Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 17 of 21

background image
: ૩૬ : આત્મધર્મ : ૮૬
ક્રોધાદિની મંદતા થાય તે પણ ચૈતન્યથી વિકૃત ભાવ છે–દ્વૈતભાવ છે, તેનાથી પણ આત્મા સમજાતો નથી.
વિકારરહિત એકલા જ્ઞાનમૂર્તિ આત્માના સ્વભાવની પ્રતીત છોડીને જેટલા પુણ્ય–પાપરૂપ દ્વૈતભાવ કરે તેનાથી
સંસાર–પરિભ્રમણ થાય છે. ચૈતન્યના પવિત્ર સ્વભાવનો આદર છોડીને વ્યવહારને એટલે પુણ્યને કે સંયોગને
પોતાના માનવા તેનાથી સંસારભ્રમણ થાય છે. આ એકત્ત્વ અધિકારમાં આચાર્યદેવ કહે છે કે આત્માના
એકત્વસ્વભાવનું અવલંબન તે મુક્તિનું કારણ છે અને એક ચીજને બીજી ચીજના અવલંબનનો ભાવ તે સંસાર છે.
[] ચૈતન્યસ્વભાવની રુચિ કોઈ સંયોગની અપેક્ષા રાખતી નથી. કોઈ અનુકૂળ સંયોગો ચૈતન્યની
રુચિ પ્રગટ કરવામાં મદદ કરતા નથી તેમ જ કોઈ પ્રતિકૂળ સંજોગો ચૈતન્યની રુચિમાં વિઘ્ન કરતા નથી.
અંતરના સ્વભાવની સન્મુખ થઈને ચૈતન્યસ્વભાવની રુચિ અને લીનતા કરે તો, અનંત પ્રતિકૂળતા આવી પડે
છતાં તેની રુચિ ને લીનતા ખસતી નથી બહારની અનુકૂળતા તે કાંઈ સુખ નથી, અને બહારની પ્રતિકૂળતા તે
કાંઈ દુઃખ નથી. શરીરમાં રોગ થાય તે દુઃખનું કારણ નથી, કેમ કે રોગના પ્રમાણમાં દુઃખ થતું નથી પણ મમતા
કરે તેટલું દુઃખ થાય છે. કોઈને ઘણો રોગ હોય પણ મમતા થોડી હોય તો તેને થોડું દુઃખ થાય છે, ને કોઈને થોડો
રોગ હોય પણ મમતા ઘણી હોય તો તેને વિશેષ દુઃખ થાય છે, એ રીતે મમતાના પ્રમાણમાં દુઃખ છે, સંયોગના
પ્રમાણમાં દુઃખ નથી. અજ્ઞાનીને તો સંયોગમાં એકત્વબુદ્ધિ છે એટલે તે સંયોગને દુઃખનું કારણ માનીને તેને દૂર
કરવા મથે છે. પરંતુ રાગ–દ્વેષમાં આત્માનું જે એકત્વ થાય છે તે દુઃખ છે, તે રાગ–દ્વેષમાં થતા એકત્વને તે
છોડતો નથી. ચૈતન્યના એકત્વસ્વભાવના ભાનવડે રાગદ્વૈષમાં એકત્વ છોડું તો સુખ પ્રગટે–એમ તે જાણતો નથી.
[] આત્મા પોતાના સ્વભાવના એકત્વને છોડીને જેટલો પરનો આશ્રય લ્યે તેટલો પરાશ્રયભાવ–
દ્વૈતભાવ ઊભો થાય છે અને તેનું ફળ સંસાર છે. જગતના જીવોએ શરીરની ક્રિયામાં, અને બહુ તો પુણ્યમાં ધર્મ
મનાવી દીધો છે. પરંતુ પુણ્ય તો વિકાર છે, આત્માના સ્વભાવથી અન્ય છે. આત્માના સ્વભાવ સંબંધમાં
અનાદિથી જીવને ભ્રાંતિ છે, સાચી સમજણવડે તે ભ્રાંતિ ટાળે તો ધર્મ થાય. શરીરમાં જરાક રોગ થાય તો
તે ટાળવા માટે ચિંતા કરે છે, પરંતુ આત્મામાં અનાદિકાળથી મિથ્યાભ્રાંતિરૂપ રોગ છે તે કેમ મટે? તેનો ઉપાય
કદી વિચાર્યો નથી. શરીરથી ભિન્ન આત્મા શું ચીજ છે તે લક્ષમાં લીધું નથી એટલે શરીર તે જ હું–એવી દેહદ્રષ્ટિથી
શરીરનો રોગ ભાસે છે અને તે ટાળવા માટે ચિંતા કરે છે, પરંતુ આત્મામાં મિથ્યાભ્રાંતિના રોગને લીધે અનંત
કાળથી ભાવમરણે મરી રહ્યો છે, તે રોગ ભાસતો નથી અને તેને ટાળવાનો ઉપાય કરતો નથી.
આત્મસિદ્ધિમાં શ્રીમદ્ કહે છે કે–
આત્મભ્રાંતિ સમ રોગ નહિ
સદ્ગુરુ વૈદ સુજાણ,
ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ
ઔષધ વિચાર ધ્યાન.
જેમ ઈસ્પિતાલમાં દવાના ઘણા બાટલા ભર્યા હોય, પણ ક્યારે કયા રોગ ઉપર કઈ જાતની દવા લાગુ
પડશે તે વૈદને પૂછવું પડે. કયા રોગ ઉપરની કઈ દવા છે તે જાણ્યા વગર એમ ને એમ દવાનો શીશો લઈને પીવા
માંડે તો રોગ મટે નહિ. તેમ શાસ્ત્રોમાં તો જન્મ–મરણનો રોગ ટાળવાની દવા છે, પણ ક્યારે કઈ દવા લાગુ પડે
તે જ્ઞાનીરૂપી વૈદ વગર ખબર પડે નહિ, માટે એકવાર સત્સમાગમ જોઈએ. શાસ્ત્રમાં ક્યાં કઈ અપેક્ષાએ કથન
છે તે ગુરુગમ વગર સમજાય નહિ. ગુરુગમ વગર પોતાની મેળે અર્થ કરવા જાય તો અર્થનો અનર્થ કરી નાંખે.
જ્ઞાન તો પોતાની પાત્રતાથી જ થાય છે, પણ નિમિત્ત તરીકે ગુરુગમ હોય છે. ભાવરોગને ટાળવાનું
ઔષધ શું? ‘ઔષધ વિચાર ને ધ્યાન.’ સત્સમાગમે આત્મસ્વભાવનું શ્રવણ કરીને પછી અંતરમાં તેનો વિચાર
અને એકાગ્રતાનો અભ્યાસ કરવો તે અનાદિનો રોગ ટાળવાની દવા છે. પરંતુ શ્રવણ કરીને જો મંથન અને
એકાગ્રતા ન કરે તો ભાવરોગ મટે નહિ.
[૧૦] વ્યવહાર એટલે પુણ્યની શુભલાગણી, તેનાથી પરમાર્થ પમાતો નથી. વ્યવહારની શુભલાગણી
સ્વભાવના આશ્રયે થતી નથી પણ પરના લક્ષે થાય છે. સ્વભાવના આશ્રયથી લાભ છે, તે સ્વભાવની રુચિ
પ્રગટ ન કરે, અને સંયોગથી કે વ્યવહારથી લાભ થાય–એવી બુદ્ધિ રાખે તેને ભગવાન મિથ્યાત્વી કહે છે. સધન
કે નિર્ધન વગેરે બધા જીવોને માટે ધર્મ તો ચૈતન્યસ્વભાવના શરણે