
પરિપૂર્ણ આત્માનો સ્વભાવ છે, તેને જેવો છે તેવો જાણે તો સાચું જ્ઞાન થાય. જેમ ૧૦૦ ની સંખ્યાને ૧૦૦
તરીકે માને તો તે બરાબર ગણાય, પણ શૂન્યને સો તરીકે માને તો તે બરાબર નથી, ૧ ને ૧૦૦ તરીકે માને
તો તે પણ બરાબર નથી અને ૯૯ ને ૧૦૦ તરીકે માને તો તે પણ બરાબર નથી. તેમ પરમાર્થસ્વરૂપ
ભગવાન આત્મા પરથી ભિન્ન પરિપૂર્ણ જ્ઞાનસ્વરૂપ છે, તેને તેવો જ જાણે તો સાચું જ્ઞાન કહેવાય. શરીર–
મન–વાણીથી આત્મા ભિન્ન છે, એટલે તેનાથી આત્મા ખાલી છે, આત્મામાં શરીર–મન–વાણીની શૂન્યતા છે,
તેથી તેનાથી આત્માને ખાલી માનવો જોઈએ, તેમજ અવસ્થામાં ક્ષણિક રાગાદિ ભાવો થાય છે તે
ત્રિકાળીસ્વભાવમાં નથી એટલે સ્વભાવમાં તે શૂન્ય છે, માટે તેને આત્મા માનવો ન જોઈએ. છતાં તે
વિકારને જો આત્મા માને તો તે શૂન્યને ૧૦૦ માનવા જેવું