Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 11 of 21

background image
: ૩૦ : આત્મધર્મ : ૮૬
ખબર નથી. અને જેની એક તત્ત્વમાં ભૂલ હોય તેની નવે તત્ત્વોમાં ભૂલ હોય. સિદ્ધ પરમાત્મા જેવા પોતાના
આત્મસ્વભાવની શ્રદ્ધા–જ્ઞાન કરીને તેમાં રાગરહિત ઠરવું તે સંવરધર્મ છે.–એવા સંવર વગેરે નવતત્ત્વની
વિકલ્પસહિત શ્રદ્ધા તે વ્યવહારશ્રદ્ધા છે, ને નવતત્ત્વના વિકલ્પરહિત થઈને એક અભેદ આત્માની પ્રતીત અને
અનુભવ કરવો તે ખરેખર સમ્યગ્દર્શન છે, તે જ પ્રથમ ધર્મ છે.
આત્માર્થીનું પહેલું કર્તવ્ય–૪
નવતત્ત્વનું જ્ઞાન તે
સમ્યગ્દર્શનનો વ્યવહાર છે
[વીર સં. ૨૪૭૬, શ્રાવણ વદ ૦)) મંગળવાર]
જેણે આત્માની શાંતિ અને હિતરૂપ કર્તવ્ય કરવું હોય તેણે શું કરવું? તે વાત ચાલે છે. જીવ, અજીવ વગેરે
નવતત્ત્વોને જેમ છે તેમ પ્રથમ માનવા જોઈએ; નવતત્ત્વને માન્યા વગર નવના વિકલ્પનો અભાવ થઈને
એકરૂપ વસ્તુસ્વભાવની દ્રષ્ટિ થાય નહીં, ને વસ્તુસ્વભાવની દ્રષ્ટિ થયા વગર શાંતિ કે હિત થાય નહીં.
નવતત્ત્વો છે તે પર્યાયદ્રષ્ટિથી છે, નવતત્ત્વોમાં અનેકતા છે, તે અનેકતાના આશ્રયે એક સ્વભાવની
પ્રતીત થતી નથી; તેમ જ પર્યાયદ્રષ્ટિમાં અનેકતા છે તેને જાણ્યા વગર પણ એકરૂપ સ્વભાવની વસ્તુદ્રષ્ટિ થાય
નહીં. નવતત્ત્વના વિકલ્પથી એક અભેદ આત્મસ્વભાવનાં શ્રદ્ધા–જ્ઞાન થતાં નથી, પણ એક અભેદ આત્મસ્વભાવ
તરફ વળીને તેનાં શ્રદ્ધા જ્ઞાન કરતાં તેમાં નવતત્ત્વોનું રાગરહિત જ્ઞાન આવી જાય છે. પહેલાંં રાગની મંદતા
થઈને, જ્ઞાનના ક્ષયોપશમમાં નવ તત્ત્વો જેમ છે તેમ જાણવા જોઈએ, તેને જાણ્યા વિના ભેદનો નિષેધ કરીને
અભેદનો અનુભવ પ્રગટે નહીં.
ક્ષણિક અવસ્થારૂપ છે. પુણ્ય અને પાપ તે ક્ષણિક અવસ્થામાં થાય છે, તે વિકારી અંશ છે. પુણ્ય–પાપ–આસ્રવ
તેમ જ બંધ એ ચારે તત્ત્વો અવસ્થાનો સ્વતંત્ર વિકાર છે; તે ત્રિકાળી જીવના આશ્રયે નથી તેમ જ અજીવને
લીધે પણ નથી. જો ત્રિકાળી જીવના આશ્રયે વિકાર થાય તો તો જીવતત્ત્વ અને પુણ્યાદિ તત્ત્વો જુદાં રહે નહિ, ને
જો અજીવને લીધે વિકાર થાય તો અજીવતત્ત્વ અને પુણ્યાદિ તત્ત્વો જુદાં રહે નહિ–એ રીતે નવતત્ત્વો
ભિન્નભિન્ન નક્કી થાય નહીં. માટે નવતત્ત્વોને જેમ છે તેમ ભિન્નભિન્ન ઓળખવા જોઈએ.
ભગવાન આત્મા અનંત ચૈતન્યશક્તિનો પિંડ, ધુ્રવ છે, શરીરાદિ અજીવથી જુદો છે–એમ રાગસહિત
વિચારથી નક્કી કરે તેને જીવતત્ત્વનો વ્યવહારનિર્ણય કહેવાય છે. આ જગતમાં એક જીવતત્ત્વ જ નથી પરંતુ જીવ
સિવાય બીજાં અજીવતત્ત્વો પણ છે. જીવમાં તે અજીવનો અભાવ છે, પણ અજીવપણે તો તે અજીવતત્ત્વો ભૂતાર્થ
છે. તથા ચૈતન્યતત્ત્વનું લક્ષ ચૂકીને અજીવના લક્ષે ક્ષણિક અવસ્થામાં પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વનું હોવાપણું
સ્વતંત્ર છે. જો અજીવ–કર્મને લીધે વિકાર થાય છે એમ માને તો તેણે અજીવને અને આસ્રવાદિ તત્ત્વોને એક
માન્યાં, એટલે નવતત્ત્વો સ્વતંત્ર ન રહ્યા. માટે કર્મને લીધે વિકાર થાય એમ જે માને છે તેને નવતત્ત્વની
વ્યવહારશ્રદ્ધા પણ નથી.
નવતત્ત્વોમાં પુણ્ય, પાપ ને આસ્રવ એ ત્રણ કારણ છે ને બંધ તેનું કાર્ય છે. કુદેવ અને કુગુરુ તે બંધ–