Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 13 of 21

background image
: ૩૨ : આત્મધર્મ : ૮૬
આત્માના ભાન વગર બ્રહ્મચર્ય, દયા વગેરે શુભભાવથી કંઈક અકામ નિર્જરા થાય તે પણ ધર્મમાં ગણાતી નથી.
પણ આત્મામાં નવતત્ત્વનું ભાન કરીને એક સ્વભાવના આશ્રયે શુદ્ધતા વધે અને અશુદ્ધતા તથા કર્મો ટળે તે
નિર્જરા મોક્ષનું કારણ છે.
આઠમું બંધતત્ત્વ છે. વિકારભાવમાં જીવનું બંધાય જવું અટકી જવું તે બંધતત્ત્વ છે. કોઈ પરના કારણે
જીવને બંધન થતું નથી, પણ પોતાની પર્યાય વિકારભાવમાં રોકાઈ ગઈ તે જ બંધન છે. પુણ્ય–પાપના ભાવોથી
આત્મા મુકાતો નથી પણ બંધાય છે, તેથી તે પુણ્ય–પાપ બંધતત્ત્વનું કારણ છે. તેને બદલે પુણ્યને ધર્મનું સાધન
માને અથવા તેને સારું માને તો તે બંધ વગેરે તત્ત્વનું સ્વરૂપ સમજ્યો નથી. દયા, પૂજાદિ શુભભાવ કે હિંસા,
ચોરી વગેરે અશુભભાવ તે વિકાર છે, તેના વડે આત્મા મુકાતો નથી પણ બંધાય છે. પુણ્ય અને પાપ એ બંને
ભાવો મલિન ભાગ છે, બંધનભાવ છે. અત્યારે પુણ્ય કરીએ તો ભવિષ્યમાં સારી સામ્રગી મળે, ને સારી સામગ્રી
હોય તો ધર્મ કરવાની સગવડતા થાય,–એમ જેણે માન્યું તેણે પુણ્યને ખરેખર બંધતત્ત્વમાં નથી જાણ્યું. ખરેખર
તો પુણ્યભાવને લીધે બાહ્ય સામગ્રી મળતી નથી, કેમ કે પુણ્ય જુદી ચીજ છે ને અજીવ સામગ્રી જુદી સ્વતંત્ર
ચીજ છે. પુણ્યને અને બાહ્યસામગ્રીને માત્ર નિમિત્ત–નૈમિત્તિક મેળ છે. એ નિમિત્ત–નૈમિત્તિક મેળની જે ના પાડે
તેને પણ પુણ્યતત્ત્વની વ્યવહારુ સાચી શ્રદ્ધા નથી. બહારની અનુકૂળ સામગ્રી વડે જીવને ધર્મ કરવો ઠીક પડે–એ
માન્યતામાં પણ જીવ અને અજીવની એકતાની બુદ્ધિ છે. પહેલાંં ભિન્ન ભિન્ન નવતત્ત્વોને જાણ્યા વગર અભેદ
આત્માની પ્રતીતિ થાય નહિ અને તે પ્રતીતિ વગર ધર્મ થાય નહીં.
ત્રિકાળ જીવતત્ત્વના કારણે બંધ નથી તેમ જ અજીવતત્ત્વને કારણે પણ બંધ નથી. બંધતત્ત્વ તે ત્રિકાળી
જીવતત્ત્વથી ભિન્ન છે તેમ જ અજીવથી પણ ભિન્ન છે. બંધ તે પર લક્ષે થતી ક્ષણિક વિકારી લાગણી છે, તે સ્વતંત્ર
છે. બંધતત્ત્વ ત્રિકાળી નથી પણ ક્ષણિક છે. આત્મસ્વભાવને ચૂકીને જે મિથ્યાત્વભાવ થાય તેને, તેમ જ
આત્માના ભાન પછી પણ જે રાગાદિ ભાવો થાય તેને બંધતત્ત્વ જાણે, અને કુતત્ત્વોના કહેનારા કુદેવ–કુગુરુઓને
પણ બંધતત્ત્વમાં જાણે, ત્યારે બંધતત્ત્વને જાણ્યું કહેવાય. શ્રી અરિહંત ભગવાને કહેલા અને યથાર્થ વસ્તુરૂપ આ
નવતત્ત્વોને પણ જે ન જાણે ને કુતત્ત્વોને માને તેણે ખરેખર અરિહંત ભગવાનને ઓળખ્યા નથી, ને તે
અરિહંતનો ભક્ત નથી.
હે ભાઈ! જો તું એમ કહેતો હો કે હું અરિહંતદેવનો ભક્ત છું, હું અરિહંતપ્રભુનો દાસ છું,–તો શ્રી
અરિહંતદેવે કહેલા નવતત્ત્વોને તો બરાબર જાણ, અને તેનાથી વિરુદ્ધ કહેનારા કુદેવ–કુગુરુનું સેવન છોડ.
ભગવાને જે પ્રમાણે કહ્યા તે પ્રમાણે નવતત્ત્વોને વ્યવહારે પણ તું ન જાણ તો તેં અરિહંત ભગવાનને માન્યા નથી,
અને તું અરિહંત ભગવાનનો ભક્ત વ્યવહારે પણ નથી. વ્યવહારે પણ અરિહંત પ્રભુનો ભક્ત તે કહેવાય કે જે
તેમણે કહેલાં નવતત્ત્વોને જાણે ને તેનાથી વિરુદ્ધ કહેનારા બીજાને માને જ નહીં. નવતત્ત્વોને જાણવા તેમાં પણ
અનેકતાનું–ભેદનું લક્ષ છે, તે ભેદના લક્ષે રોકાય ત્યાં સુધી વ્યવહારશ્રદ્ધા છે પણ પરમાર્થશ્રદ્ધા નથી; જ્યારે તે
અનેકતાના ભેદનું લક્ષ છોડીને અભેદ સ્વભાવની એકતાના આશ્રયે અનુભવ કરે ત્યારે પરમાર્થ સમ્યગ્દર્શન
થાય છે અને ત્યારે જ જીવ અરિહંતદેવનો ખરો ભક્ત અર્થાત્ જિનેશ્વરનો લઘુનંદન કહેવાય છે.
જીવ પોતે બંધનભાવમાં અટકે તેમાં તેને અજીવનું નિમિત્તપણું છે. એકલા ચૈતન્યમાં, અજીવના નિમિત્ત
વગર પણ જો બંધન થાય તો તો તે સ્વભાવ થઈ જાય. એકલા ચૈતન્યમાં સ્વભાવથી બંધન ન હોય પણ
ચૈતન્ય–ની ઉપેક્ષા કરીને અજીવના લક્ષમાં અટકે ત્યારે બંધનભાવ થાય છે. અવસ્થામાં ક્ષણિક બંધનતત્ત્વ છે–
એમ તેને જાણવું જોઈએ.
અહો, ઘણા જીવો બહારની ધમાલમાં જ વખત ગૂમાવે છે પણ અંતરમાં તત્ત્વ સમજવાની દરકાર કરતા
નથી, અને તે સમજવા માટે નિવૃત્તિ લઈને સત્સમાગમ કરતા નથી. એને મનુષ્યભવ પામવાનો શું લાભ? અરે,
ભગવાન્! અનંતકાળે સત્ સાંભળવાનાં અને સમજવાનાં ટાણાં આવ્યાં, માટે આત્માની દરકાર કરીને સમજ રે
સમજ! ‘હમણાં નહિ ને પછી કરીશું’–એમ કરવામાં રોકાઈશ તો સત્ સમજવાના ટાણાં ચાલ્યા જશે, ને ફરી
અનંતકાળે પણ આવો અવસર મળવો