Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 20 of 21

background image
: માગશર: ૨૪૭૭ : ૩૯ :
મોક્ષદશા પ્રગટી નથી ત્યાર પહેલાંં જ, મોક્ષના કારણને સેવી રહ્યા હોવાથી શુદ્ધોપયોગી મુનિને મોક્ષતત્ત્વ કહ્યું છે.
હું જ્ઞાન–આનંદસ્વરૂપ આતમ છું, મારો આનંદ ક્યાંય બીજે નથી, આવો જેણે યથાર્થ નિર્ણય કર્યો છે તથા
પદાર્થોના નિર્ણય સંબંધી વ્યોમોહ ટાળીને ઉત્સુકતા દૂર કરી છે અને જે સ્વરૂપમાં લીન પ્રશાંતમૂર્તિ છે–તે જ
ખરેખર શ્રમણ છે; શ્રમણની આવી અંર્તદશા થઈ હોય છે, ને તે અલ્પકાળે મોક્ષ પામે છે. જેમ માખી સાકરનો
સ્વાદ લેવામાં એવી લીન થાય છે કે ત્યાંથી ખસવા માંગતી નથી, સાકરની જેમ આત્મા અતીંદ્રિય આનંદરસનો
ડુંગર છે; તેના સ્વાદનો અનુભવ કરવામાં મુનિનો આત્મા એવો લીન થયો–એવો જામી ગયો કે ત્યાંથી બહાર
નીકળવાનો તે આળસુ છે, સ્વભાવના અપૂર્વ આનંદમાંથી જરા ય બહાર નીકળવાનું ગમતું નથી. તે શ્રમણ
સ્વરૂપના આનંદમાં તૃપ્ત–તૃપ્ત હોવાથી, જાણે કે સ્વરૂપની બહાર નીકળવાના આળસુ–સુસ્ત હોય એમ સ્વરૂપ–
પ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યા છે. જેમ કોઈ ગરીબને ઘણા કાળે માંડ સાકરનો ગાંગડો મળ્‌યો હોય ને મમતાથી
તેને ચૂસ્યા કરે, તેમ અહીં મુનિરાજને પૂર્વે અનંતકાળમાં નહિ મળેલો, આત્માના આનંદ–અમૃતરસનો એવો
અપૂર્વ અનુભવ પ્રગટ્યો છે કે તેમાં જ તે લીન થયા છે, તેમાંથી બહાર નીકળવું ગોઠતું નથી, સ્વભાવના
અનુભવમાંથી બહાર નીકળવાની તેમને આળસ થાય છે. જુઓ તો ખરા, આચાર્યદેવની શૈલી! જગતના જીવો
તો ધર્મ કરવાના આળસુ હોય, પણ આ અલ્પકાળે મોક્ષ જનારા મુનિઓ તો ધર્મની બહાર નીકળવાના આળસુ
છે, એમ આચાર્યદેવ કહે છે. જેમ ઘોર ઊંઘમાં પડેલો અવાજથી જાગે નહિ તેમ અહીં આત્માની જાગૃતિથી
સ્વરૂપની પ્રશાંતિમાં લીન થયેલા મુનિ ગમે તેવી પ્રતિકૂળતા આવે તો ય સ્વરૂપની બહાર નીકળતા નથી.
તે મુનિનો આત્મા સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે ચરતો હોવાથી અયથાચાર રહિત વર્તે છે. મુનિનો
આત્મા એક આત્મસ્વરૂપમાં જ સન્મુખપણે વર્તે છે, અન્ય પદાર્થોની સન્મુખ વર્તતો નથી. અહીં તો મોક્ષતત્ત્વની
વાત લેવી છે. સ્વરૂપની બહાર લક્ષ જઈને શુભવૃત્તિ ઊઠે તો તે મોક્ષને રોકનાર છે, તેથી તે અયથાચાર પ્રવૃત્તિ
છે. શુદ્ધોપયોગ પ્રગટ કરીને જે આત્મસ્વરૂપમાં એકમાં જ લીનપણે વર્તે છે તે અયથાચાર રહિત છે; અને તે
નિત્યજ્ઞાની છે.–આવા સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું; કેમ કે તે શુદ્ધોપયોગી શ્રમણ
ફરીને પ્રાણધારણરૂપ દીનતાને પામતા નથી, અને બીજા વિકારભાવરૂપ પરિણમવાના અભાવને લીધે શુદ્ધ
સ્વભાવમાં અવસ્થિત પરિણતિવાળા રહે છે.
જે સ્વરૂપની પ્રતીતિ કરીને તેમાં જામી ગયા,–એવા જામી ગયા કે બહાર નીકળવાના આળસુ થઈ ગયા
છે, વિકલ્પો રહિત પ્રશાંત–ઉપશાંતરૂપ થઈ ગયા છે ને નિજસ્વરૂપમાં જ અભિમુખપણે વિચરતા હોવાથી
અયથાચારરહિત વર્તે છે,–સ્વરૂપથી બહાર નીકળીને કોઈ વિકલ્પ જ ઊઠતો નથી, તથા જે નિત્ય જ્ઞાની છે,–
આવી જેની દશા થઈ છે તે ખરેખર સંપૂર્ણ શ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું. શુભરાગનો વિકલ્પ
ઊઠે તે પણ યથાચાર નથી. ઉપવાસ કરવાનું માને અને બીજા દિવસની સવારની ખીચઠીના કલાક ગણતો હોય
તે યથાચાર ન કહેવાય, તે તો શુભભાવ પણ નથી, અશુભભાવ છે.
મુનિ તો આત્માના આનંદમાં રસબોળ થઈને સ્વરૂપમંથર થઈ ગયા છે, આહાર લીધો કે ન લીધો તેનો
વિકલ્પ પણ ઊઠતો નથી. જેમ ઊના ઘીથી ભરેલા તપેલામાં ઊની ઊની પુરણપુરી ઝબોળે, અને તે રસબોળ
થઈને તેમાંથી ઘી ટપકતું હોય, તેમ મુનિ શુદ્ધોપયોગવડે ચૈતન્યસમુદ્રમાં એવા લીન થયા કે અંદર આત્માનો
આનંદ નીતરે છે, આત્માના આનંદમાં રસબોળ થઈ ગયા છે. જુઓ, આ મોક્ષની તૈયારીવાળા મુનિની દશા!
અહો, આત્મામાં અપૂર્વ આનંદ ઝરે એવી વાત છે. જેમ ઉનાળાના તાપમાં ચારે કોરે ઠંડા ફૂવારા ગોઠવીને
વચ્ચે બેઠો હોય ને શાંતિ માને, તેમ અહીં મુનિને આત્માના ધ્યાનમાં એકાગ્ર થતાં અનંત ગુણોમાંથી અમૃતના
ફૂવારા છૂટે છે,–આનંદના ઝરણાં વહે છે, તેમાં વિચરતો આત્માં તૃપ્ત–તૃપ્ત થઈ ગયો છે. સંસારના તાપથી છૂટીને
શાંતિ લેવાનો આ ઉપાય છે.
એક વાર એક રાજાને મોઢામાં અમી ઝરતું ન હતું, તેથી મોઢું લૂખું રહ્યા કરે; અમી ઝરવા માટે ઘણા
ઉપાય કર્યા પણ અમી ન ઝર્યું. છેવટે એક જાણકાર ગામડીયાએ લીલી આંબલીના હારડા ટાંગીને તેની વચ્ચે
રાજાને બેસાડયો, આબંલીને જોતાંવેંત જ રાજાને અમી છૂટયું. તેમ