Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 21

background image
: માગશર: ૨૪૭૭ : ૩૭ :
જ થાય છે. પ્રભુ! તને તરી પ્રભુતા બેસતી નથી તેથી તું પરાશ્રયે ધર્મ માની રહ્યો છે. પોતાના ચૈતન્યતત્ત્વની
પ્રભુતાને ચૂકીને પરના આશ્રયે લાભ માનીને જીવો સંસારમાં રખડી રહ્યા છે. પરાશ્રયે શુભ–અશુભ દ્વૈૈૈૈૈૈૈૈતની
ઉત્પત્તિમાં લાભ માન્યો છે તેથી સંસાર છે. ચૈતન્યસ્વરૂપ આત્માની પ્રતીત કરીને તેમાં ઠરે તો દ્વૈત ટળે એટલે
સંસાર ટળે ને મુક્તદશા પ્રગટે.
પહેલાંં સત્સમાગમે સાચી સમજણ વડે શરીર અને પુણ્ય–પાપમાં એકત્વબુદ્ધિ ટાળીને, ચૈતન્યસ્વભાવી
આત્મામાં એકત્વબુદ્ધિ પ્રગટ કરવી જોઈએ. એ માટે પોતાની પ્રાત્રતાથી શ્રવણ–મનન જોઈએ. અપૂર્વ
આત્મધર્મની શરૂઆત પરથી જુદાપણાના ભાનથી ને સ્વમાં એકત્વની શ્રદ્ધા–જ્ઞાનથી થાય છે. પહેલાંં
એવી શ્રદ્ધા–જ્ઞાન પ્રગટયા પછી તેમાં લીનતારૂપ ચારિત્ર પ્રગટે છે, તે મુનિદશા છે; પછી વીતરાગતા થતાં
કેવળજ્ઞાન અને મુક્તિ થાય છે.
[૧૧] ધર્મ તે પરમ આનંદનું કારણ છે, અને તેની શરૂઆત પણ આત્માના આનંદથી થાય છે. ધર્મ તે
દુઃખદાયક નથી પણ શાંતિરૂપ છે. ચૈતન્યતત્ત્વના મહિમાના ભાન વગર પાપ અને પુણ્ય કરીને અનંતકાળથી જીવ ચાર
ગતિમાં રખડે છે, પણ સ્વભાવના બેહદ મહિમાને એક સમય પણ જાણ્યો નથી. તે વિના વ્રત, પચ્ચખાણ કે મુનિદશા
હોય નહિ. શ્રી આચર્યદેવ કહે છે કે નિશ્ચયથી જેનો એક ચૈતન્યસ્વભાવ છે એવા આત્માને જાણવો તે અમૃતપદ છે;
પર તરફનો આશ્રયભાવ તે સંસાર છે ને સ્વભાવ તરફનો આશ્રયભાવ તે મુક્તિનું કારણ છે.
[લીંબડી શહેરમાં વીર સં. ૨૪૭૬ ના પોષ સુદ ૪ ના રોજ
પદ્મ. એકત્વ અધિકાર ગા. ૩૨ ઉપર પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન]
• • • • • • •
જીવે પુણ્યની વાત સાંભળી છે,
–ધર્મની વાત કદી સાંભળી નથી.
પુણ્ય–પાપ કેમ થાય તે વાત અનંતવાર જીવે સાંભળી, પણ દેહાદિથી ને પુણ્ય–પાપથી જુદો, પરાવલંબન
વગરનો હું છું–એવા ભિન્ન આત્માના શુદ્ધસ્વરૂપની વાત પૂર્વે કદી શ્રવણ કરી નથી...... ‘પુણ્ય કરો! પુણ્ય કરો!
પુણ્યથી ધીમે ધીમે ધર્મ થશે’ એ વાત ત્રણકાળમાં જૂઠી છે. પુણ્ય વિકાર છે, તેનાથી બંધન છે, તેનાથી ધર્મ નથી.
ધર્મ તો પુણ્ય–પાપરહિત આત્મામાં છે. તેની પ્રથમ શ્રદ્ધા કરવા માટે પણ પુણ્યની મદદ નથી. પુણ્ય–પાપરહિત
સ્વભાવ તે ધર્મ છે.–આવું સાંભળતાં, અરે! પુણ્યની પણ ના! એમ ક.ેટલાકને થઈ જાય છે; પુણ્ય વિના આત્માથી
જ ધર્મ થાય છે તે વાતની તેને ખબર નથી, સાંભળી નથી, રુચિ નથી. ‘હું પરથી ભિન્ન શુદ્ધ જ્ઞાયક છું, એક
પરમાણુમાત્ર મારું નથી’ એમ માનનાર જ્ઞાની જેટલી તૃષ્ણા ઢાળશે તેટલી અજ્ઞાની ટાળી શકશે નહિ. અજ્ઞાનીએ
બહારથી બધું માની લીધું છે; કાયકલેશથી આત્મધર્મ થતો નથી. ધર્મ તો આત્માનું સહજ સ્વરૂપ છે, તેમાં સ્થિરતા તે
ધર્મની ક્રિયા છે. ભગવાન આત્માની શ્રદ્ધા, તેનું જ્ઞાન અને તેમાં સ્થિરતા, એ જ જ્ઞાનની અંર્તક્રિયા છે.
લોકોએ બહારમાં ધર્મ માન્યો છે અને ઉપદેશક પણ તેવા મળી રહે છે. ‘પુણ્ય બાંધી દેવલોકમાં જશું, ત્યાં
સુખ ભોગવશું અને ભગવાન પાસે જઈ ધર્મ સાંભળશું’–વગેરે વિકલ્પો કરે છે; પણ પોતે ભગવાન છે, પરથી
ભિન્ન, નિરાવલંબી છે, તે સ્વતંત્ર સ્વભાવને માનતો નથી, તે ભગવાન પાસે જશે જ શેનો?–અને કદાચ જાય
તો ય શું સાંભળશે? (અત્યારે સત્યસ્વભાવની વાત સાંભળતાં તેનો જે વિરોધ કરે છે તે ભગવાન પાસે જઈને
પણ વિરોધ કરશે.)
નિરપેક્ષ આત્મતત્ત્વના જ્ઞાન વગર જીવો મોહમાં જોડાયા છે, ને સંસારનો ભાર ઉપાડે છે. ભલે ‘ત્યાગી’
નામ ધરાવે, સાધુ હો કે ગૃહસ્થ હો પણ જેની દ્રષ્ટિ દેહ ઉપર છે, તે દેહક્રિયા પોતાની માની, પુણ્ય–પાપનો ભાર
ઉપાડી, અનંત સંસારમાં રખડે છે. માણસ માને કે ન માને પણ સત્ય તો કહેવું જ પડે; સત્યને ગોપવી શકાય નહીં.
–સમયસાર–પ્રવચનો ભાગ ૧ પૃ. ૧૨૫–૬.