Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page  


PDF/HTML Page 21 of 21

background image
ATMADHARMA Regd. No. B. 4787
આત્મા અનાદિથી અજ્ઞાનપણે બહારના ક્રિયાકાંડમાં ને વિકારમાં ભટકતો, ત્યાં તેને કદી અનુભવમાં આત્માના
આનંદનું અમી ઝરતું ન હતું, અનાદિથી ઊંધા ઊપાય કર્યા, છેવટે તેને જ્ઞાની મળ્‌યા, જ્ઞાનીએ તેને કહ્યું–ભાઈ!
આત્માના આનંદનો ઉપાય સહજ છે, બહારનું વલણ છોડીને તું તારા સ્વભાવસન્મુખ થા.’ જ્યાં યથાર્ય ભાન
કરીને અંર્તસ્વભાવસન્મુખ વળ્‌યો ત્યાં આત્માના અનુભવનું અમૃત ઝર્યું. જે મુનિઓ એવા આત્માના અમૃતના
અનુભવમાં લીન થયા છે તે મુનિઓ જ ખરેખર મોક્ષતત્ત્વ છે.
અહીં સ્વરૂપની રમણતામાં વર્તતા, સ્વરૂપમાં ઠર્યા તેવા સાક્ષાત્ શ્રમણને જ મોક્ષતત્ત્વ કહી દીધા;
વર્તમાન સાધક છે છતાં મોક્ષતત્ત્વ કહી દીધા. મોક્ષનું સાક્ષાત્ કારણ પ્રગટ્યું ત્યાં મોક્ષતત્ત્વ જ કહી દીધું. આવી
દશા ભગવાન શ્રી કુંદકુંદમુનિની હતી, તેમ જ ભગવાન શ્રી પુષ્પદંત અને ભૂતબલી વગેરે સંત–મુનિઓની પણ
એવી દશા હતી. આજે અહીંના
[–લાઠીના] જિનમંદિરની પ્રતિષ્ઠાનો વાર્ષિક મહોત્સવ છે, તેમ જ શ્રુતપંચમીનો
દિવસ છે, ઠેઠ મહાવીર પ્રભુના દિવ્યધ્વનિ સાથે સંબંધ ધરાવનારા મહાન ષટ્ખંડાગમની પૂજાનો આજનો દિવસ
છે. શ્રી ભૂતબલી અને પુષ્પદંત આચાર્યદેવોએ તેની રચના કરી હતી. તેમને ઉપર કહી તેવી દશા હતી. સ્વરૂપના
આનંદમાં લીન થતાં તે દશા પ્રગટી છે.
સંસારતત્ત્વના વર્ણનમાં દ્રવ્યલિંગી મુનિને નિત્યઅજ્ઞાની અને બ્મણાભાસ કહ્યો હતો, અહીં મોક્ષની
તૈયારીવાળા ભાવલિંગી સાધુને નિત્યજ્ઞાની અને સાક્ષાત્ શ્રમણ કહ્યા છે. શુદ્ધોપયોગમાં ઠર્યા તે સાક્ષાત્ શ્રમણ છે.
જ્યાં આવી દશા પ્રગટી ત્યાં, સાધક–સાધ્ય વચ્ચેના ભેદને તોડીને કહે છે કે, મોક્ષતત્ત્વ જ ઘરે આવી ગયું, આત્મા
પોતે મોક્ષતત્ત્વ થઈ ગયો. સાક્ષાત્ મોક્ષદશા તો ભવિષ્યમાં થવાની છે પણ મોક્ષના કારણરૂપ દશા પ્રગટી ગઈ ત્યાં
તેને વર્તમાનમાં જ મોક્ષતત્ત્વ કહેલ છે. કેમ કે તે આત્માએ પૂર્વનાં બધાં કર્મોનાં ફળને લીલાથી નષ્ટ કર્યાં છે,–કષ્ટથી
નહિ પણ લીલાથી નષ્ટ કર્યાં છે, જેમાં કષ્ટ લાગે તે તો ભૂંડું ધ્યાન છે, તેમાં ધર્મ થાય નહિ. અહીં તો કહે છે કે
આત્માનો નિશ્ચય કરીને તેમાં લીન થનારા મુનિવરોએ સહજમાત્રમાં પૂર્વ કર્મના ફળને નષ્ટ કર્યાં છે, આગામી
કર્મફળને તે ઉપજાવતા નથી તેથી ફરીને પ્રાણધારણરૂપ દીનતાને પામતા નથી ને વિકારી ભાવોરૂપ પરાવર્તનના
અભાવને લીધે શુદ્ધસ્વભાવમાં અવસ્થિતવૃત્તિવાળા રહે છે, તેથી તે મુનિઓ જ મોક્ષતત્ત્વ છે.
શરીરને ધારણ કરવું તે દીનતા છે ને ચૈતન્યની નિર્મળ આનંદદશા પ્રગટ કરીને તેમાં લીન રહેવું તે
બાદશાહી છે. સદા નવા નવા વિકારભાવે આત્મા બદલ્યા કરતો અને તેના ફળમાં નવા નવા શરીરને ધારણ
કરવારૂપ દીનતાને પામતો તે સંસારતત્ત્વ હતું, અને આત્માનું ભાન પ્રગટ કરીને આત્માના આનંદમાં જ
સ્થિરતાથી આત્મા એક ભાવરૂપે સ્વરૂપમાં જ સ્થિર રહે છે ને ફરીથી પ્રાણધારણરૂપ દીનતા પામતો નથી તે જીવ
મોક્ષતત્ત્વ છે, મુનિનો આત્મા જ અભેદપણે મોક્ષતત્ત્વ છે.
આ રીતે ૨૭૧ મી ગાથામાં સંસારતત્ત્વનું અને ૨૭૨ મી ગાથામાં મોક્ષતત્ત્વનું વર્ણન કર્યું. હવે ૨૭૩ મી
ગાથામાં મોક્ષતત્ત્વના સાધનતત્ત્વનું વર્ણન કરશે. ।।૨૭૨।।
જૈન તિથિ દર્પણ
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર ટ્રસ્ટ તરફથી પ્રકાશિત ચાલુ સાલનું
જૈન તિથિ દર્પણ જેમણે જરૂર હોય તેમણે સથવારા જોગ મંગાવી લેવું.
પૂજારી જોઈએ છે.
શ્રી સોનગઢના જિનમંદિરમાં પૂજારી તરીકેનું તથા નામું વગેરે
કામકાજ કરી શકે તેવા એક ઉત્સાહી જૈન ભાઈનું જરૂર છે. પગાર
લાયકાત મુજબ–જેમની રહેવાની ઈચ્છા હોય તેમણે તુરત જણાવવું.
શ્રી જૈન સ્વાધ્યાય મંદિર સોનગઢ (સૌરાષ્ટ્ર).
મુદ્રક : ચુનીલાલ માણેકચંદ રવાણી, શિષ્ટ સાહિત્ય મુદ્રણાલય : મોટા આંકડિયા [જિ. અમરેલી] તા. ૮–૧૨–૫૦
પ્રકાશક શ્રી જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ સોનગઢ વતી જમનાદાસ માણેકચંદ રવાણી, મોટા આંકડિયા [જિ. અમરેલી]