કુગુરુઓને પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વ તરીકે સ્વીકારીને તેનો આદર છોડે તેણે જ નવતત્ત્વોને માન્યાં
કહેવાય. કુગુરુઓ તે પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વના કર્તા છે તેથી તેમને તે પુણ્ય–પાપ–આસ્રવ ને બંધતત્ત્વમાં
જાણવા જોઈએ. વિકારમાં ધર્મ મનાવનારા કુગુરુઓને જે સાચા માને કે તેનો આદર કરે તેણે આસ્રવ વગેરે
તત્ત્વોને સંવર–નિર્જરાતત્ત્વમાં માની લીધા છે, તેણે નવતત્ત્વોને જાણ્યા નથી.
પુણ્યને ક્ષયોપશમભાવ માને અને તેને સંવર–નિર્જરાનું કારણ માને તો તે ઊંધી માન્યતાનું મહાપાપ અનંત
સંસારનું કારણ છે.
ઉત્તર:–ચૈતન્યભગવાનને વિકારથી લાભ માનવો તે જરાક ભૂલ નથી પણ મોટો ભયંકર ગુન્હો છે. મિથ્યા
છે. જેમ દરરોજના કરોડો રૂ. ની પેદાશવાળા રાજાનો એકનો એક કુંવર હોય ને સવારમાં રાજગાદીએ બેસવાની
તૈયારી થઈ હોય, તે ટાણે કોઈ તેનું માથું કાપી નાંખે તો તે કેવો ગુન્હો છે? તેમ આ ચૈતન્યરાજા અનંતગુણનો
ધણી છે, તેમાંથી નિર્મળદશા પ્રગટે તેવો તેનો સ્વભાવ છે; તે ચૈતન્યરાજાની નિર્મળાનંદ પ્રજા–પર્યાય પ્રગટવાના
કાળે, તેને વિકારથી લાભ માનીને નિર્મળ પ્રજા–નિર્મળ પરિણતિને ઊંધી માન્યતાથી રેંસી નાંખે છે, તે ચૈતન્યનો
મોટો ગુન્હો છે; તે ચૈતન્યતત્ત્વના વિરોધના ફળમાં નરક–નિગોદ દશા થાય છે.
તે ધર્મ છે, મોક્ષનું કારણ છે, તે આત્માના આશ્રયે જ પ્રગટે છે. આવા નિર્જરાતત્ત્વને ન જાણે ને પુણ્યથી નિર્જરા
માને અથવા જડની ક્રિયાથી કે રોટલા ન ખાવાથી નિર્જરા માને તેને તો વ્યવહારે–પર્યાયદ્રષ્ટિથી પણ નવતત્ત્વની
ખબર નથી. નિર્જરા તો શુદ્ધતા છે ને પુણ્ય તો અશુદ્ધતા છે; અશુદ્ધતાવડે શુદ્ધતા થાય નહીં. છતાં જે અશુદ્ધતાવડે
અશુદ્ધતા ટળવાનું (–પુણ્યથી નિર્જરા થવાનું–) માને છે તેણે નિર્જરા વગેરે તત્ત્વોને જાણ્યાં નથી. નવતત્ત્વનાં
વિલ્પરહિત ચૈતન્યદ્રવ્યના ભાનસહિત એકાગ્રતા વધતાં શુદ્ધતા વધે ને અશુદ્ધતા ટળે તથા કર્મો ખરી જાય તે
નિર્જરા છે. જેને આવું નિર્જરાતત્ત્વ પ્રગટ્યું હોય તેને ગુરુ કહેવાય છે. સંવર અને નિર્જરા એ બંને આત્માની
નિર્મળપર્યાયો છે, તે ધર્મ છે.
પોતે ધર્મ છે. આ પ્રમાણે નવતત્ત્વની અને દેવ–ગુરુ–ધર્મની ઓળખાણ કરવી તે વ્યવહારશ્રદ્ધા છે. ‘તપથી
નિર્જરા થાય’ એમ શાસ્ત્રમાં આવે છે, ત્યાં લોકો આહાર છોડ્યો તે તપ અને તેનાથી નિર્જરા થઈ–એમ
બાહ્યદ્રષ્ટિથી માની લ્યે છે, તેઓને તપ શું અને નિર્જરા શું તેનું ભાન નથી. તપથી નિર્જરા થાય–એ વાત સાચી,
પણ તે તપનું સ્વરૂપ શું?–બાહ્ય તપથી નિર્જરાધર્મ થતો નથી, પણ અંતરમાં ચૈતન્યસ્વરૂપનું ભાન કરીને તેમાં
એકાગ્ર થતાં સહેજે ઈચ્છાનો નિરોધ થઈ જાય છે તે તપ છે, ને તેનાથી નિર્જરા થાય છે. સમ્યક્પણે ચૈતન્યનું
પ્રતપન તે તપ છે. જેને ચૈતન્યનું ભાન નથી તેને ખરો તપ હોતો નથી. જેઓ પુણ્યથી કે શરીરની ક્રિયાથી
સંવર–નિર્જરા માને છે તેને તો, નવમી ગ્રૈવેયક જનાર અભવ્ય જીવને જેવી નવતત્ત્વની વ્યવહારશ્રદ્ધા અનંતવાર
થાય છે તેવી વ્યવહારશ્રદ્ધાનું પણ ઠેકાણું નથી. જે પુણ્યને ક્ષયોપશમભાવ માને અને તેને ધર્મનું કારણ માને તેણે
પુણ્યતત્ત્વને કે ધર્મતત્ત્વને જાણ્યું નથી, ને તેને ધર્મ થતો નથી.