Atmadharma magazine - Ank 086
(Year 8 - Vir Nirvana Samvat 2477, A.D. 1951).

< Previous Page   Next Page >


PDF/HTML Page 6 of 21

background image
: માગશર: ૨૪૭૭ : ૨૫ :
ક્રિયા હું કરું છું ને તેનાથી મને લાભ થાય છે’–એમ માનતો હોય તો તે ક્ષણે ક્ષણે મિથ્યાશ્રદ્ધાને સેવીને સંસાર
વધારી રહ્યો છે.
કર્મના ઉદયને કારણે જીવને ઊંધી શ્રદ્ધા થાય છે–એમ નથી, પણ જીવ પોતે સ્વયં અવિવેકથી પદાર્થોની
અયથાર્થ શ્રદ્ધા કરે છે. પદાર્થોના સ્વરૂપની ઊંધી શ્રદ્ધા કરીને બાહ્ય ક્રિયાકાંડથી ધર્મ માને–મનાવે તે જીવ
વર્તમાનમાં તો મિથ્યાત્વભાવને પોષે છે, ને તે ઊંધા ભાવના સેવનથી ભવિષ્યમાં પણ અનંત કર્મફળના
ઉપભોગરાશિથી ભયંકર એવા અનંતકાળ સુધી વિકારમાં ભાવાંતરરૂપ પરાવર્તન તેને થયા જ કરે છે, એટલે
તેની પરિણતિ સદાય અસ્થિર રહ્યા કરે છે પણ આત્મામાં કદી સ્થિર થતી નથી, તેથી તે જ સંસારતત્ત્વ છે.
સંસારતત્ત્વનું સંસરણ બતાવવા માટે ભાવાંતરરૂપ પરાવર્તનની વાત લીધી છે. મિથ્યાશ્રદ્ધાવાળો જીવ
કોઈ ભાવરૂપે સ્થિર રહેતો નથી પણ વિકારી ભાવોમાં ક્ષણે ક્ષણે તેનો પલટો થયા જ કરે છે; માટે તે જ
સંસારતત્ત્વ છે, એમ જાણવું.
તત્ત્વથી વિરુદ્ધ શ્રદ્ધાનો ભાવ કરીને આત્મા વિકારભાવમાં પલટાયા કરે તેનું નામ સંસારતત્ત્વ છે.
વિકાર–પર્યાય આત્મામાં થાય છે, વિકારનો કર્તા આત્મા છે–એમ અહીં બતાવ્યું. અહીં અજ્ઞાનીની વાત છે,
અજ્ઞાની વિકારનો કર્તા થાય છે. અને, આત્મા પુણ્ય–પાપનો જ્ઞાતા–દ્રષ્ટા છે, તે વિકારનો કર્તા નથી–એમ
સમયસારના કર્તા કર્મ અધિકારમાં કહ્યું છે, ત્યાં ધર્મીની વાત છે. શુદ્ધાત્મસ્વભાવની દ્રષ્ટિવાળો ધર્મી જીવ
વિકારનો કર્તા થતો નથી. અહીં સસારતત્ત્વનું વર્ણન છે એટલે અધર્મી જીવ પોતે વિકારભાવે પરિણમે છે–એમ
બતાવ્યું છે. અધર્મીનો અધર્મભાવ એટલે કે સંસાર તેની અવસ્થામાં થાય છે, જડમાં થતો નથી.
જો બહારની ચીજોમાં આત્માનો સંસાર હોય તો તે મૂકીને મરતાં આત્માની મુક્તિ થઈ જવી જોઈએ!
માટે બહારની ચીજોમાં આત્માનો સંસાર નથી. ‘હું પરની વ્યવસ્થા સરખી રાખું છું, હું છઉં તો પરનાં કામ થાય
છે, હું સારો ઉપદેશ દઉં છું તેથી તેની અસરથી મારે ઘણા શિષ્યો થાય છે એટલે મારા ઉપદેશની અસર પર ઉપર
પડે છે,–આવું માનનારા બધા મિથ્યાદ્રષ્ટિ સંસારમાં રખડનારા છે. ઊંધી માન્યતાવાળા દ્રવ્યલિંગી સાધુ પોતે
સંસારતત્ત્વ છે તેમ જ તે સાધુને ગુરુ તરીકે માનીને ઊંધી માન્યતાને પોષનાર શ્રાવકત્વ ગૃહસ્થો પણ
સંસારતત્ત્વ છે; ઊંધા ભાવે તે જીવો ભવિષ્યમાં અનંતસંસારમાં રખડશે. અને સવળી શ્રદ્ધાવાળા જીવોના
અલ્પકાળે સંસારના આરા આવી જવાના છે.
સંસાર આત્માની દશામાં છે, તે એક સમય પુરતો વિકાર છે; તે છોડવા માટે વિકાર વગરના
વસ્તુસ્વભાવની–ચૈતન્યમૂર્તિ આત્માની–દ્રષ્ટિ કરવી જોઈએ, તેને બદલે બાહ્ય ચીજો છોડવાથી સંસાર છૂટે એમ
માનનાર મિથ્યાદ્રષ્ટિ છે, તે કદી બાહ્યદ્રષ્ટિ છોડીને અંતરસ્વભાવમાં વળે નહિ, ને તેનો સંસાર ટળે
નહિ. ‘તત્ત્વનો નિર્ણય કરવાનું શું કામ છે? છેવટે તો રાગદ્વેષ ઘટાડવા છે ને! માટે રાગ–દ્વેષ ઘટાડવા માંડો,
અને રાગ–દ્વેષને ઘટાડવા માટે બાહ્ય વસ્તુઓનો ત્યાગ કરો’–આમ માનનારા તથા કહેનારા, ભલે ત્યાગી હોય
તોપણ મિથ્યાદ્રષ્ટિ છે ને તે સંસારમાં રખડનાર છે. બાહ્ય સંયોગ છોડયે રાગ–દ્વેષ છૂટતા નથી, બાહ્ય સંયોગ તો
અભવ્ય જીવે પણ અનંતવાર છોડયા. તત્ત્વનિર્ણય કરીને આત્મસ્વભાવ તરફ ન વળે તો કદી રાગ–દ્વેષ ટળે જ
નહિ; માટે તત્ત્વનિર્ણય કરીને આત્માના સ્વભાવ તરફ વળવું તે જ સંસારને ટાળવાનો ઉપાય છે.
સંસાર ક્યાં છે? તે ઓળખાવીને તે કેમ છૂટે તે બતાવ્યું છે. ભાઈ, તારી ઊંધી માન્યતાથી જ
સંસાર છે, તે તારા સ્વભાવની સવળી શ્રદ્ધાએ છૂટશે. બાહ્યમાં સંસાર નથી ને બાહ્યની ચીજો છૂટવાથી તે
છૂટતો નથી. છ મહિનાના ઉપવાસ કરીને ઊભો ને ઊભો સૂકાઈ જાય ને અંદર મંદરાગમાં ધર્મ માને તથા
રોટલા મેં છોડયા–એમ માને તો તે જીવ સંસારતત્ત્વને સેવનારો છે. અજ્ઞાનીની દ્રષ્ટિ બાહ્ય સંયોગ ઉપર
છે તેથી તે બાહ્ય ક્રિયા દેખીને તેમાં ધર્મ મનાવે છે, પણ અંતરદ્રષ્ટિથી જોનાર જ્ઞાની કહે છે તે જીવ ઊંધી
માન્યતાથી અધર્મને જ સેવે છે.
હું ચૈતન્યબિંબ જ્ઞાયકમૂર્તિ છું, આહાર મારા સ્વરૂપમાં છે જ નહિ તેથી તેને ગ્રહનાર કે છોડનાર હું નથી,
–એમ જ્ઞાનાનંદ સ્વભાવનું ભાન કરીને તેમાં લીન રહેતાં રાગની ઉત્પત્તિ જ ન થાય ને આહારનો