PDF/HTML Page 21 of 21
single page version
આનંદનું અમી ઝરતું ન હતું, અનાદિથી ઊંધા ઊપાય કર્યા, છેવટે તેને જ્ઞાની મળ્યા, જ્ઞાનીએ તેને કહ્યું–ભાઈ!
આત્માના આનંદનો ઉપાય સહજ છે, બહારનું વલણ છોડીને તું તારા સ્વભાવસન્મુખ થા.’ જ્યાં યથાર્ય ભાન
કરીને અંર્તસ્વભાવસન્મુખ વળ્યો ત્યાં આત્માના અનુભવનું અમૃત ઝર્યું. જે મુનિઓ એવા આત્માના અમૃતના
અનુભવમાં લીન થયા છે તે મુનિઓ જ ખરેખર મોક્ષતત્ત્વ છે.
દશા ભગવાન શ્રી કુંદકુંદમુનિની હતી, તેમ જ ભગવાન શ્રી પુષ્પદંત અને ભૂતબલી વગેરે સંત–મુનિઓની પણ
એવી દશા હતી. આજે અહીંના
છે. શ્રી ભૂતબલી અને પુષ્પદંત આચાર્યદેવોએ તેની રચના કરી હતી. તેમને ઉપર કહી તેવી દશા હતી. સ્વરૂપના
જ્યાં આવી દશા પ્રગટી ત્યાં, સાધક–સાધ્ય વચ્ચેના ભેદને તોડીને કહે છે કે, મોક્ષતત્ત્વ જ ઘરે આવી ગયું, આત્મા
પોતે મોક્ષતત્ત્વ થઈ ગયો. સાક્ષાત્ મોક્ષદશા તો ભવિષ્યમાં થવાની છે પણ મોક્ષના કારણરૂપ દશા પ્રગટી ગઈ ત્યાં
તેને વર્તમાનમાં જ મોક્ષતત્ત્વ કહેલ છે. કેમ કે તે આત્માએ પૂર્વનાં બધાં કર્મોનાં ફળને લીલાથી નષ્ટ કર્યાં છે,–કષ્ટથી
નહિ પણ લીલાથી નષ્ટ કર્યાં છે, જેમાં કષ્ટ લાગે તે તો ભૂંડું ધ્યાન છે, તેમાં ધર્મ થાય નહિ. અહીં તો કહે છે કે
આત્માનો નિશ્ચય કરીને તેમાં લીન થનારા મુનિવરોએ સહજમાત્રમાં પૂર્વ કર્મના ફળને નષ્ટ કર્યાં છે, આગામી
કર્મફળને તે ઉપજાવતા નથી તેથી ફરીને પ્રાણધારણરૂપ દીનતાને પામતા નથી ને વિકારી ભાવોરૂપ પરાવર્તનના
અભાવને લીધે શુદ્ધસ્વભાવમાં અવસ્થિતવૃત્તિવાળા રહે છે, તેથી તે મુનિઓ જ મોક્ષતત્ત્વ છે.
કરવારૂપ દીનતાને પામતો તે સંસારતત્ત્વ હતું, અને આત્માનું ભાન પ્રગટ કરીને આત્માના આનંદમાં જ
સ્થિરતાથી આત્મા એક ભાવરૂપે સ્વરૂપમાં જ સ્થિર રહે છે ને ફરીથી પ્રાણધારણરૂપ દીનતા પામતો નથી તે જીવ
જ મોક્ષતત્ત્વ છે, મુનિનો આત્મા જ અભેદપણે મોક્ષતત્ત્વ છે.
લાયકાત મુજબ–જેમની રહેવાની ઈચ્છા હોય તેમણે તુરત જણાવવું.