: ૩૮ : આત્મધર્મ : ૮૬
[૩]
શ્રી પ્રવચનસારજી ગાથા ૨૭૨ ઉપર વીર સં. ૨૪૭૬ ના જેઠ સુદ ૫ [શ્રતુપંચમી] ના રોજ ઈાઠીના
જિનમંદિરજીની પ્રતિષ્ઠાના વાર્ષિક મહોત્સવ પ્રસંગે, લાઠીમાં પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન.
પ્રગટ કરે છે. મોક્ષતત્ત્વ તે આત્માની નિર્વિકારી શુદ્ધ દશા છે. સંસાર તે આત્માની ભૂલવાળી વિકારદશા છે ને
મોક્ષ તે આત્માની પવિત્રદશા છે, આત્મા તો તે બંને અવસ્થાઓમાં ધ્રુવરૂપ નિત્ય રહેનાર છે. સંસાર અને મોક્ષ
એ બંને, આત્માની ક્ષણિક અવસ્થાઓ છે. સંસારનો નાશ થતાં આત્માનો નાશ થઈ જતો નથી, ને મોક્ષદશા
પ્રગટ થતાં આત્મા નવો પ્રગટતો નથી. સંસારદશાનો વ્યય અને મોક્ષદશાનો ઉત્પાદ થાય છે, આત્મા તો
દ્રવ્યદ્રષ્ટિથી એકરૂપ ધ્રુવ છે. જે આત્મા સંસારદશામાં હતો તે જ આત્મા મોક્ષદશામાં રહે છે.
સંસારતત્ત્વનું વર્ણન કરતાં ૨૭૧મી ગાથામાં તત્ત્વની ઊંધી શ્રદ્ધાવાળા દ્રવ્યલિંગી શ્રમણને મુખ્ય
સંસારતત્ત્વ કહ્યું હતું. અહીં મોક્ષતત્ત્વના વર્ણનમાં, ભાવલિંગી શુદ્ધોપયોગી શ્રમણ તે મોક્ષતત્ત્વ છે–એમ કહે છે–
અયથાચરણહીન, સૂત્ર અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨
આ પ્રવચનસારની છેલ્લી પાંચ ગાથાઓને અમૃતચંદ્રાચાર્ય દેવે પાંચ રત્નોની ઉપમા આપી છે, તે પાંચ
રત્નોમાં આ બીજું રત્ન છે. દ્રવ્યલિંગી સંસારતત્ત્વ અનંત સંસારમાં રખડશે એમ કહ્યું હતું અને
ભાવલિંગી શ્રમણ અલ્પકાળે મોક્ષ પામશે તેથી તે મોક્ષતત્ત્વ છે–એમ અહીં કહે છે.
મોક્ષના સાધક શ્રમણ કેવા હોય છે? ત્રણ લોકની કલગીસમાન વિવેકરૂપી દીવીના પ્રકાશવાળા હોય છે.
સંસારતત્ત્વવાળો જીવ સ્વયં અવિવેકી હતો, અહીં મોક્ષતત્ત્વમાં પ્રથમ જ વિવેક એટલે કે ભેદજ્ઞાનની વાત કરી છે.
કેવળજ્ઞાન ને સૂર્ય છે ને સમ્યક્ મતિ–શ્રુતજ્ઞાન તે દીવી છે. શ્રમણને હજી કેવળજ્ઞાન પ્રગટ્યું નથી પણ યથાર્થ
મતિ–શ્રુતજ્ઞાન પ્રગટ્યા છે, તે ત્રણલોકના ચૂડામણી સમાન દીવી છે. સમ્યગ્જ્ઞાનનો વિવેક પ્રગટ્યા વગર
મુનિદશા હોય નહિ, તેથી પ્રથમ વિવેકની વાત લીધી. લોકો પણ કહે છે કે–
ધર્મ વાડીએ ન નીપજે, ધર્મ હાટે ન વેચાય,
ધર્મ વિવેકે નીપજે, જો કરીએ તો થાય.
ધર્મ ક્યાંય બહારથી મળતો નથી પણ અંતરના વિવેકથી થાય છે. વિવેક એટલે શું? સ્વ–પર પદાર્થોનો
સ્વભાવ જેમ છે તેમ જ્ઞાનમાં જાણવો તે વિવેક છે. પ્રથમ તો શ્રમણને આવા વિવેકને લીધે યથાસ્થિત
પદાર્થનિશ્ચય હોય છે એટલે કે પદાર્થ જેવા છે તેવી તેની શ્રદ્ધા હોય છે. ઘડો માટીથી થાય એમ માનવું તે
યથાસ્થિત પદાર્થ–શ્રદ્ધા છે, અને કુંભાર ઘડાને કરે–એમ માનવું યથાસ્થિત પદાર્થશ્રદ્ધા નથી પણ વિપરીત શ્રદ્ધા છે
જ્યારે પદાર્થની અવસ્થાનો જે સ્વકાળ હોય ત્યારે તે અવસ્થા સ્વતંત્રપણે તેનાથી થાય છે, બીજી ચીજથી તેમાં
કાંઈ થતું નથી–આમ સમજવું તે પદાર્થની યથાર્થ શ્રદ્ધા છે. એવી યથાર્થ શ્રદ્ધા પ્રગટ કરવાથી જ પદાર્થો સંબંધી
ઉત્સુકતા ટળે છે. જો પદાર્થનો યથાર્થ નિર્ણય ન કરે તો ‘પદાર્થ આમ હશે કે તેમ?’ એવી શંકાના ઝૂલે ઝૂલ્યા કરે
એટલે તેને આકુળતા મટે નહિ ને તે કદી સ્વરૂપમાં ઠરી શકે નહિ. મોક્ષના સાધક મુનિવરોએ વિવેકરૂપી દીવીના
પ્રકાશથી પદાર્થોના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કર્યો છે અને એ નિશ્ચયવડે ઉત્સુકતાને ટાળી છે.
શુભરાગ બંધનું કારણ છે, તે મોક્ષનું સાધન નથી, પુણ્ય તે પુણ્યતત્ત્વ છે તેનાથી ધર્મ થતો નથી,–આ પ્રમાણે
નવે તત્ત્વોની બરાબર શ્રદ્ધા વડે, ‘આ કેમ હશે? શું પુણ્યથી ધર્મ થતો હશે!’ એવા પ્રકારની સર્વશંકા ટળી જાય છે.
નિઃશંકપણે નવતત્ત્વનો નિર્ણય ન કરે ત્યાં સુધી ઉપયોગ આત્મસ્વરૂપમાં એકાગ્ર થાય નહિ. પહેલાંં નવતત્ત્વોનો
નિર્ણય કરીને આત્મા શું છે તે નક્કી કરે, પછી આત્મામાં ઉપયોગ જોડે તો ત્યાં એકાગ્રતા થાય. પદાર્થનો નિશ્ચય કરીને
જેનો ઉપયોગ પોતાના સ્વરૂપમાં જામી ગયો છે એવા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ કહે છે.
મોક્ષતત્ત્વ એટલે શું? તેની આ વાત ચાલે છે. સ્વરૂપમંથર એટલે કે આત્મસ્વરૂપમાં જે જામી ગયા છે
એવા ભાવલિંગી મુનિને વર્તમાનમાં કેવળજ્ઞાન નથી પણ ભેદજ્ઞાનરૂપી દીવી પ્રગટી છે, તે દીવીના પ્રકાશ વડે
પદાર્થના સ્વરૂપનો નિર્ણય કરીને આત્મામાં ઠર્યા છે, પ્રશાંત આત્મા થયા છે, તેને ભવિષ્યમાં અલ્પકાળે મુક્તિ
થવાની છે, તેથી તેને જ અહીં મોક્ષતત્ત્વ કહી દીધું છે. હજી સાક્ષાત્