દ્રવ્યલિંગી થયા હોય પણ તેમણે આત્મામાં સાચી મુનિદશા પ્રગટ કરી નથી તેથી તે શ્રમણ નથી પણ
શ્રમણાભાસ છે; તેમની પરિણતિ આત્મામાં સ્થિર થતી નથી પણ અનંત કર્મફળના ભોગવટાથી ભયંકર એવા
અનંતકાળ સુધી અનંત ભાવાંતરરૂપ પરાવર્તન વડે તેઓ અનવસ્થિત વૃત્તિવાળા રહે છે, તેથી તે ઊંધી
શ્રદ્ધાવાળા શ્રમણાભાસ દ્રવ્યલિંગીઓને સંસારતત્ત્વ જ જાણવું.
અજ્ઞાનીઓ અર્થાત્ મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થ વગેરે તો તેના પેટામાં આવી જ જાય છે. પંચમહાવ્રત પાળનાર
મિથ્યાદ્રષ્ટિ સાધુને પણ જ્યાં સંસારતત્ત્વ જ કહ્યો ત્યાં મિથ્યાદ્રષ્ટિ ગૃહસ્થની શી વાત?–એ તો સંસારતત્ત્વ છે જ.
અનંતસંસારમાં રખડે છે. દ્રવ્યલિંગ કાંઈ કોઈને મોક્ષ પમાડી દેતું નથી. દ્રવ્યલિંગી તેને કહેવાય કે જેને વસ્ત્રાદિ–
રહિત નગ્ન દિગંબર શરીર હોય, મંદ કષાય હોય, પંચમહાવ્રત હોય, પણ આત્માનો અનુભવ થયો ન હોય. જે
જીવ પુણ્ય–પાપમાં ધર્મ માનતો હોય, શરીરની ક્રિયાથી આત્માને લાભ–નુકસાન મનાવતો હોય તે જીવ
દ્રવ્યલિંગી હોય તોપણ નિત્ય અજ્ઞાની વર્તતો થકો અનંતસંસારમાં રખડનાર સંસારતત્ત્વ જ છે. ‘દ્રવ્યલિંગી હોય
તોપણ’ એમ કહેતાં બીજા ઊંધી શ્રદ્ધાવાળા તો તેમાં આવી જ ગયા.
સર્વજ્ઞદેવે કહેલા નવતત્ત્વની વ્યવહારે પણ જેને ખબર નથી તેની વાત તો દૂર રહી, યથાર્થ જૈન સંપ્રદાયમાં
આવીને પણ જેને આત્માના સ્વભાવનું ભાન નથી અને ઊંધી તત્ત્વશ્રદ્ધાને જે સેવે છે તે પણ અનંતસંસારમાં
રખડનાર છે.
સ્વીકારતો હોય, જૈનવાડામાં રહીને દ્રવ્યલિંગી ત્યાગી થઈને વ્રત પાળતો હોય, પણ પુણ્યથી ધર્મ થાય–એમ
તત્ત્વને ઊંધુંં માનતો હોય તો તે પણ નિત્ય અજ્ઞાની વર્તતો થકો અનંતસંસારમાં રખડે છે; વ્રત ઉપવાસાદિ કરતો
હોવા છતાં તે આત્માના યથાર્થ જ્ઞાનથી રહિત મૂઢ મિથ્યાદ્રષ્ટિ છે. અંતરમાં જેને આત્માનો અનુભવ થયો નથી
ને બાહ્યમાં શ્રમણપણાનું દ્રવ્યલિંગ ધારણ કરી લીધું છે પણ અંદર તો ઊંધી શ્રદ્ધાને પોષે છે તેઓ પરમાર્થ
શ્રામણ્યને પામેલા નથી, તેમણે સાધુદશાનો ભાવ પ્રગટ કર્યો નથી એટલે તે શ્રમણ નથી પણ દ્રવ્યલિંગમાં એટલે
કે બાહ્ય સાધુના લેબાસમાં વર્તતા શ્રમણાભાસ છે. દિગંબર દ્રવ્યલિંગી મુનિ સિવાય બીજો તો સાધુનો બાહ્ય
લેબાસ પણ નથી. દ્રવ્યલિંગના લેબાસમાં રહીને ‘હું શ્રમણ છું’ એમ માને છે ને તત્ત્વની સાચી ઓળખાણ કરતા
નથી તેઓ ચારણ ભાટના વેષ જેવા શ્રમણાભાસી છે. જેમ કોઈ ચારણ ભાટ બાહ્યથી રાજાનો ભેખ ધારણ કરે,
અને રાજા જેવો લાગે, પણ તે ખરેખર રાજા નથી; તેમ ઊંધી શ્રદ્ધાવાળો જીવ બાહ્યથી દ્રવ્ય્લિંગી થઈને
પંચમહાવ્રત પાળતો હોય તે બાહ્યમાં શ્રમણ જેવો લાગે પણ તે ખરો શ્રમણ નથી; તેવાને અહીં સંસારતત્ત્વ કહ્યું
છે.
તોપણ તે સંસારનો જ સાધક છે. આચાર્યદેવે સંસારતત્ત્વમાં સાધારણ ગૃહસ્થની વાત મુખ્ય ન લેતાં
દ્રવ્યલિંગીની વાત મુખ્ય લીધી, કેમ કે અન્ય અજ્ઞાની જીવોને સંસારમાં રખડવામાં તે નિમિત્ત છે, ઊંધા ઉપદેશથી
તે જગતના જીવોને ઊંધે રસ્તે દોરવામાં નિમિત્ત થાય છે. ઘરબાર છોડીને જંગલમાં જઈને એકાંત ગુફામાં
પદ્માસન લગાવીને બેઠો હોય અને ‘આ કાયાને સ્થિર રાખવાની