(અર્થાત્ વ્યવહારનયથી) વિદ્યમાન છે એટલે કે પર્યાય–દ્રષ્ટિથી જોતાં તે નવતત્ત્વો વિદ્યમાન છે. તે નવતત્ત્વોને
જાણ્યા વગર ચૈતન્યતત્ત્વની પ્રતીતિનાં પગથીયે જઈ શકાય નહીં. પણ જો નવતત્ત્વના વિકલ્પમાં જ રોકાયા કરે
તોપણ અભેદ ચૈતન્યનો અનુભવ થાય નહીં. અભેદ ચૈતન્યસ્વભાવના અનુભવ વખતે નવતત્ત્વના વિકલ્પો
હોતા નથી, માટે ત્રિકાળી ચૈતન્યસ્વભાવની દ્રષ્ટિથી જોતાં તે નવતત્ત્વો અભૂતાર્થ છે–અવિદ્યમાન છે; ત્રિકાળી
તત્ત્વમાં નવતત્ત્વના વિકલ્પો રહ્યા જ કરે–એવું તેનું સ્વરૂપ નથી. ભૂતાર્થ સ્વભાવની દ્રષ્ટિથી તો એક ચૈતન્યમૂર્તિ
આત્મા જ પ્રકાશમાન છે. એવા ચૈતન્યમાં એકતા પ્રગટ થાય તે સમ્યગ્દર્શન છે. પ્રથમ અભેદના લક્ષ તરફ
વળતાં નવતત્ત્વના વિકલ્પો આવે છે ખરા, પણ તે નવતત્ત્વના વિકલ્પ તરફ જ વલણ રહ્યા કરે તો સમ્યગ્દર્શન
થતું નથી. નવતત્ત્વના ભેદનું આલંબન છોડીને અભેદ ચૈતન્ય તરફ વળીને એકતા પ્રગટ કરવી તે નિયમથી
સમ્યગ્દર્શન છે.
આત્માનો અનુભવ કરવો તે જ નિયમથી સમ્યગ્દર્શન છે. ‘ભૂતાર્થનયથી નવતત્ત્વોમાં એકપણું પ્રગટ કરવું’ તેનો
અર્થ એવો છે કે નવતત્ત્વના ભેદનું લક્ષ છોડીને, ભૂતાર્થનયથી એકરૂપ આત્માને લક્ષમાં લેવો. ભૂતાર્થનયમાં
નવતત્ત્વો દેખાતા નથી પણ એકરૂપ જ્ઞાયક આત્મા જ દેખાય છે. કાંઈ નવતત્ત્વની સામે જોઈને તેમાં એકપણું
થતું નથી. નવતત્ત્વની સામે જોવાથી તો રાગની ઉત્પતિ થાય છે. નવતત્ત્વોના ભેદનું લક્ષ છોડીને અભેદ
ચૈતન્યને શુદ્ધનયથી જાણતાં, નવતત્ત્વોમાં એકપણું પ્રગટ કર્યું કહેવાય છે.
અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન કઈ રીતે પ્રગટે તેની આ વાત છે. અહીંથી જ ધર્મની પ્રથમ
શરૂઆત થાય છે.
અનુભવ થાય છે. શુદ્ધનયથી આવો અનુભવ થતાં અનાદિનું મિથ્યાત્વ ટળીને અપૂર્વ સમ્યગ્દર્શન પ્રગટે છે ને
ધર્મની શરૂઆત થાય છે.
તે વિકલ્પ વડે જીવસ્વભાવનો અનુભવ થઈ શકતો નથી. માટે ‘હું જીવ છું’ એવા રાગમિશ્રિત વિકલ્પને
જીવતત્ત્વ તરીકે ગણીને તેને અહીં અભૂતાર્થ કહ્યું છે–એમ સમજવું.
સમયે થાય છે. પ્રથમ અભેદ ચૈતન્યસ્વભાવમાં અંતરમુખ થઈને શ્રદ્ધાથી ચૈતન્યમાં એકપણું પ્રગટ કરવું તે અપૂર્વ
સમ્યગ્દર્શન છે. વ્યવહારનય છે તે તો નવતત્ત્વના ભેદથી આત્માનું અનેકપણું પ્રગટ કરે છે, તે અનેકપણું પ્રગટ
કરનાર નયથી ચૈતન્યનું એકપણું પ્રાપ્ત થાય નહીં. અને ચૈતન્યના એકપણાની પ્રાપ્તિ વગર રાગરહિત આનંદનો
અનુભવ થાય નહિ–સમ્યગ્દર્શન પ્રગટે નહિ. નવતત્ત્વના વિકલ્પરહિત ચૈતન્યનું એકપણું પ્રગટ કરનારો ભૂતાર્થનય
છે; તેના આશ્રયે જ સમ્યગ્દર્શન થાય છે. નવતત્ત્વોની શ્રદ્ધા તે ચૈતન્યનું એકપણું પ્રગટ કરતી નથી ને તેના આશ્રયે
સમ્યગ્દર્શન થતું નથી. નવતત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શનના વ્યવહાર તરીકે સ્થાપવામાં આવે છે પણ તેના વડે
અભેદસ્વભાવમાં એકતા થતી નથી. અભેદસ્વભાવના આશ્રયે જ આત્માનું એકપણું પ્રાપ્ત થાય છે.
અભેદસ્વભાવના આશ્રયે આત્મામાં એકપણું પ્રાપ્ત કરવું તે પરમાર્થસમ્યગ્દર્શન છે ને તે પ્રથમ ધર્મ છે.