છે ને તેનાથી સંવર થાય છે. –તો તે માન્યતા જૂઠી છે. કર્મના ઉદયમાં જોડાતાં શુભવૃત્તિનું ઉત્થાન થાય તે
પુણ્ય છે. તે પુણ્ય ક્ષયોપશમભાવ નથી પણ ઉદયભાવ છે. પુણ્ય તે આસ્રવ છે, વૃત્તિનું ઉત્થાન છે, તેને જો
ઉદયભાવ ન કહેવો તો કોને કહેવો? શું એકલા પાપને જ ઉદયભાવ કહેવો? પુણ્ય તેમ જ પાપ એ બંને
ઉદયભાવ છે, તે ધર્મનું કારણ નથી. સંવર તો પુણ્ય–પાપ રહિત નિર્મળ ભાવ છે, તે ધર્મ છે. ચૈતન્યસ્વરૂપ
આત્મામાં એકાગ્રતાથી જ સંવર થાય છે. આવો સંવર ભાવ આત્મામાં પ્રગટ્યા પહેલાંં તેની પ્રતીત કરવી તે
વ્યવહારશ્રદ્ધા છે. જેને આવો સંવરભાવ પ્રગટ્યો હોય તે જ સાચા ગુરુ હોય, જેને એવો સંવરભાવ પ્રગટ્યો
ન હોય તે કુગુરુ છે. એટલે સંવરતત્ત્વની ઓળખાણમાં સાચા ગુરુની પ્રતીત પણ ભેગી આવી જાય છે.
જેનામાં સંવરતત્ત્વ પ્રગટ્યું ન હોય એવા અજ્ઞાનીઓને જે ગુરુ તરીકે આદરે તે જીવને સંવરતત્ત્વની શ્રદ્ધા
નથી.
જીવ ધર્મના બહારવટીઆને પોષે છે; તેને ધર્મ હોઈ શકે નહીં. જેઓ પરથી કે પુણ્યથી સંવર ન મનાવે પણ
આત્માની શ્રદ્ધા–જ્ઞાન–ચારિત્રથી સંવર મનાવે, અને એવો સંવર જેના આત્મામાં પ્રગટ્યો હોય તે જ ગુરુ છે,
એવા ગુરુને જ ગુરુ તરીકે માને ત્યારે તો ગુરુની શ્રદ્ધા થઈ કહેવાય છે. આ તો બધું વ્યવહારશ્રદ્ધામાં આવી જાય
છે.
કરવી તે પહેલો સંવર છે, ને પછી ચારિત્રદશા પ્રગટતાં વિશેષ સંવર થાય છે.
સૌથી મોટું પાપ છે. શુદ્ધ ચૈતન્યની શ્રદ્ધા કરીને તેમાં સ્થિર થવું તે સંવર છે. જેમણે એવો સંવર પ્રગટ કર્યો હોય
અને એવું જ સંવરનું સ્વરૂપ બતાવતા હોય તે જ સાચા ગુરુ છે. સંવરભાવ પ્રગટ્યા પહેલાંં સંવરનું જ્ઞાન કરવું
જોઈએ. આમ સમજે ત્યારે નવતત્ત્વની શ્રદ્ધા થઈ કહેવાય. આ સિવાય જે પુણ્યથી ધર્મ મનાવનારા કુદેવ–કુગુરુ–
કુશાસ્ત્રને માને તેને નવતત્ત્વની શ્રદ્ધા પણ નથી; એટલે તેને તો વ્યવહારધર્મ પણ પ્રગટ્યો નથી, તેને આત્માનો
પરમાર્થધર્મ હોતો નથી.
વિચારે તો અંતરમાં આ વાત બેસે તેવી છે. આ વાત સમજ્યા વગર આત્માનું કલ્યાણ કે ધર્મ થતો નથી.
નવતત્ત્વના વિચાર કરતાં ભેદ પડે છે ને રાગ થાય છે, તેથી તે વ્યવહારશ્રદ્ધા છે. નવતત્ત્વોના વિચાર એક
સમયમાં આવતાં નથી કેમ કે તે તો અનેક છે, તેમાં એક તત્ત્વના વિકલ્પ વખતે બીજા તત્ત્વોનો વિકલ્પ
હોતો નથી; એટલે નવતત્ત્વના લક્ષે ભેદ અને ક્રમ પડે છે પણ નિર્વિકલ્પદશા થતી નથી. ભૂતાર્થ આત્મામાં
એકપણું છે, તે એક સમયમાં અખંડપણે પ્રતીતમાં આવે છે ને તેના લક્ષે જ નિર્વિકલ્પદશા થાય છે. પણ
એવી નિર્વિકલ્પદશા માટે આત્મા તરફ વળતાં પહેલાંં નવતત્ત્વના વિકલ્પ આવ્યા વગર રહેતા નથી.
નવતત્ત્વોના ક્રમ–વિચારમાં પણ જે આવ્યો નથી તેને તે ક્રમનો વિચાર છોડીને અક્રમરૂપ આત્મસ્વભાવની
એકતાની શ્રદ્ધા થાય નહીં.