Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 16 of 21

background image
: માગશર: ૨૪૭૭ : ૩૫ :
મુક્તિ
અને સંસાર
[] આત્મા અનાદિકાળથી છે, અત્યાર સુધીનો અનંત કાળ તેણે ક્યાં કાઢ્યો? તેની કદી મુક્તિ
થઈ નથી, પણ અજ્ઞાનપણે સંસારમાં જ રખડયો છે. અનંતકાળથી એક સેકંડ પણ આત્મતત્ત્વને લક્ષમાં લીધું
નથી. રાગાદિથી ને પરથી ભિન્ન જેવો એકત્વ ચૈતન્યસ્વભાવ છે તેવો જો સત્સમાગમે જાણે તો તેનો અનુભવ
થયા વિના રહે નહિ. અને એવો અનુભવ પ્રગટ કર્યા વિના ત્રણકાળમાં મુક્તિ નથી. ચૈતન્યસ્વરૂપ આત્માનો
અનુભવ કેમ થાય તેની આ વાત છે.
[] આ એકત્વ અધિકારના ૩૨મા શ્લોકમાં આચાર્યદેવ કહે છે કે નિશ્ચયથી એકત્વરૂપ જે અદ્વૈત્
આત્મસ્વભાવ છે તે જ પરમ અમૃત છે, –મોક્ષ છે; અને વ્યવહારથી કર્મો દ્વારા કરવામાં આવેલું જે દ્વૈત છે તે
સંસાર છે. આત્મા અનાદિઅનંત છે, તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થયો નથી, ને તેનો કદી નાશ થતો નથી;
જ્ઞાનસ્વભાવથી તે સદા એકરૂપ છે, અને તેની અવસ્થામાં જે રાગદ્વેષ થાય છે તે તેનું મૂળ સ્વરૂપ નથી પણ દ્વૈત
છે,–આમ જાણીને એકત્વસ્વભાવનો આશ્રય કરવો તે પરમ અમૃત છે, તેનાથી સંસાર ટળી જાય છે, ને મોક્ષદશા
પ્રગટે છે.
[] જેમ સરાણ ઉપર કોઈ માણસ લોઢું ઘસે ત્યાં લસરકા મારીને તે જોતો જાય છે કે લોઢામાં કેટલો
ચળકાટ થયો, ને કેટલો કાટ ટળ્‌યો? તેમ આત્મામાં રાગ–દ્વેષ પુણ્ય–પાપ તે કાટ જેવા છે, તે આત્માનો સ્વભાવ
નથી, આત્મા તો ચૈતન્ય ચમકતીજ્યોત છે. આમ રાગ–દ્વેષ રહિત ચૈતન્યસ્વભાવ શું છે તેને જાણીને અનુભવ
કરે તો પર્યાયે પર્યાયે રાગ–દ્વેષ વિકાર ટળતો જાય છે ને ચૈતન્યપ્રકાશ પ્રગટે છે. પોતાની પર્યાયમાંથી કેટલો
વિકાર ટળ્‌યો ને કેટલી નિર્મળતા પ્રગટી તેને સાધક જીવ જાણે છે.
[] આત્માનો સ્વભાવ શું અને વિકાર શું તેનો અનુભવથી વિવેક કરવો જોઈએ. એ વિવેક પ્રગટ્યા
વગર રાગ–દ્વેષથી ખસીને ચૈતન્યમાં લીનતા થાય નહિ. માખી જેવું પ્રાણી પણ સાકર અને ફટકડીના સ્વાદનો
વિવેક કરે છે, અને ફટકડી ઉપર બેસતી નથી પણ સાકર ઉપર જઈને બેસે છે, અને સાકરના સ્વાદમાં તે લીન
થાય છે. તેમ, વિકારનો સ્વાદ આકુળ છે ને આત્માનો સ્વભાવ અનાકુળ છે, તેનો જેને વિવેક થયો છે તે
વિકારના સ્વાદને છોડીને આત્મસ્વભાવના સ્વાદમાં લીન થાય છે. શરીરાદિ સંયોગનો તો આત્મામાં અભાવ છે
ને પુણ્ય–પાપ વગેરે મલિન ભાવો છે, તેને જ જે આત્મા માને છે તેને તે મલિનતારહિત ચૈતન્યના સ્વાદનો
અનુભવ થતો નથી. હું જ્ઞાનમૂર્તિ પવિત્ર સહજાનંદ છું–એવા સ્વભાવનું શ્રવણ–મનન અને રુચિ કરે તો તેનો
અનુભવ અને લીનતા થયા વિના રહે નહીં. સમ્યક્શ્રદ્ધાના જોરે શરીર–મન–વાણી તેમ જ રાગ–દ્વેષરહિત શુદ્ધ,
અનાદિઅનંત એકરૂપ ચૈતન્યસ્વભાવ છું–એવી પ્રતીતિ થતાં તેને આનંદનો અનુભવ પ્રગટે છે.
[] કોઈ કહે કે અમારે પહેલાંં શું કરવું? તો તેનો ઉત્તર એમ છે કે, પહેલાંં સત્સમાગમે આત્માની
યથાર્થ ઓળખાણ કરવી; પોતાનો સ્વભાવ શું અને પરભાવ શું? તેનો વિવેક કરવો જોઈએ.
[] અહીં આચાર્યદેવ કહે છે કે આત્માના એકત્ત્વસ્વભાવનું ભાન અને અનુભવ થાય તે પરમ અમૃત
છે. રાગ તે હું, જડની ક્રિયા હું કરું અને વ્યવહારના આશ્રયથી કલ્યાણ થાય–એવી માન્યતા તે ઝેર જેવી છે,–
સંસારનું કારણ છે. અને વિકારરહિત એકત્વ ચૈતન્યસ્વભાવની પ્રતીત કરીને તેનો આશ્રય કરવો તે પરમ અમૃત
છે, મોક્ષનું કારણ છે.
[] હું શરીરાદિ જડની ક્રિયાથી ભિન્ન છું, મારો ધર્મ જડની ક્રિયામાં નથી, એવું પણ જેને ભાન નથી તેને
વિકારરહિત જ્ઞાનસ્વભાવની પ્રતીતિ હોય જ નહિ. જડ–ચેતનની જુદાઈનું પણ જેને ભાન નથી અને શરીરની ક્રિયા
હું કરું એમ માને છે તેમ જ તે ક્રિયાથી તથા પુણ્યથી ધર્મ માને છે તે જીવ મંદકષાયથી પુણ્યભાવ કરે તો પણ જડની
ક્રિયાનો અને વિકારનો સ્વામી થઈને મિથ્યાત્ત્વને પોષે છે. અને, હું શરીરાદિ જડથી ત્રિકાળ જુદો છું, તેની ક્રિયાનો
હું કર્તા નથી તેમ જ પુણ્ય–પાપના ભાવ થવા છતાં તે મારું ખરું સ્વરૂપ નથી, તેનાથી મારો ધર્મ થતો નથી, હું
જ્ઞાનસ્વભાવી છું–આવી યથાર્થ પ્રતીત તે ધર્મની શરૂઆત છે. આ સિવાય દયા વગેરે ભાવમાં